________________
st
પ્રબુદ્ધ જીવન
महामानवनो साक्षात्कार
(પયુષણ પર્વ વ્યાખ્યાનમાળા સાથે મારા સબંધ એ માળાના પ્રારંભથી જ છે. અમદાવાદ, મુ`બઈ, કલકત્તા, ઇન્દોર, અકાલા વગેરે ઠેકાણે પર્યુષણ પત્ર નિમિત્તે મે વ્યાખ્યાન આપ્યા છે. પણું મુખની વ્યાખ્યાનમાળામાં લગભગ દર વરસે હાજર રહ્યો જ છું. એમાં વિઘ્ન આવ્યું હોય તે સ્વરાજની હિલચાલની અંગેની જેલયાત્રાનું જ,
આ વરસે પર્યુષણુ વ્યાખ્યાનમાળામાં જાતે હાજર રહી શકતા નથી તેનુ દુ:ખ મને શ્રી પરમાનંદભાઇ જેટલુ જ છે. મારી ખાત્રી છે કે વ્યાખ્યાનમાળાના શ્રોતાઓ માર્ં કારણ જાણ્યા પછી મને જરૂર ક્ષમા કરશે. દિલ્લીની પાર્લામેન્ટનુ કામ મહત્વનું હાય છે ખરૂ, પણ એ ત્રણ દિવસ એ કામ ટાળીને પણ મું‰ઇ પહોંચ્યા હાત. પણ હમણાં જે પછાત વની સ્થિતિ તપાસવા માટે નીમેલા કમિશનનુ કામ માથે આવી પડયું છે, એ કામ મને શકે છે. દેશ આખામાં, એક વરસની અવધિમાં ફરીતે દેશની ગરીબ અસહાય જનતાની સ્થિતિ પ્રત્યક્ષ જોવાનું કામ મને મારા જીવનની ઉત્તરાવસ્થામાં સોંપવામાં આવ્યું. એ ભગવાનને અને આપણી રાષ્ટ્રીય સરકારને અનુગ્રહ સમજુ છું. એ કામ મને જ્યાં લઇ જાય ત્યાં જવાના મારા પ્રથમ ધર્મ છે.
પર્યું પશુ પ વ્યાખ્યાનમાળા શરૂ થઇ અને ઠીક ઠીક લોકપ્રિય થઇ ત્યારે એક સનાતની જૈન ભાઈએ ચિડાઇને મને લખ્યું હતું કે “પશુસણુ પ`માં જે જાતની રૂઢી અમારા લેકમાં “ ચાલતી આવી છે એને તોડી પાડવાનું કામ શ્રી પરમાનંદભાઇ
જેવા કરે છે. અમને એ માન્ય નથી. એમાં જૈનેતર હાઇ તમારા જેવાએ શા માટે ભાગ લેવા જોઈએ ? આ વ્યાખ્યાનમાળામાં મોટા મેટા લેાકેા આવીને વ્યાખ્યાન આપે છે. જનતા એ તરફ આકર્ષાય છે. પછી અમારા રૂઢી મુજબનાં કાર્યક્રમને ભાવ કાણુ પૂછે ? તમારે પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળામાં ભાગ ન લેવા જોઇએ. ’
એ ભાઈના શબ્દો મેં ઘણા સૌમ્ય કરીને અહિ લખ્યા છે. આ વ્યાખ્યાનમાળાને આ એક ઉત્તમ સર્ટિફિકેટ છે એમ તે વખતે પણ મે' માનેલું. પણ એવા પણ વિચાર કરેલા કે એ ભાઈના રૂઢીચુસ્ત આત્માની લાગણી સાચવવા આ વ્યાખ્યાનમાળા સાથેને સબંધ હુ` ક્રમ ન છેડી દઉં ? પણ મને થયું કે આ માળામાં વ્યાખ્યાન આપવા માટે જે ભાઈઓને મેલાવવામાં આવે છે તે જૈન હાય યા જૈનેતર, તે. ખધામાં જૈન ધર્મના પ્રધાન સિધ્ધાન્ત વિષે ખરેખરા હાર્દિક આદર છે.. જૈન ધર્માંના સ્યાદવાદનું અને સપ્તભંગી ન્યાયનું પ્રત્યક્ષ અને જીવતું ઉદાહરણ આ વ્યાખ્યાનમાળામાં મળે છે. સ–ધમસમન્વય, ધાર્મિ કતા પ્રત્યે ઉચ્ચ લાગણી, ધને આધારે સમાજસુધારાની વિચારણા અને સામાજિક સખ'ધામાં વિશાળ હૃદયની આત્મીયતાની લાગણી એ બધા આ માળાના ગુ]ા જોઇ મને થયુ` કે રૂઢીવાદી વાંધાને વશ થવુ આવશ્યક નથી. " કાળે કરીને રૂઢીવાદી જૈતા પણ આ પ્રવૃત્તિને વધાવી લેશે જ.
આટલા વરસનું આ માળાનુ` કાય જોતાં અને એનુ સિંહાવલોકન કરતાં, આ માળા પ્રત્યે મનમાં આદર ઉપજે છે. માળાની લાકપ્રિયતાથી હર્ષઘેલા થઇ અથવા પુલાઈ જઈ આ પ્રવૃત્તિ ઉપર એ 'ખમી ન શકે એવા નવા નવા મેાજા લાદવાની ભૂલ પ્રવર્તી કાએ ન કરી એ અભિન ંદનીય છે. પ્રવતતકાનુ આ ઠરેલપણું જ આ માળાને પોષક નીવડયું છે, માળાએ મુંબઇના
તા. ૧-૪-પ૩
સંસ્કારી ગુજરાતીમાં કેવળ રૈનામાં જ નહીં પણ ખેતર લકામાં પશુ–જે વિચારની ઉદારતા કેળવી છે તે નાનું સુનુ કાય નથી. આજે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, સુધારક, ઉધ્ધારક તમામ પ્રકારના લેકે આ માળામાં ભાગ લે છે, અને Àાતાએ વિવેક અને આદરપૂર્વક તેમની વાતા સાંભળે છે અને ઝીલે છે.
પ્રધાન
ભગવાન મહાવીરનું જીવનરિત્ર, અહિંસા અને તપસ્યાએમને ઉપદેશ, જૈન ધર્મના સિધ્ધાન્તોની ખૂબી અને ખારીકીએ ઇ. વિષયા તે આમાં હાય જ છે. પણ એ ઉપરાંત ધમના વિનિમયના તમામ સાહિત્યિક, સામાજિક, આર્થિક અને અન્ય શાસ્ત્રીય ક્ષેત્રે પણ અહિં ડામ છે અને
ખેડાય છે.
મેં પોતે અહિં કયા કયા વિષયો ઉપર વ્યાખ્યાન આપેલાં તેનું મને સ્મરણ નથી. પણ સાંસ્કૃતિક જાગૃતિ અને સાંસ્કૃતિક સમન્વયના અનેક પાસાંઓમાંથી તે તે વરસે જે પાસુ મને સૌથી મહત્વનું જણાયું. તેને વિષે જોલવાને રિવાજ મેં રાખ્યો છે. આ વરસે હાજર ન રહી શકુ તેાયે મારી એ દૃષ્ટિને જ વળગી રહીને મહામાનવના સાક્ષાત્કાર ઉપર કેટલાક વિચારા અહિં નોંધવા માગું છું. કાક.)
માણસની અદમ્ય જિજ્ઞાસાએ શોધખાળ માટે અને અધ્યયન માટે અસખ્ય વિષયા શાખ્યા છે. આકાશના તારાઓથી માંડીને પૃથિવીના ગર્ભની જ્ઞાત અજ્ઞાત ધાતુ સુધીની એક વસ્તુ માણસે પેાતાના છજ્ઞાસા-ક્ષેત્રમાંથી ખાતલ રાખી નથી. પદાર્થવિજ્ઞાન, રસાયનશાસ્ત્ર, જીવવિદ્યા, ગણિત અને કુલજ્યાતિષ–એવાં એવાં શાસ્ત્રોમાં માણસે અસખ્ય વિભાગે ખેડયા છે. પણ માણસના રસ અને એનાં જીવનની કૃતાતા જોતાં શોધખોળ અને અધ્યયનની દૃષ્ટિએ માણુસ માટે સૌથી મહત્વના વિષય છે પાતે માસ જ.
આત્માનં વિજ્ઞાનીયાત એ ઋષિવચનને ગમે તેટલે બહેાળે અથ કરી શકાય. પોતાની જાતને એળખવા માટે માસાએ દરેક સમાજના ઈતિહાસ નોંધી રાખ્યા. અને રાષ્ટ્રીયતા અથવા માનવતા સુધી એની છણુાવટ કરી, પેાતાની જાતને એળખવા માટે એણે પેાતાનુ શરીર તપાસ્સું અને શરીરરચનાશાસ્ત્ર, આંરાગ્યશાસ્ત્ર, આહારશાસ્ત્ર, વૈદક ઇત્યાદિ શાઓ ઉપજાવ્યા. ત્યાર પછી એને થયું કે હવે આપણે માણસનું મન પારખવું જોઇએ. સૃષ્ટિની તમામ અદ્ભુત વસ્તુઓમાં પણ સૌથી અદ્ભુત તત્વ હોય તે તે માણસનું મન છે. માણસ જેવા શેાધક કારીગર મન પાળ પડે તે એમાંથી શું શું શેાધી ન કાઢે ? યોગવિદ્યા અને પ્રયા{વદ્યા કેળવી એણે મનનું ઉંડાણુ તપાસ્યું. એની શક્તિએ શેાધી કાઢી, એની વિકૃતિએ સામે ઇલાજો હૂઁઢયા, અને અતે માણસ જીવતા છતાં પેાતાનાં મનની ઉપર જઇને એના સ્થાને આત્માતે અને આત્મશકિતને સ્થાપન કરવાની રાજવિદ્યા પણ એણે કેળવી.
માણસે શેાધ્યુ કે એનાં મનનું રહેઠાણુ શરીરમાં હવા છતાં શરીરમાં એનુ વ્યકિતત્વ સમાતું નથી. આખા મનુષ્યસમાજ એ જ માણસજાત માટે પ્રાથમિક એકત્ર ( Unit ) છે. અને તેથી એણે માનસશાસ્ત્રને સામાજિક રૂપ આપ્યું. સ ́પત્તિશાસ્ત્ર ખીલવ્યુ', સમાજશાસ્ત્ર જેવું એક નવું જ શાસ્ત્ર ઉપજાવી કાઢયું. ઋતિહાસમાંથી જે ન મળી શકયું તે નૃવંશશાસ્ત્ર-Anthropology-મારફતે જાણી ‘લી’Y’, અને