________________
' પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૬-૫૩
. ,
- કાળના મર્યાદિત વર્તાલમાં જ તેને સમાવવા પ્રયત્ન કરે છે, 1. પ્રસ્તુત સર્વ સંવેદનોથી રંગાયેલાં સમરણોના બુરખા દ્વારા તે - ઘટનાને તેનું મન નિહાળે છે.
આ બાબતને વધારે ઉંડાણથી વિચાર કરતાં તેના જોવામાં આવશે કે જ્યાં સુધી તે દુનિયાને આમ ભૂતકાળના અખાદ્વારા નિહાળે છે ત્યાં સુધી તે વાસ્તવિકતાનો-Reality–અનુભવ કરવાની સ્થિતિમાં આવતા નથી, માત્ર પૂર્વ અનુભૂતને પુનર્અનુભવ જ કરે છે; તેનું સમગ્ર જીવન એકસરખા પૂર્વ અનુભવની ભાનના ચાલુ પુનરાવર્તન જેવું લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તે, આજનો અનુભવ તેને કશું (નવું) શીખવતો નથી. ઉપર ઉપરથી ગમે તેટલે જાગૃત દેખાતે હોય તે પણ પાયામાંથી તે કશું પણ નવું શીખી ન શકે તેવી પ્રકૃતિને તે બની ગયો હોય છે. પોતાના અનુભવના વધ્યત્વનું, સમગ્ર અસ્તિત્વની શૂન્યતાનું આ ભાન તેને સખ્ત આંચકે આપે છે. અને તે સાથે આ દુનિયાની વ્યાકુળતાનું, ભૂતકાળના અર્થશૂન્ય ચક્રાવામાં ફસાયેલા સંખ્યાબંધ માનવીઓની: કરણીજનક પરિસ્થિતિનું . તેને એકાએક ભાન થાય છે. આ નિતાન્ત કરૂણતાના પરિણામે તેના દિલમાં અદમ્ય સ્પૃહા ઉદ્દભવે છે; સર્વ પૂર્વગ્રહમાંથી, પૂરગામી માનસિક વળણમાંથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છા જન્મે છે; અમુકને બદલે તમુક પસંદ કરવાની વૃત્તિમાંથી, પૂર્વ અધ્યાસમાંથી, પસંદગીમાંથી (કારણ કે પસંદગી માત્ર પૂર્વઅનુભુતિમાંથી જન્મે છે. અને ભૂતકાળનું પુનરાવર્તન જ સૂચવે છે)- આ સવમાંથી મુક્ત થવાની એષણું પ્રગટે છે.
આથી વિશેષ ચર્ચા કરવાની હવે જરૂર નથી. જેમને વિશેષ સમજવાની પરવા હોય તેમણે કૃષ્ણમૂર્તિના વાર્તાલાપનું એકાદ પુસ્તક મેળવી વાંચવું માત્ર વાંચવું. તેમાંથી જે કાંઈ થોડું ઘણું, તેમને સમજાય તે ઉપરથી પ્રયોગ કરતાં કૃષ્ણમૂર્તિના ઉપદેશનું સૌન્દર્ય, ઉંડાણ અને વિસ્તાર તેમના સમજવામાં આવશે.
બીજી બાજુએ, પિતાના મનમાં પૂરેપૂરી સ્પષ્ટતા આવે તે માટે કૃષ્ણમૂતિ' ખરેખર શું કહેવા માંગે છે તે જાણવાની, જાણે કે તેને વિગતવાર નકશો મેળવવાની જે અપેક્ષા ધરાવશે તે નિરાશાને પ્રાપ્ત કરશે. તેમના પ્રવચનમાંથી દરેક વિધાનની સામે પ્રતિવિધાન મળશે, દરેક નિર્ણયની સામે તેને ઇન્કાર મળશે, અને છેવટે "એવા જ્ઞાતા કે જે જ્ઞાન આપતા નથી, એ પયગંબર કે જેની પાસે કોઈ ચોકકસ સંદેશ કે કાર્યક્રમ નથી, એવો નેતાજે કયાં જવું તે કહેતા નથી. આવી એક વિચિત્ર વ્યકિતને આખરે નિરાશ બનીને છોડી દેવા સિવાય તેના માટે બીજો કોઈ વિકલ્પ નહિ રહે. આનું કારણ આપણે એ કબૂલવું જોઈએ કે જેઓ સાંગોપાંગ સંપૂર્ણ વિચારયોજનાના પક્ષપાતી છે તેમને અરધે રસ્તે મળી શકાય એવું કશું પણ કૃષ્ણમૂર્તિ કહેતા નથી. "
- તેઓ પોતાની શબ્દપરિભાષા આડી રાતમાં બદલી નાખે છે, તેના શ્રેતાઓ પિતાના છુટોછવાયો અનુભવોમાંથી જે માળખાં બાંધતા હોય છે તે વિષે બીલકુલ બેપરવા રહીને તેઓ એક અભિગમમાંથી એકાએક બીજા અભિગમ ઉપર કૂદકે મારે છે.
તેઓ તેમને ફરી ફરીને કહે છે કે કોઈ પણ માન્યતાના એકઠા દ્વારા તમે મને નહિ સમજી શકે. મારે જે કહેવાનું છે તે સાંભળી અને તમારા જીવનમાં તે કેવી રીતે અમલી બને છે તે નિહાળે. એમ કરવાથી તમારા જીવનની સંકીર્ણતા અને વ્યાકુળતામાંથી તમે મુકત થશે અને તે મુક્તિમાં જ હું જે કહું છું તે સત્ય હોવાની સાબિતી રહેલી છે. આથી વધારે સંગીન બીજે કઈ પુરા હોઈ ન શકે. બાદ્ધિક અનુસંગતિ માત્ર ભૂતકાળ સાથેની જ સંવાદિતા છે, જ્યારે સત્યને પુરાવો તો એમાં રહેલા છે કે તે તમને ભૂતકાળથી મુક્ત કરે છે. અનુવાદક : પરમાનંદ
જન સમાજના વિવિધ પ્રશ્નોની
એકતાલક્ષી સમાલોચના (બુલતાણા ખાતે ચાલુ જુન માસની પહેલી તથા બીજી તારીખે મળેલા ભારત જન મહામંડળના તેત્રીશમાં અંધશનના પ્રમુખસ્થાનેથી શ્રી તારાચંદ કોઠારીએ આપેલું જૈન સમાજના વિવિધ પ્રશ્નોની સમધારણપૂર્વક સમાલોચના રજુ કરતું અને જૈન સમાજના ભિન્ન ભિન્ન વિભાગમાં એકતા અને સંગઠ્ઠનની ભાવનાને પ્રેરતું પ્રવચને નીચે સાદ્યન્ત પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
- ભારત જૈન મહામંડળના પ્રમુખ થવા માટે જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે હું ખૂબ ખંચકાયો હતો. મહારા જેવો નહાને માણસ પ્રમુખ બનીને વિરાટ આદર્શાવાળી આ સંસ્થાની આજે જે શોભા ભારત ભરના જેને માં છે તે ઝાંખી તે નહિ પાડે ને ? એવી મહારી શંકા મહે ત્યારે વ્યકત કરી હતી. છતાં સાથીએના પ્રેમે એવી શંકાઓની પરવા કર્યા વિના મહને આ સ્થાને ગોઠવી દીધું છે. ભારત જેન મહામંડળના કાર્યકર્તાઓમાં એક સંયુકત કુટુંબ જેવી ભાવના આજે પ્રસરી રહી છે–એવી | રીતે જ સૌ એક બીજાના પૂરક બનીને અને એક બીજાની હુંફ મેળવીને મહામંડળનું કામ આગળ વધારી શકીશું એવી મારી . શ્રધ્ધા છે. નમ્ર ભાવે હું આશા રાખું છું કે જે મહોબ્બત ભારત જૈન મહામંડળના કાર્યકર્તાઓ પાસેથી મને આજે મળી રહી છે તે મહારા જીવનના અંત સુધી ટકે અને સૌ સાથે મળીને મહામંડળનું કામ યથાશકિત મતિ-કર્યા કરીએ. '
ભારત જૈન મહામંડળનું કાર્યક્ષેત્ર છે અખિલ ભારતનું. આપણને વસતી ગણત્રીના આંકડાઓ ભારતના જૈનેની સંખ્યા બરાબર આપવામાં નકામા નિવડ્યા છે. એનાં કારણો સમાજના લક્ષ્ય પર છેલ્લાં ચાર પાંચ વર્ષ થયાં આવ્યા છે અને વસ્તી પત્રકમાં “જૈન” લખવા માટે કેટલીક જાગૃતિ પણ આવી હતી. છતાં વસતી ગણત્રી કરનારા હિન્દુ ધર્મ જેવા લાગતાં નામો જોઈને “ધર્મે હિન્દુ' એમ વસતી પત્રકમાં ભરી દેતા હતા. એની પાછળ કોઈ ખરાબ બુધિનું આરોપણ કરવાનો અર્થ નથી પરંતુ એ લેક એમને શ્રમ એમ કરીને બચાવતા હતા. .
સામાન્ય રીતે જોઈએ તે જેનેની સંખ્યા ભારતભરમાં ચાલીસથી પચાસ લાખની વચમાં હોવી જોઈએ. એકલા મીરજની ચાલીસથી પચાસ લાખના વચમાં હાવી જઈએ. પાસેના વિસ્તારમાં જ બે લાખ જેટલા જેને વસે છે. એની ક૯૫ના આપણામાંથી ઘણુંને નહિ હેય. મુંબઈની નજીકના રત્નાગીરી આસપાસ પચ્ચીસેક હજાર જેના છે એ વાત જેના મુખ્ય થાણુ જેવા ગણાતા મુંબઈના જૈનને મેં બે વર્ષ પર કહી ત્યારે એમને આશ્ચર્ય થયું હતું.
આમાંના કેટલાય પ્રદેશ એવા છે કે જ્યાં જેનો છે પરંતુ નવકારમંત્ર સુદ્ધાં જાણતા નથી. એમને ખબર છે એટલી કે એમના દેવ જૈન છે અને નગ્ન દેવ છે-એથી વિશેષ એમને ' ધર્મનું જ્ઞાન નથી. આનું કારણ એ છે કે આપણામાંના કોઈ એ પ્રદેશમાં જતા નથી અને જૈન સાધુએ મુખ્યત્વે સગવડવાળા પ્રદેશમાં જ વિચરે છે. જૈન ધર્મને પ્રચાર ઈચ્છનારા આપણે
જ્યાં જે છે તે જૈનો મટી જવા આવ્યા છે ત્યાં જતા આવતા રહેવું જોઈએ અને ત્યાં સાધુમુનિરાજેને વિહરવા વિનંતી કરવી જોઈએ. - જૈન સાધુઓ જ્યાં જ્યાં વિચર્યા છે, ત્યાં ત્યાં એમણે સમાજને જીવંત રાખ્યો છે. પગપાળા પ્રવાસ કરતા–ધમને પ્રસારતા જતા જૈન સાધુઓની પ્રણાલિ જગતભરમાં તાજજુબા પેદા કરે તેવી છે. પગપાળા પ્રવાસ દ્વારા ગાંધીજીની ઐતિહાસિક !
.
+-