________________
તા. ૧-૬-કચ્છ
શુભેચ્છાના રહેશે, માત્ર આપીને હું
છું. આવી સ્વતંત્ર ગ્રામપંચાયતનું બંધારણ તમેજ ઘડી કાઢશે અને તેની રચના અને સંચાલન પણ તમારે જ કરવાનું રહેશે. આ કાર્યમાં તમે જેટલે મારે સાથ ઈચ્છશે એટલે અવશ્ય મળી રહેશે. છેલ્લા પાંત્રીસ વરસને મારો અનુભવ પણ તમારે ચરણે મુકીશ, તેવું બંધારણ ધયા પછી તેના સંચાલનની અંદર મારૂં માર્ગદર્શન પણ તમને મળતું રહેશે, પરંતુ એ વહીવટની તમામ સત્તા તમારી રહેશે.
' ચેથી વાત આવે છે. આર્થિક વ્યવસ્થાની. પરાપૂર્વથી ગામધણી એ ગામની પેદાશને માલિક ગણુતે આવે છે. નૂતન હિંદુસ્તાનમાં કોઈ પણ જાતની પેદાશને સ્વામી જેના શ્રમથી એ પેદાશ થવા પામી હશે એ જ ગણાશે. ઢસાની ઉત્પન્નના સ્વામી તમે જ ગણાશે. મારા અને કુટુંબીઓના નિર્વાહ માટે શું જુદું રાખવું એ ઉપરોકત ગ્રામપંચાયત નક્કી કરશે અને હું ખાત્રી આપું છું કે તે રકમ નાની હશે કે મેટી, તમારા એક વફાદાર સેવક તરીકે મારી સર્વ શક્તિઓ તમારી સેવામાં નિરંતર ખાતો રહેશે.
આવું બંધારણ તમે ધડે, એ બંધારણ પ્રમાણે તમે ઉપજ, ખર્ચ નક્કી કરે, તમારા વિકાસને માટે તમે કાર્યક્રમ ઘડી કાઢે. દરમ્યાનમાં પચીસ વર્ષ પહેલાં જ્યારે હું તાલુકાને વહિવટ કરતે હતા ત્યારે કેટલાક સિધાંતે આપણે મુકકર કર્યા હતા તેને અમલ થશે.
ઢસામાં વેઠ નહિ હોય, કોઈ પણ દરબાર જે પિતાને મેલે ગામમાં સૌથી શ્રેષ્ઠ ગણે છે તે વગર પૈસે કામ કરાવીને પિતાના મોભાને ઝાંખપ લગાડે છે. ઢસાને એ નિયમ હતો કે કંઈ ખેડુત
ઈ પણ કારણસર દરબાર પાસેથી મહેનતાણું લેવાનું જતું કરે તે તેના મહેનતાણુની રકમ ઢસા સેવકમંડળમાં તે ખેડૂતના નામથી જમા થતી, તે જ પ્રમાણે હવે પછી બનશે. પૈસાવડીએ છતાં અનિચ્છાએ લેવામાં આવેલી કામગીરી પણ વેઠ ગણાશે.
ઢસામાં જકાત નહિ હોય, હિંદુસ્તાનની અંદર એક જ જગાતી દિવાલ હશે અને તે હિંદુસ્તાનની સરહદ ઉપર. બામ વેરા લોકોને માટે વપરાશે. તે સિવાય વિટી ઉપરાંત ગામઠાણના જમીન ઉપરના બીજા ખેડુતો પાસેથી લેવાતા વેરા સિવાય બીજા કશા કરવેરા પ્રજાની સંમતિ સિવાય ઢસામાં નહિ લેવાય. ઢસાની વિટી સંબંધમાં દર વરસે છ ગ્રામજનોની બનેલી સમિતિ વિઘેટીની આનાવારી મુકરર કરશે, અને તે પ્રમાણે વિઘેટી લેવામાં આવશે. દસામાં હપ્તાની મુદત નહિ હોય. ખેડુત જ્યારે માલ વેચે ત્યારે વિટીની રકમ ભરી શકશે. અને છેવટે ઢસામાં કોઈ પણ ખેડુત વિઘટીની રકમ વ્યાજબી કારણસર પૂરેપૂરી ન આપી શકે તે તેને બાકીની રકમમાંથી મુક્તિ આપવામાં આવશે. બીજે વરસે તે ભરવાને બંધાયેલ નહિ હોય. ઢસાના ચાલતે આવેલે આ ક્રમ છે, અને જ્યાં સુધી રવતંત્ર ગ્રામપંચાયતનું બંધારણ ન રચાય અને તેને ૨૫મલ શરૂ ન થાય ત્યાં સુધી આ ક્રમ અમલમાં રહેશે.
સ્વતંત્રતાની સાથે આ બધા અધિકારો આવે છે તેમ એને અંગે કેટલીક જવાબદારીઓ ઉઠાવવાની પણ આવે છે. પહેલામાં પહેલી જવાબદારી તમારે શિરે તમારી અંદર અંદરની એકતા સ્થાપવાની રહે છે. ઢસામાંથી ઉંચ નીચના ભેદ સર્વ નાબુદ થશે. ઢસામાં અસ્પૃશ્યતા સદંતર નાબુદ થવી જ જોઈએ.
બીજી જવાબદારી તમારા ગામની આર્થિક પુનર્રચનાની રહે છે. ઢસાની લાખ રૂપિયાની પદાશમાંથી ખાસ જરૂરિયાત સિવાય એક પૈસે પણ નિરર્થક ખરચાય નહિ એવો પ્રબંધ કરે પડશે. ઢસા સ્વાવલંબી બને, સાની જરૂરિયાતની વસ્તુઓ ક્ષામાં ઉત્પન્ન થામ અને ઢસાને દ્રવ્યપ્રવાહ આજે બહાર વહી રહ્યો છે તે અટકે નહિ ત્યાં સુધી ઢસા આબાદ બનશે જ નહિ. ઢસાની સ્વતંત્ર ગ્રામ્ય "પંચાયતે આને માટે નિર્ણ લેવા પડશે.
ઢસાને નિરક્ષરતા નાબુદ કરવી પડશે. એટલા માટે ખેતી અને ગામડાને અનુકુળ કેળવણીને પ્રબંધ કરવું પડશે. ઢસામાં એક પણ ભાઈ અગર બહેન અભણું ન હોય તેમજ નિરૂપયેગી ન હોય.
ઢસાએ સ્વચ્છતાના અને નિરોગી જીવનના પાઠ શીખવા પડશે. ઢસાને જુવાન અને ઢસાની કન્યા કોઈ પણ ઠેકાણે જોવામાં આવે તે ભાત પાડે એવાં તેજસ્વી અને તંદુરસ્ત હોવા જોઈએ. ઢસાની શેરી, ઢસાના ઘરઆંગણાં અને ઢસાનાં ઝુંપડાં સ્વચ્છ અને આકર્ષક હોવાં જોઈએ. ઢસાની ખેતી, ઢસાના ઢોર, ઢસાને કસબ, પણ અનેરાં હોવા જોઈએ. ઢસાનું એક પણ ઘર ઢેર વિનાનું કે રેટિયા સિવાયનું હોય તે આપણે માટે શરમને વિષય ગણાશે.
ઢસાની સ્વતંત્ર ગ્રામપંચાયત કાઠિયાવાડની અંદર આદર્શ ગ્રામપંચાયત બનવી જોઈએ. તમે એવી જાતની ગ્રામ પંચાયત રચવા માગતા હશે તે મારે મા અનુભવ, મારી તમામ શક્તિ ઉપર તમારો પ્રથમ અધિકાર હું સ્વીકારીશ.
તમે અને હું આજે કમેટી ઉપર મૂકાયા છીએ. મને શંકા નથી કે કોંગ્રેસે અને પૂ. સરદાર સાહેબે પ્રયત્ન કરી આ અવસરને માટે આપણને લાયક ગણ્યાં છે તેને પાત્ર કરવા માટે આપણે પૂરે પૂરી કોશીષ કરીશું, અને જો આપણે તેમ કરીશું, તે ઢસાને આપણે 'જરૂર આદર્શ આબાદ અને સ્વતંત્ર ગામડું બનાવી શકીશું. આ કાર્યમાં પૂ. ગાંધીજીના, પૂ. સરદાર સાહેબના અને અનેક શુભેચ્છકોના આશીર્વાદ આપણી સાથે છે. તેમને સક્રિય સાથ આપણને મળી રહેશે, માત્ર જાગૃતપણે આપણે કર્તવ્યશીલ બનીએ.
ઢસાનાં શ્રીમતે અને વેપારીઓને હું જુદો ઉલ્લેખ કરતા નથી. ઢસાનો શ્રીમંત પિતાની સંપત્તિને ઢસાની સંપત્તિ ગણવા લાગશે એમ હું આશા રાખું તે વધારે પડતી નહિ ગણાય.
અત્યાર સુધી હું માત્ર ભૂતકાળ અને ઢસા વિષે બે પરંતુ આજની દુનિયામાં કોઈ પ્રદેશ બીજા પ્રદેશની અસરથી મુક્ત રહી શકતો નથી.
આઝાદ અને આબાદ કાઠિયાવાડ સિવાય આઝાદ અને ખાબાદ હસા સંભવી શકે નહિ. કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ દરજજે અત્યારને પ્રસંગે હું કંઇ કહું તેના કરતાં કાઠિયાવાડના રાજવીઓમાંના એક તરીકે હું કહું તે તે અસ્થાને નહિ ગણાય. પ્રગતિશીલ, સ્વતંત્ર અને પ્રજાસત્તાક હિંદુસ્તાનની ભૂમિકા ઉપર જ કાઠિયાવાડના રાજવીઓએ વિચાર કરી રહ્યો. કારણું આઝાદ અને આબાદ હિંદુસ્તાન સિવાય આઝાદ અને આબાદ કાઠિયાવાડ કે તેનું એક પણ રાજ્ય સંભવી શકતું નથી. ગઈ કાલ રાજવીઓની હતી અને આજે તેમની નથી. એટલા ખાતર દિલગીર થવાની કે હીણપતભરેલે ખ્યાલ સંધરવાની નથી. કુદરતના ક્રમમાં હિંદુસ્તાનની નવરચનાને ખાતર રાજવીઓએ અદશ્ય થવું પડતું હોય તે તેના જેવું મહાભાગ્ય બીજુ હું કલ્પત નથી. આપણે ઇતિહાસનું એક એક જ્વલંત પ્રકરણ લખી ચૂક્યા છીએ. આપણું કાર્ય સમાપ્ત થયે આત્મવિલોપન કરવાથી હિંદુસ્તાનને અર્થ સસ્ત હોય તે આપણે માટે તેવું આત્મવિલેપન ગૌરવને વિષય ગણાવો જોઈએ, કયાંય પણ આમાં દિલગીરી કે હીણપતને સ્થાન નથી. ઉલ્કાન્તિના નિયમોને આખું જગત વશ છે. રાજાએ પણ તે જ રીતે વિચારે, અને હિંદુસ્તાનમાં શુદ્ધ લોકશાસનની સ્થાપનાને અથે કોઈ પણ ભાગ મોટો નહિ ગણે, તે મને શંકા નથી કે હિંદુસ્તાનમાં તેનું સ્થાન અમર બની જશે. લોકશાસન માગી લે છે કે ગામડાથી માંડીને આખા દેશની બંધારણીય રચના કોની દૃષ્ટિએ અને લોકોના હિતની દષ્ટિએ થાય.
કાઠિયાવાડ રાજકીય પરિષદે ધ્રાંગધ્રા અધિવેશનમાં એક એકમને ઠરાવ કર્યો છે અને તે ઠરાવમાં કાઠિયાવાડની બંધારણીય રચના કેવી જાતની હોઇ શકે તે પણ જણાવ્યું છે. હું તેની પુનરૂક્તિ કરવા અહીં ભાગ નથી, અંગુલીનિર્દેશ કરવા માગું .