SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા ૧૫-૭-૫૧ નહીં હોય. એમને હાથ એટલો નાજુક હતું કે એ હજામત કરતી હોય ત્યારે માણસને ઉંધ આવે. આ બધી મંડળી સંધ્યાટાણે જામતી. પહેલાં જરા આમતેમ અલકમલકની વાત થાય. એટલામાં ચલમ અને હુકે અને મારી લ્ય. ઢોલકની કડીઓ ચઢી જાય. તંબુરાના તાર મળી જાય. મંછરાને રણકાર બોલે અને પછી ભજન શરૂ થાય. આઠેક વાગે રાતે ફળિયાને ભંગી ધૂળાભાઇ મેરે માગવા આવે તે મેરો માગ્યા વિના જરા દૂર બેસીને ભજનમાં મસ્ત થઈ રહે. અને એની આ બેદર કારી વિષે એની વહુ મહાકાર રોજ સવારે વાળવા આવે ત્યારે મારી બાને ફરિયાદ કરે. લલુકાકા ધબી પહેલાં બહુ દારૂ પીના, પણ જ્યારથી એમણે આ ભજનમંડળીમાં આવવા માંડયું ત્યારથી એમણે દારૂ સમૂળગે છે હતો. એવી રીતે શામળકુવાએ ગાંજો અને ઠાકોરસિંહકાકાએ ભાંગ છોડી દીધા હતા. રાતે આઠેક વાગે ગિરિધરકાકા તંબાળા આવી પહોંચતા અને ભજનોમાં રંગ જામતો. રાતે નવેક વાડે મંડળી વિખાતી. ગિરધરકાકા ધણી વખત રાતે પિતાજી સાથે જ જમતા. અઠવાડિયામાં બે ત્રણ વખત એક વાડીના રંગમહાલથી મગનકાકા દાળિયા અને પીરામિતારથી ગંગારામકાકા પણ આ મહેફિલમાં ભાગ લેવા આવતા. ગંગારામકાકાની ઘાણીનું શુદ્ધ તલનું તેલ એ વખતે અમારા આખા લત્તામાં બહુ જ વખણાતું. એક દિવસ મારાં બાએ પિતાજીને કાને વાત નાંખી કેપૂળાભાઈ રાતે મેરે માગવા નીકળે છે અને પછી ભજનમાં બેસી રહે છે. તે રાતે એમના છોકરાયાં ભૂખ્યાં સુઈ જાય છે એવી આજીજી અનેક વખતે મહાકરે કરી છે. પણ જયારે આ ફરિયાદનું કંઇ ન વન્યું ત્યારે ધૂળાભાઇની સાથે મહાકરે પણ મેરો માગવા નીકળવા માંડયું. ધુળાભાઈ ભજનમાં બેસી પડે ને બિચારી મહાકોર મેરે માગીને ભજન પૂરાં થયે ધૂળાભાઈને લઈને ચાલતી થાય. ફળિયાનાં છોકરાંઓ ધૂળાભાઈને ધૂળાકાકા અને મહાકારને મહાકોરકાકી કહેતાં. મારાં બા પણ મેરે નાંખવા બૂમ પાડે ત્યારે “ મહાકાર લઈ જાવ.” એવા માનવાચક ભાવવાળું બેલે. વારતહેવારે મહાકર માટે ખાવાનું ખાસ જુદું ઢંકાય. એક વખત એવું બન્યું કે ત્રણચાર દિવસ લાગલગાટ ધૂળભાઈ મેરો માગવા આવ્યા નહિ. એકલી મહાકાર આવી. મહાર પિતાજી સાથે તે સીધી વાત ન કરે; કારણ કે લાજ કાઢે, એટલે પિતાજીએ મારી બા મારફત ધૂળાભાઈની ગેરહાજરીનું કારણ પૂછાવ્યું ત્યારે ખબર પડી કે ધૂળાભાઈ માંદા છે. એ દિવસે પિતાજીએ બા પાસે સુદર્શનચૂરણ ગરમ કરાવ્યું; અને એને રસ ગાળીને એક શીશીમાં ભર્યો. એ શીશી ધૂળાભાઈ માટે મહાકેરને આપી આવવા પિતાજીએ મને ઢેડવાડે મેકલ્ય. આવી ત્રણેક મેટી શીશી પીને ધૂળાભાઈ સાજા થયા અને એમણે રાબેતા મુજબ ભજનમંડળીમાં આવવા માંડયું. - ધૂળાભાઈની માંદગીની સારવારમાં પડેલી મહાકારથી નિયમિત વાળવા અવાતું નહીં, એટલે આંગણું અને જાજરૂ બંનેમાં ગંદકી વધતી જતી હતી. પિતાજી, હું અને બા સા થેડું ઘણું કરી લેતા, પણ ધૂળાભાઈ જેવી સફાઈ થતી જ નહીં. આને કારણે ધીરેધીરે બાને મહાકોર ઉપર થોડી ચીઢ પણ ચઢી હતી. એક રાતે ધૂળાભાઈ અને મહાકૅર મેરે માગવા આવ્યાં - લાકડીને ટેકે અને મહાકારના ખભા ઉપર હાથ મૂકીને ધુળાભાઈ બાવ્યા ને ભજનમંડળીમાં સામેલ થઇને દૂર બેઠા એટલામાં બાએ ' મહાકાર ” કહીને ત્રણચાર બૂમ પાડી. પણ મહાકેર દૂર ગઈ હશે કે કોણ જાણે પણ આવી નહીં. એટલે બાએ મને બેલાવીને કહ્યું: “પેલી ભાકલી આવે તેને આટલું ખાવાનું આપી દેજે.” ભજન પૂરી થઈ ગઈ. મંડળી વીખરાઈ ગઈ. બાએ બહાર આવીને જોયું તે માકેર હજી આવી નહોતી. ધૂળાભાઈ સામી ભીંતે અઢેલીને અર્ધજાગૃત અવસ્થામાં ઝેલાં ખાતા હતા. પિતાઅને નિયમ હતો કે મેરે નંખાયા પછી જ જમવા બેસવું. બાએ બહાર આવીને જોરથી બૂમ પાડી “મહાકાર મહાકર, ” પણ મહાકેરને સામે અવાજ ને અવ્યો એટલે એમણે ચિઢાઈ છણકો કર્યો? “ માલી મરતીય નથી ને જંપવા પણ દેતી નથી.” બસ બાને આ અજંપે નીકળે ન નીકળે ત્યાં મહાકરનો આવાજ આવ્યું: “બા મેરે નાંખજે.” “લે માલી, કયાં મરી'તી ક્યારની ?” કહીને બાએ ખાવાનું પછડાય એ રીતે ટોપલામાં નાંખ્યું. થોડીવારે બાએ સૌને જમવા બોલાવ્યા. બાના બે ત્રણ વાર બોલાવ્યા છતાં પિતાજી આવ્યા નહીં એટલે બા પિતે બહાર તેડવા આવ્યા. પિતાજીએ જમવાની ના પાડી. એટલું જ નહીં પણ સૌના આશ્ચર્ય વચ્ચે એમણે પાંચ ઉપવાસ કરવાનું જાહેર કર્યું. બા તે બિચારાં આ નિર્ણય સાંભળીને દિગમૂઢ જેવાં જ બની ગયાં. થોડીવાર પછી અતિશય ગદ્ગદ્ અવાજે એમણે કારણ પૂછ્યું. પિતાજીએ કહ્યું: “તમે મહાકરને કેવી રીતે બોલાવી? એની સાથે તોછડાઈભરી રીતે વર્તન કરીને એનું જે અપમાન કર્યું તેનાથી આપણું ઘર લાક્યું છે. એનું પ્રાયશ્ચિત મારે કરવું જોઈએ. તેનાથી થાપણ ૧૪ ૬ હું પાંચ ઉપવાસ કરીશ.” હંમેશની ટેવ પ્રમાણે બાએ હાથ જોડીને માફી માગી, પણ પિતાજી એકના બે ન થયા. બાપુજીની સાથે બાએ પણ પચ ઉપવાસ કર્યા. એ વખતે હું ત્રીજા અંગ્રેજી ધારણમાં ભણુ હતું. મારા માનસ ઉપર અંગ્રેજી ભણતરને કંઈક રૂઆબ છંટાતો હતો. ખ્રિસ્તી અને પારસી સાથીદારોની સાબતને કારણે ઘરની નમ્રતાની નિર્મળતા ઉપર ગર્વને ડાધ પડવા માંડયા હતા. ત્યાં જ આ પ્રસંગ બને. પાંચમે દિવસે સમીસાંજે મંડળી પાછી જામી હતી. બા અને પિતાજી પારણાં કરવાનાં હતાં. છેલ્લે ભજન ગવાયું “ પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરે” અને સૌ વિખરાયા. તે રાતે અમે જમવા બેઠાં ત્યારે બા અને બાપુજીના મુખ પર અવર્ણનીય આનંદ જોઈને મારૂં મુગ્ધ અંતર પુલકિત થઈ ગયું. મારે અંતઃકરણમાંથી ભજનની પેલી પંક્તિ ખસતી જ નહતીઃ “પ્રભુ મારે અવગુણ ચિત ન ધરે !” આજે આ પ્રસંગ સંભારું છું ત્યારે ઉપરની પંકિત જ સજીવન થાય છે. ભિખારી અતિ શ્રીમંત અને અતિ ઉદાર એવી એની ખ્યાતિ હતી. એનાં દ્વાર સામે સવંદે ભિખારીઓની છૂ જામી જ હોય. આવે તે ભીખારીને માગે તે વસ્તુ આપવાનો અને નિયમ હતો. એક ભિખારી તે નિયમિત રીતે એને ત્યાંથી ભિક્ષા માગી કેટલાંક વર્ષો પછી શ્રીમંત થયે. અને કેટલાંક વર્ષો પછી બધા ભિખારીઓની માગણીઓ પૂરી કરતાં કરતાં એ શ્રીમંત ભિખારી થશે. ભિક્ષા માગતાં ભાગતાં એક દિવસ એ પિતાની જ ઉદારતાથી શ્રીમંત થયેલા એ ભિખારીને ત્યાં ગયે. એણે એ શ્રીમંત થયેલા ભિખારીને ઓળખી કાઢયે, પણ ભિખારી થયેલા એ શ્રીમતિને એ પહેલાના ભિખારીએ ઓળખે નહી. એાળખાણ આપ્યા વગર એણે ભિક્ષા માંગી. એ એને જરૂર સારી જેવી ભિક્ષા આપશે એવી એની ખાતરી હતી. હું ભિક્ષા આપવાની વિરૂદ્ધ છું.' એ શ્રીમંત થયેલાં પહેલાંના નિખારીએ કહ્યું. કેમ વારૂં ?” એ ભિખારી થયેલા શ્રીમંત પૂછયું, કારણ ભિક્ષા આપવાની ખરાબ ટેવને લીધે એક શ્રીમંત ગૃહસ્થ ભિખરી થયે છે એમ મેં હમણુ જ જાણ્યું !” - એ શ્રીમતે ઉત્તર આપે. અખંડ આનંદ”માંથી સાભારઉછા. શ્રી, અનન્ત કાણેકર મણ
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy