________________
વર્ષ
:
મકર
શ્રી મુખઈ જૈન યુવકસ ધનું પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી: મણિલાલ મેાકમચંદ શાહ, મુંબઈ : ૧ જુન ૧૯૪૭ રવિવાર
દરબાર ગાપાળદાસનુ તમારા સ્વામી નથી, હું
ભાઈએ અને મહેતા !
પચીસ વર્ષના ગાળા બાદ તમને ફરી આ રીતે મળતાં મને આનંદ થાય છે. તમેા જાણેા છે કે આ શુભપ્રસંગ ઉજવવાની આપણને તક સાંપડી છે તે મારા તમારા પ્રયાસેા કરતાં પૂ. ગાંધીજીના સત્ય અને અહિંસાના વિજય છે. અને પૂ. સરદારસાહેબની આપણા પ્રત્યેની ભાવનાનું પરિણામ છે. .
ઢસા, રાય અને સાંકળીને જે દિવસે સ*, ૧૯૬૭ના વિજ્યાશમીને દિવસે, મે વહાવટ સંભાળ્યે તે દિવસથી આજ સુધીમાં મારી જાગ્રત અવસ્થામાં કઇ દિવસ તે ત્રણ ગામના વતનીઓમાંથી એકે ય ગામના વતનીઓને મે' પરાયા ગણ્યા હાય એવુ મને સ્મરણુ નથી. તમે અને હુ એક કુટુંબના માણુસા છીએ, ઈશ્વરે મને તમારા અગ્રણી બનાવ્યું એના અર્થ માત્ર એટલેજ મે ગણ્યા કે તમે તમારા સુખદુઃખની ચિંતા કરવાની અને તમારૂ` રક્ષણુ, પાષણ કરવાની જવાબદારી મારા ઉપર મૂકી છે.
એ. જવાબદારીની ભાર આજ પચીસ વરસના ગાળા પછી પ્રશ્વર કરી મારે માથે મૂકે છે અને તેની ઇચ્છાનાં અમલ કરવાને માટે હું તમારી વયમાં આવ્યો છું. -
પચીસ વરસ પહેલાંને એ દિવસ મને યાદ આવે છે, જ્યારે આપણે સૌ ભારે હૈયે છુટા પડયા અને મે' અનિશ્ચિતતામાં ઝુકાવ્યું.
ઢસાના ઘણા પરિચિત ચહેરા હું આજે જોતા નથી તેનુ મને દુ:ખ થાય છે, પરંતુ તમારામાંના ઘણુંાને પચીસ વર્ષો પહેલાંનાં એ દિવસે યાદ હશે કે આપણે ત્યારે કેટલીયે વસ્તુઓ છુટથી કરી શકતા નહાતા. દરેક પળે આપણને કઇ એજન્સીના શિરસ્તેદાર, કાઇ પ્રાંતના પ્રાંતસાહેબ કે કાઢી બગલાના લાટ તરફ જોઇને પગલાં માંડવા પડતા હતાં. ઢસામાંથી કાંય જવું હોય તે। એજન્સી અધિકારીઓની અનુકુળતાના વિચાર કરવા પડતા. આપણી ગેરહાજરીમાં તેમનેં કાંઇ જરૂર પડે તે તે જરૂરિયાત સતેવાને માટે પ્રાધ કરીને પછી જ બદ્ધાર જવાતુ, જેમને મળવા જવાનું હાય તેને પ્રાંતસાહેબના શિરસ્તેદાર સાથે બનાવ છે કે અણુશ્મનાવ છે એ નક્કી કર્યાં પછી જ તે દિશામાં પગ મ‘ડાતા,
નાનાં અમલદારની આટલી શેહ પડે તે મોટા અમલદારનું પૂછવું જ શું ? “તરદાર સાહેબ” “પ્રાંતસાહેબ” એ શબ્દો આપણા મગજ ઉપર અલગ પ્રકારની અસર નિપજાવતા, " તેમની નામના ઉચ્ચાર સાથે આપણી સર્વ કલ્પનાઓ, સર્વ ગણુત્રીએ અને આશાએ આપણાં જ બનાવી લેવાં પડતાં હતાં. તે જ્યાં માત્ર નામની જ આટેલી અસર પડતી ત્યાં તેમના સદેશા, તેમના પત્રા અને તેમની હાજરી શું અસર પાડતાં હશે એ ડા કલ્પી જ લેવુ રહ્યું. તેમનેા ચપરાસી જે અદાથી અને ગથી સંદેશા લાવતે તેનું સ્મરણ હજી મારા માનસપટ ઉપરથી ભૂંસાયું નથી. બ્રિટીશ સલ્તનતની પાશવી તાકાતનું હરેક પળે
Regd. No. B, 4266
વાર્ષિક લવાજમ રૂપિયા ૪.
શકવતી પ્રવચન તમારે અદના સેવક છુ ”
ભાન કરાવવાને માટે થાણુરા, શિરસ્તેદાર, પતસાહેબ અને મેટા સાહેખા પ્રયત્ન કરતા રહેતા. બ્રિટીશ હકુમતની કડકાઈ અને તેની સખ્તાઇ આંપણાં દિલની અ ંદર નિરંતર પ્રતિષ્ઠિ'ખિત રહે તેની કાળજી તેઓ સૌ રાખતા. સેંકડા વર્ષની ગુલામીએ, અરસપરસના કુસુ‘પેએ અને આપણાં સ્વાર્થી માનસે આપણને માણુસ મટાડી દીધાં હતાં. પ્રજાજન હેાય કે તાલુકદાર હાય કે રાજા હૈાય- બધા બ્રિટિશ હકુમતના સૂત્રધારાના બિનડ્રેસી ચપરાસીએ! જ હતા.
“આપણું” અધાઃપતન એટલેથી જ અટકયું ન હતું. આપણા માટે એ સ્થિતિ સ્વાભાવિક બની ગઇ હતી અને કેટલાક તે એ સ્થિતિમાં રાચતા પણ હતા. મેટા સાહેબની કાઠીનું આકષ ણુ એમને મન કાશી કે મકકા કરતાં અધિકતર હતું, મેટા સાહેબનુ વેણુ તેઓ વેદવાકય સમજતા. હજી પણ એ બધુ મારા દિલમાં આગ પ્રગટાવે છે અને સાથે સાથે આપણી કાઢિયાવાડની પ્રજાની અને રાજવી આની લાચાર તે ગુલામી મને દશાનાં કરૂણુ સ્મરણા જગાડે છે. દુનિયાની અંદર એક પણ રાજા–પ્રજા એવાં વસતાં નથી કે જેણે દેશી રાજ્યની પ્રજાની હદે આપખુદી અને સ્વાથની આટલી હદે કદમએસી કરી હૈાય. મારા સંસ્કારદાતા સ્વ. મોતીભાઇ અમીન.તરથી મેં જે સંસ્કારો પ્રાપ્ત કર્યાં હતા તેને લીધે મને આ બધું રૂચતું ન હતુ', પણ તેના ઉકેલના વ્યાપક માગ મતે જાતે ન હતા.
૧૯૧૫ની સાલ હતી. તે સાલમાં દક્ષિણ આફ્રિકાથી મુંબઈના બંદર ઉપર એક સૂકલકડી માણસ ઉતર્યો. કાઠિયાવાડી ફેટા, કાઠુિંયાવાડી અ’ગરખુ’, કાઠિયાવાડી ઢખે પહેરેલુ' ધેાતીયુ', આખાઇ પગ રખાં અને ગુજરાતી ભાષા ખેલવાને તેને આગ્રહ, તેની સીધી અને સરળ જખાન તેના આફ્રિકાના પરાક્રમો કરતાં યે મને વધારે આકષ ક " લાગ્યાં. કાઠિયાવાડ અને સમસ્ત હિંદના સાદા અને સરળ માનવીઓનું તેમની સાદી અને સરળ રહેણીકરણીમાં, આચારવિચારમાં અને ભાષમાં. મે' પ્રતિષ્ઠિ' જોયું, અને હુ તેમને સમજવાની કોશીષ કરવા લાગ્યા. તેમના વચનેાના પડધા પ્રથમ વિચારમાં અને પછી મારા હૃદયમાં પડવા લાગ્યા. ખેડા સત્યાગ્રહના અહેવાલ અને રાલેટ એક્ટ સામેના આંદોલને જે વસ્તુ મને ખટકતી હતી તેને વ્યાપક ઉકેલ બતાવ્યા. તેમના સત્યાગ્રહના મંત્રમાં એક નવીન પ્રકારની શક્તિ મે પ્રથમ ભાળી અને પછી અનુભવી.
તે આવ્યા, રાજકારણમાં દાખલ થયા અને હિંદુસ્તાનની સિકલ બદલાવા લાગી. બ્રિટીશ હકુમતની ઇમારત આપણી નબળાઇઓ અને ગુલામી- માનસ ઉપર સ્થપાઈ હતી એને આખદ ખ્યાલ એમણે આપણને આપ્યા, એ નબળાઇ અને ગુલામી માનસને નાબુદ કરવાની કળા આપણને શીખવી, શુદ્ધ પ્રજાકિય સંગઠ્ઠનના સાચા નિયમે પણુને ભણાવ્યા, માપણુ આત્મભાન જાગ્રત કરાવ્યું અને ત્યાગ, અને અલિદાનની દીક્ષા આપણુતે આપી. નવી