SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૪૮ પ્રબુદ્ધ જૈન પંડિત જવાહરલાલની ભવ્ય ઉદ્માષણા [હિંદના મુખ્યપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ હિંદ પાછા ફર્યા તે પહેલાં તેમને પેરીસ ખાતે એક દિવસ અણધાર્યાં વધારે રોકાવું પડયું તેને લાભ લઈને સંયુકત રાજયની પરિષદ સમક્ષ વ્યાખ્યાન આપવા માટે પંડિત જવાહરલાલને તા. ૩-૧૧–૪૮ ના રાજ ખાસ નિયંત્રણ આપવામાં આવેલું. તે વખતે તેમણે કરેલુ' પ્રવચન એ દિવસેાના દૈનિક છાપામાં આવેલું ઘણાએ વાંચ્યું હશે અને વિસરા પણ ગયું હશે. દૈનિક છાપામાં આ રીતે અનેક ખાખતા અગત્યની અને ખીનઅગત્યની આજે પ્રગટ થાય છે, વંચાય છે અને આવતી કાલે ભુલી જવાય છે. પાંડિત જવાહરલાલે આ પ્રસંગે કરેલું પ્રવચન અસાધારઙ્ગ ગાંબીયથી ભરેલું છે અને કાઇ ઉત્કૃષ્ટ પ્રતિભાનું દર્શન કરાવે છે અને એ વાંચતાં તે પાછળ આપણુ સવના રાષ્ટ્રપિતા ગાંધીજી જાણે કે ખેાલી રહ્યા હ્રાય એવા આપણને ભાસ થાય છે. એ ભાષણમાં હિંદની આતા કે અગવડાના પડિતજએ લેશ માત્ર ઉલ્લેખ કર્યો નથી દુનિયાના `ક્રા ઉત્તુંગ શિખર ઉપરથી કાઇ લાકાત્તર પુરૂષ દુનિયાના લોકાને સુખ, શાન્તિ અને શ્રેયને સાચે માગ દેખાડતો હોય એવી અખંડ અગાધ પ્રેમનીતરતી વાણી આપણને આ પ્રવચનમ સાંભળવા મળે છે. એ પ્રવચન પુરા ધ્યાન, અને મનનપૂર્વક કરી વાંચવા વિચારવાની ધાન’૬] ‘પ્રમુદ્ જૈન'ના વાંચાને તક મળે એ હેતુથી તેને પ્રમાણભૂત અનુવાદ અહિં પ્રગટ કરવામાં આવે છે, “આ પ્રસંગે હું જરા ક્ષાભ અને મુ ંઝવણ અનુભવું છું, કારણ કે આ પરિષદ આખી દુનિયાની પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતી એક સસ્થા છે અને અહિં ઉપસ્થિત થયેલા આપણે મોટા માણસા હોઈએ કે નાના પશુ આપણુ સ` એક મહાન ધ્યેયના પ્રતિનિધિ છીએ અને એ ધ્યેયની મહત્તા આપણને સવિ શેષ ગૌરવાન્વિત બનાવે છે. આપણે અનેક ટિલ તેમ જ વિકટ સમસ્યાઓના ઉકેલ શોધી રહ્યા છીએ. આપની સામે આજે જે સમસ્યાઓ પડેલી છે તે વિષે આ પ્રસ ંગે કશુ પણ ખાલવાનુ હું સાહસ કરવા માંગતા નથી. આ દુનિયાની આ અને મુઝવણાના ભાર આપ વહન કરી રહ્યા છે, પણ આ પ્રશ્નના સામના કરવા સબંધે આપ, સાધારણતઃ જે વળષ્ણુ દાખવી રહ્યા છે. તે યાગ્ય છે કે કેમ તે વિષે ઘણી વાર હું આશંકા અનુભવું છું, આપણું ધ્યેય સ્પષ્ટ છે અને એમ છતાં પશુ એ ધ્યેયની ચર્ચા કરતાં આપણે ઘણી વાર ન!ની બાબતેામાં અટવાઇ જઇએ છીએ અને મૂળ ઉદ્દેશને આપણે વિસરી જઈએ છીએ. કેટલી વાર એમ લાગે છે કે આપણા મુખ્ય ઉદ્દેશ વિષે . આપણને પુરી સ્પષ્ટતા હાતી નથી અને પ્રમાણમાં ગૌણ ઉદ્દેશ આપણી સામે મહત્વનું સ્થાન ધારણ કરી ખેસે છે. હુ' એક એવા દેશમાંથી આવું છુ કે જે દેશે લાંબી લડત બાદ—જો કે તે લડત શાન્તિપૂણુ` હતી-પોતાની સ્વતંત્રતા-આઝાદી પ્રાપ્ત કરી છે. આ લાંબા કાળ સુધી ચાલેલી લડત દરમિયાન માત્ર સાધ્યને જ લક્ષમાં રાખવાનું જ માત્ર નહિ, પણ જે સાધને અને કાય`પદ્ધતિ દ્વારા તે સાધ્ય અમેએ સિદ્ધ કર્યુ છે તે સાધતા તથા કાય પદ્ધતિ સબંધમાં પશુ કશી ઉપેક્ષા નહિ કરવાનું અમારા મહાન ગુરૂએ અમને શિક્ષણ આપ્યું હતું. તે હંમેશા આ બાબત ઉપર ભાર મૂકતા હતા કે ધ્યેય શુદ્ધ હોય એ માત્ર પુરતું નથી, પણ એ ધ્યેયને સિદ્ધ કરતાં સાધને પણુ શુદ્ધ હોવાં જોઇએ એ એટલું જ અગત્યનુ છે. આપણે આ યાદ રાખવુ જરૂરી છે કે જો આપણી આંખા લેહીતરસી હશે અને આપણાં દિલ મત્સરગ્રસ્ત હશે તે ઉંચામાં ઉંચા હેતુ પણ સિદ્ધ થઇ -શકવાનાં નથી. આમ હોવાથી, આપણે શુ સિદ્ધ કરવા માંગીએ છીએ તે કરતાં પણ તે આપણે કેવી રીતે સિદ્ધ કરીએ છીએ તેને વિચાર કરવા વધારે જરૂરી બને છે. ૩૯૫૯ ખે મહાન વિશ્વવિગ્રહ બાદ અને એ વિશ્વવિહાના જ પરિણામે આ સંસ્થા આજની કક્ષાએ પહેોંચી છે. આ વિશ્વ વિગ્રહોમાંથી આપણને શુ ોધપાઠ મળ્યા છે? આ ખેાધપાઠ ખરેખર એ છે કે ધિક્કાર અને હિ ંસામાથી આપણે શાન્તિની સ્થાપના કરી શકીશું નહિ. એ બન્ને પરસ્પરવરાધી તત્ત્વો છે. માનવજાતને આજ સુધીના ઇતિહાસ અને ખાસ કરીને જેણે માનવજાતિને વેરવિખેર અને પાયમાલ કરી નાંખી છે તેવા ખે વિશ્વવિત્ર આપણને શિખવી રહ્યા છે કે ધિાર અને હિંસામાંથી માત્ર ધિાર અને હિસા જ જન્મી શકે છે. આપણે ધિક્કાર અને અહિંસાના દુષિત ચક્રાવામાં સાયલા છીએ અને જ્યાં સુધી આમાંથી છુટવાના ખીજા ઉપાયા અને માર્ગો શોધવામાં નહિ આવે ત્યાં સુધી ગમે તેવાં વિદ્રત્તાલર્યાં અને સવેદનપૂણ ભાષણા અને વ્યાખ્યાના આપણને તે ચક્રાવામાંથી કાઇ કાળે પણ મુક્ત કરી શકશે નિહ. જો આ ને આ જ ચક્રવામાં આપણે મરી ખાધા કરીશું તે। આખી દુનિયા એક ભયંકર વિનાશ તરફ ધકે લાશે, એટલું જ નહિ પણ કાઇ પણ એક રાષ્ટ્રસમુહ અન્ય રાષ્ટ્રસમુહની સામે પેાતાનું ધાયુ" કદાપિ પણ સિદ્ધ કરી શકશે નહિ. તેા પછી આપણે આગળ કેમ વધીશું' ? આ ધિક્કાર, પૂર્વગ્રહ અને ભયભીતપણું આપણા દિલમાંથી કાઢવાનું કદાચ મુશ્કેલ હશે, પણ જ્યાંસુધી આપણે તેમ કરીશું નહિ ત્યાં સુધી આપણે દિ સફળ થઇ શકીશું નહિ.” પડિત નહેરૂએ આગળ વધતાં જણાવ્યું કે “અમે યુરેશ પની સંસ્કૃતિ માટે પુરૂં માન ધરાવીએ છીએ અને યુરોપના પ્રશ્નોમાં પણ અમને એટલા જ રસ છે, પણુ આપે એ ધ્યાનમાં લેવું ધટે છે કે દુનિયા યુરોપથી વધારે મેટી છે. એશીયામાં એવા અનેક વિશાળ પ્રદેશા પડેલા છે જેમણે ભૂતકાળમાં દુનિયાનુ ભાવી ધડવામાં બહુ ભાગ ભજવ્યા નહિ હોય, પણ આજે તો તે પ્રદેશા જાગૃત થયા છે અને ત્યાંની પ્રજાએ સચેત બની છે અને તેમની ઉપેક્ષા અવગણુના થાય તે સહી લેવાને હવે તે પ્રજાએ ખીલકુલ તૈયાર નથી. આજે દુનિયાના વહીવટમાં એશીઆએ ચેકસ સ્થાન પ્રાપ્ત કર્યુ છે તે આવતી કાલે એ સ્થાન ઉત્તરાત્તર વધારે મહત્ત્વ પ્રાપ્ત કરવાનું છે. એશઆને અમુક ભાગ હજુ પણ આઝાદ બન્યો નથી અને આટલું બધું બની ગયા પછી કાઇ પણ દેશ અન્ય દેશેામાં નખાયલા પોતાના થાણાને હજી પણ વળગી રહેવાના આગ્રહ સેવ્યા કરે છે. એ ભારે આશ્ચય જનક છે. આવી કાઇ પણ પ્રકારની પરાધીનતા કે પારકી સત્તાની હકુમત સામે વેગવાન વિરોધ ઉભા થવાના છે. અમે જે આજ સુધી શાહીવાદી હુકુમતને સહન કરી રહ્યા હતા તેઓ અન્ય દરેક દેશને આઝાદી હાંસલ કરવામાં બને તેટલી મદદ કરવાની પ્રતિજ્ઞા લઇ ચુકયા છીએ. અમરી પડાશના દેશમાં ચાલી રહેલા ઝાંદીયુદ્ધો અમે। સહાનુભૂતીપૂ` નિહુાળી રહ્યા છીએ અને જે કાઈ નાની કુમેટી સત્તા આ આઝદીની આડે આવે છે તે દુનિયાની શાન્તિને જોખમાવી રહેલ છે એમ અમે માનીએ છીએ. ” જાતિ જાતિ વચ્ચેની એકતા વિષે ઉલ્લેખ કરતાં પંડિત નહેરૂએ જગુાવ્યું કે “એ ભારે આશ્ચર્યજનક છે કે આ સસ્થાએ સંમત કરેલા જાહેરનામા વિષેઆ જ પરિષદમાં અનેકવાર ખેલાયુ. હાવા છતાં અને અનુમેદન અપાયલુ હાવા છતાં એ જ જાહેર નામાના કેટલાક સિદ્ધાન્તાની હજુ કેટલાક પ્રદેશામાં છડેચે અવગણુના કરવામાં આવે છે. દુનિયાના કાઇ પણ ભાગને આવી અસમાનતા ગમતી નથી તેમ જ કા અમૂક દેશ વધારે બળવાન સત્તાના સામતા
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy