SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન ત્રણ આમ છતાં એટલુ તો ખરૂં જ છે કે ઉપર જણાવેલ મુદ્દાઓ પરત્વે જે મતભેદ છે તે ભારે મહત્વના છે અને આ સબંધમાં દરેક જવાબદાર કૉંગ્રેસવાદીએ પાતાનું શું વલણ છે તે સ્પષ્ટપણે જાહેર કરવું જોઇએ. આ બાબતમાં ઉપરથી એક અભિપ્રાય જાહેર કરવા અને અંદર્ભી ખીજો અભિપ્રાય ધરાવવા એ ન જ ચાલે. આજે આવી વંચના ચોતરફ ચાલી રહી છે એમ જવાહરલાલજી · માને છે અને તે સામે તેમને બળવા છે. કૉંગ્રેસમાં આજે પ્રવર્તતા મતભેદ કે મનભેદની ભૂમિકાં. આવી કાંઈક હોય તેમ લાગે છે. વિશેષ સ્પષ્ટતા માટે આપણે બધાએ હવે તે કૉંગ્રેસનાં આગામી અધિવેશન સુધી રાહ જોવાની રહે છે. પરમાનદ તા. ૧૫-૯-૫૧ તેમની નમ્રતા, સરળતા, લોકકલ્યાણ સાધવાની તીવ્ર તમન્ના, અમાપ આત્મભાગ, અપૂર્વ સૌરભથી ભરેલી . સુજનતા, નીતરતી પ્રસન્નતા, ઉંડી ધાર્મિકતા, અદ્ભુત . નીડરતા અને આ સર્વના શિખરરૂપ ' ઉત્કૃષ્ટ કાર્ટિની, શીલસ પન્નતા આ બધા ગુણવિશેષના કારણે તેમના વ્યકિતત્વમાં આપણને કાઈ અપ્રતિમ વ્રુતિના ચમકાર દેખાય છે. રાજેન્દ્રબાબુ વિષે છુટું વાયુ" "કેટલુંક સાંભળ્યું હતું, પણ આ જીવનકથા વાંચતાં આપણુ દિલ સહેજે નમી પડે એવી એક ભવ્ય પ્રતિભાનું આપણને દર્શન થાય છે. ગૃહસ્થાશ્રમી હાવા છતાં તેમના ત્યાગ અને તપશ્ર્ચર્યો કેવાં હતાં તેના ખરા ખ્યાલ ત્યારે આવે છે કે જ્યારે પોતાના લગ્નજીવન સંબંધમાં તેઓ જણાવે છે કે “જો કે આજે (એટલે કે ૧૯૪૦માં) લગ્ન થયે લગભગ ૪૪–૪૫ વરસ થયાં હશે છતાં બધા વિસા મળીને એટલા મહીના પણ અમે માંડ સાથે રહ્યા હશું.” ૧૯૩૪ માં મુંબઇ ખાતે મળેલા ધ્રાંગ્રેસના અધિવેશનના તે વરાયલા પ્રમુખ હતા. આ ઉપરાંત બબ્બે વાર તેઓ ભાંગ્યાના ભેરૂ થયા છે. ૧૯૩૯માં કોંગ્રેસ પ્રમુખ સુભાષચંદ્ર બોઝે રાજીનામું ‘આપ્યું ત્યારે અને ૧૯૪૯માં ક્રિપલાણીજી પણ કોંગ્રેસના પ્રમુખપદેથી છુટા થયા ત્યારે બન્ને વખતે તેમના વિષે કેટલો ઉંડા વિશ્વાસ હરો તે આ બે ઘટના ઉપરથી સરસ કોંગ્રેસની ધુરા રાજેન્દ્રબાબુને સોંપવામાં આવી હતી. તેમના સાથીઓના રીતે સ્પષ્ટ થાય છે. આવા રાજેન્દ્રબાપુ આજે રાષ્ટ્રપતિનું સ્થાન સુન્દર રીતે. શાભાવી રહ્યા છે. દેશની તે એક અનુપમ વિભૂતિ છે. બીહારની તેમણે એટલી બધી સેવા કરી છે કે ખીહારમાં તેમનું સ્મરણ કાઇ કાળે ભુસાવાનું નથી. આવી વ્યક્તિને યથા સ્વરૂપે જાણવા ગૌરવભરી કથાની ક્રમ વિગત જાણવા માટે પણ તેમનુ લખેલુ સમજવા માટે . એટલું જ નહિ, પણ આપણી ૩૦ વર્ષની આઝાદીની દળદાર પુસ્તક “મારી જીવનકથા” જેને નવલ્ક્યન પ્રકાશન મંદિર તરફથી અનુવાદ પણ પ્રગટ કરવામાં આવ્યા છે તે સૌ કાએ વાંચવા તેમ જ વસાવવા યોગ્ય ગ્રંથ છે એમ જરૂર કહેવુ પડશે. ધર્માનંદ ડા. રાજેન્દ્રપ્રસાદની આત્મકથા કે ડો. રાજેન્દ્રપ્રસાદે હિંદી ભાષામાં પેાતાની એક સવિસ્તર જીવનકથા લખી છે. આ જીવનકથામાં પોતાના જન્મકાળથી માંડીને ૧૯૪૭ ની આઠમી જાન્યુઆરી સુધીનાં અનેક સંસ્મરણો ક્રમશઃ અન્તત કરવામાં આવ્યા છે. આ ગ્રંથ એક રીતે આપણી આઝાદીની લાતને જ ક્રમબધ્ધ ઇતિહાસ છે. ૧૯૧૭ માં ગાંધીજીએ ચંપારણની લડત ઉપાડી અને રાજેન્દ્રબાપુ એ લડતમાં જોડાયા ત્યારે તેમની ઉમ્મર આશરે ૩૦ વર્ષની હતી. એ વખતે છ એક વર્ષથી જ તેમણે ખીહારમાં વકીલાત શરૂ કરી હતી. ચંપારણની લડતથી રાજેન્દ્રબાબુના જાહેર જીવનની શરૂઆત થઈ અને વકીલાતના ધંધામાં મેટા અન્તરાય પડવા માંડ્યા. ત્યાર પછી ૧૯૨૧ માં અસહકારની લડત ઉપડી ત્યારથી તે તેમણે વકીલાતને વ્યવસાય હમેશાને માટે છોડી દીધા. ગાંધીજી ૧૯૧૫ માં દક્ષિણ આફ્રીકાયી હિંદ ખાતે પાછા ફર્યો. શરૂઆતનાં છે વર્ષ લગભગ તેમણે મૌનપણે આખા દેશમાં પ્રવાસ કર્યો અને ૧૯૧૭ માં ચંપારણની લડત ઉપાડી ત્યાર્થી દેશનું રાજકીય વાતાવરણુ બદ્લાતું ચાલ્યું અને કેવળ બધારણીય માર્ગે ચાલતી ક્રાંગ્રેસમાં ક્રાન્તિકારી ફેરફારા થવા લાગ્યા. ત્યાર પછીનાં ૩૦ વર્ષ દરમિયાન ઉત્તરોત્તર વધારે ઉગ્ર એવાં ત્રણ રાજકીય વિરાટ આન્દોલનમાંથી દેશ પસાર થયા અને ૧૯૪૭ ના એગસ્ટની ૧૫ મી તારીખે આ દેશને સંપૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્ત થયું. આ ૩૦ વર્ષની લડત દરમિયાન પોતાના પ્રાન્ત ખીહારને કેન્દ્રસ્થાને રાખીને ગાંધીજીના અત્યન્ત નિકટવર્તી વાદાર સાથી તરીકે રાજેન્દ્રબાબુએ દેશને જે સેવા આપી છે તે સેવાની ગણ્યાગાંઠયા રાષ્ટ્રસેવાની સેવા સાથે સરખામણી થઇ શકે તેમ છે. તેમાં પણ રાજેન્દ્રબાપુના આવા અસ્ખલિત અને અનેકવિધ સેવાયેાગની. એ વિશેષતા છે કે રાજેન્દ્રબાજીનું શરીરસ્વાસ્થ્ય જ્યારે તે ત્યારે લાપાતું રહ્યું છે; દમના વ્યાધિથી બહુ નાની ઉમ્મરથી તે સતત પીડાતા આવ્યા છે. તબિયતની કશી પણ નાદુરરતી સિવાય એક સાથે છ મહીના પણ તેમનાં ભાગ્યે જ પસાર થયા છે. તન તાડીને કામ કર્યું અને દમથી પટકાયા જ છે અને એ દમમાંથી કેટલીયે વાર ન્યુમાનીઆ થયા છે અને મહીના મહીના સુધી તેમને ગભીર માંદગીને અંગે પથારીવશ થઈ રહેવું પડયું છે. આમ છતાં પણ તે કદિ થાક્યા કે કટળ્યા નથી. ગાંધીજીના જીવનસાથીની ગણના કરતાં રાજગાપાલાચાય, જવાહરલાલ, સરદાર વલ્લભભાઈ પટેલ, કીરપલાણીછ એવાં કેટલાંક નામેા યાદ આવે છે. રાજગોપાલાચાય ને ગાંધીજી સાથે અનેકવાર મતભેદ પડયાનું આપણે સૌ એણીએ છીએ; એવી જ રીતે જવાહરલાલને પોતાના મતભેદ ગળી જતે પણ ગાંધીજીને વળગી રહેતા આપણે જોયા છે. સરદાર વલ્લભભાઈ ગાંધીજી પ્રત્યે ઠેઠ સુધી એકસરખા વફાદાર રહેવા છતાં તેમના વ્યક્તિત્વની આખી ભાત ગાંધીજીથી ઘણા અંશે નિરાળી હતી એ આપણે બરોબર જોયું છે. કિરપલાણીજીને આપણે ચુસ્ત ગાંધીવાદી તરીખે ઓળખી શકીએ એમ છતાં તેમની આખી કામગીરી ગાંધીજીના એક ઉપગ્રહ જેવી જ રહી છે. રાજેન્દ્રબામુની ગાંધીનિષ્ઠા જેટલી ઉં’ડી હતી તેટલું જ તે નિષ્ઠાને અનુરૂપ તેમનુ વ્યકિતત્વ હતું. ગાંધીજી જો સૂર્ય હતા તે રાજેન્દ્રબા ગાંધીજીની વિચારધારાને ઝીલતા અને અપનાવતા એક શીતરશ્મિ ચંદ્ર હતા. કાંગ્રેસ કારામારી વિષે જાહેરાત આ અંક છપાઈ રહ્યા છે તે દરમિયાન કોંગ્રેસ પ્રમુખ પુતિ જવાહરલાલ નહેરૂ તરફથી પોતાની નવી કારેબારી સંબંધમાં નીચે મુજબ નામાવલિ પ્રગટ થઈ છેઃ શ્રી. લાલબહાદુર શાસ્ત્રી તથા શ્રી. શ્રીનિવાસ મલય્યાને મુખ્ય મંત્રી તરીકે નીમવામાં આવ્યા છે અને મૌલાના અમુલ કલામ આઝાદ, ગુલઝારીલાલ નંદા,(મધ્યવતી સરકારના મંત્રી) પ ંડિત ગાવિંદ વલ્લભ પન્ત–ઉત્તર પ્રદેશ, મોરારજી દેસાઇ–મુબઇ અને નભકૃષ્ણ ચૌધરી ઓરીસ્સા (પ્રાન્તિક સરકારના મંત્રી), પુરૂષોત્તમદાસ ટેન્ડન, કામરાજ નદાર, શંકરરાવ દેવ, સજીવ રેડી, પ્રતાપસિંહ કાયરણુ, બી. એસ. હીરે, વી. આઇ. મુન્નીસ્વામી પીલે અને માણિકયલાલ વર્મા. આ રીતે પડિત જવાહરલાલને આમાં સમાવેશ કરતાં કુલ ૧૫ સભ્યોની કારોબારી જાહેર કરવામાં આવી છે ' અને તેમાં ખીજા પાંચ સભ્યો ઉમેરવાના છે જેમનાં નામે હવે પછી જાહેર કરવામાં આવનાર છે. સબંધના સભ્યાને વિજ્ઞપ્તિ સઘ્ધનું વ દીવાળીએ પુરૂ થતુ હાઇ. હજુ જે સભ્યોના લવાજમા બાકી છે તેમને આથી વિનાવિલએ પોતાના લવાજમા સંધના કાર્યાલયમાં મોકલી આપવા અથવા તે માણસ લેવા આવે તે તુરત આપવા વિનતિ કરવામાં આવે છે, જે સભ્યોનાં લવાજમા દીવાળી સુધીમાં નહિ આવે તે સભ્યો દીવાળીબાદ સંધના સભ્ય તરીકે આપોઆપ રદ થયેલા ગણાશે, એ બંધારણની કલમ તરફ પણ દરેક સભ્યનું આથી લક્ષ ઘેરવામાં આવે છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. એમ. મિશ
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy