________________
૨૨
પ્રભુત્વ જેન
riા. ૧-૬-૪૭
કાઠિયાવાડની સાર્વભૌમ સત્તા કાઠિયાવાડની પ્રજા જ હોઈ શકે. કાઠિયાવાડનું ભવિષ્યનું બંધારણ જેના શિરે એ બંધારણને ભાર ઉંચકવાની જવાબદારી પડેલી છે તેઓ, એટલે પ્રજા જ, ઘડી શકે. ન્યાય અને વ્યવસ્થા, અર્થતંત્ર, વાહનવ્યવવાર, બંદરોનું આયોજન, વ્યાપાર ને ઉદ્યોગ, ખેતી સુધારણા, જળમાર્ગો, જળાશય, નહેર અને સહકારી મંડળીઓ, માધ્યમિક ને ઉચ્ચતર કેળવણી, પ્રાંતિય આરોગ્ય -આ સર્વ કાઠિયાવાડની મધ્યસ્થ સત્તાને સંપાવા જોઈએ અને મધ્યસ્થી ધારાસભા, અને મધ્યસ્થ પ્રધાનમંડળ મારફત તેને વહીવટ થવા જોઈએ. કાઠિયાવાડનાં કુદરતી સાધન ઉપર તમામ કાઠિયાવાડની જનતાને અધિકાર છે, અને કાઠિયાવાડના રાજવીઓને મારી નમ્ર અપીલ છે કે તેઓ આ મૂળભૂત સિદ્ધાંતને સ્વીકાર કરીને લેકશાસનને ધરણે આ પ્રાંતને આગળ લાવવા માટે થતા પ્રયત્નમાં ફાળો આપે.
ભાઈઓ અને બહેન ! પ્રજાએ છેલ્લા પંદર દિવસમાં તરફથી જે લાગણીને વરસાદ અમારા બંને ઉપર વરસાવ્યો છે અને આપે
આટલી તકલીફની વચ્ચે હાજરી આપી છે તેને કથા શબ્દમાં આભાર માની શકું? પચીસ પચીસ વર્ષથી તમે અમને નિભાવી લેતા આવ્યા છે અને તમારા સ્નેહ અને તમારી , લાગણીની હજી પણ ભૂતકાળ કરતાં અનેકગણી વધારે અમને ગરજ રહેશે. જેટલી ઉદારતાથી અમને તમે ભૂતકાળમાં નીભાવી દીધાં છે એટલી જ ઉદારતાથી ભવિષ્યમાં પણ નિભાવી લેશો એવી અમારી પ્રાર્થના છે. "
ફરી એક વખત આપણી વહાલી માતૃસંસ્થા રાષ્ટ્રીય મહાસભાને, આપણા પૂજ્ય રાષ્ટ્રપિતાને, અને આપણા વહાલા સરદારને હું વંદન પાઠવું છું. અને જનતા પ્રત્યે મારી વફાદારી જાહેર કરૂં છું. આ પ્રસંગને માટે ને. ગાયકવાડ સરકાર તેમ જ વડેદરા દિવાન સાહેબને જેટલો આભાર માનું એટલે એ છો છે. પ્રભુ એમની સાથે આપણા સંબંધો દિનપ્રતિદિન ગાઢ બનાવે !
દરબાર ગોપાળદાસ -
કેટલાક સમાચાર અને નોંધ. દરબારશ્રી ગોપાળદાસનું રાજ્યારોહણ
કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ દરબાર ગોપાળદાસને આજથી લગભગ ૨૫ વર્ષ પહેલાં તેમની પાસેથી છીનવી લેવામાં આવેલી ઢસા, રાય અને સાંકળીની રીયાસત પાછી આપવામાં આવી અને ગયા મે માસની ૨૩ મી તારીખે દરબારશ્રી ગોપાળદાસે ઢસામાં વિધિપુરઃ સર પુનઃ પ્રવેશ કર્યો અને ત્યાંની પ્રજાએ તેમનું અત્યંત ભાવભર્યું સન્માન કર્યું તે પ્રસંગે દરબારશ્રી ગોપાળદાસે કરેલું ભવ્ય પ્રવચન આ અંકમાં અન્યત્ર આપવામાં આવ્યું છે. કોઈ રાજા મહારાજાને ગાદીએથી ઉઠાડી મૂકવામાં આવે અને એવી રીતે પદભ્રષ્ટ થયેલા કોઈ રાજાને ફરીથી પદારૂઢ કરવામાં આવે તેમાં આમ પ્રજાને કશે રસ નથી. પણ જેવી રીતે મર્યાદાપુરૂષોત્તમ રાજા રામચંદ્રજીનો ગાદીત્યાગ અને ચૌદ વર્ષના ગાળે તેમણે કરેલું રાજકારોહણ ઉભય પ્રસંગમાં લોકોત્તર તત્વ રહેલું હતું તેવી જ રીતે દરબારશ્રી ગોપાળદાસને રાજ્યત્યાગ અને ૨૫ વર્ષના ગાળે થતું તેમનું રાજ્યારોહણ ઉભય વિશિષ્ટ તથી સુઅંકિત બન્યું છે. રાષ્ટ્રની આઝાદીની તમન્નાએ તેમની રાજ્યગાદી ઝુંટવી લીધી; તે જ તમન્નાથી પ્રેરિત અખંડ લેકસેવામાં તેમણે વચગાળાના ૨૫ વર્ષને વનવાસ વીતાવ્યું. આજે દેશભરમાં આઝાદી પવનવેગે આવી રહી છે તેના સૂચક ચિહ્નરૂપે દરબાર સાહેબને ગાદી પાછી મળી રહી છે. આ કારણે પ્રસ્તુત રાજ્યારોહણનું મહત્વ કોઈ અનેરૂં છે. આ મંગળ અને અત્યંત ગૌરવપૂર્ણ પ્રસંગે દરબારશ્રી ગોપાળદાસને આપણ સર્વના અંતરનાં અભિનન્દન છે. આ વિજય તેમ નથી, પણ ભારતવર્ષની પ્રજાને છે. આપણે આ પ્રસંગનું જેટલું ગૌરવ કરીએ તેટલું ઓછું છે, આજ કારણે મુંબઈના વડા પ્રધાને આ પ્રસંગ ઉપર હાજરી આપી હતી અને દરબાર સાહેબને મુક્ત કઠે ભારે ભાવભરી અંજલિ આપી હતી.
રાજ્યારોહણ પ્રસંગે દરબારશ્રી ગોપાળદાસે કરેલું પ્રવચન લાંબુ હોવા છતાં આ અંકમાં સાધઃ એટલા માટે આપવામાં આવ્યું છે કે એ પ્રવચનની પરિભાષા અને તે પાછળ રહેલું ઉદાત્ત માનસ અન્ય રાજવીઓની રીતરસમ કરતાં તદન જુદા પ્રકારનાં છે. ' રાજા એટલે પ્રજાનો સ્વામી નહિ પણ અદને સેવક એ આ પ્રવચનને પ્રધાન સુર છે. નાની કે મેટી એક રીયાસતના દરબાર સાહેબ આજે રાજા બને છે. તેમણે પિતાના પ્રવચનમાં રજુ કરેલા વિચારો, ભાવનાઓ, આદર્શો અને તે પાછળ રહેલી આદરમુગ્ધ બનાવે તેવી નમ્રતા-આજના સ્વાર્થ લેલુ સાલેભી છે અને કુડકપટપૂર્ણ માયાજાળથી ભરેલા રાજાઓ અને તેમના દિવાને સમક્ષ પલટાતા
યુગને સીધે પરિચય આપતું નવું દર્શન રજુ કરે છે અને રાજા તરીકે પિતાનું અસ્તિત્વ ટકાવવું હોય તે હવે આ જ રીતે એ - અસ્તિત્વ ટકી શકે તેમ છે–અન્યથા હરગીજ નહિ–આવું સ્પષ્ટ અને સચોટ અંગુલિદર્શન કરે છે અને દેશી રાજ્યની પ્રજા સમક્ષ પણ પિતાના માંધાતા રાજવીઓ પાસેથી કેવી અપેક્ષાઓ રાખવી જોઈએ તેનું માર્ગદર્શન કરાવે છે-આમ ઉભય રીતે આ પ્રવચનનું અત્યન્ત મહત્વ ભાસવાથી આ અંકમાં તે સાવઃ પ્રગટ કરવામાં આવ્યું છે. અસ્પૃધાર એટલે
હિંદુ ધર્મ અને હિંદુ દેવોને ઉદ્ધાર ડા દિવસ પહેલાં મધ્યવર્તી સરકારના મજુર ખાતાના સભ્ય શ્રી. જગજીવનરામ મુંબઈ આવેલા ત્યારે પચાસથી વધારે સંસ્થાઓની બનેલી “જગજીવનરામ સત્કાર” સમિતિ તરફથી સતારા જીલ્લાના જાણીતા કોંગ્રેસ-કાર્યકર્તા શ્રી. બાબુરાવ પાટીલના પ્રમુખપણું નીચે શ્રી જગજીવનરામને માનપત્ર આપવામાં આવ્યું હતું. તે માનપત્રને ઉત્તર આપતાં શ્રી જગજીવનરામે કેટલાક મનનીય વિચારો રજુ કરેલા. વધારે માનભર્યું જીવન હાંસલ કરવા માટે હરિજનેએ હિંદુ સમાજને ત્યાગ કરવો જોઈએ એવો જે પ્રચાર કેટલીક સ્વાર્થી અને આપમતલબી વ્યક્તિઓ તરફથી કરવામાં આવે છે તે વિષે ઉલ્લેખ કરતાં તેમણે જણાવેલું કે “ધર્મની ફેરબદલીની વાત કરવી એ કેવળ બાયલાપણાની નિશાની છે. કારણ કે બાયો તે જયાં જશે ત્યાં લાત જ ખાવાનો છે અને આમ બાયલા બની બેસવું એ તે અમારા માટે છેલ્લામાં છેલ્લી વસ્તુ હોઈ શકે. અમારો હિંદુ. ધમ છોડવાને લગતી વાત હાસ્યાસ્પદ છે. હજારો વર્ષથી અમી સારામાં સારા હિંદુ તરીકે જીવતા આવ્યા છીએ. હિંદુધર્મને ત્યાગ કર્યા સિવાય આટલી સદીઓથી અમે હરિજન જે યાતનાઓ સહેતા આવ્યા છીએ એ યાતનાઓ ૨૪ કલાકથી વધારે સમય સહી બતાવવાને કોઈ પણ ઉચામાં ઉંચા બ્રાહમણ અથવા તે કઈ - પણ અન્ય હિંદુને હું પડકાર કરું છું. ઉલટું હરિજને આ બધું ઘાતકીપણું અને યાતનાઓ પુરી ધીરજપૂર્વક ખમતા આવ્યા છે અને એમ છતાં પણ પિતાના ધર્મને પરી દઢતાપૂર્વક વળગી રહ્યા છે. એનું કારણ એ છે કે અમો હિંદુ છીએ અને હિંદુ જ રહેવાના છીએ.”
હરિજનને લગતી સામાજિક સુધારણ પર બોલતાં તેમણે જણાવ્યું કે “આ બધું જાણે કે અમારા હક્કોને સ્વીકાર કરાવવા માટે અથવા તે હરિજનના ઉદ્ધાર માટે ચાલી રહ્યું છે . એમ હું સ્વીકારતા નથી. આ સુધારણાઓ ખરી રીતે હિંદુ ધર્મના ઉધાર માટે જ અત્યન્ત જરૂરી છે. હું હિંદુ મંદિરમાં દાખલ
-