________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૫૩
પ્રયત્નથી અનેક સેવાકાર્ય થયા છે. અનેક સ્કૂલે, ગુરૂકુળ કલેજે, સાહિત્ય સભાઓ, પુસ્તકાલયો, અને સમાજ સંઘનું અસ્તિત્વ તેમના ઉત્સાહની પેદાશ છે. તેમણે જૈન સાહિત્યના ઉચ્ચ અધ્યયન તથા અનુસધાનને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. અનેક ગ્રંથની રચના કરાવીને તેમણે ધર્મજ્ઞાનને સુલભ કર્યું છે. સમાજે તેમને પંજાબ કેસરી' કહીને અપાર શ્રદ્ધા તથા ભક્તિ પ્રગટ કરી છે. તેમની તપસ્યાપૂર્ણ છંદગી મોક્ષમાર્ગ ઉપર ઉભેલા એક દિવ્ય પ્રકાશસ્તંભ જેવી છે. તેઓશ્રી એ મહાવીરના પગલે પગલે ચાલવાવાળા છે કે જેની અહિંસાને આજની દુનિયા પિતાનાં દુઃખો તથા કલેશને દૂર કરી શકે એવા એક રામબાણ ઉપાય તરીકે સ્વીકારી રહી છે. આજના જમાનાની તાકીદની માંગણી એકતા છે. તેમણે યથાસમય જૈન કેમની એકતાના પુણ્યકાર્ય % નમઃ સિલ્વેભ્યઃ કરેલા છે. જેની આર્થિક બેહાલીથી ક્ષુબ્ધ બનીને તેમણે તેના સુખપૂર્ણ નિર્વાહને માટે એક ફંડ શરૂ કરાવ્યું છે જેમાં જોત જોતામાં પાંચ લાખ રૂપિયા એકઠા થયા છે. મારી ભાવના છે કે એ રકમ પાંચ કરોડ સુધી પહોંચી જાય. આ તેમણે એ ઉપકાર કર્યો છે કે જે માટે જૈન જાતિ હમેશાને માટે અહેસાન માનશે અને પિતાના દિલમાં તેમની સ્મૃતિને કાયમનું સ્થાન આપશે.
બંધન, નથી દેશ કે વેશનું બંધન. એ સદગુણ જેમાં હોય તે બધુ શોભી ઊઠે છે. .
જેઓ અહિં જેને તર હશે તેમને જૈન પરંપરા કઈ રીતે ચારિત્ર્ય વિષે વિચારે છે અને ચારિત્રગુણને જૈને કેટલું મહત્વ આપે છે એ કંઈક સમજાશે. આ રીતે આજને પ્રસંગ માત્ર
વ્યકિતક ન રહેતાં સદગુણલક્ષી હોઈ સાર્વજનિક પ્રસંગ બની જ જાય છે. તેથી કવિવર ભવભૂતિએ કહ્યું છે કે સદગુણુ એ જ પૂજાસ્થાન છે, જાતિ, વય કે લિંગ વિગેરે નહીં' “જુuTH: પૂનાથા forg, ન ૪ ાિ ન જ થયઃ” આવા પ્રસંગથી સાંપ્રદાયિક પરંપરામાં એક નવું વાંચ્છિત પ્રકરણ શરૂ થાય છે અને તે તે જ કે સર્વ સાધારણ સદગુણેનું સ્વરૂપ વિચારવા અને તેને અમલમાં મૂકવાની રીતે જાણવા માટેની આજની વધતી જતી જિજ્ઞાસા સંતોષાય છે અને માત્ર બાહ્ય ખોખામાંથી ઉપર ઊઠી સમાજ વિચાર કરતે થાય છે. અમે આ જ કારણે આ પ્રસંગનું ગૌરવ સમજીએ છીએ.
જૈનધર્મ મૂખ્યપણે ચારિત્રગુણનો જ આદર કરે છે. જેન' ધર્મ માને છે કે બીજા બધા સગુણા ચારિત્રની પાછળ આવી
જ જાય છે. ચારિત્રની અનેક બાજુઓ છે અને એના અધીકારભેદે અનેક ચડતા ઉતરતા સંપાન પણ છે. એ દિશામાં સાચો પ્રયત્ન કરનાર બધી જાતની સિદ્ધિઓ મેળવે છે.
આજના સમારંભના પ્રમુખ શ્રી શાહુ શ્રેયાંસપ્રસાદજી આપણને મળ્યા છે, તેથી આપણને ખૂબ પ્રેત્સાહન મળ્યું છે. મંત્રી તરીકે પણ જુદા જુદા ફીરકામાંથી આપણે મેળવી શકયા છીએ. આ રીતે દરેક ફીરકાનું સંગઢન પ્રસંગોપાત સાધતા રહીએ તે એકબીજાનું અંતર ખૂબ ઘટી જાય. આ દરેક મહાશયને આપણે આભારી છીએ. છેવટમાં આપ સર્વેનું હું ફરી એક વખત સ્વાગત કરું છું અને પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરું છું કે જે મહાપુરૂષની જીવનગાથાના અમે આજે ગુણગાન ગાઈ રહ્યા છીએ તે માર્ગે જવાની મહાના શકિતનું અમને ભાન થાય.
સભાપતિ શ્રેયાંશપ્રસાદજીનું વ્યાખ્યાન
ભારતની સાંસ્કૃતિક વિચારધારાના પ્રવર્તક તે સન્તજને - ' જ છે. એમની પ્રેરણાથી જ શાસન અને સમાજવ્યવસ્થા - નિર્મિત થઈ આવી છે. જ્યારે જ્યારે સાધુજનોનો પ્રભાવ ઓછો
પડયો છે ત્યારે ત્યારે શાસન અને સમાજ, અસ્તવ્યસ્ત થઈ ગયો છે, અને જો તેમાં વિષમ સાંપ્રદાયિકતા ન આવી હેત તે દુનિયાને નકશે આજે કંઈક જુદા જ હત-સંત જ સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશ આપનાર પરમ ધામ છે. દરેક જમાનામાં દુનિયાના દરેક મુલ્કમાં સંત ઠેશ અને અનાચાર સાથે લડતાં આવ્યા છે, અને પ્રેમ અને સદાચારનું અમૃત પાતાં આવ્યા છે. આ ત્યાગીગણ ભૂલીભટકી જનતાને માર્ગદર્શન કરાવે છે. એ ભારતનું એક અહોભાગ્ય છે. હું માનું છું કે આપણા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી આવા સન્તમાંના એક છે. તેમના આ સમ્યફ ચારિત્ર મહોત્સવ ઉપર હું તેમને હાર્દિક અભિનંદન આપું છું અને તેમની મહાન સેવાઓ માટે વિનમ્ર અન્તઃકરણપૂર્વક, અસીમ ભક્તિપૂર્વક . શ્રદ્ધાંજલિ સમર્પિત કરું અને તેમનાજ દીર્ધ જીવન માટે * પ્રાર્થના કરું છું. ' - આપણે તેમનામાં ૬૬ વર્ષના પવિત્ર યાને નિર્મળ સમ્યફ ચારિત્રને મૂર્તિમન્ત થયેલું જોઈને શ્રધ્ધા વડે નતમસ્તક બનીએ છીએ. તેઓ જૈન કામ માટે ઉજજવલ પ્રકાશ તથા સતપ્રેરણાના દિવ્ય સ્વૈત બની રહ્યા છે. સમાજમાં તેમના
સમગ્ર જૈન કેમની જે એકતાને કાયમ કરવા તરફ આચાર્યશ્રીનું ધ્યાન કેન્દ્રિત થયું છે તે એકતા અખિલ માનવજાતિની એ વિરાટ એકતાનું જ અંગ છે કે જે તરફ આજનો જમાને એકદમ ગતિ કરી રહ્યો છે. આજની માનવજાતિ ‘એક દુનિયા” તથા “એક સરકાર” ચાહે છે. જૈન કેમની એકતા તે એ માનવજાતિની એકતાના સમુદ્રને એક વિભાગ માત્ર છે. સારી માનવજાતિ આજે એકતામાં પિતાનું કલ્યાણ નિહાળી રહી છે.
સેમ્બાન્તિક દૃષ્ટિથી એ સમજવું મુશ્કેલ ન હોવું જોઈએ કે અનાદિકાળના ભવભ્રમણમાં દરેક જીવ, અનન્તવાર આપણા સગા સંબંધી થઈ ચુકેલ છે. આને લીધે કેઈ પરાયું નથી. તે પછી આપણે એક કેમ ન થઈએ ? કુટપરસ્તીને-જુદાઈભિન્નતાને વખત ગયો છે. આજે જમાને એકતાને છે અને પારસ્પરિક સહયોગને છે. આ પણ સર્વે મળીહળીને એ. રીતે કાર્ય કરીએ કે જેવી રીતે શરીરના વિભિન્ન અંગ પ્રત્યંગ મળીને કાર્ય કરે છે. * આજે આપણી પહેલી જરૂર છે જે સમાજના સર્વ ફિરકામાં એકતા સ્થાપિત કરવાની. આપણા તેરાપંથી સમાજમાં એકતા છે. સ્થાનકવાસી સમાજમાં તાજેતરમાં એક નવી એકતા અને એક નવી ક્રાન્તિનું આન્દોલન ઉભું થયું છે. અસીમ આનંદની વાત છે કે આપણું આચાર્યશ્રી વિજયવલ્લભસૂરજ મહારાજે શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં એકતાને માટે આન્દોલન શરૂ કર્યું છે. દિગંબર સમાજ પણ સંગઠિત બની જાય તો કેવું સારૂં ? ત્યાર બાદ જે સર્વ સંપ્રદાયના ઉદારચરિત અગ્રગણ્ય સાધુઓ પ્રેમ વડે એકમેકમાં મળી જાય તો પછી આખી જૈન કેમ એક બની જવામાં શું બાકી રહ્યું ? જૈન જાતિના સંપ્રદાયોની એકતા જ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ જીની હરક જયન્તીનું સૌથી મોટું સ્મારક બની શકે છે. આ કારણે આજે આપણે આ મંગળ મહોત્સવના શુભ અવસર ઉપર આનંદોલ્લાસપૂર્વક એવી આકાંક્ષા-કામના સેવીએ. કે જૈન સમાજ એક બને અને દરેક સંપ્રદાયના સાધુ તથા ત્યાગી લે કે સમગ્ર જૈન જાતિના પૂજનીય નેતા બને અને આપણે દરેક સંપ્રદાયના ત્યાગીઓ પ્રત્યે સમાન ભાવથી
: