SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પ્રબુદ્ધ જૈન એક નવું ખીજ પણ વવા છે. આપણે વિચાર કરીને જોશું તે જણાશે કે, કાઇ અત્યંત ઇશ્વરપરાયણ પુરૂષને કાઇ નાસ્તિક સાથેયે કદી ઝગડા થતા નથી. એના દિલમાં એવા ભાવ નથી ઉઠતા કે નાસ્તિકાને સજા કરૂં. તેમ જ, અત્યંત નીતિમાન પુરૂષ અતિ અનીતિમાન માણસને યે સજા કરવા ઉભા થતા નથી. તેના હૃદયમાં નાસ્તિક અચાલ માટે કરૂણા ઉભરાઇ શકે છે, ફિટકાર નહીં. વળી, એમ પણ.જોશે કે, ઇશ્વરને નામે તે માણસ-માણસમાં ઘણી ખૂનરેજી થઈ છે, પણ તે કદી ઇશ્વર માટે કે નીતિ અને સંયમી જીવન માટે નથી થઇ. પણ જે થઇ છે તે ઇશ્વરના કયા પેશવા કે પ્રતિનિધિ, કે મંત્રીને માન્ય રાખવા, તેના કયાં તાથ, મંદિર, મસ્જિદ વગેરે પૂજવાં, શી રીતે પૂજવાં, તેના પેશવાની વાણીને અથ બેસાડનાર કયા ગુરૂ કે મૌલવી~મૌલાનાને સ્વીકારવા, તેની પૂજામાં કઇ વસ્તુ પવિત્ર સમજવી અને કઇ અપવિત્ર, વગેરે બાબતે માટે થઈ છે. આ વાડાબંધીઓને પ્લાજ શે ? મને લાગે છેકે, એ સાવ અટકાવી શકાય એવા સંભવ નથી. મનુષ્યના જાતજાતના કાયડા એટલા અટપટા છે કે પ્રાદેશિક, સામાજિક, રાજકીય, ધામિક અને વજનદાર વ્યક્તિના અંગત સ્વાર્થ વગેરે અનેક અહાને નાની મેરી વાડાબંધીએ થયા જ કરશે. પણ તેની સાથે સાથે જ જે સમજદાર માણુસા હોય, તેમણે વાડા—ખેાલીના પ્રયત્ન પણ દર જગ્યાએ અને દર વખત ચાલુ રાખવા જોઇએ. ખાસ કરીને ધાર્મિક વાડા ખેાલતા રહેવાના પ્રયત્ન કરતાં રહેવુ જોઈએ. માણસને એક નવી તાલીમ આપવાની આ ખાખત છે. ઘણી વાર ફરિયાદ કરવામાં આવે છે કે, હાલની શાળામાં બાળકાને ધાર્મિક શિક્ષણ આપવાનો કોઇ પ્રબંધ નથી. એમ માન વામાં આવે છે કે, આ આધુનિક શિક્ષણની એક ખામી છે. આથી તેને દૂર કરવા માટે દરેક ધર્મો અને પથ પોતપાંતાના વિદ્યાલયો, છાત્રાલયો, વિદ્યાપી। વગેરે સ્થાપે છે. પણ ત્યાં શું શીખવવામાં આવે છે કે આવશે ? “આપણા જ ધન અ । પથ અને આપણી જ સંસ્કૃતિ, આપણા જ દેવ, ગુરુ અથવા પેગંબર, આપણા જ ધશાસ્ત્ર અને તત્વજ્ઞાન દુનિયામાં સૌથી શ્રેષ્ટ છે. તેનુ' અભિમાન રાખા, તેમાં બતાવેલી રીતે જ પૂજાપાš કરો, અને દુનિયામાં તેને પ્રચાર કર. માક્ષના એ જ સાચા માર્ગ છે.” અર્થાત વાડાધીએને મજબુત કરવાનાં આ કેન્દ્રો બને છે. તા. ૧-૧-૪૮ જરૂરી નથી. જેમ કાઇ નાસ્તિક કાઇ પણ ધર્મ, પંથ કે વાડાનું લેબલ લગાડવા ઇન્કાર કરે છે, તેમ જ દરેક સાચા આસ્તિક પણ પરમેશ્વરને માનતા છતાં કાઈ ધર્મ કે પથના નામના લેબલ પોતા પર લગાડવાના ઇન્કાર કરવા જોએ. મને લ ગે છે કે, પ્રાચીન મહાન ધર્મોમાં તેની કાઇ શાખા કે પથમાં શું કહ્યું છે અને શું નથી કહ્યું,. શું સારૂ મનાયું છે અને શુ' ખેટું, સાચા હિંદુધમ', સાચે ઇસ્લામ, સાચુ' ખ્રિસ્તીપણુ' વગેરે શું છે તેમ જ સર્વ ધર્મના અસલ ઉપદેશ એકસરખા જ છે. વગેરે જાવતા રહેવાથી વાડાબ'ધીએ તૂટી શકતી નથી. તમે લેાકાને કહા છે, છંદુ ધર્મના સૂત્રેા સત્ય અને અહિં'સા છે, ઇસ્લામને અથ જ શાંતિ છે, શ્રુતે ઉપદેશ છે કે ઇશ્વર પ્રેમસ્વરૂપ છે; સર્વે ધર્માંના પાયાના સિદ્ધાન્ત સરખા જ છે.” તે ઉપર ધર્માભિમાની હિંદુ મોટેથી નહીં તે મનમાં ને મનમાં પૂછે છે, “તે પછી કેમ મુસલમાન અથવા ખ્રિસ્તી ‘રઘુપતિ રાધા રાજા રામ' ખેલતા નથી, અને હિંદુ મદિર આગળથી પસાર થતાં હાથ જોડને નથી, અને કેમ ગે માંસ ખાય છે?'' અને કટ્ટર મુસલમાન ચિંચારે છે, “તે પછી શું કામ સત્રે મહુમ્મુદ ઉલ રસુલ અલ્લા' ખેલતા નથી, અને કેમ નમાજમાં ભળતા નથી,, અને ડુક્કરનુ માંસ અપવિત્ર ગણતા નથી ?' એ જ પ્રમાણે ચુસ્ત ખ્રિસ્તી પૂછે છે, “તે પછી સર્વે કમ કબૂલ કરતા નથી કે શુ ઇશ્વરના એકના એક પુત્ર હતા, અને મર્યા પછી ત્રીજે દિવસે કબરમાંથી ઉયેા હતે,, અને કેમ તે શુ ખવુ અને શું પીવુ વગેરે બાબત પર ઝધડા કરે છે?' સાચી વાત એ છે કે, એકતા ચાહવાવાળા અને ધમાઁન: સુધારકા પણ એમ કહેવાની સાક્ હિંમત ના કરતા કે મોટામાં મોટા અવતાર કે પેગ'બર આખરે આદમી જતા, અને મેટાંમાં મેટા ધર્મ અને ધમગ્રંથ છેવટે મનુષ્યદ્વારા જ જગતમાં સ્થપયા છે. આથી તેમની કેટલીક વાતો સાચી હાઇ શકે છે, અને કેટલીક ભૂલ ભરેલીયે હાઇ શકે છે; વળી કેટલીક પેાતાના દેશ કે જમાના માટે ખરાખર અને બીજા દેશ કે જમાના માટે બરાબર ન હોય એમ પણ બની શકે છે, આથી કે! પશુ વાત, રીત-રિવાજ કે કામ આપણા વિવેકની ચાળણીમાંથી સાક્ કરીને જ મન્ત્ર કરવા લાયક સમજવી ઘટે છે. પાછલા જમાનાના ગ્રંથો દ્વારા જ આપણા ધર્માં અને અધમ ઠરાવવા ન ઘટે, અને કંઇ પણ મનુષ્યને અવતાર, મસી, પેગમ્બર, અથવા જેની કદી ભૂત્ર થઈ જ એત્રે પૂર્ણ અને સર્વજ્ઞ માનવે ોઇએ. ' તા દશરથપુત્ર રામ કે વસુદેવપુત્ર કૃષ્ણ પરમેશ્વરના અવતાર હતા, ન ઇશુ તેને પુત્ર, અને ન મુસા કે મહમ્મદ તેના નીમેલા પેગંબર. પે તપેાતાના જમાનાના તેઓ બેશક અતિ પવિત્ર અને પ્રતાપી પુરૂષો હતા, અને પોતાના લોકેાના સુમાગ દશ ક અને નેતા હતા. પણ કેયે ભૂલથી પર ન હતા. ન શકે જ્યાં સુધી આ પ્રમાણે સ્પષ્ટ કહેવાની, આપણે હિંમત ન કરીએ, અને માત્ર ગ્રંથોમાંથી શ્લોકા કૅ કલમે સંભળાવી તેના ભાષ્ય દ્વારા જ આપણુા સુધારક વિચારે લેને ગળે ઉતારવાને પ્રયત્ન કરીશુ, ત્યાં સુધી આપણા જ દિલમાંની વાડાબંધી-ની ગાંઠે ઢીલી થઈ શકે નહીં, 'તે ખીન્નના દિલમાંથી તે। ક્રમ જ ' થાય ? ધને નામે ઝધડા અને વાડાબંધી મજજીત કરાવનારી ખીજી કસ્તુ છે તે રાજ્યની મદદથી ધર્માં કે પથપ્રચાર કરવાને ક તેના પાયા દૃઢ કરવાને અભિલાષ અને પ્રવૃત્ત. પ્રાચીન કાળથી ધમ પ્રચારકાએ આ માગ અનુસર્યાં છે. જે જમાનામાં રાાની જ દેશમાં સર્પીપરી સત્તા હતી, ત્યારે રાજાને, પેાતાના પથના ચેલે બનાવી તેની મદદથી પંથને ફેલાવવા અને તેના અનુયાયીઓને ઉચા અધિકારો અપાવવા, તથા ખીજાં પંથવાળાઓને દાખી દેવાને ક્રમ દુનિયાના દરેક ભાગમાં ચાલતા હતા, ખીજા પંથના લેાકાને ( અનુસ ંધાન ૧૭૩ પાનેે ) મારા નમ્ર મત પ્રમાણે, આ પરપરા તોડવાની અને મનુ અને પાતાના જુદા જુદા ધર્મ, પંથ, જાતિ વગેરેનાં નામેા ભૂલતાં શીખવાની કેળવણી આપવાની જરૂર છે. માણસને એ શીખવવાની જરૂર હોઇ શકે અને છે ખરી કે, સર્વે સત્યો પાછળ રહેલું મૂળ સત્ય પરમાત્મા છે; તેને ખાળવાના અને સમજવાના પ્રયત્ન કરવા જોઇએ; તેના પર તેની શ્રદ્ધા હેાવી જોઈએ. તેને એ પણ શીખ વવાની જરૂર છે કે, માણસે સદાચારી થવુ જોઇએ; સત્ય, પ્રેમ, સયમ, ઉદારતા, દયા, ક્ષમા, ધૈય વગેરે મનુષ્યત્વના મહાન ગુણાને વધારવા જોઇએ, અને જગતની સેવા કરવી જોઇએ. એ પણ શીખવવામાં આવે કે, તેણે દુનિયામાં થઇ ગયેલા પરમેશ્વરના ભકતાના અને પેાતાના મહાન ગુણા અને કમેથી જગતનુ કલ્યાણ કરી ગયેલા મહાપુરૂષોના વિચારો અને જીવનનો આદરપૂર્વક અભ્યાસ કરવા. પણ એ જરૂરી નથી, બલકે ભૂલભરેલું છે કે, એવા કાઇ મહાપુરૂષને તે પરમેશ્વરના અવતાર, પુત્ર, પેગમ્બર વગેરે માને, કે પોતાના પ્રયત્ન અને સાધનાથી તે પરમેશ્વરરૂપ બન્યા હતા કે છે, અથવા તેના વિચારો અને કામેા સામાન્ય માણસાના વિચારે અને કામો કરતાં કાષ્ઠ વિશેષ અર્થાંમાં ઇશ્વર-પ્રેરિત હતાં. એ જ કારણસર તેણે કા' ગ્રંથ કે ... એવા મહાપુરૂષની અન.એ અને, સૂચનાઓને પોતાની વિવેકબુદ્ધિ અને અનુભવની કસારી પર કસ્યા વિના માની જ લેવાં જોઈએ એ ન
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy