________________
પ્રબુદ્ધ જીવન
૩૨
નામે શ્રી નાનાભાઇ ભટ્ટના હાથે જે શિક્ષણપ્રયાગો શરૂ થયા અમે તાજેતરમાં સાસરા ખાતે તેના ફલસ્વરૂપે જે લેાકભાર“ તીની સ્થાપના કરવામાં આવી તે પણ શિક્ષણના ક્ષેત્રમાં ઉત્ત“રાત્તર-પરિવતન પામી રહેલી દૃષ્ટિના જ એક નાના સરખા ઋતિહાસ છે. ....
ચાલુ શિક્ષણપદ્ધતિમાં કાંઇક અધુરૂ છે. જે પુરવણીની અપેક્ષા રાખે છે એવા ખ્યાલથી પ્રેરાઈને સદ્ગત. શ્રીમન્નથુરામ 'શર્માની પ્રેરણા અને સ ́ચાલન દ્વારા શ્રી નાનાભાઇ ભટ્ટ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાથી ભવન એ નામનું એક છાત્રાલય આજથી ૪૫ વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. આ છાત્રાલયમાં વિદ્યાથી ઓ રહેતા, શહેરની હાઈસ્કુલમાં ભણવા જતા, અને અવકાશના સમયમાં વિદ્યાર્થી ઓને નીતિ, ધર્મ અને સભ્યતાના સંસ્કાર આપવા શ્રી નાનાભાઇ અને તેમના સાથી પ્રયત્ન કરતા. સદ્ગત સાક્ષર શ્રી રણજિતરામ વાવાભાઇ મહેતા પણ આ કાર્યમાં નાનાભાઇના સાથી અન્યા હતા. બહુ થોડા સમયમાં નાનાભાઇને માલુમ પડયુ કે સ્વતંત્ર શિક્ષણસ...સ્થા સિવાય આવા પૂરક પ્રયત્નને બહુ અર્થ નથી. એટલે અંગ્રેજી પહેલા ધેારણથી સાતમા ધારણ સુધીના અભ્યાસ. ક્રમ નક્કી કરીને સરકારી શિક્ષણથી સ્વતંત્ર એવી શાળાની શરૂઆત કરવામાં આવી. આ નવી રચનામાં ગિજીભાઈ તથા • હરભાઇ જોડાયા. થડા સમયમાં મેાન્ટીસરી પદ્ધતિ ઉપર બાલશિક્ષણુની રચના કરવામાં આવી. હાઇસ્કુલમાં શિક્ષણ આપવા
માટે ડાલ્ટન પ્લાન 'ગીકાર કરવામાં આવી. સસ્થાના શહેર ખુહાર સ્વતંત્ર મકાને થયાં. બહારથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા. બાલમદિર સાથે અધ્યાપનમદિર પશુ ઉધાડવામાં આવ્યું. આમ સંસ્થાના ઉત્કર્ષ અને ખ્યાતિ વધવા લાગ્યાં. સંસ્થાના અભ્યાસક્રમ યુનીવર્સ`ટીની મેટ્રીકથી સ્વતંત્ર હતા.
આ શાળામાં ભણતા વિદ્યાર્થી માટે આ અભ્યાસક્રમ પૂરા કર્યાં બાદ વિદ્યાર્થીએ કયાં જવુ... એ પ્રશ્ન ઉમેા થતા. કાલેજમાં તેમને પ્રવેશ મળે નહિ. ગુજરાત વિદ્યાપીઠમાં તેમના માટે અત્રેકાંશ હતા. પણ જેતે સરકારે પ્રમાણિત કરેલી યુનવિસ ટીની ડીગ્રીની જરૂર હાય તે વિદ્યાપીઠમાં જઈને શું કરે ? આ કારણે, વિદ્યાર્થીની આવક અંઇક ઘટવા લાગી. સંસ્થાને આર્થિક ભીંસ પણ ઘેાડી મૂંઝવવા લાગી. બીજી ખાજીએ નાનાભા ંને અનુભવે માલુમ પડયુ કે તેમના આખા પ્રયત્ન શહેરના માત્ર ઉપલા થરને જ સ્પર્શે છે, અને તેમનુ કાય. શહેરની અમુક જરૂરિયાતાને જ પહોંચીવળવામાં પુરૂં. થાય છે. વળી અહિં ભણુતા વિદ્યાર્થી એ પણ આખરે યુનીવર્સિટીની મેટ્રીકનું અવલખન લઈને સરકારી કાલેજ તરફ વળે છે. ગામડામાં વસતી આમ પ્રજા તે આ બધાંથી દૂરની દૂર જ રહે છે. આજ સુધી કરેલા શિક્ષણુકાય ની તેમને ક્રાઇ વિશેષ ઉપયાગીતા ન લાગી. તેમની નજર ગામડા તરફ વળી. તેમણે પેાતાના નવા કાય ક્ષેત્ર તરીકે આંખલા પસંદ કર્યું . ત્યાં ગ્રામદક્ષિણામૂર્તિ નામની સંસ્થાનું સ્થાપન કર્યું. આટલા વર્ષથી તેમના હાથે પાપાયલું, - સંવર્ધન પામેલુ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન તેમણે જોતજોતામાં સકૅલી લીધું આંખલામાં લેાકશાળા શરૂ કરી. ખેતી માટે જમીન લીધી, ગૌશાળા ઉભી કરી. ગાંધીજીના શિક્ષણને લગતા નવા વિચાર। હવામાં ફેલાઈ રહ્યા હતા. કૃષિને મધ્યમાં રાખીને આંખલામાં શિક્ષણપ્રવૃત્તિ વિકાસ પામવા લાગી. લોકશાળા, ગ્રામશાળા, તથા રાત્રીશાળા અસ્તિત્વમાં આવી. ગ્રામસેવકા તૈયાર કરવાને એક શિક્ષણુયાજના તૈયાર કરવામાં આવી અને તેને પણ અમલ શરૂ થયા. સૌરાષ્ટ્રમાં એકમ રચાયા બાદ નવી સરકારે આંબલામાં
તા. ૧૫-૬-૫૩
ચાલતી પ્રવૃત્તિને ખૂબ ટકા આપ્યા. સૌરાષ્ટ્રમાં ચાલતી રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકારપ્રેરિત જે નવી યોજના કરવામાં આવી અને તે માટે સૌરાષ્ટ્રની રચનાત્મક સમિતિ ઉભી કરવામાં આવી તેના પરિણામે આખલાની સસ્થા આર્થિક ચિન્તાથી લગભગ મુકત બની. લાકશાળાના પાંચ વર્ષ ના મુનિયાદી શિક્ષણુના અભ્યાસક્રમ નક્કી કરવામાં અવ્યો. આ અભ્યાસક્રમ જેને આપણે વિનીત અથવા તે અંગ્રેજી ભાષામાં મેટ્રીક કહીએ છીએ તે કક્ષાને મળતા છે. તે અભ્યાસક્રમ પુરા કરનાર વિદ્યાર્થી માંથી જેને આગળ વધવુ હોય અને ઉચ્ચ શિક્ષણ મેળવવાની અપેક્ષા હાય તેને માટે કાંઈક સગવડ હાવી જોઈએ આ વિચારમાંથી લેાકભારતીના જન્મ થયો. લોકશાળામાં જે વિષયાનુ શિક્ષણ આપવામાં આવે છે તે વિષયના
અનુસ ધાનમાં આવી લોકભારતીના મહાવિદ્યાલય (કાલેજ )
ના અભ્યાસક્રમ ઘડાવા જોઇએ. આજે સાધારણ રીતે કાલેજમાં ભણતા વિદ્યાથી શહેર તરફ જ નજર રાખે છે અને શહેરમાં સ્થિર થવાની વૃત્તિ સેવે છે. આને બદલે લાકશાળામાંથી ઉત્તી થયેલા વિદ્યાથી તે ઉચ્ચ શિક્ષણ પણ એવા પ્રકારનું અપાવુ જોઇએ કે જેના પરિણામે તે શહેર તરફ ન વળતાં પેાતાના ગામડામાં જઈને વસે અને ગામડાની પ્રવૃત્તિઓ સાથે,એતપ્રેત બને અને સાથે સાથે તેનામાં ઉચ્ચ વિદ્યાના એવા સંસ્કારા પડેલા હાય કે તેનુ જીવન સકારો અને જ્ઞાનપ્રદ્યુત બને. જે લેાકભારતીનુ શ્રી નાનાભાઇની પ્રેરણા અને પ્રયત્ન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેની કલ્પના આ પ્રકારની છે અને તેના સુમશ્ર અભ્યાસક્રમ આ હમે જ ઘડવામાં આવ્યો છે. લોકભારતીથી કાએ એમ સમજવાનું નથી કે ત્યાં તે કાં તો ખેતી કરવાની હરો અથવા તા માત્ર કાંતવા વવાનું હશે અને બીજુ ભણવા ભણાવવાનું કશું જ નહિ હાય. લાકભરતી એટલે ઉચ્ચ જ્ઞાનના અભાવ નહિ કે આધુનિક વિજ્ઞાનની અવગણના નહિ. લાકભારતીના અભ્યા સક્રમમાં આ સર્વની ગોઠવણુ કરવામાં આવી છે. જેમ જેમ આગળ વધાય, આર્થિક સહાય તથા યોગ્ય અધ્યાપકાને સુચાગ વધતા જાય તેમ તેમ અમુક અમુક વિષયના વિશિષ્ટ અભ્યાસ
જુદા આશ્રય નીચે ઉભા કરવામાં આવનાર છે.
આજે દેશમાં સ્થળે સ્થળે સ્વતંત્ર શિક્ષણપ્રયોગા ચાલી
રહ્યા છે. તથૅ ભાત ભાતની સંસ્થાએ ઉભી થઇ રહી છે. આજ સુધી જે શિક્ષણપદ્ધતિની આપણે બધા ભણ્યા તે. હવે નિરર્થક લાગી છે અથવા તે આજની આપણી જીવન સમસ્યાને આમપ્રજાના વ્યાપક શિક્ષણના જટિલ કાયડાનેપહેોંચી વળવા માટે અસમર્થ માલુમ પડી છે. અને આમ છતાં આપણને કયા પ્રકારના શિક્ષણની જરૂર છે. એને કાઈ સ્પષ્ટ નકશો હજુ સુધી તૈયાર થયે નથી. આપણે આશા રાખીએ કે લાકભારતી જેવા ભવ્ય પ્રયોગો આપણને સાચા શિક્ષણના રાહ બતાવશે. આવા પ્રયોગોની આ કારણે ઘણી ભેટી કીમત છે અને દેશનું ભાવી ઘડવામાં જેને રસ છે તે સર્વ કાષ્ટની સહાનુભૂતિ અને સહકારને પાત્ર છે. એવરેસ્ટ પર પદારાણ
હીલેરી અને તેન્સીગ આખરે હિમાલયના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટની ટાચ ઉપર પહોંચવાને સમર્થ નીવડયા છે. એ સમાચારે દુનિયાભરમાં વિસ્મય અને આનંદની લાગણી પેદા કરી છે. આ ઘટનામાં એવું તે શું છે કે જેણે દુનિયાનું આટલું બધુ ધ્યાન ખેચ્યું છે ? આ પ્રશ્નના જવાબ મેળવા માટે આપણે સૃષ્ટિના વિકાસક્રમમાં માનવપ્રાણીની શી વિશેષતા છે તે વિષે થેાડીક તાત્વિક વિચારણા કરવી પડશે.