SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧-૨-૪૮ નહિ, પણ શરમ ? તની પીતાનુ બાપુજી ગયા !!! હજુ પખવાડીઓ પહેલાં જ ગાંધીજી અનિયત મુદતના ઉપવાસ ઉપર ગયા હતા અને તેમની ધારણા મુજબનો અભિગ્રહ પુરો થશે એટલે તેમણે પારણું કર્યું હતું અને જે અનશન રખેને આમરણાન્ત તે નહિ બને ને એવી ભીતિ સેવાતી હતી તે અનશનની આવી સુખદ પૂર્ણાહુતિ થઈ હતી. આ જોઈને સૌનાં દિલ નચિત્ત બન્યાં હતાં. વળી અઠવાડીઓ પહેલાં તેમની પ્રાર્થ સભામાં કઈ મદનલાલ નામના યુવાને તેમની ઉપર બે બંબ ફેંકયા હતા. આમ છતાં તેમને કશી જ ઈજા થઈ હતી અને તે ઘાતમાંથી પણ તેઓ ઉગરી ગયા હતા. આ બધું જોતાં સૌ કોઈના દિલમાં એક એવી ઉંડી શ્રદ્ધા પેદા થઈ રહી હતી કે “ગાંધીજી દિવ્ય પુરૂષ છે, તેઓ જરૂર હજુ ઘણાં વર્ષો સુધી જીવશે અને જે સ્વરાજ્ય તેમણે આપણને અપાવ્યું છે તે સ્વરાજ્ય સુસ્થિર થયેલું જોયા પહેલાં અને જે ખંડિત થયેલી કોમી એકતા સાંધવાન-પુનર્જીવિત કરવાનતેઓ ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે તે પુનઃ સ્થપાયા પહેલાં તેઓ આપણી વચ્ચેથી કદિ વિદાય નહિ લે.” આવી શ્રદ્ધા અને આશાવાદ આપણામાં સુદઢપણે સીંચાઈ રહ્યાં હતાં એવામાં જાન્યુઆરી માસની ૩૦ મી તારીખની સાંજે પાંચ સાડા પાંચની વચ્ચે સામુદાયિક પ્રાર્થના નિમિત્તે ઉપસ્થિત થયેલા અને પ્રાર્થનામંચ ઉપર ઉભા ઉભા ત્યાં એકત્ર થયેલી માનવમંડળીનું બે હાથ જોડીને અભિનંદન કરતા ગાંધીજી ઉપર એક હિંદુ યુવાને પિતાની પીસ્તલમાંથી ત્રણ ગોળીઓ છોડી તેમના પ્રાણ લીધા અને પરિણામે ગાંધીજી આપણી વચ્ચેથી હંમેશા માટે એકાએક વિદાય થયા અને આપણે સેવેલી * શ્રદ્ધા આશાવાદ સર્વ કાંઈ આપણને છેતરનારા નીવડયા. ' ગાંધીજીના આ રીતે નીપજેલા અવસાનને મન ઉપર પડેલે પ્રત્યાઘાત એટલે બધો પ્ર.. છે અને એ પ્રત્યાઘાતે ચિત્તને એટલું બધું વિહળ બનાવી મૂક્યું છે કે તે પ્રત્યાધાતને શબ્દમાં કેમ મૂર્તસ્વરૂપ આપવું તેની કોઈ સુઝ પડતી નથી. શબ્દો લખવા જતાં અને વાયે નિર્માણ કરતાં કરતાં હૃદય ભરાઈ આવે છે અને આંખમાંથી આંસુ વહેવા લાગે છે અને લેખિની એમને એમ થીજી જાય છે. જાણે કે કોઈ મોટો ધરતીકંપ થયો હોય એવા આંચકાએ ચિત્તને વિકળ બનાવી દીધું છે. જેના તારે હજુ હમશું જ આપણે બધાંય પાણી પીતાં હતાં અને ચિત્તને ઠારતાં હતાં એવી સતત વહેલી કલ્યાણવાહિની ગંગ એકાએક અલોપ થઈ ગઈ હોય એવી સ્તબ્ધતા-મૂઢતા આપણે અનુભવી રહ્યા છીએ. આપણા માર્ગદર્શક, આપણું સમગ્ર શ્રેયની જ એકાન્ત ચિન્તા ધરાવનાર, વૃધ હોવા છતાં પણ સતત ક્રિયાપરાયણ–આવા આપણું કોઈ અત્યન્ત નિકટવર્તી વડિલજનને આપણે ગુમાવ્યા હોય એવી અંગત ખોટ આપણા દિલને કરી રહી છે અને તેમના વિના આપણી ગુંચ કોણ ઉકેલી આપશે, આ૫ણી મુંઝવણુ કાણુ દૂર કરશે, સમ્યગ માગ કણ દાખવશે આવી શૂન્યમનસ્કતા આપણું ચિત્તને આવરી રહી છે. આમ છતાં પણ ગાંધીજીએ ૭૮ વર્ષ પુરા કર્યા હતાં, આટલી ઉમ્મર સુધી આપણા દેશમાં બહુ જુજ માણસે આવે છે, સૌ કોઈને આખરે તે આ દુનિયામાંથી વિદાય - થવું જ રહ્યું, શરીરનાં ગાત્ર સાવ શિથિલ બની જાય અને કોઈ પણું. 'પ્રવૃત્તિને માટે અસમર્થ બની જાય અને વર્ષો સુધી જીવન લંબાયે જાય કરતાં આટલી વૃદ્ધ ઉમ્મરે કોઈ પણ સ્વજન, આપણી વિદાય લે તે તે મૃત્યુને આપણે ભાગ્યશાળી ગણીએ અને તે વિષે આપણે શોક ન ચિન્તવીએ-આમ વિચારીને આપણે મનનું સમાધાન કરવા પ્રયત્ન કરીએ છીએ પણ આ પ્રયત્ન નિષ્ફળ નીવડે છે. કારણ કે ગાંધીજી ઉમ્મરે વૃધ્ધ હતા એમ છતાં કાર્ય અને પ્રવૃત્તિમાં એક યુવાન જેટલું સામર્થ્ય અને ચેતના જાગૃતિ દાખવી રહ્યા હતા. આ ઉપરાંત આજે દેશ ભારે મોટી કટોકટી. • માંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં આઝાદી સ્થપાઈ છે, પણ શાન્તિ, સ્થિરતા, સલામતી હજુ બહુ દૂર છે. કોમી વેરઝેરની, માત્રા લેશમાત્ર ઓછી થઈ નથી, પાકીસ્તાન સાથેનાં ઘર્ષણ વધ્યે જ જાય છે, કાશ્મીરમાં ચાલી રહેલા યુધ્ધને અંત જરા પણ સમીપ દેખાતું નથી. દેશમાં પણ જ્યાં ત્યાં કમી જવાળામુખી ફાટી નીકળવાની ધાસ્તી માથા ઉપર ઉભેલી જ છે. આવી અસહ્ય પરિસ્થિતિ વચ્ચે ભાઈઓ ભાઈઓ વચ્ચે, હિંદુસ્થાન અને પાકીસ્તાન વચે એકતા સ્થાપવાનું, ભાઈચાર ફેલાવવાનું, આળાં હૈયાંઓને રાહત અને ધીરજ આપવાનું, નિર્વાસિતોની અત્યંત જટિલ સમસ્યાને ઉકેલ શોધવાનું કાર્ય ગાંધીજીનું જ હતું અને એ જ કાર્ય તેઓ કરી રહ્યા હતા. આજે એવો સમય હતો કે ગાંધીજી વિના આપણને એક ઘડિ પણ ન ચાલે. આવે વખતે વિધાતાએ ગાંધીજીને આપણી વચ્ચેથી ઝુંટવી લીધા છે ! અને તે પણ કેવી રીતે ? કોઈ સ્વાભાવિક માંદગીના પરિણામે નહિ, કોઈ આમરણાન્તિ અનશનના પરિણામે નહિ, પણ જે કોમના અંગભૂત લેખાવામાં ગાંધીજી પિતાનું ગૌરવ લેખતા હતા તે હિંદુ કેમની જ એક વ્યકિતની પીસ્તાલની ગેળીથી વીંધાઈને આ તે આપણી કેવી શરમ? આખી હિંદુ કોમ માથે આ તે કેવું મોટું કલંક? આજે આપણે દુનિયામાં કયા ઉજળે મેઢે ફરીએ? અમારો હિંદુ ધર્મ અને અમારી હિંદુ સંસ્કૃતિ-આવું અભિમાન કરવાનો અધિકાર આપણે હંમેશાને માટે ગુમાવી દીધું છે. અંગ્રેજ સરકારની વર્ષોમરની અથડામણ દરમિયાન ગાંધીજીનાં હમક્ષેમ જળવાયાં. કાયદે આઝમ ઝીણા અને મમ લીગે ગાંધીજીને કાળાં ચીતરવામાં બાકી રાખી હતી અને છેલ્લાં કેટલાક સમયથી કોંગ્રેસ અને મેસ્લમ લીગ વચ્ચે જીવલેણ અથડામણ ચાલ્યા કરતી હતી એમ છતાં પણ કોઈ મુસલમાનના હાથે ગાંધીજીને વાંકે વાળ સરખો પણ થવા નહે. પામે અને છેવટે જતાં ભગવદ્ ગીતાના ઉપાસક, રામનામનું સતત રટણ કરનાર, હરિજનોના ઉધ્ધારક અને ઈશ્વરના પરમ આરાધક ગાંધીજીનું એક હિંદુના જ હાથે ખુન થયું! કાળની આ તે કેવી કઢંગી ઘટના ! હિંદુ કોમની આ તે કેવી શરમ અને હીણપત ! આપણને એવું અભિમાન હતું અને ભારતવરને ઇતિહાસ પણ એ પ્રકારને હતો કે વિચારના પ્રદેશમાં ગમે તેવી ક્રાન્તિ નીપજાવી હોય અને સામાજિક જીવનમાં ગમે તેવો વિપ્લવ ઉપસ્થિત કર્યો હોય એમ છતાં પણ ભારતની પ્રજાએ પિતાના સાધુઓને, સન્તને અને મહાપુરૂષોને ઠેઠ સુધી સંભ'ન્યા છે અને સૌ કોઈ મહાપુરૂએ સ્વાભાવિક મૃત્યુ દ્વારા આ દુનિયાની વિદાય લીધી છે. ભગવાન બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, કબીર, સ્વામી દયાનંદ, રામકૃષ્ણ પરમહંસ-આખી પરંપરા આજ ઐતિહાસિક તત્ત્વનું સમર્થન કરે છે. ભારતવર્ષમાં પ્રજાની ખાસિયત જ આવી છે એમ આપણે માનતા હતા. પણ ગાંધીજીની બાબતમાં આપણું અભિમાન-માન્યતા–બોટાં પડયાં છે. જે રીતે ઇશુખ્રિીત ગયા, જે પ્રકારે સોક્રેટીસ ગયા તે જ પ્રમાણે ગાંધીજીને જવાનું બન્યું છે. ઇશુખ્રિીસ્તને ક્રેસ ઉપર ચઢાવવામાં આવ્યું, સેક્રેટરીસને ઝેરને હાલે. પીવાની ફરજ પાડવામાં આવી, ગાંધીજીને ગેળીથી વીંધવામાં આવ્યા. આ જોઈને આપણું સંસ્કૃતિવિષયક અભિમાન એડસરી જાય છે, આપણું ભાથું શરમમાં નીચે ઝુકી પડે છે, આપણી બુદ્ધિ બેહોશ બની જાય છે. ' ' આમ આજે આપણે ગાંધીજીને ગુમાવી બેઠા છીએ અને તે
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy