________________
પ્રબુદ્ધ જીવન
૪૮
જોવાય છે. કાઇ સાધુને ઉપયોગી લેખકનું ફેંકી દેવા જેવું... પુસ્તક તે સાધુના ઉપદેશથી તેને અનુરાગી છપાવી નાંખે છે. કાઈક મરી જાય ત્યારે તેના સ્મરણાર્થે છપાંતા પુસ્તકાને પણ પાર નથી. અને એથી ‘કેટલાંય પુસ્તકાની, દશવૈકાલિક, ઉત્તરા ધ્યયન જેવાની કેટલીય આવૃત્તિ બજારમાં જુદા જુદા પ્રકાશકાની જોવાય છે. આવા ઘણાં પુસ્તકે આપણાં ઉપાશ્રયાની ઘણી જગ્યા શકે છે. આ અંધાધુંધી અટકવી જોઈએ-લેાકમત કુળવીને અટકાવવી જોઈએ. પૂછજો ડેા. હીરાલાલ જૈનને, પૉંડિત સુખલાલજીને, મૂનિ જિનવિજ્રયજીને, અરે, આપણા કાર્યાંધ્યક્ષ શ્રી રિષભદાસજી રાંકાને કે કેટકેટલાં પુસ્ત પ્રગટ કરવાં જેવાં પૈસાના અભાવે પ્રગટ થઈ શકતાં નથી ? આને માટે સારી પુસ્તક પ્રકાશન સંસ્થાની જરૂર છે-જે ઉંચ ફ્રાટિના વિદ્વાનેાની સલાહ અનુસાર સાંપ્રદાયિકતાથી પર સમસ્ત જૈન સમાજને લક્ષમાં રાખીને પુસ્તકાનાં પ્રકાશન કરે, છુટાછવાયા આજે ખર્ચાય છે તેટલા પૈસામાંથી જ આવી સરસ પ્રકાશનસ સ્થા નભી શકે અને ઘણું કામ થઇ શકે.
હમણાં હમણાં મુંબઇમાં, સપ્રદાયિકતાથી પર એવુ· જૈન સાહિત્ય નન્નુ' રચી, પરદેશમાં પ્રચાર માટે પ્રગટ કરવાના એક પ્રયત્ન ચાલુ થયેા છે. હું આ સ્થળેથી એને આવકાર આપું છું અને એના પ્રેરકા અને કાય કરીને ધન્યવાદ આપું છું. છતાં એની સફળતા માટેની મારી શકા વ્યકત કરવા ખદ્દલ, હું આંશા રાખું' છું કે મને માફ કરશે. અન્ય દેશમાં પ્રચાર પામી શકે અને જૈન દર્શન માટે ગૌરવપૂર્વક જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે તેવુ' સાહિત્ય નવું રચવું અને તે કમીટીએ કહે તે રીતે રચવું મને શકય લાગતુ નથી. આવા પ્રયાસો અગાઉ થયા છે. અંગ્રેજી ' અને જન ભાષામાં કેટલાંક જૈન પુસ્તકા પ્રગટ થયા છે પણ 'એ'વિદ્વત્તાના ભારથી એટલાં લચી ગયેલાં હતાં કે થોડાંક આંતરદેશીય નિંદ્રાનાને સ્પર્શીને આજે એ ખાવાઇ ગયા છે. મારા નમ્ર ખ્યાલ છે કે નવી રચના કરવાના બદલે જે અઢળક જૈન સાહિત્ય આપણી પાસે પડેલું છે તેમાંથી વીણી વીણીને, આજના દોડતા જતા યુગને, આજના જગતને અને જે ભાષામાં પ્રગટ કરવાનું ડ્રાય ત્યાંની જનતાને સ્પર્શે તેવુ સાહિત્ય પ્રગટ કરવું જોઈએ. આમાં વિદ્રાન કરતાં આપણાં શિક્ષણશાસ્ત્રીએ વધારે ઉપયોગી બની શકશે.
એક ખીજી વાત પર પણ સમાજનું લક્ષ ખેંચાય તે જરૂરી છે. અધ માગધી ભાષાનાં જાણકારો જેટલા વધે તે માટે ઉત્તેજન અપાવું જોઇએ. કારણ કે આપણુ પુરાણુ · જૈન સાહિત્ય અને આપણાં શાસ્ત્રો અધ માગધી ભાષામાં છે. એ ભાષાને સંપર્ક' આપણા આછે. થશે તે જૈન સમાજને ઘણુ સહેવું પડશે.
બહેનેા અને ભાઈએ ! ક્રાઇ વિદ્વતાપૂર્ણાંક ભાષણ કરવાની મારી શક્તિ નથી. માત્ર આજના પ્રશ્નોને આપની સમક્ષ, અને આ સસ્થા દ્વારા ભારતના જૈન સમક્ષ રજુ કરવાની મે' તક લીધી છે. આમાંથી જેટલુ' આપણે કરી શકીએ તેટલું કરવા તરફ આપણે લક્ષ્ય આપીશું અને આપણી શકિત અને મર્યાં. દાઓ પ્રમાણે વર્ષ દરમિયાન આપણાથી થઇ શકે તેટલા કામે અને નિણ યો લઇશું.
બહેનેા અને ભાઈઓ ! જૂના સાથીઓમાંથી ગયા વષે આપણે શ્રી. કેશરીમલજી ગુગલીયાને ગુમાવ્યા છે, એમની પાસેથી છેલ્લાં કંટલાંક વર્ષોંથી અમને ખૂબ પ્રેત્સાહન અને સાથ મળ્યાં હતાં. ખીજા ગુમાવ્યા છે આપણે શ્રી. મણિલાલ માકમચંદ્ર શાહને જે આપણાં જ આ મહામડળની માફક મુંબઇમાં જૈનેાની એકતાની દિશામાં અને ક્રાંતિકારી રીતે કામ કરી રહેલાં મુંબઈ જૈન યુવક સંધના પ્રાણ તેમ જ પાલક પિતા હતા. જ્યાં ત્યાં આપણે શરૂ કરાવેલા સાધી વાત્સલ્ય કુંડના એ પ્રેરક હતા. આ બન્નેને હું આ સ્થળેથી અજલિ આપું છું.
તા. ૧-૩-૧૩
આપ જાણેા છે, ભારત જૈન મહામ`ડળ એની મર્યાદા અનુસાર કામ હાથમાં લે છે. એનુ મુખ્ય ધ્યેય છે જેમાની એકતા સાધવાનું અને છુટાછવાયા કા કરી રહેલા કાય કરશનું એક જૂથ એકત્રિત કરવાનું, ચારે તરફ કીમતી રત્નોની મર્માણુ જેવા કાય કરા પડયાં છે, વિદ્વાનો પડયાં છે. એવી રત્નમણુિઓને પરાવીને એક સરસ રત્નમાળા બનાવવાનું એનુ સ્વપ્ન છે—જે માળા જૈન આલમની પ્રતિભાને પ્રતિષ્ઠા આપે. હું ઝવેરી છું એટલે આપને શંકા થશે કે રત્નાની આ ઉપમાં કદાચ મારી હશે. ના, એ ઉપમા આપણા કાર્યાધ્યક્ષ શ્રી. રાંકાછની છે–જેની પાસે એવી મિણુએ એકઠી કરવાની આવડત છે, ધગશ છે, અને તેને એક પછી એક પરાવવાની ધીરજ પણ છે. એમના જેવા આપણા મહામડળના કાર્યાધ્યક્ષ છે એટલે મારી જવાબદારી મને હળવી લાગે છે. અહિં એ છે શ્રી. ચિર લાલજી ખાજાતેજેણે મહામડળને જાળવી રાખ્યુ અને ખડે પગે એની સેવા કરવા જે સદા તત્પર છે. અહિં બેઠા છે શેર ખાનદેશ શે રાજમલજી લલવાણી-ટેના અનુભવ મહામ`ડળના માતે પ્રકાશવા બનાવે છે અને જેની રમુજો કા કર્તાનેા થાક હળવા બનાવી મૂકે છે. મહામ`ડળને શ્રી, કુંદનમલજી કિરાદિયાને સાથ મળ્યો છે જેથી મડળને હુ અને પ્રતિષ્ટા સાંપડી છે. ખીજા કાને કાને યાદ કરૂ ? નાના મેટા એવા કેટલાય સરસ, પેલી કાર્ટીના સાથી કાય કરો મામડળને મળ્યા છે અને સાથમાં ભાઇ જમનાલાલજી જૈનની અવિરત સેવા સિ`ચાયા કરે છે. આ બધા સાથીઓની કને પ્રેમને હું પાત્ર બન્યો છું તે બદલ હું મારી જાતને ધન્યવાદ માનુ છું.
સમાસ
તારાચંદ કાહારી પ્રબુધ્ધ જીવન'ના વાંચડાને
પ્રમુદ્ધ જીવનના વાંચા જાણે છે કે છેલ્લાં પંદર વર્ષથી મુખઇ જૈન યુવક સંધ તરફથી આ પ્રવૃત્તિ એક ચોકકસ આશ ઉપર ચાલી રહી છે. એ આદશને અનુલક્ષીને જાહેર ખબર નહિ લેવાની અમારી ટેકને અમે આજ સુધી વળગી રહ્યા છીએ. આ પ્રવૃત્તિ કાઇ પણ જાતના સપ્રદાયવાદ કોમવાદથી પર રહીને સમાજના તથા રાષ્ટ્રના વિષિધ પ્રશ્નો ઉપર 'સમ્યક્ મા - દર્શન આપવાના હેતુને પ્રાર ભથી આજ સુધી એક સરખી રીતે વળગી રહી છે. જૈન સમાજના પ્રશ્નો પણ એ જ દૃષ્ટિ સન્મુખ રાખીને આ પત્રમાં ચČવામાં આવે છે. જે કહેવુ તે સત્ય કડેલું, લોકપ્રેયને લક્ષ્યમાં રાખીને કહેવુ અને સયમપૂર્ગુ ભાષામાં કહેવું એ અમારી નીતિ છે. વિશાળ જનતાની આ રીતે બને તેટલી સેવા કરવી એ અમારૂં ધ્યેય છે. આમ હોવા છતાં આ પત્રની આર્થિક ખાટુંમેશા અમારી એકસરખી ચિન્તાને વિષય રહ્યો છે. આ પત્રના અનેક ચાહકા અને પ્રશંસા છે. તેમને જો અમારી નીતિ અને નિષ્ઠામાં પ્રતીતિ હાય તા તેમને અમારી નમ્ર ભાવે વિનંતિ છે કે તેએ અમારા આ પત્રની ગ્રાહકસ ખ્યા વધારી આપવામાં વ્યક્તિગત રીતે બને તેટલી મદદ કરે. આ પત્રનું વાર્ષિક લવાજમ રૂ. ૪ છે. દરેક વાંચક યા ગ્રાહક પાંચ પાંચ ગ્રાહકા મેળવી આપે તે પણ અમારી આ મુંઝવણ ટાળવામાં ભારે મદદરૂપ બનશે. પેાતા તરફથી એક યા ખીજા વાંચનાલયને અથવા તો વાર્ષિક લવાજમ ન ભરી શકે તેવા પેાતાના સ્નેહીસ' ધીઓને પણ એક એક નકલ આપવાનુ માથે લેશે તે પણ તેના હાથે એક સેવા કાય થશે અને અમને એટલી રાહત મળશે. અમે આશા રાખીએ છીએ કે અમારા વાંચકા અમ આ બાબતની ચિન્તાથી મુકત કરવાને જરૂર ઉત્તુત થશે અને એ રીતે અમારા આ કાર્ય માં અમને સવિશેષ પ્રોત્સાહિત કરશે. તંત્રી, પ્રબુધ્ધ જીવન
શ્રી મુ`બઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, મુદ્રણુસ્થાન : ચદ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ,
૪૫–૪૦ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુંબઇ, ૨.
72