________________
૧૪૦
પ્રશુદ્ધ જૈન
મરશિયાં શાને માટે?
ગયા પખવાડિયે, ભારતના લેખ'ડી પુરૂષ' ના આત્માએ જિષ્ણુ' વસ્ત્રાને ત્યજી, નવાં વસ્ત્ર પરિધાન કરવા પ્રયાણુ કર્યુ.-અચા નક અને અણુધાયુ. સૌ સ્વાયતે લઈ ઈચ્છતું હતુ— એ પાંચ વર્ષ' ખેચે તે સારૂ'; તેમણે કાઇનું ન ગણુકાયુ"; ગાંધીજીની સેવા કરવાની છેલ્લાં બે વર્ષ'થી તેમની જે ઉક'હા હતી. એ પૂણ' કરવા જાણે કે તેઓ ઉતાવળે ઉતાવળે ચાલી નીકળ્યા,
છેલ્લા પચીસ વર્ષ'ની તેમની મજલ પણ તેમને થકવે તેવી હતી. પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધીના તેમને એકધારા કાંટાળા માગતા પ્રવાસ વિકટ હતા. એ કાંટાળે માગે તેમણે હસતે માંએ પ્રયાણ કર્યું'; બ્રહ્મચય ની વાતા કરનાર ગાંધીજીની ગુજરાત કલબમાં ઠેકડી કરનાર સરદાર, ગાંધીજીના જ વિચારાથી આકર્ષાઇ, સવ`સ્વને ત્યાગ કરી ગાંધીપથે ચાલી નીકળ્યા; ગાંધીભકત ન્યા. ગાંધીજીમાં પોતાની જાતને સમાવી દીધી. એક અથમાં બન્યા. ગુજરાત માટે તેમણે ભેખ લીધે. એ અંત સુધી દિપાવ્યેા.
કહીએ તે સાધુ ભેખતે તેમણે
આ લાંખી મજલ કપરી હતી, પણ તેમાંય તેમણે સિદ્ધિઓ આછી નથી મેળવી. બારડોલીની ‘નાકર'ની લડતે તેમને હિંદુસ્તાનના સરદાર બનાવ્યા. ગાંધીજીએ અહિંસાના સિદ્ધાંતને વ્યવહારૂ સ્વરૂપ આપવાની વિચારસરણી રજૂ કરી; સરદારે એ સિદ્ધાંતને વ્યાપક સ્વરૂપે અમલમાં મૂકી તેની સિદ્ધિ બતાવી. સરદારના વિજયાએ પ્રજાને અહિંસામાં વધુ હા પ્રકટાવી.
માયકાંગલા ગુજરાતને-શે શું” પૈસા ચાર'વાળા ગુજરાતને શૌય આપ્યુ' છે સરદારની વાણીએ, ' વાણી તે સરદારની ’ કાકા કાલેલકરે તેમને માટે કહેલુ' કે, ' સરદારની જીભે સરસ્વતી વસી છે, ' આજે એમ લાગે છે કે એ અર્થાંમાં તે સાચું હતું. જ્યાં જ્યાં તુજાર હજાર હાથ કામ ન કરી શકતા ત્યાં ત્યાં સરદારનું એક જ વાકય પૂરતું થતું, બારડોલીનાં તેમનાં વ્યાખ્યાન, લેાકાને ખેડા હાય ત્યાંથી ખડાં કરી દેતાં; તે। અમદાવાદ મહાવીર જૈન વિદ્યાલચના મંગળ પ્રચન પ્રસ`ગે તેમણે કરેલુ' વ્યાખ્યાન અને આત્માને ઓળખવા માટેની આપેલી સમજ એટલી જ પ્રેરક કહી શકાય. બીજે પક્ષે સરદારને ઓછુ' ખેલવાની ટેવ હતી. કામ વગર એક શબ્દ સરખા ન ખાલે; પરન્તુ જ્યારે ચાકકસ પ્રસંગે ખેલે ત્યારે સાથ વાળી નાંખે. સરદાર મૌન રાખે તેમાંય મુત્સદ્દીઓને કઇક ગધ આવે. તેમની સાથે વાતચીતમાં, વધુ પડતા એક શબ્દ ખેલવાની ભલભલા માં હિં"મત નહેતી. તેમની આંખ સાથે આંખ મળતાં જ, મનમાં ખડકી રખાયેલાં શબ્દોના અને વિચારાનાં ચોસલાં ભોંયભેગાં થઇ જતાં. આવે તેમને કડપ હતા. રેલરાહત માટે કુંડ એકઠું કરવા આવેલ મહાદેવભાઇનું અમદાવાદે પાણી ઉતાયુ; જરાયે દાદ ન મળી; સરદારે એ જ અમદાવાદીએ પ.સેથી ધાયું. કામ લીધું.-અમદાવાદી શુ' કામ : ચમરબંધીએ પાસેથી પણુ,
અહિંસાનાં સિદ્ધાંત્તને મૃત સ્વરૂપ આપવામાં સરદારને જેમ યશ મળ્યે, એવા જ ખી યશ મળ્યે ભારતના એકીકરણના કાયમાં. ભારતના છસે। ઉપરાંત સ્વતંત્ર રાજ્યનું, લેહીનું એક પણ ટીપુ પાડયા સિાય, તેમના દુર'દેશીપણાથી વિલિનીકરણ થયું, અને તે પણ ટુંંક ગાળામાં જ. ભરતના ઇતિહસમાં જેની કલ્પના પણ અશકય હતી એ કલ્પનાને તેમણે ચોકકસ રૂપ આપી દીધું. ભારત એક અને અવિભાજ્ય બન્યું. અશેક કે અકબર જે ન કરી શકયા, તે સરદારના હાથે શકય બન્યું,
તા. ૧-૧-૫૧
આવા સમથ નરપુંગવ માટે-નરેત્તમ માટે ગુજરાત જે રીતે આંસુ સારી રહ્યું છે, તે જોઇને સરદારને પણ દુ:ખ થયા વગર નહિ રહેતું હેય. આ તે - મગરનાં આંસુ છે; ગ્લીસીરાઈનનાં ટીપાં' છે કે સાચાં ભૌકિતક છે ? સરદારને કલ્પના પણ નહિ હોય કે, પેાતાની વિદાય બાદ ગુજરાત, પેાતાની પાછળ મરશિયાં શરૂં કરી દેશે, વર્તમાનપત્રાનાં પાનાં જુએ–ઠેર ફેર શાક સભા, સરદરના કાળ અવસાન બદલ ઊંડું દુઃખ અને કારી ધા. જંગી સભાઓમાંનાં ભાષા વાંચે. વકતા પ્રશ્ન કરે છે: ‘સરદારનુ સ્થાન હવે લેશે કાણું ? ગુજરાતનાં આંસુ લૂછશે કાણુ? મહાસભા વિરોધી અને પ્રત્યાધાતી તત્ત્વને પડકારશે કાણું ? કામવાદ સામે કડક આંખે જોશે કાણુ? ગુજરાતનુ' એકમ રચાશે કે નહિ ? ગુજરાત એક અને અવિભાજ્ય રહેશે કે કેમ ? ગુજરાતના પ્રશ્ન મધ્યસ્થ સરકાર પાસે મૂકશે કાણું ? આગામી ચૂંટણીમાં થશે શું?' વગેરે.
અને સેકડા હરાવાને તે ઉથલાવી જીઆ—શદાના જાણે કે સાથિયા ! કુંડફાળામાં કદાચ હાથ કાચાવી શકાય; શબ્દોના ઉપયેગમાં શું કામ દરિદ્રતા ? રાત્રમાં છેવટે સૌ ઇચ્છે છે સર" દારના આત્માને ચિરશાંતિ-પરમ શાંતિ! જે આત્માએ કદી શાંતિ ઇચ્છી નડ્ડાતી; કદી શાંતિ લીધી નહતી, તેને શાંતિ પુચ્છનારાઓ માત્ર શબ્દોથી શાંતિ શી રીતે આપી શકવાના હતા ?
મૃત્યુને સૌ કાઇએ ભેટવાનું જ એક દિત્રસ વહેલા કે મોડા, નામ છે તેના નાશ પશુ છે. જેણે શરીર ધારણ કર્યુ તેણે તે છેડવાની તૈયારી પણ રાખવાની જ, મૃત્યુને ભય કાયરને ડૅાય; વીરતે નહિં. સરદાર વીરતાના પ્રતિક હતા, ચેવીસ વર્ષની સરેરાશ આયુવાળા હિંદમાં પચેતેર વષ' સુધી સરદાર જીગ્યા, એ જ 'િદુસ્તાનનું સદ્ભાગ્ય. તે તેા ચક્રવર્તીનું કા' કરી ગયા; કાય' પૂરૂ થતાં જ ચાલી નીકળ્યા. તેમની પાછળ આંસુ ન હેાય. સરદારનુ` કા` વધુ ઉજ્જવળ બને તે માટે કટિબદ્ધ થવાના ગુજરાતે~એકેએક ગુજરાતીએ નિશ્ચય કરવાને હાય.
સરદાર અવસાન પામ્યા છે, પશુ સરદાર જીવંત છે. જ્યાં સુધી ગાંધીજીનું નામ લેાકહદય માં રહેશે; ભારત વિદ્યમાન હશે. ધાં સુધી સરદારનું નામ અમર રહેવાનુ જ છે. સરદારના દેહનાં વિલય ચયા, પણ તેમનું કાય' ચાલુ જ રહ્યું છે; ચાલુ રહેવાનું છે. ચક્રવર્તી રાજગપાલાચારીએ તેમને માટે કહ્યું છે: “ તે પ્રેરણા, હિં’મત અને વિશ્વાસના બળરૂપ હતા; પરંતુ એ બળ આજે આપણી વચ્ચેથી ચાલી ગયું છે.'' એટલેથી જ તેમનું' કથિતંત્ર્ય પૂરું નથી થતુ. તેઓ ઉમેરે છે. ‘ સરદારની ભસ્મમાંથી આપણે સૌ 'િમત અને વિશ્વસના ગુણાની પ્રેરણા મેળવીએ. ’
ગુજરાતની નેતાગીરીમાં એટ આવતી રહી છે. સરકારની વિદાય પછી એ એઢનાં પાણી નરી આંખે દૂર દૂર જતાં જોઇ શકાય છે. એમના અવસાન પછી શાક કરવાને બદલે, તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી, એ એટને ભરતીમાં ફેરવવા ગુજરાતે કટિબદ્ધ થવું જોઇએ. કીતિને મેટ્ઠ, સત્તા માટે પડાપડી વગેરે હાડી, પ્રજા સાથેના સપક' છેલ્લા કેટલાંક વર્ષોથી—સરદાર ભારતના બન્યા ત્યારથી તૂટી ગયા છે તે ફરી સધાવા જોઇએ.
સરદારનું સાચું અને સ્થાયી સ્મારક એ જ છે--તેમની સૂતિ' કે 'દિર નહિ,
ધીરજલાલ ધનજીભાઈ શાહ
શ્રી મુખપ્ત જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મજીલાલ મેકમચંદ શાહ, ૪૫-૮૭ ધનજી સ્ટ્રોટ, મુંબઈ મુદ્રણસ્થાન : સૂર્ય'કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨