SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧-૧૦-૫૧ તત્પરતા આ તેમના વિશિષ્ટ ગુણા હતા. જીવન સાદું, વૃત્તિ ધર્મ પરાયણ અને સ્વભાવ નમ્ર, સરળ અને સૌ સાથે મીલનસાર–આ તત્ત્વ ઉપર તેમનું વ્યકિતત્વ ઘડાયું હતુ. તે કેટલાએક વખતથી ડાયાબીટીસથી પીડાતા હતા; હૃદયરોગ પણ અવારનવાર ઉપાધિ ઉભી કરતા હતા. આમ છતાં તે ગયા ત્યારે આવી કોઈ પણ વ્યાધિ કે ઉપાધિનો તેમના ઉપર હુમલો થયો નહાતા. તેમના છેવટના દિવસો પણ શારીરિક સ્વાસ્થ્યના હતા. એક સવારે ઉયા; નિત્યકર્મોથી પરવારીને વળી પાછા સુઇ ગયા. અને સુતા તે સુતા જઆવું તેમનુ આકસ્મિક છતાં સુખરૂપ અવસાન થયું, તેમના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ એ જ પ્રાર્થના. પણ આ અવસાનની નોંધ કોણ લેશે ? જેણે સમાજમાં શ્રીમન્તા, વિદ્વતા, અથવા સત્તાધિકારની રૂઇએ ખ્યાતિ મેળવવી છે તેના અવસાનની તો અનેક છાપાવાળા નોંધ લેશે, પણ જેનુ નામ દિએ છાપાએ ચડયુ નથી, અને જેનુ ક્રાઇ વિશિષ્ટ કાર્ય સમાજના દફ્તરે નોંધાયુ' નથી અને એમ છતાં જેણે અનેક પ્રતિકુળ સંયોગો સામે ઝગડી ઝગડીને સદાચારી અને ભાવના પરાયણ જીવન ગાળવા જીવનની છેલ્લી ડિ સુધી પ્રયત્ન કર્યો છે તેવી વ્યકિતના અવસાનની ક્રાણુ નોંધ લેવાનું છે ? આવી એક વ્યકિતએ આથી એક માસ પહેલાં આ દુનિયામાંથી આખરી વિદાય લીધી. તેનું નામ શ્રી નરેાત્તમદાસ હરજીવન ઝવેરી. તે મુંબઇમાં વર્ષોથી ઝવેરાતની દલાલી કરતા હતા અને પ્રમાણીકતાપૂર્વક જે કાંઈ મળે તે વડે વન નિર્વાહ સંભાળતા હતા. કુટુંબમાં તે, તેમના પત્ની અને એક પુત્રી હતાં, પણ પુત્રી તે। ઘણાં વર્ષો પહેલાં સુવાવડમાં મૃત્યુ પામેલી. પુત્રીના મરણની તેમનાં પત્નીના મગજ ઉપર માઠી અસર થઇ અને મગજની સમતુલા ઉત્તરાત્તર અસ્થિર ખનતી ચાલી. છેવટનાં કેટલાંય વર્ષોં નહિ ગાંડા, નહિ ડાહ્યાં એવી અસમ દશામાં તેમનાં પત્ની જીવન વીતાવી રહ્યાં હતાં, પત્નીપરાયણ પતિ પત્ની માટે પોતાનાથી થાય તે કરી છૂટતા. થોડા સમય મુંબઈમાં રાખે, વળી ભાવનગર લઈ જાય, પાછા વળી પોતાના ભાઈને ત્યાં અમદાવાદ લઇ જાય. જે કાઈ ખતાવે તે દવાદારૂ દોરાધાગા કરે. કાએ મરેલી આશ્રમ બતાવ્યું તે ત્યાં પણ લઈ ગયા. પણ પત્નીની માનસિક સ્થિતિ ઉત્તરોત્તર બગડતી જ રહી. મુખનાં હ્રીય લત્તામાં આવેલી એક ચાલીમાં તેઓ રહેતા. સવારના પહારમાં ચાર વાગે ઉઠે, પોતાનાં તથા પોતાની સ્ત્રીનાં કપડાં ધુએ, સ્નાન કરે, ચાપાણી પતાવી મરીન ડ્રાઈવ નિયમિત કરવા નીકળે. આઠ વાગ્યા લગભગ ઘેર પાછા કરે, દેવદર્શન કરી આવે, પછી બજારમાં આવે, બપોરના પોતાથી જે કાંઇ થઈ શકે તે અથવા તે પત્નીએ કાંઈ કર્યુ હાય તો તે ખાઈને ચલાવે. ત્યાર બાદ ચેડે આરામ લઇને પાછા બજારમાં આવે અને સાંજે પાછા ઘેર જાય. યથાશકિત ધર્મધ્યાન કરે, વિકળ ચિત્તના કારણે પત્નીના કકળાટ ચોવીશે કલાક ચાલુ જ હાય. પણુ જરાય મીજાજ ગુમાવે નહિ, સર્વ કાંઈ શાન્તિથી સહન કરે. પોતે બહુ ભણેલા નહિ, પણ નવું નવું જાણવાની બહુ જ હાંશ એટલે જે કાઈ ભણેલા ગણેલા દેખાય તેને હંમેશાં સમાગમ શોધે અને જાણવા સમજવાની ભુખ શમાવે, સ્વભાવે અત્યન્ત સરળ અને વિનમ્ર, પાપભીરૂ અને નિરૂપદ્રવી. કાઇનુ મુ' સ્વપ્ને પણ ન ચિન્તવે, દ્રવ્યના કાષ્ટ લાભ ન મળે જે કાંઈ મળે તેમાં સ ંતોષ અનુભવે. પત્નીની ઉપાધિએ તેમના આખરી વનને શીખળવીખળ કરી નાંખ્યુ હતુ. એમ છતાં પ્રકૃતિની પ્રસન્નતા તેમણે કદિ ગુમાવી નહોતી. મારૂં નસીબ મારે જ ભોગવવાનું એમ સ્વીકારીને દુનિયા સામે તેમણે કદિ રિયાદ કરી નહોતી. કેવળ ભલમનસાઈની ‘મૂર્તિ ૪ અગાચર આદમીના જીવનનું મૂલ્ય નાનું સૂનું નથી, ગમે તેટલી સાધારણ વ્યક્તિ પણ “ મને સર્વ ભૂત સાથે મૈત્રી હતી; મને કાઇ સાથે વૈર વિરોધ નહાતો” એમ જીવનની અંન્તિમ ધડિએ કહેવાના તે ખરેખર અધિકારી હતા. તેમના દ્રષ્ટાન્ત ઉપરથી આપણે આપણી જાતને પૂછ્યુ ધટે છે કે મને જ્યારે કાળનું તેડું આવશે ત્યારે આટલુ હું મારા વિષે મુક્ત કંઠે આ મુજબ કહી શકીશ કે નહિં. જો અંદરથી હકારનો જવાબ આવે તે જાણવું કે આ જગતમાં આપણું આવવુ લેખે લાગ્યું છે. જો એમ ન હોય તો ગમે તેટલી મેટી સેવાઓને આપણા દાવા હાય તે પણ સમજવું કે માનવીજીવન વિષેની સમ્યગ દષ્ટિ આપણને લાધી નહાતી. પર્મદ આજે જ્યારે માણુસ જન્મે છે, મોટા થાય છે અને જીવનના અન્ત સુધી કાળાં ધેાળાં ચિતરામણ કરતા કરતા અને કલહક કાસનાં, રાગદ્વેષ અને કુડકપટનાં અનેક બીજો રોપતા રાષતા આ જગતમાંથી કાળનુ કહેણ આવતાં વિદાય લે છે ત્યારે' આ અનન્ત કાળ જાણે કે શીતળ સમીરની એક મૃદુલહિર કી ગઈ ન હોય એવું જીવન જીવનાર અને એવું મીઠું સ્મરણ મૂકી જનાર એક અજાણ્યુ પેટ ઉપર . પ્રબુદ્ધ જૈન અને સૂર્યકાન્ત પ્રીન્ટીંગ પ્રેસ “ પ્રભુધ્ધ જૈન ” શરૂ કર્યાંને આજે લગભગ સાડા આાર વધ થવા આવ્યાં. શરૂઆતના થોડાક અા બાદ કરતાં આજ સુધી * પ્રબુદ્ધ જૈન '' કાલબાદેવી રોડ ઉપર પ્રીન્સેસ સ્ટ્રીટના નાકા આગળ આવેલ સૂર્યકાન્ત પ્રીન્ટી’ગ પ્રેસમાં છપાતુ હતુ. આ અંકથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની આજુમાં આવેલ શ્રી મહાવીર્ પ્રીન્ટીંગ વસમાં *** પ્રબુદ્ધ જૈન ” છપાવવાનુ શરૂ કરવામાં આવેલ છે. સુ કાન્ત પ્રીન્ટીંગ પ્રેસ સાથેના અમારા સંબંધ કેવળ ધંધાદારી નહાતા. તે પ્રેસના માલીક શ્રી, હદ કપુરચંદ દેશી અમારા સંધના વર્ષોથી સભ્ય છે અને અમુક વખતે તે અમારી કાર્યવાહક સમિતિના પણ સભ્ય હતા. તે વ્યાપાર-વ્યવસાયના કારણે કેટલાક સમયથી સીંગાપુર રહે છે. અહિં તેમના પ્રેસનું કામ સંભાળતા મુખ્ય મેનેજર ભાઇ શ્રી. મનસુખલાલ લાભશ કર માંકડ તથા તેમની નીચે કામ કરતા શ્રી ધીરૂભાઇ સાથે પણ અમારા સંબંધ ખૂબ સ્નેહસ હતા અને “ પ્રમુદ્દે જૈન ’ના કામને તેઓ કેવળ ધંધાદારી દૃષ્ટિથી હિંદ જોતા નહાતા. જે ભાવનાથી પ્રબુધ્ધ જૈનનુ સંચાલન કરવામાં આવે છે તે ભાવના તેમને પણ સ્પર્શી હતી અને એકમેકની સગવડ અગવડ સંભાળતા રહ્યા હતા અને આજ સુધીના લાંબા ગાળામાં એક પણ વખત કાઇ પણ પક્ષે મનદુઃખનું કારણ ઊભું થયું નહતું. અમારે જણાવવુ જોઇએ કે આજ સુધી અસ્ખલિતપણે અને નિયમિત રીતે પ્રભુધ્ધ જૈન પ્રગટ થઈ શકયું છે તે તેમના દિલના સહકારને આભારી છે. આમ હાઇને તે પ્રેસ સાથેના સબંધ અમારે દુઃખ સાથે છેડવા પડ્યા છે, આમ કરવાનાં છે કારણા છે. (૧) અમારા કેટલાય સમયથી આગ્રહ હતા કે તેઓ ટાઇપના જુના સ્ટોક રદ કરી નવા ટાઈપ મોટા પ્રમાણમાં વસાવે કે જેથી પ્રમુદ્ધ જૈન છપાઇની દૃષ્ટિએ વધારે શુદ્ધ અને સુન્દર બને. વર્તમાન સંયોગામાં તેમના માટે આ શક્ય ન બન્યું. (૨) નવું છાપખાનું શ્રી મહાવીર પ્રીન્ટીંગ પ્રેસ–સંધના. કાર્યાલયની ખાજીએ જ આવેલ છે, વળી મારી પેઢી નજીકમાં જ હોવાથી પ્રબુધ્ધ જૈન સંભાળવામાં મારી સગવડ પણ વધે છે. તેની માલેકી ઘેાડા સમય પહેલાં એક જૈન બંધુના હાથમાં આવી છે અને તેમણે પ્રબુદ્ધ જૈન નકાનુકસાનને વિચાર કર્યા સિવાય ચાલુ દરે છાપી આપવા ઈચ્છા દર્શાવી છે. છે. આ એ કારણાથી છાપખાનાની ફેરબદલી કરવી અમને જરૂરી લાગી આ પ્રસંગે સૂર્યકાન્ત પ્રીન્ટીંગ પ્રેસે પ્રભુધ્ધ જૈનને આજ સુધી જે સેવા આપી છે. તે સેવાની આ રીતે નોંધ લઇને કદર કરવી એ અમારા ધર્મ છે. તંત્રી, પ્રબુધ્ધ જૈન એક સ્પષ્ટતા સંસ્કૃતિ સમન્વયનું એક મોટુ કા' એ મથાળાના આ અંકમાં પ્રગટ થયેલ કાકા સાહેબ કાલેલકરના લેખના અનુવાદમાં એક નાની સરખી સ્ખલના થઇ છે. એ લેખમાં જૈન સમાજને પરિચય આપતુ “ વ્યાપારી જૈન સમાજ કેવળ ઝગડાખોર સમાજ નથી” એમ વાય આવે છે તે સુધારીને “ વ્યાપારી જૈન સમાજ કાઈ એક ઝગડાખાર સમાજ નથી” આ મુજબ વાંચવા વિનંતિ છે. તંત્રી :
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy