________________
=
=
.
થાયીઓ માટે છાત્રાલય શરૂ કર્યું હતું; શ્રી મોતીચંદ કાપડિયાએ
મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી હતી, પણ તેને લાભ નાર અતિ પૂજક જ લઈ શકતા; જ્યારે શ્રી વી. એ. શાહે અને શ્રી મણિભાઇએ સમન્વયની દૃષ્ટિએ આ સંસ્થાની શરૂઆત કરી.
“આજે જ્યારે કોમી ભાવનાને દૂર કરવાની વાત કરીએ છીએ ત્યારે મારી છાપ એવી છે કે એ ભાવના અદશ્ય રીતે સૌ કાઇમાં વધતી જ રહી છે–રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે, એવી સક્ષમ રીતે આ ભાવના પડી રહી છે કે તેને ખ્યાલ પણ ન આવે. અજ્ઞાન અને નિરક્ષર પ્રા કરતાં કેળવાયેલાં તેને વધુમાં વધુ ભેગ બન્યા છે. આ પરિસ્થિતિમાં આ સંસ્થાને વિકાસ થાય ત્યારે મારા જેવાને સૌથી વધુ આનંદ થાય,
૧૮૩૨ માં કોર્ટના હુકમ પછી એક પેજના તૈયાર થઈ. અને આ સંસ્થા એકધારી રીતે ચાલતી આવી. પણ ચારેક વર્ષ ઉપર શ્રી મણિભાઈને ઈચ્છા થઈ કે, આ સંસ્થાને સંગીન પાયા પર મૂકવી જોઈએ. આ સંસ્થાને પિતાનું મકાન જોઈએ. અમે સીએ ટેકો આપ્ય; પણ પિતાની ઇચ્છાને પરિપૂર્ણ કરવાને પરિ. શ્રમ તે તેમણે જ લીધે. જરા પણ અતિશકિત વગર કહ્યું કે, તેમણે એકલાએ જ મહેનત કરીને બે લાખ રૂપિયા એકત્ર કર્યા. ત્રણે ફિરકાના ગૃહસ્થોએ શ્રી મણિભાઇની ઝેળીને ભરવામાં આનાકાની વિના સહાય કરી.
“ શ્રી મણિભાઈને આ કાર્ય જલદી પૂરું કરવાની કેટલી ચીવટ હતી; કેટલી તીવ્રતા હતી તેને ખ્યાલ આપ સૌને આપ મુશ્કેલ છે; સાથે રહેનારને જ તેને ખ્યાલ આવે. ધારેલું એક કામ પૂરું ન થાય ત્યાંસુધી તેમને જંપે નહિ; બીજાને જંપવા દે પણ નહિ. ધગશ અને ઉત્સાહ પણ એટલા જ. જો એ ગુણો તેમનામાં ન હેત તે આ શુભ કાર્ય હજુ પણ કેટલું મોડું થાત તે કહી શકાય નહિ. વળી તેમની આસપાસ મિત્રોને જે સમૂહ છે તે પણ તેમના વિચારોને પોષે તેવો છે. એમને પણ એમ થયું કે, શ્રી મણિભાઈની ઇચ્છા પૂરી થવી જ જોઈએ. પાંચેક મહિના પહેલા જ પ્રસંગ કહુ.
રકમ માટે અમારે તેમની સાથે વાતચીત થઈ રહી હતી; ત્યાં તેઓએ અમને પૂછ્યું : “હવે મકાનનું પૂરું કયારે કરે છે ? ” અમે કહ્યું, “ પૈસા પૂરા થાય એટલે ” શ્રી મણિભાઈ કહે, “ પૈસા વગર નહિ અટકે , કેટલા તૂટે છે ? ” અમે કહ્યું. પચાસ હજાર.' તે તેઓ કહે વાંધો નહિ, અને તરત જ ઉમેયુ.
“મારી શારિરિક અવસ્થા બરાબર નથી; છતાં તમને ખાતરી આપું છું કે આમાંના ચાળીસ હજાર હું તમને બાર મહિનામાં એકઠા કરી આપીશ. જે નહિ થાય તે હું પોતે એટલી રકમ આપીશ.” આ તેમના કાર્ય કરવાના ખંતને નમૂને છે. શ્રી મણિભાઈની આર્થિક સ્થિતિ કેવી છે તે તમે અને હું બધા જાણિએ છીએ; પણ પોતે જે કામ લીધું તેને માટે તેમની કેટલી તીવ્રતા હોય છે તેને આના પરથી ખ્યાલ આવશે. એ તીવ્રતાને ગુણ, આજના તેમના શુભ હસ્તે ખાતવિધિ થયા પછી આપણા સૌમાં ઊતરે.
“હું ઘણી સંસ્થાઓમાં કાર્યવાહક સમિતિમાં અથવા જવાબદારીવાળી જગા ઉપર છું. અતિશકિત વગર કહું કે શ્રી મણિભાઈમાં મેં જે સેવાની ધગશ જોઈ છે; કાર્ય કરવાની ઉત્કટતા નિહાળી છે તે બીજે કયાંય જોયાં નથી. નિરભિમાનપણે કંઈ પણ કરી છૂટવું એ તેમને વિશિષ્ટ ગુણ છે. તેમનું નામ લેવાય તે પણ તેમને ગમે નહિ. જાહેર પ્રસંગમાં તેમને આગળ બેસાડવા એ પણ મુશ્કેલ. એથી જ અગાઉ કહ્યું હતું તેમ, આ શુભ પ્રસંગ માટે કોઈ મોટા માણસ નહિ, પણ પવિત્ર ભાવનાવાળા માણુસ આપણને મળ્યા છે તે મારે મન આનંદની વાત છે.
મુરબ્બીશ્રી મણિભાઇને ખાતવિધિ કરવાની હું આપ સૌ વતી વિનંતિ કરૂં છું અને તેમને આપ સૌ વતી ખાતરી આપું છું કે જે વસ્તુની શરૂઆત તેમના વરદ હસ્તે આજે થાય છે, તે કાય'ને અમે સૌ બાર મહિનામાં જ પૂરું કરીશું.
“ આપ સૌએ જે સહકાર આપ્યો છે, તે માટે આપ સૌને સંસ્થા તરફથી આભાર માનું છું.”
શ્રીમતી તારાબહેન માણેકલાલ પ્રેમચંદે બેલતાં જણાવ્યું કે, આ સંસ્થાની સ્થાપના કે તેના વિકાસમાં મારે કાંઇ જ ફાળે નથી; છતાં શ્રી મણિભાઈ માટે, તેમના કાર્ય માટે મને ખૂબ માન છે. તેથી આ પ્રસંગે બે શબ્દો બોલવાનું મન થઈ આવે છે. ત્રણે ફિરકાના સમન્યની તેમની ભાવના સાચે જ પ્રશસ્ય છે. બહેનેમાં કામ કરતાં કરતાં મારા જોવામાં આવ્યું છે કે, જન બહેનોમાં ફિરકાભેદની ભાવના જ નથી. તેઓ કોઈ પણ સંપ્રદાયના બહેનની ફિરકાભદના સાથે રહી કાર્ય કરી શકે છે. શ્રી મણિભાઈના આ પ્રયત્નને ખૂબ જે ટેકો મળી રહે, અને તેમને એ કાર્ય માટે દીર્ઘ આયુષ્ય મળે એવી મારી હદયની પ્રાર્થના છે, તેમના શુભ હસ્તે ખાતા પાયા, સમાજનો પાયે મજબૂત કરવા માટે ખૂબ ઊંડે ઊંડે જાય એમ આપણે સૌ પ્રાથએ.
શ્રી ઋષભદાસજી રાંકાએ, હિંદીમાં પ્રવચન કરતાં કહ્યું કે, જન સમાજ સાથેના અવારનવાર પડતાં પ્રસંગે દ્વારા બે વસ્તુની મને વિશિષ્ટતા ખાસ જણાઈ આવી છે. જૈન સમાજ પાસે અમેઘ શક્તિ છે. તેની પાસે ત્યાગીઓ છે, વિદ્વાને છે; વિચારકે છે, સાથે સાથે ધનીક પણ છે. સંસ્કૃતિના પ્રચાર માટે જન છે, સાથે સાથે થનાકા પણ છે. તે સમાજ એક યા બીજી રીતે છુટકળ રૂપિયા દર વર્ષે ખચે છે. આટલી તેની શકિત છતાં પરિણામ? પરિણામ એ છે કે, સંસ્થાઓ પિતપતાને માગે કાર્ય કરી રહી છે; ખચ અલગ અલગ થઈ રહ્યો છે. આથી ઘણીવાર ધર્ષણ પણ ઉત્પન્ન થાય છે. આમ અમેઘ શકિતને દુરૂપયોગ થઈ રહેલો હું જોઉં છું. જે આ શક્તિ કેન્દ્રિત થાય તે સમાજ કેટલે બળવાન થાય ? કાકાસાહેબ કાલેલકર સાથે મારે ચર્ચા થઈ. તેઓ કહે જન સમાજમાં જે કાર્યકરો છે તેમની અસાંપ્રદાયિક વૃત્તિ અને કામ કરવાની ધગશ જોઇને મારો અભિપ્રાય બંધાવે છે કે તે હિંદુ સમાજને આગળ દોરવાની પુરી યોગ્યતા ધરાવે છે. શ્રી કિશોરલાલ મશરૂવાળાએ વાત વાતમાં કહ્યું કે મારી સાથે જે પત્રવ્યવહાર ચાલે છે, તેમાં ચોથા ભાગથી અધિક જૈન ભાઈઓને છે. આવા શકિતશાળી સમાજની શક્તિઓ જો કેન્દ્રિત થાય તે પરિણામ ખૂબ જ સરસ આવવા સંભવ છે. - આ પ્રસંગે એક વાત કહી લેવાનું મન થઈ આવે છે. આજે જૈન યુવકને અભ્યાસ પછી શું કરવું તેની કશી સૂજ નથી પડતી. એ પરિસ્થિતિમાં વ્યવહાર ચલાવ પણ તેને માટે મુશ્કેલ થઈ પડે છે. એટલે શિક્ષણની સાથે કામ કરવાની પણ તેને સંસ્થામાં આદત પાડજો, જેથી સંસામાંથી તે બહાર નીકળે ત્યારે સમાજને ભારફ ૫ ન થઈ પડે; તેમ જ તેને પિતાને પણ મુશ્કેલી અનુભવવી ના પડે.”
શ્રી રતનચંદ ઝવેરીએ, ત્રણે ફિરકાના સમન્વયના ઉદ્દેશથી શરૂ થતી આ સંસ્થાની ફત્તેહ ઇચ્છી હતી, અને શ્રી મણિભાઈ, આ સંસ્થાને સમૃદ્ધ થયેલી જોવાને દીર્ધાયુ મેળવે એવી ઇચ્છા વ્યકત કરી હતી. '
ત્યારબાદ શ્રી મણિલાલ મેકમચંદ શાહે અરિહંતનું સ્મરચું કરી ખાતવિધિ કરી હતી, અને પછી બે શબ્દો ખેલતાં જણૂછ્યું હતું કે, “તેત્રીશ વર્ષ ઉપર આ સંસ્થાની સ્થાપના થઈ, ત્યારે અમારી કલ્પના એવી હતી કે, ફિરક મેદ સિવાય જન સમાજનો કોઈ પણ વિદ્યાર્થી આ સંસ્થાને લાભ લઈ શકે અને મને સંતેષા