________________
તા. ૧-૯-૫૩
અંતે હવે સામાજિક માનસશાસ્ત્ર નહીં પણ સામાજિક અધ્યાત્મ સુધી માણસ આજે પહોંચ્યા છે.
આ સામાજિક આધ્યાત્મમાંથી નવી જાતનુ યોગશાસ્ત્ર નિર્માણ થાય છે એટલું જ નહીં, વિશ્વાત્મયનું નવુ" દર્શીનશાસ્ત્ર રચાય છે એટલું જ નહીં, વિશ્વસ'ગીત અને વિરાટકળા સ્થપાય છે એટલુ' જ નહીં, પણ સામાજિક આધ્યાત્મશાસ્ત્રમાંથી નવી રાજનીતિના જન્મ થતા આપણે જોઈએ છીએ. આ વસ્તુ વિષે જ થાડા પ્રાથમિક વિચાર। અહિં રજુ કરવા માગું છું.
માણસે પેાતાની વનાનુભૂતિના વિકાસ પ્રમાણે પ્રથમ ગેાત્રા (Clans and Tribes) કપ્યા. ત્યાર પછી રાષ્ટ્રો અને સામ્રાજ્યો સ્થાપ્યા. વિશાળ સમાજતી શાસ્ત્રીય રચના કરવા માટે એણે વણુ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા કલ્પી કાઢી અને ચલાવી જોઈ. ઉદ્યોગ હુન્નરે ખીલવતા એણે ટ્રેડ ગિફ્ટ્સ (Trade-Guilds) અજમાવ્યા. અને હમણાં હમણાં રાષ્ટ્રસંધાની સ્થાપના કરી માનવતાના સાક્ષાત્કાર કરવા એ મથે છે.
શકિતને ઉપાસક હોઇ માસે માનવતાને સાક્ષાત્કાર કરવા માટે રાજનીતિના આશ્રય લીધે અને અનેક ધર્માં જે ન કરી શકયા તે સંગઠ્ઠનને જોરે સિધ્ધ કરવાની હામ ભીડી. માણસના આ પ્રયોગે હમણાં હમણાં જ શરૂ થયા છે અને એની અજમાઇશ ચાલુ જ છે. પણ આ પ્રયોગો જેમ જેમ જટિલ થતા જાય છે, તેમ તેમ માણસ જોવા લાગ્યા છે કે આ પ્રયોગોમાં મતલબની . કાઈ મહત્વની વસ્તુ જ રહી જાય છે. શારીરિક અને બૌધ્ધિક શકિત, સ ́ગઠ્ઠન શકિત, કેળવણી અને પ્રચાર મારફતે ખીલતી વિચારશકિત-એ બધી નવી નવી અને અદ્ભુત રીતે વાપરત છતાં માણસ પોતાનાં ધ્યેય તરફ આગળ વધી શકતેા નથી. એ જોઈને હવે એ અંતર્મુખ થવા લાગ્યો છે. પ્રાચીનકાળથી શકિતની ઉપેક્ષા કરી, સદાચારને જીવતો પ્રચાર કરવાનું કામ સતાએ કર્યું... છે. એની અસર ઉંડી છતાં વ્યાપક થતી નથી. એ જોઇને અને એ માગમાં પાતાની જાત ઉપર જ વધારેમાં વધારે અંકુશ મૂકવા પડે છે એ અનુભવીને એ માગ પ્રત્યે માણસ જાત કઈંક અશ્રધ્ધાળુ અને કંઇક ઉદાસીન થઈ અને એણે સૈન્યશકિત, કાનના દેર, આર્થિક સંગઠ્ઠન અને કેળવણીના પ્રકાર દ્વારા પેાતાનું ધ્યેય પ્રાપ્ત કરવાને મનમા કર્યા. પણ પાતે ફાવી જશે એવી ખાત્રી એને ન થઈ.
જૂની પરિભાષામાં કહીએ તે! સતાએ ખેડેલા કલ્યાણુ માળ, શિવમાર્ગ ઉપર માણસની કંઇક શ્રધ્ધા હોવા છતાં એને એ વ્યાપક ન કરી શકયા અને સેનાપતિએ અને રાજ્યકર્તાએ અત્યંત આગ્રહ અને વિશ્વાસપૂર્વક ચલાવેલા શકિતમા` સફળ નીવડતા નથી એ એણે અનુભવ્યુ. એટલે હવે માણસજાત શકિત-તત્ત્વ શિવ-તત્ત્વને અધીન બનાવી શિવ-શકિતના ક્રમન્વય દ્વારા પોતાની ઉન્નતિ સાધવાનુ વિચારી રહી છે.
આ 'જાતના પ્રયોગો જૂના કાળથી ચાલતા આવ્યા છતાં હમણાં હમણાં માણસજાતનુ ધ્યાન એ માર્ગ પર વધારે જવા માંડયુ' છે. પણ અહિં પણ જૂના જ અનુભવ કરી અનુભવાય છે કે શક્તિની પાર્થિવ અથવા પાશવી શક્તિથી શિવતત્વનું સામર્થ્ય વધતું નથી પણ ધટે છે અને એ અપ્રતિષ્ટિત થાય છે. માટે પાર્થિવ અને પાશવી શક્તિને સદંતર બહિષ્કાર કરી શિવતત્વમાં જે પેાતાની આંતરિક શક્તિ રહેલી છે તેના ઉપર `જ અનન્ય આધાર રાખવા જોઇએ. અને એને આધારે જ માણસની–વ્યક્તિની જ નહી' પણ સમસ્ત માનવસમાજની–ઉન્નતિ થવાની છે એવી શ્રદ્ધા રાખી તે શિવક્તિ અનુભવવી જોઇએ. એ શિવશક્તિને ગાંધીજીએ સત્યાગ્રહનું નામ આપ્યુ છે. તેમણે કહ્યું કે સત્ય પોતાની આંતરિક શક્તિથી જ બળવાન છે. ખાદ્ય શિતની એને મદદ. આપવા જતાં તે અપમાનિત થાય છે અને
પ્રબુદ્ધ જીવન
નબળુ પડે છે. Truth is humiliated and weakened when backed by mere physical and brute force."
૭.
આ મહાન સિદ્ધાન્તને જેતે અનુભવ થયા તેતે જ ભવિષ્યના મહામાનવના સાક્ષાત્કાર થવાના છે. જ્યાં સુધી માણસજાતનું હૃદય સંકુચિત હતું, એને અનુભવ પણ એકદેશીય હતો, ત્યાં સુધી માણસને મહામાનવને સાક્ષાત્કાર થયા નહીં. ગ્રીક લેાકાએ પેાતાને જ સંસ્કારી, પૂર્ણ માનવ માની, અન્ય લેાકાને bar barians કહ્યા અને કુદરતે જ એમને ગુલામ થવા માટે સજર્યાં છે' એવા સિદ્ધાન્ત જારી કર્યાં. (આજે પણુ ઘણીખરી માનવજાત માને છે કે આત્મા તે માણસને જ હાઇ શકે છે, પશુપક્ષી આદિ જળચર ખેચર તમામ મનુષ્યેતર પ્રાણી· એને આત્મા છે જ નહીં. એટલે ગ્રીક લેાકાને હસવાની જરૂર નથી..)
આય લેાકાએ પણ પોતાની શ્રેષ્ઠતા કલ્પી અનાËને હીન માન્યા, તે એટલે સુધી કે મર્યાદા પુરૂષોત્તમ રામ પણ માન્યું કે જે ન્યાય આર્યંને માટે લાગુ હતા તે શૂખા, વાલી કે શબૂક જેવાઓને લાગુ ન પડી શકે.
આજે ગોરા લાકા પણ માને છે કે સભ્યતાને વારસા એમના જ છે, રંગીન પ્રજા પછાત છે. એને માટે સ્વરાજ કે સ્વાતંત્ર્ય નથી, જો કે એ મેાહ અને મદ હવે ઠીક ઠીક ઉતર્યાં છે.
આપણે ત્યાં તે આપણે ચાર વણુ અને અસખ્ય જાતિઆની સીડી ગાઢવીતે માનવતાને લગભગ ભૂંસી જ નાખી. તે એટલે સુધી કેન્યાયમદિરમાં પણ એ બધાના એકસરખા ન્યાય તાળાય નહીં. એક જ ગુના માટે બ્રાહ્મણુને સજા નાખી, ક્ષત્રીય અને વૈશ્યને નાખી નાખી. શૂદ્રોને માટે સજાએ ભયાનક રાખી. અને ચાંડાળાને સજા કરવા જતાં આપણે પાતે જ
•
અન્યાય કરવા લાગ્યા.
હવે આપણે એ પુરાતન પાપમાંથી ઉગરી જવાના પ્રયત્ન કરીએ છીએ. માનવમાત્રની સમાનતા આપણે કબુલ કરતા થયા છીએ જો કે જૂતી રૂઢી હજી ભૂસાઈ નથી. અને આપણા અધિકાંશ લેકા સમાનતાની નવી કલ્પનાથી અકળાય છે.
સમસ્ત
આપણી આ નવી સમાનતાનું સ્વરૂપ સ્પષ્ટ જાણવું જોઈએ. સદાચારી અને દુરાચારી, દેશભકત અને દેશદ્રોહી, પુણ્યાત્મા અને આતતાયી, ધનવાન અને દરેદ્રી, ભણેલા અને અભણ્, સ્વજન અને પારકા, બધા જ મારા ભાઇભાંડુ છે, મારા પૂર્વજોના પુણ્યપ્રતાપથી જેમ હું મગરૂર થાઉં છું. અને તેમની ભૂલેથી શરમાઉં છું, તેવી જ રીતે તમામ માણસજાતની વ્યક્તિના ચારિત્ર્યમાં અથવા એના અભાવમાં મારા હિસ્સા છે, પૂરતા હિસ્સા છે એ મારે જાણવુ જોઈએ. ભાળી, દબાયેલી અને પછાત જાતિઓના દેષા માટે એમને સજા થાય એના કરતાં મને વધારે સજા થવી જોઇએ, કેમ કે એમને પોતાના દોષાનું ભાન નથી અને મને એ દાષાનુ ભાન હેાવા છતાં મેં એમને હાથે એ દોષો થવા દીધા. અને હવે પછી પણ દોષાનુ ભાન મળે છે એટલા માટે એમને હાથે થતા એ દોષો મારે એકાએક જબદસ્તીથી રોકવાના નથી, પણ બ્’ધૃભાવથી એમની સેવા કરી. એમનામાં એ ભાન મારે જાગૃત કરવાનુ રહ્યુ..
એક જ દાખલો લઈએ. પશુપક્ષીઓને અને માછલાં વગેરેને મારીને ખાવા એ પાપ છે એનું ભાન મને થયું અને એ આહાર મેં છોડી દીધા એટલાથી હું પોતાની જાતરે નિષ્પાપ નહીં માનુ. મારા કુટુબીએ જે માંસાહાર કરતા હાય તા જેમ મને થાય છે કે એમાં અમુક પ ા મતે વળગે જ છે, તેવી જ રીતે અધિકાંશ માણુસજાત માંસાહાર કરે છે એનું પાપ મારૂ છે એ મારે સમજવું જોઈએ.
પોતે અને આ