SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૫-૪૭ ૨ . આપની જ્ઞાતિમાં એકથી વધારે પડની થઈ શકે છે? ૨૬. આપની જ્ઞાતિમાં કોઈ સામાન્ય અથવા ટેવાયેલા અપરાધીઓ (Ordinary or habitual criminals) છે ખરા ? ૨૭. આપની જ્ઞાતિપંચાયતે બાલવિવાહ, પહેરામણી વગેરે સમાજવિરોધી રૂઢિઓ તેમ જ રીવાજો જ્ઞાતિમાંથી દૂર કરવા કઈ પ્રયત્ન કર્યા છે? ૨૮. આપની જ્ઞાતિપંચાયતની માલીકીનાં કેટલાં મંદિર છે? તે મંદિરમાં એકઠું થયેલું દ્રશ્ય તથા મીલ્કતને સામાજિક કાર્યમાં ઉપગ થઈ શકે છે? ૨૯, આપના કુળદેવતા કોણ છે? ૩૦, આપના કુળના જન્મભૂમિ શું છે? જે બની શકે તે આપના કુળના દેશપરિવર્તનને સંક્ષિપ્ત ઇતિહાસ આપશે, ૩૧. આપના કુટુંબ પરિવારમાં કોઈ પ્રતિભાશાળી વ્યક્તિઓ થઈ ગયેલ છે? જે બને તે આવી પ્રતિભાશાળી વ્યક્તિઓની ટુંકી જીવની આપશે. ૩૨. આપનું કુટુંબ સંયુક્ત છે કે વિભકત છે ? જો સંયુક્ત હોય તે કુટુંબીજનેની કુલ સંખ્યા કેટલી છે? શું એ બધા સાથે રહે છે? એમ ન હોય તે જુદા રહેવાવાળાઓના નિવાસસ્થાન જણાવશે. * ૩૩. આપના કુટુંબ પરિવારમાં આન્તર-સાંપ્રદાયિક, આન્તરપેટાજ્ઞાતીય, આન્તર-જ્ઞાતિય, અને આન્તર-પ્રાન્તીય લગ્નની ઘટનાઓ બની છે? ૩૪. આપ કયા જૈન પર્વોમાં માને છે? આપ હિંદુઓના . સર્વ પર્વો ઉજવે છે? જો એમ ન હોય તે જે હિંદુ પર્વે આ૫ માનતા અને ઉજવતા હો તે પર્વોની યાદી આપશે. ૩૫. આપ હંમેશાં કઈ કઈ દૈનિક જૈન વિધિઓ કરો છો? ૩૬. આપ ક્યા જૈન સંસ્કારોનું પાલન કરે છે ? ૩૭. આપનાં લગ્ન હિંદુ વિધિ વ્રમાણે થયા છે કે જન વિધિ પ્રમાણે? ૩૮. આપ કેટલી ભાષાઓ વાંચી, બલી અથવા તે લખી શકો છો તે જણાવશે. ૩૮. આપ ય પવિત પહેરો છો ? જે પહેરતા છે તે તેનું મહત્વ શું છે ? ૪૦. વિવાહ તેમ જ અન્ય વિધિ તથા મંદિરોમાં દૈનિક પૂજા તેમ જ અભિષેક કરવા માટે આપ જૈન પૂજારીને બેલા છે કે બ્રાહ્મણને ? ( ૪૧. આ૫ મહિનામાં કેટલા ઉપવાસ કરે છે ? ચાતુર્માસ દરમિયાન આપ કઈ ખાસ ઉપવાસ કરે છે ? ૪૨. આ૫ કુટુંબમાં મૃત્યુ બાદ શું શું વિધિ કરે છે ? શું તે હિંદુઓ જેવી જ છે? ૪૩. મૃત વ્યક્તિના સ્મરણમાં આપ કોઈ માસિક કે વાર્ષિક દિવસ પાળે છે? ૪૪. આપે કયા પ્રકારનું ધાર્મિક શિક્ષણ લીધું છે? ધાર્મિક શિક્ષણું જૈન બાળક માટે ફરજીયાત કરવું જોઈએ એમ આ૫ માને છે? ૪૫. આપ હિંદુ દેવતાઓને પૂજે છે ? જેને પૂજતા હે તેનાં નામ આપશે. ૪૬. જૈન સમાજમાં વિધવાઓની સંખ્યા ઘણી મોટી છે. એ આપ જાણતા હશે. એમના પ્રશ્નને નીકાલ કરવા માટે આપ શું કરવાનું સૂચવો છો? ૪૭. જન, સંસ્કૃતિ હિંદુસ્થાનની બીજી સંસ્કૃતિઓથી ભિન્ન એવી એક અલગ સંસ્કૃતિ છે એમ આપ માને છે ? ૪૮. કોઈ પણ જ્ઞાતિ, પેટા જ્ઞાતિ કે પંથથી નિરપેક્ષ સર્વ જૈન સમાજના લાભાર્થે કંઈ કામ કરતો હોય એવા કોઈ જ સંધ કે સંસ્થાના આપ સભ્ય છે ? જે છે તે તેનાં નામ અને પ્રવૃત્તિક્ષેત્રને નિર્દેશ કરશે. ૪૯. શિક્ષણ તેમ જ અન્ય બાબતમાં આપ શું વિશેષતા ધરાવે છે ? શિક્ષણ, સાહિત્ય, કળા, સંસ્કૃતિ, રમતગમત વગેરે ક્ષેત્રમાં આપે કે આપના કુટુંબીઓમાંથી કોઈએ પણ જે કાંઈ બહુમાન પ્રાપ્ત કર્યું હોય તે તે દર્શાવવા કૃપા કરશો. ૫૦. (ક) દેશના રાજકીય, સામાજીક, આર્થિક તેમ જ સાર્વજનિક કાર્યમાં આ૫ ભાગ લે છે? જો લેતા હે તે આપના કાર્યનું સંક્ષિપ્ત વર્ણન આપશે તથા તે તે પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા માં આપનું સ્થાન જણાવશે. (ખ) જૈન સમાજે હિંદુસ્થાનની રાજકીય, સામાજિક, તેમ જ આર્થિક ઉન્નતિનાં ભિન્ન ભિન્ન રીતે મહત્વને ફળ આપે છે એમ આ૫ માને છે? જો આપ એમ માનતા હો તે તે ફાળાને અંદાજ આપશે. આ પ્રશ્નોના જવાબ દરેક પ્રશ્નની બાજુએ આપવાના છે. જવાબ આપવા માટે અંગ્રેજી, મરાઠી, હિંદી, ગુજરાતી તથા કેનડીઆમાંથી કોઈ પણ ભાષા ચાલશે. આ ઉપરાંત કોઈ વિશેષ નોંધ પણ સાથે જોડી શકશે. આ પ્રશ્નાવલિ નીચેના ઠેકાણે લખવાથી મેળવી શકાશે. જવાબ પણ મે ઠેકાણે જ મોકલવાના છે. પ્રોફેસર વિલાસ આદિનાથ સંગવે એમ. એ. " વિજય કોલેજ વિજાપુર, એમ. એસ. એમ. રેલ્વે.) જૈન સમાજની દૃષ્ટિએ આવી તપાસનું ઘણું મહત્વ છે અને તેથી જ તેને લગતી વિગતે પુરા વિસ્તારથી અહિં આપવામાં આવી છે. આ તપાસનું કાર્ય તે જ પાર પડે કે જો જૈન ભાઈઓ તેમ જ બહેને ઘણી મોટી સંખ્યામાં આ કાર્યને પુરેપુર સહકાર આપે અને પ્રમાદ સેવ્યા સિવાય માંગવામાં આવેલી માહીતીઓ સત્વર પુરી પાડે. જ્યાં સુધી જૈનોની વિપુલ સંખ્યા આ કાર્યમાં સાથ નહિ આપે ત્યાં સુધી આવી તપાસમાંથી કોઈ માર્ગદર્શક તારવણી કરવાનું શક્ય જ નથી. સ્થળ સ્થળના આગેવાન જેનાએ તેમ જ જૈન સંસ્થાઓએ પિતાપિતાના વિભાગમાં આ કાર્ય ઉપાડી લેવું જોઈએ. એમ થાય તે જ આધારભૂત તારવણી થઈ શકે અને તે જ આજને જૈન સમાજ સામાજિક, ધાર્મિક તેમ જ અન્ય બાબતમાં આજે કયાં ઉભા છે અને તેને આગળ લઈ જા માટે અપણે શું શું કરવું જોઈએ તે વિષે આપણને સાચી સુઝ પડવા ? સાચી સુઝ પડવા સંભવ છે. પરમાનંદ શ્રી. ધીરજલાલ જીવણલાલ કેશરીચંદને ધન્યવાદ - શ્રી ધીરૂભાઈએ પિતાના લઘુબંધુના લગ્ન પ્રસંગે સમાજશ્રેયને લગતા કોઈ પણ કાર્યોમાં ઉપાય કરવા માટે રૂા. ૫૧૦૦૦) ની રકમ અલગ કર્યાની જાહેરાત કરી છે. આ રકમને ઉપયોગ શિક્ષણ વિષયક કોઈ પણ પ્રવૃત્તિમાં કે વૈધકીય રાહતને લગતા કોઈ પણ કાર્યમાં કરવામાં આવશે એમ જણાવવામાં આવે છે. આ માટે તેમને જૈન સમાજના ધન્યવાદ ઘટે છે. સાભાર સ્વીકાર શ્રી ધીરજલાલ જીવણલાલ કેશરીચંદ તરફથી શ્રી. મણિલાલ મોકમચંદ સાર્વજનિક વાંચનાલય-પુસ્તકાલયને ૩૫૧ સારાં પુસ્તકો પિતાના પુસ્તકસંગ્રહમાંથી કાઢીને ભેટ આપવામાં આવ્યા છે. આ માટે તેમને અન્તઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. તારાચંદ લક્ષ્મીચંદ જેઠારી મંત્રી, મ. મ. સા. વાંચનાલય-પુસ્તકાલય
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy