SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શુદ્ધ જૈન મૈત્રી, માધ્યસ્થ, મુદિતા અને કરૂણા આ જ ખાળત આપણે અન્ય પ્રકારે વિચારીએ. આવા લેકેત્તર પુરૂષ!ના સવ મનાવ્યાપાર ચાર ભાવનાના પાયા ઉપર રચાયા હાય છે: મૈત્રી, માધ્યસ્થ, મુદિતા, અને કરૂણા. જગતના સર્વ જીવે વિષે સમભાવ ધારણ કરવા એ મૈત્રી, અનિવાર્ય અનર્થો વિષે ઉપેક્ષા ચિન્તવવી એ માધ્યથ, જગતના પ્રાણીએને સુખી જોઇ આનંદ ચિન્હવવે તે મુદિતા, જગતના પ્રાણીગ્માનાં દુ:ખે જોઇ ગ્લાનિ અનુભવવી, દયા ચિન્તવવી એ કરૂા. દુનિયાના પ્રત્યેક લેાકૅત્તર પુરૂષોમાં આ ચારે ભાવનાએ પ્રબળપણે કામ કરતી આપણે જોઇએ છીએ, અને તેથી જ તેઓ મહાન છે, જ્યારે આપણામાં આ ભાવનાએ અજાગૃત અવસ્થામાં અથવા તે અત્યંત અલ્પજાગૃત અવસ્થામાં હાઇ.ને આપણી ગણુના કેવળ પામર પ્રાણીઓની કૅટીમાં થાય છે. આ ચાર ભાવનાએ પ્રત્યેક મહાપુરૂષમાં વિદ્યમાન હોવા છતાં દરેકમાં સરખા પ્રમાણમાં જાગૃત અથવા તે ક્રિયમાંણ હું તી નથી, કેાઈમાં એકનુ તા કૅમાં અન્ય ભાવનાનું પ્રાધાન્ય હોય છે અને તેથી જ દરેકના જીવનની. ભાતમાં તરેડ તરેહને તફાવત નજરે પડે છે. આ તરતમતાના ધરણે. આપણે ભગવાન મહાવીર અને ગાંધીજીના વિચાર કરીએ તે આપણુને બન્ને વચ્ચે સુક્ષ્મ તફાવત માલુમ પડેશે અને તે એ કે 'ભગવાન મહાવીરમાં મૈત્રી અને માધ્યસ્થનું અન્ય ભાવનાદ્રયની અપેક્ષાએ પ્રાધાન્ય છે, જ્યારે ગાંધી9માં મુદિતા અને કરૂણાની ભાવનાનું પ્રાધાન્ય આપણને અનુભવ ગાચર થાય છે. પ્રત્યેકન! વ્યકિંતત્વમાં તેમ જ જીવનલીલામાં અત્યન્ત મહત્વને કરક જોવામાં આવે છે તેનું પણુ આ એક અત્યન્ત મહત્વનું કારણ છે, તા. ૧-૧-૪૮ ઉસય વચ્ચે રહેલાં સમાન તત્વા આમ બન્નેમાં રહેલા વૈષમ્યને યથા સ્વરૂપે ગ્રહણ કર્યાં બાદ આપણે ઉભયમાં રહેલા કેટલાક સમાન તાની ચર્ચા કરીએ. વૃધ્ધિ કરવી એ જ તેમની ચિન્તાના મુખ્ય વિષય છે અને આ માટે અહિંસા એ જ એક ઉપાય છે એમ તેઓ ભાર મુકીતે કહે છે. જે સિધ્ધાન્ત વ્યકિત માટે સાચે છે. તે સમાજ માટે પણ સાથે હાવે જ જોઇએ એવી ગાંધીજીની શ્રધ્ધા છે અને સમાજ, અ કારણે તેમ રાજકારણના પ્રશ્નોને પણ તે દ્વારા જ ઉકેલ લાવવા જોઇએ એવું ગાંધીજીના ઉપદેશ છે. સમાજધારણ એ જ ગાધીજીની સવ' પ્રવૃત્તિના પ્રેરક હેતુ છે અને તે કારણે જે હિંસાથી મનુષ્ય પોતાના વ્યકિતગત જીવનમાં સહેજે દૂર રહી શકે છે તેવી કેટલીયે હિંસા સમાજધારણની જવાબદારી ધરાવનારે ચલાવી લેવી . પડે છે, એવી હિંસા અનિવાય હેાઇને સમત કરવી પડે છે અને આ કારણને લીધે જ ગાંધીજી ચાક્કસ પ્રકારની હિંસાને અનુમતિ આપતા દેખાય છે, અહિંસાના વ્યકિતગત વિચાર કરનારે માનવી અને પશુએ વચ્ચે ભેદ કરવાના રહેતા નથી. તે સ વેને સમાન ભૂમિકા ઉપર સ્થાપે છે અને નાની મેટીસ પ્રકારની હિંસાથી દૂર રહેવાના સદા પ્રયત્ન સેવે છે. અહિંસાના સામાજિક દૃષ્ટિએ વિચાર કરનારે માનવજાતને પ્રાધાન્ય આપીને ખાનપાન રહેણી કરણી વગેરે સવ` બાબતેને વિચાર કરવાના હોય છે અને માનવજાતનાં સુખ, સ્વારથ્થુ અને કાણુ ખાતર નીચેની કૅટિના જીવોની કેટલીક અનિવાર્ય હિંસા તેને સમત કરવી પડે છે. મચ્છરના અંગે મેલેરીયાના ઉપદ્રવ વધે છે એવી પુરેપુરી પ્રતિ થવા છ્તાં કાઇ અમુક વ્યકિત એક પણ મચ્છરના નાશ કરવાને વિચાર ન કરે અને મેલેરીયા લ:ગુ પડવાનુ જોખમ ખેડે એ સહુજ કલ્પી શકાય તેવુ છે. પશુ કાઇ પણ સ્થળની મ્યુનીસીપાલીટીના સંચાલકા આવી ઉપેક્ષા દાખવી ન જ શકે. વાંદરા પ્રકરણ, હડકાયા કુંતરાનું પ્રકરણું, તાજેતરમાં ખારાકની તંગીના અંગમાં ગાંધીજીએ કરેલા મસ્ત્યાહાર કે માંસાદારને લગતા કેટલાક ઉલ્લેખા-આ બધાનેા, અહિંસાના આ ધરણે વિચાર કરવાથી, સેહેજે ખુલાસે મળી શકે છે. અમુક વ્યકિત આત્મસાધનાના કારણે અહિંસાને લગતા ગમે તેવા આત્મન્તિક ખ્યાલોને અમલમાં મુકી શકે છે. પણ એક કુટુંબના મુખ્ય પુરૂષે તે કુટુ′બની સ જરૂરિયાતને વિચાર કરવા જ રહ્યો. ગાંધીજીનુ આજે આપણે ત્યાં આ સ્થાન છે અને તેથી તેમના 'િસા અહિંસાને લગતાં સર્વ વિધાનના આ જ ધરણે આપણે વિચાર કરવા ઘટે છે. આમ છતાં પણ તેમની દૃષ્ટિ શુધ્ધ અહિંસાની છે, ભૂત માત્ર વિષે શુધ્ધ મૈત્રીની છે, અને "તેમનું ચાલે ત્યાં સુધી એક પણ જીવની વિના કારણ હિંસાને કાઇ કાળે પણ તે અનુમત ન કરે એવી તેમની જીવતો જાગતી અહિંસાવૃત્તિ છે. જીવનનું પ્રેરક તત્વ માત્ર અહિંસા જ છે. ભગવાન - આમ મૂળમાં બન્નેના - (૧) સૌથી પહેલુ તે અહિંસાનું તત્વ. અર્હંસાના તત્વને દુનીયાના ઇતિહાંસમાં સૌથી મહત્વને વેગ આપનાર મહાવીર છે. ભગવાન તેમનાય અને પાશ્વનાથના જીવનમાં અહિં 1 સાના તત્વને આા ઉગમ થઇ રહેલા આપણે જોઇએ છીએ. પણ અહિંસાના પાયા ઉપર ચેક્કસ જીવનશાસ્ત્રની પદ્ધતિસર રચના કરનાર તે ભગવાન મહાવીરજ છે. એ `જ અહિં‘સાના તત્વને પેાતાની દૃષ્ટિએ અસાધારણ વેગ આપવાનું મહાન કાય પચ્ચીસો વર્ષોના ગાળે મહાત્મા ગાંધીજીએ યુ છે. ગાંધીજીની અહિંસા વિષયક જે દૃષ્ટિ છે તેનું આછું દર્શના, ટાટાય જેવા કેટલાક યુગષ્ટને થયેલું, પણ ગાંધીજીએ તે અ‘િસાનું એક અદ્ભુત શાસ્ર વિકસાવ્યું છે અને અહિંસાના વિચારને જગત્ર્યાપી સ્થાન આપ્યુ છે. અલબત્ત અહિંસા વિષે ભગવાન મહાવીર અને ગાંધીજીની દૃષ્ટિમાં કેટલેક મહત્વને ફરક છે. ભગવાન મહાવીરનું આખું ધ્યાન વ્યકિતગત મેક્ષસાધના ઉપર જ કેન્દ્રિત થયેલું છે. અને તેથી જ તેમના ઉપદેશમાં અહિં’સા ઉપર જેટલા ભાર મૂકવામાં આવ્યા છે તેટલા જ ભાર્ સ'સારત્યાગ, વૈરાગ્ય અને તપ ઉપર મૂકવામાં આવ્યા છે. આમ છતાં પણ અહિંસાના આ વિચારને સમાજ સાથે કશું જ સંબંધ નથી એમ તે નહિ જ કહી શકાય. કારણ કે વ્યકિત અને સમષ્ટિના પરસ્પર સાધના વિચારમાંથી જ માણસે સમાજમાં કેવી રીતે વર્તવું એ વિચારણામાંથી જ અહિંસાના સિદ્ધાન્ત ઉભા થયા છે. આમ છતાં પશુ મહાવીરની અહિંસાનું મુખ્ય ધ્યાન કમમુકિત અને સેક્ષપ્રાપ્તિ ઉપર જ રહેલુ છે. એ વિષે એ મત હેાત્રા સંભવ નથી. બીજી બાહુએ ગાંધીજીનું આખું ધ્યાન સમાજશ્રેય ઉપર જ કેન્દ્રિત થયેલુ છે અને આ જગતની વિષમતા, અસમાનતા, અથડામણેા અને આ કૅમ એછી કરવી અને સુખ, સ્વાસ્થ્ય અને શ્રેયની કેમ આ (૨) ભગવાન મહાવીર અનેકાન્તવાદના પ્રથમ પ્રતિપાદક છે. અનેકાન્તવાદ અહિં’સાની જ બુદ્ધિના પ્રદેશ પુરતીપુરવણી છે. અહિંસા હૃદયના વિષય છે; અનેકાન્તવાદ બુદ્ધિને વિષય છે. આ જ રીતે ગાંધી સધર્મ સમભાવ ઉપર કઇ કાળથી ખુબ ભાર મુકતા આવ્યા છે અને આ સધર્માંસમભાવ અનેકન્તવાદને જ જાણે કે પર્યાયવાચી શબ્દ છે. - (૩) ભગવાન મહાવીરના પુરૂષાય એટલે ઘેર તપશ્ચર્યાં. ભગવાન મહાવીરે જે પ્રકારના દેહ્રદમનના ઉપદેશ આપ્યા છે. અને જે પ્રકારનું દેહ્રદમન પોતાના આચારમાં દાખવ્યું છે, તેવા અને તે કેટના દેહદમનને ગાંધીજી આગ્રહ કરતા નથી, એમ છતાં પણ તપ અને ઉપવાસ તરફ્ ગાંધીજીને પક્ષપાત સુવિદિત છે. ગાંધીજીના જીવનમાં કેટલાયે. મુફ્તી ઉપવાસે નોંધાયલા છે. દેહદમન અને ખડતલપણા ઉપર ગાંધીજી કાંઇ એ ભાર મુકતા નથી. (૪) ખ’તેના જીવનમાં પ્રતીત થતી ગ્ર જીવનસાધના એમની જ કૅટિના અન્ય કેત્તર પુરૂષોમાં એટલા પ્રમાણમાં તેવામાં આવતી નથી. લેાકેાત્તર પુરૂષોનાં ચિત્ત નથી પણ કઠોર
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy