SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૪૮ પ્રબુદ્ધ જન ૧૩ આજે પણ વિસ્તરતો જાય છે અને આ વિચારનાં ફેલાતાં જતાં આંદોલને આપણું કાન સાથે જ્યાં ત્યાં અથડાયા કરે છે. ગાંધીજી સાધુપુરૂષ છે. તેમના કહેવા મુજબ કરવા જઈએ તો તે હિંદુ ધર્મ અને હિંદુ જાતિને નાશ જ થઈ જાય, ઝીણું આમ બેલ્યો, પાકીસ્તાને આમ કયું', આપણે પણ અહિંના મુસલમાનોને બતાવી દેવું જોઇએ, ત્યાં વસતા ખાપણુ હિંદુઓના અને શિખેનાં ધરબાર વેપાર લુંટાઈ જાય, પણ મા-બહેન દીકરીનાં અપહરણ થાય અને આપણે અહિં શું જોયા કરીએ અને અહિં વસતા મુસલમાનના વ્યાપારઉદ્યોગ શું પહેલાં માફક ચાલ્યા કરે અને બાગબંગલામાં તેઓ મોજમજા માણ્યા કરે ?” આવા ઉદ્ગારે આપણે આજે સ્થળે સ્થળે સાંભળી રહ્યા છીએ. ઉપર જણાવેલ વર્ગની આંખમાં ગાંધીજી એક કણ માફક ખૂંચી રહ્યા હતા, અને તેમના દિલમાં એક આડખીલ માફક સાલી રહ્યા હતા. ગાંધીજી ઉપર ગોળી ચલાવનાર વ્યક્તિ કોઈ એકલદોકલ નથી, પણ ઉપર જણાવેલી વિચારસરણી ધરાવનાર એક વિશાળ વર્ગને એ પ્રતિનિધિ છે-આ આકારમાં જ્યારે આ હિચકારા હુમલાને વિચાર કરીએ છીએ ત્યારે આપણી ગમગીનીનો કોઈ પાર રહેતે નથી, એટલું જ નહિ પણ આખા દેશનું નાવ કઈ દિશાએ ઘસડાઈ - રહ્યું છે તેની ચિન્તા આપણી બુદ્ધિને બે ધડિ ગુંગળાવી નાંખે છે. આ બાબતનું આટલું લાંબુ વિવેચન કરવાનું એ કારણ છે કે આજે જ્યારે ગાંધીજીના અવસાન પરત્વે આપણે શોકની લાગણીઓ પ્રગટ કરી રહ્યા છીએ ત્યારે આપણે આજની આ વસ્તુરિથતિને બરોબર સમજી લઇએ અને જે ગાંધીજીના અકાળ પરલોકગમન વિષે આપણે શેક અને ગ્લાનિ. ખરેખર ઉંડ.દિલની હોય તે આપણે આપણું ચિત્તનું સંશોધન કરીએ, આપણા દિલમાં ખુણે ખાંચરે ભરાઈ રહેલા રોષને, વૈરવિચારને, હિંસાવૃત્તિને, કેમ ભેદભાવને ઝડીઝપટીને સાફ કરીએ, આસપાસના વાતાવરણને વિશુધ્ધ બનાવીએ, હિંસા, વૈર, બદલો લેવાની વૃત્તિ-ખાવું જ્યાં જયાં આપણને દેખાય ત્યાં આપણે તેને સખ્ત વિરોધ કરીએ અને આપણી આસપાસના લોકોને અહિંસા, અને કેમી એકતા તરફ વાળવા બને તેટલા પ્રયત્ન કરીએ અને એ રીતે આજે ફેલાયેલા બુદ્ધિભેદને, ભસરપ્રવાહને વધારે ફેલાતો અટકાવીએ. આજે દેશમાં બે પરસ્પરવિધી સંસ્કૃતિબળે કામ કરી રહ્યાં છે. એક અહિંસા, સત્ય, અને કેમી ભ્રાતૃભાવનું. બીજું હિંસા, અસત્ય અને કોમી વેરનું. એકને આપણે “ગાંધી સંસ્કૃતિ' તરીકે ઓળખીએ; અન્યને “ઝીણા સંસ્કૃતિ' તરીકે પીછાણીએ. આ બન્ને સંસ્કૃતિનું તીવ્ર સંધર્ષણ ચાલી રહ્યું છે. ગાંધીસંસ્કૃતિએ આપણને સ્વરાજ્ય અપાવ્યું; ઝીણુસંસ્કૃતિએ દેશના ભાગલા કરાવ્યા. ગાંધીસંસ્કૃતિએ અંગ્રેજોને વશ કર્યા; ઝીણુ સંસ્કૃતિએ હિંદુ મુસલમાનને એકમેકના કટ્ટર શત્રુ બનાવ્યા અને ઉભયની આયનિક અધોગતિ નીપજાવી. ગાંધી સંકૃતિએ કલકત્તાના તેમ જ દીલ્હીના મુસલમાનોની કતલ થતી અટકાવી, ઝીણા સંસ્કૃતિએ ખુદ ગાંધીજીનું જ આખરે ખુન કરાવ્યું. એકને માર્ગ છે સુલેહ શાન્તિ અને એકતા સ્થાપવાને; અન્યને માર્ગ છે અશાન્તિ, વર અને વૈમનસ્ય અને આખરે સવલતોમુખી વિનાશ નિર્માણ કરવાને. તાજેતરમાં બનેલી દુઃખદ ઘટના ગાંધી સંસ્કૃતિને તત્કાળ પરાજય અને ઝીણી સંસ્કૃતિને મહાન દિગ્વિજય સૂચવે છે. ગાંધીજી ક્ષણે ક્ષણે મરી રહેલ છે; ઝીણા આજે તે ઝીંદાબાદ છે. આમ છતાં પણ ગાંધીજીના આવા કરૂણ અવસાનને ભમંદારક ડંખ એક કાળે હિંદુ તેમ જ મુસલમાન જનતાની સમ્યક્ ચેતનાને જરૂર જાગૃત કરશે અને આજે વકરેલી વિફરેલી માનવતાની સાન ઠેકાણે લાવશે અને સૌ પ્રઇને સત્ય, અહિંસા અને કોમી ભ્રાતૃભાવને ૫ વાળશે એવી અપણે આશા રાખીએ અને એવી શ્રદ્ધાપૂર્વક આપણે આગળ વધીએ અને આપણા સમગ્ર આચરણને તદનુરૂપ બનાવીએ. ભાવનગરમાં જવાબદાર રાજ્યતંત્રની સ્થાપના લોકોકિત એવી છે કે રાત્રી જ્યારે અત્યંત અંધકારમય ભાસે ત્યારે સવાર સમીપ આવી છે એમ સમજવું. કુદરતના ક્રમમાં આ લે કોકિત વાસ્તવિક છે કે ન હ, પણ હિંદુસ્થાનને દેશી રજવાડાએની બાબતમાં તે આજે આ પ્રમાણે જ બની રહ્યું છે એ વિષે બે મત હોવા સંભવ નથી. ગયા ઓગસ્ટ માસની ૧૫ મી તારીખે જ્યારે બ્રીટીશ હિંદની પ્રજાએ ખરા દિલથી આઝાદી ઉજવી હતી ત્યારે દેશી રાજ્યની પ્રજામાં ખરી રીતે કરો ઉમંગ કે ઉત્સાહ નહોતે. કારણ કે એગસ્ટની ૧૫ મી તારીખની જાહેરાતે સવ* દેશી રાજાઓને કેવળ નિરંકુશ બનાવી દીધા હતા અને સમસ્ત દેશી રાજ્યની પ્રજાનું ભવિષ્ય સ્થળ સ્થળના દેશી રાજાઓના હાથમાં સંપૂર્ણપણે સોંપાઈ ચુક્યું હતું. આજ સુધી અંગ્રેજ સરકારને આ દેશી રાજાઓ ઉપર ખુબ અંકુશ હતો. એ કોઈ અંકુશ નવા હિંદી સંધની સરકારને પ્રાપ્ત થયા નહોતા. આ આપખુદ સત્તાની અટવીમાંથી દેશી રાજ્યની પ્રજાને શી રીતે ઉદ્ધાર થશે તે એ સમયે એક માટે પ્રશ્ન હતા. પણ આપણી આ નિરાશા પાયાવિનાની અને ઊંડી સમજવિહેણી હતી. અંગ્રેજ સરકારને દેશી રાજાઓ ઉપર અચુક ખુબ અંકુશ હતા જ, પણ એ સર્વ અંકુશને ઉપયોગ મોટા ભાગે પ્રજાબળ સામે રાજાઓને રક્ષણ આપવા પુરતે જ થતા હતા. નવી સરકાર તરફથી આવું કઈ પણ રક્ષણ દેશી રાજાઓને હવે મળનાર નથી એવું ભાન થવાની સાથે દેશી રાજાઓના પગ ભાંગવા લાગ્યા, આપખુદીના પાયા પિકળ બનવા લાગ્યા અને નાના મોટા અનેક દેશી રાજ્ય તરફથી પિતતાની પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર અપાયાના બનાવ બનવા શરૂ થઈ ગમાદેશી રાજ્યની પ્રજાઓ પણ અમુક રીતે તે જાગૃત થઈ ચુકી હતી. એવામાં આ બદલાયેલી નવી પરિસ્થિતિએ દેશી રાજ્યની પ્રસ્તુઓને નવું ચેતન, નવી તાકાત, નવી હીંમત આપી, રાજાની સત્તાનું પિલાપણું પ્રી પરખી ગઈ, જે જે રાજવીએ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ ટટ્ટાર ઉભા રહેવા માંગતા હતા તેમની સામે પ્રજાકીય હીલચાલ શરૂ થઈ ચુકી. આમ કિંઈ ગઈ કાલે તે કોઈ આજે-સૌ કોઈ રાજાઓ બહુ ઝડપથી પ્રજાની માંગણીઓ આગળ નમી રહ્યા છે અથવા નમી પડવાની તૈયારીમાં છે, અને આશા બંધાય છે કે કદાચ નિઝામ સિય હિંદી સંસ્થાન સાથે જોડાયેલું એવું ભાગ્યે જ એક પણ રજવાડું અવશિષ્ટ રહે કે જેણે કાં તે પિતાની પ્રજાને સંપૂર્ણ જવાબદાર રાજ્યતંત્ર આપ્યું નહિ હોય અથવા તે જે હિંદી યુનીયનના કોઈ પણ એક પ્રાન્તમાં વિલીન બની ગયું નહિ હોય–આવી સ્થિતિએ આપણે બહુ જ થોડા સમયમાં પહોંચી જઈશું. આ બધી ઘટનાઓમાં ભાવંનગરમાં ગયા જીન્યુઆરી માસની ૧૫મી તારીખે સંપૂર્ણ જવાબદાર રાજ્યતંત્ર સ્થપાયાની જે ઘટના બની છે તે ખરેખર વિલક્ષણ પ્રકારની છે. અલબત્ત જેમ અન્યત્ર તેમ જ ભાવનગરમાં પણ જવાબદાર રાજ્યતંત્ર માટેની લડતનાં વાદળો ઘેરાયે ' જતાં હતાં. જુનાગઢના નવાબીને કી તુટયા બાદ સૌની આંખે ભાવનગર તરફ મંડાઈ રહી હતી. ભાવનગરના રાજકારણી આગેવાને આ બાબતમાં અંદર અંદર ચર્ચા કરી રહ્યા હતા અને ભાવનગરની લડત હવે બહુ જલ્દિથી આવે છે એવા ભણકારા ચેતરફ વાગી રહ્યા હતા. પણ પ્રજાના આગેવાને આ દિશામાં એક પણ કદમ ઉઠાવે, આ સંબંધમાં યુધ્ધને નેતરતી એવી એક પણ નાની સરખી જાહેરાત કરે એ પહેલાં ભાવનગરના મહારાજાના દિલમાં સ્વત: એવી ઇચ્છા ફુરી આવી કે કાઠિયાવાડ ખાતે જવાબદાર રાજ્યતંત્ર સ્થાપવાની પહેલ પિતાથી જ કરવી. આ મુજબ પ્રજાના જાણીતા એક આગેવાનને બોલાવીને તેમણે પિતાની આ ઇચ્છા વ્યકત કરી, અને એ ઇચ્છાને અમલી સ્વરૂપ આપવા માટે પોતે જ તુર્ત પ્રવર્તાભાન થયા. ગયા ડીસેમ્બર માસમાં તેઓ જયપુરથી દીકહી ગયા,
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy