SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ છુટક નલ : ત્રણ ના શ્રી મુંબઈ જૈન યુવક સધનું પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જીવન ૫ : એ. જૈન વ પ ૧૪ : એક તંત્રી : પ્રમાનંદ વચ્છ કાપડિયા મુંબઇ : ૧૫ ઓગસ્ટ ૧૯૫૭ શનિવાર સ્વ. કવિવર ખબરદારના ૬ ચલિયાં આવ્યાં તે ચારે પણ લાવશે જ ” આ તેમની અપૂર્વ શ્રદ્ધા (નીચે આપેલ કવિવર સદ્ગત અરદેશર ૩. ખબરદારના તા. ૨૪–૭-૧૩ ની પત્રની સમગ્ર વસ્તુ વાંચનારના પૂરા ધ્યાન પર આવે તે માટે તેમના વિષેની ઘેાડી માહીતી જરૂરની છે. આજથી ૩૫ વર્ષ પહેલાં હું મદ્રાસ પહેલી વાર મારા ધંધાના કારણે ગયેલા ત્યારે તેમની સાથે પ્રથમ વારના મેળાપ થયેલે. તે સબ્ધ ઉત્તરાત્તર વિકસતા રહ્યો. તેએ ગુજરાતના એક મહાન કવિ છે એવા કુતુહલથી તેમની સાથેના પરિચયની શરૂઆત થઈ હતી. પાલ્લ્લાં વર્ષોંમાં તે મારે મન એક મુરબ્બી સ્વજન જેવા હતા અને તેમની પારિવનાની અગવડામાં અને તેટલા મદદરૂપ થવામાં હું જીવનનેા સાપ્ અનુભવતા. તેમની પણ મારી ઉપર ખૂબ મમતા અહતી. તેમનુ જીવન આર્થિક મુંઝવણ, શારીરિક યાતના અને માનસિક વ્યથાની એક લાંબી કરૂણ કથા છે. વિષમ આર્થિક સ’યોગા તેમને ૧૯૨૮માં મદ્રાસ છેડાવીને મુબઇ ખેચી લાવ્યા અને ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ વળી પાછા અંગત વિષમ સંયાગાથી કટાળીને પાણાએ વર્ષ પહેલા તે મદ્રાસ ગયા. દશેક મહીના ખાદ તેમનાં સુખદુઃખની ભાગિયણ ! સૌ. પીાજાભાઈ પુષ્કળ શરીરયાતના ભોગવીને વિદેહ. થયાં. શ્રી. ખબરદાર સાથે માત્ર તેમની બે પુત્રી રહી, જેમનો ઉલ્લેખ નીચેના પત્રમાં કરવામાં આવ્યા છે. તેમના બે માટી ઉમરના પુત્રા પિતા સાથે મેળ નહિ મળવાથી ઘણી વખતથી છુટા પડી ગયા હતા અને આજે પણ મુંબઇમાં તપેાતાના વ્યવસાય કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં પેાતાના નવા કાવ્યસ`ગ્રહ જીત નિકાની એક નકલ તેમણે મારી ઉપર માકલવા કૃપા કરી. તે વિષે તેમને આભાર માનતાં તેમના અનેક યાતનાઓ અને મુઝવણાથી ભરેલા સંચાગામાં લેશ પણ મદદરૂપ નહિ થઈ શકવા બદલ દિલનું દુઃખ અને શરમ મારા પત્રમાં મે વ્યકત કરેલ. તેના ઉત્તર રૂપે અવસાનને છ દિવસ પહેલાં તેમણે લખેલા પત્ર નીચે પ્રગટ કરવામાં આવે છે. તે પત્રના અવકાશ લઈને જવાબ લખું તે પહેલા તે આપણ સર્વને સદાને માટે છોડીને એકાએક ચાલી નીકળ્યા અને પ્રભુચરણે સમર્પિત થયા ! પરમાન’૬) ૧૧૪, સેન થેામે હાઇ રાડ. મયલાપેર મદ્રાસ ૪, તા. ૨૪-૭-૧૩ * મહેરબાન સ્નેહી ભાઇશ્રી પરમાનદભાઈ, તમારા તા. ૨૧મી તા માયાળુ પત્ર મળ્યા છે, તે માટે આભારી છું. “કતનિકા ' મળી ગઇ તે જાણ્યુ.. વાંચી રજીસ્ટર્ડ મી.૪ર૬૬. અન્તિમ પત્ર વાર્ષિક લવાજમ રૂપિયા ૪ “હુંવે હું પ્રભુચરણે જવા તૈયાર છું” આ તેમના અન્તિમ ઉગાર જશા તે ખરૂં જણાવજો કે કવિતા મારી જેવી છે તેવી રહી છે કે નહિ. દુઃખથી રસ ઘાડા થયા છે. ગયે વર્ષે મારાં પત્નીની અસાધ્ય માંદગી વેળા ઓગસ્ટ-સપ્ટેમ્બર-એ માસમાં એ બધી કવિતાઓ લખાઇ હતી. એ જોઈને પછી તેઓ ગુજરી ગયાં. ત્યાર પછી તે! મારા પર હુ વીત્યું છે. એમની માંદગીમાં રાજ સવાર-સાંજના ઇજેકશને દસ માસ ચાલ્યાં, તેમાંમેટા ખર્ચ થયો. પણ પ્રભુની મહેર કઈ ઓછી છે ? મારાં જુના મિત્ર હાતમ દિલના શ્રી હેમચંદભાઈ શાહ એલ્યુમીનીયમ કાં.વાળા' અહી આવેલા. તેઓ મળવા આવેલા ને મારી સ્થિતિ જોઇને મને એક હજાર તુરત આપી, ગયા, તેમાં આ બધાં ચઢી ગયેલાં ખીલેા આપી દીધાં. પ્રભુની મહેર તે ચાલુ જ છે, પછી તેમના ભાઇ શ્રી કેશવભાઇએ કનિકા' પ્રગટ કરવા નાણાં આપ્યાં. એમ મદદ તો થયા જ કીધી છે. બાકી તમે મારા પહેલા મિત્ર તે તારણ્ હાર. તેમને તે કદી મારાથી ભૂલાય ? તમે પરિસ્થિતિને લીધે હમણાં કે... નથી કરી શકતા તો તમારી દુઆથી કાઇને કાઈ તા મદદે આવે છે ને ? તમારી કીધેલી ગેાઢવણાનાં નાણાં હજી મને દર માસે મળ્યા જાય છે, તે પણ તમારી જ મદદ તે ? બીજા પારસી પંચાયત પણ હજી સુધી આપે છે, એટલે ગમે તેમ નળ્યું જાય છે. તે તમને રાજ દુઆ દઉં છું. તમે કદિ મનમાં એમ ન લાવતાં કે ખખરદાર નગુણા થયા કે તમારી કૃપાએ જીવતાં કદિ ભૂલી જાય ! પ્રભુ એવા છે કે તે તેના ભકતને ભૂખ્યા નથી રાખતા, પણ હું મારા કુટુંબથી અને સંતાનેાથી બહુ જ કમનસીબ છું'. છેકરાઓ ચાલી ગયા છે. એક છેાકરી, નાની નાજા, ત્રણ વર્ષથી એમગજ થઈ છે તે બહુ તાકાનને ભાંગફોર્ડ કરી મતે હેરાન કરે છે. મે' છેલ્લુ દાઢ વષ' ભારે દુખમાં તે વિમાસણમાં કાઢ્યું છે. પછી છેલ્લા ચાર માસથી પરિસ્થિતિ અહુ બગડી ને મે મુંબઈ એક પારસી મિત્રને લખ્યુ. તેમણે મારા નાના પુત્રને મેલાવીને કહ્યું' તેથી તે મને પાતા સાથે રાખવા તૈયાર થયો છે. મુંબઇમાં ઘર શોધ્યું મળ્યું નહિ, આખરે હમણા મુશ્કેલીયે વાંદરામાં નાનુ ધર મોટા ભાડાએ મળ્યુ છે, તે મારા પુત્રે લીધું છે તે તે હવે મને મુંબઈ લઈ જવા પાંચ છ દીનમાં અહિં આવશે. તે ખૂલ્લું પેક કરીને પછી અમે ત્યાં આવીશુ’. ધરતુ' સરનામુ` મને ખબર નથી, પછી લખીશ, મારા ભાગ્યમાં રખડયા કરવાનુ જ છે.
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy