SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫ ૫-૪૩. પ્રબુદ્ધ જૈન * જાણે એક મોટું જહાજ છે. અને દીવાદાંડી એની સઢ કાઠી (mast) છે, અને અમે એના ઉપર ચઢીને ચારે કોર ચેકી કરનાર ખલાસી છીએ. જહાજની સઢકાંઠી (mast) ની પેઠે આ દીવાદાંડી ડેલતી ન હતી એ ખરું, પણ તાજેતરમાં જ વાફરની મુસાફરી કરેલા અમારાં ભેજાં એ ઉણપ દૂર કરતા હતાં. આટલી ઉંચાઈએથી ચારે કેર જોવામાં એક અનેરો આનંદ હોય છે. કુતુબ મિનાર પરથી હિંદુસ્તાનની અનેક રાજધાનીઓનાં સ્મશાન જોવાથી મનમાં જે વિષાદ પેદા થાય છે તે અહિં થત નથી. અહિંથી દેખાતા સમુદ્રમાં પ્રાચીન કાળથી અત્યાર સુધી અનેક વહાણ ડૂખ્યા હશે પણ તેની ગમગીની અહીંના વાતાવરણમાં જરાય દેખાતી નથી. સમુદ્રમાં ભૂત અને ભવિષ્યને સ્થાન જ હોતું નથી. કાં તે વર્તમાનકાળ; અને કાં તે સનાતન અનંતકાળ-બે નું જ સામ્રાજ્ય ત્યાં ચાલે છે. જ્યારે તેફાન હોય છે ત્યારે લાગે છે કે આ જ સમુદ્રનું સાચું અને સદાનું રૂપ છે. અને જ્યારે આજની પેઠે સર્વત્ર શાન્તિ હોય છે ત્યારે લાગે છે કે તેફાન એ તે માયા છે. સમુદ્રનું મોટું ખરેખર તે બુદ્ધ ભગવાનની શાન્તિ અને એમને ઉપશમ વ્યકત કરવા માટે જ સરજાયેલું છે. આવડા મેટા સમુદ્રને આશીર્વાદ આપવાની શક્તિ પિતામહ આકાશની જ હોઇ શકે. આકાશ શાન્ત ચિત્ત બધે ફેલાઇને સમુદ્ર ઉપર રક્ષણનું ઢાંકણું બેસાડતું હતું અને એ ઢાંકણાં પર કશી જ ભાત નથી એ સહન ન કરનાર પક્ષીઓ એના ઉપર જાત જાતની લીટીઓ દોરવાના અસ્થાયી પ્રયત્ન કરતા હતા. કોઈ ભારેખમ માણસને હસાવવા માટે જેમ બાળક એની આગળ બીતાં બીતાં થોડાક ચાળા કરી જુએ છે તેમ સમુદ્રને નળ રંગ આકાશની નીલિમાને હસાવવા માટે અનેક અખતરા કરી જેતે હતે. ભગવાનનું આવું વિરાટું દર્શન થતાંવેંત ભગવદ્ગીતાને અગીયારમે અધ્યાય યાદ આવવો જોઈતો હતો પણ આટલા પ્રાચીન કાળમાં જતાં પહેલાં ઉશ્કેરાયેલાં ચિતે વિસામા માટે એક નળકને પ્રસંગ પસંદ કર્યો. વીસેક વરસ પહેલા લંકાને છેક દક્ષિણે, દેવેન્દ્રથી યે આગળ જ્યારે માતારા ગયા હતા ત્યારે ત્યાંની દીવાદાંડી પર ચઢીને બપોરના તડકામાં આવું જ પણ એથીય અનેકગણું વિશાળ દશ્ય જોયું હતું. ત્યાં તે નજરની ત્રિજ્યા કરી માણસથી જેવડું મેટું વર્તુળ ખેંચાય તેટલું ખેંચીને એને દક્ષિણાર્ધ હિંદી મહાસાગરને આપ્યો હતો અને ઉત્તરાર્ધ નારીયેળના પાંદડાના મેજા ઉછાળતા અને બપોરના તડકામાં ચળકતા વનસાગરને અર્પણ થયો હતો. અહિ, દેવગઢ પરથી, પૂર્વની બાજૂએ સનારાયણના પાદપીઠ તરીકે શોભતો પર્વત દેખાતે હતે. એના તળે પાથરેલે કારવારને સમુદ્ર શાન્તપણે ચળકતો હતો. એના પરની હેડીઓની ભાત સાવ આછી આછી હતી અને પશ્ચિમ તરફ તે અરબસ્તાનનું સ્મરણ કરાવતે એક અને અખંડ મહાસાગર જ હતો. એ આખું દશ્ય હૈયાને ગુંગળવનારું હતું. મોઢામાંથી એટલા જ. શબ્દ નીકળી २४५ नमोऽस्तु ते सर्वत श्रेव सर्व! અાયા મા વિરાટ કાળમાં ડાહ્યાભાઈ બાલાભાઈ કારા નિબંધમાળા ઈનામી હરીફાઈ શ્રી. છોટાલાલ બાલાભાઈ કોરા તરફથી તેમના સદ્ગત પિતાશ્રી બાલાભાઈ ગુલાબચંદ કેરાની ઈચ્છા અનુસાર તેમના સદૂગત વડિલ બંધુના સ્મરણાર્થે એક ઈનામી નિબંધમાળાની યોજના અને તેમાં જણાવ્યા મુજબ રૂ. ૪૦૦ ની રકમ અમારી ઉપર મોકલી આપવામાં આવી છે, અને આ નિબંધમાળા “ડાહ્યાભાઈ બાલાભાઈ કેરા નિબંધમાળા”ના નામથી ઓળખાય એવી ઇચ્છા તેમણે વ્યક્ત કરી છે. શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિએ આ પેજનાને અમલ કરવાનો ઠરાવ કર્યો છે. આ રીતે જૈન સમાજના વિચારને આખા જૈન સમાજના ભાવી વિષે પિતાના વિચારો વ્યવસ્થિત આકારમાં રજુ કરવાની તક ઉભી કરવા માટે શ્રી ર્ડોટાલાલ બાલાભાઈ કોરાને સંધની કાર્યવાહક સમિતિ તરફથી આભાર માનવામાં આવે છે. આ યોજનાને કે લાભ લેવામાં આવે છે તે ધ્યાનમાં લઈને આગળ ઉપર આવા જ કોઈ અન્ય વિષય ઉપર ઇનામી નિબંધ લખાવવાની પ્રવૃત્તિ ચાલુ રાખવા પિતાની ઈચ્છા છે એમ શ્રી છોટાલાલ બાલાભાઈ કોરા તરફથી અમને જણાવવામાં આવ્યું છે. પ્રસ્તુત જનાની વિગતે નીચે મુજબ છે. વિષય: “આધુનિક સમયને અનુલક્ષીને જૈન ધર્મ અને સમાજ (ચતુર્વિધ સંધ) ના ઉત્કર્ષ કેમ થાય? ઇનામ: આ વિષય ઉપર એકત્ર થયેલા નિબંધોમાંથી સૌથી સારો નિબંધ લખી મોકલનારને રૂા, ૨પ૦ અને તેથી ઉતરતો નિબંધ લખી મોકલનારને રૂ૧૫૦ નું ઇનામ આપવામાં આવશે. " હરીફાઈ કણ કરી શકે? આ હરીફાઈમાં માત્ર ને જ ભાગ લઈ શકશે. નિબંધનું કદ: કુલ્લકેપ આઠ પિજીના ૩૨ છાપેલાં પાનાં થાય એ આસપાસ. " ભાષા: નિબંધની ભાષા ગુજરાતી અથવા હિંદી હેવી જોઈએ. સમય: ચાલુ વર્ષના ઓગસ્ટ માસની આખર તારીખ સુધીમાં જે નિબંધ મળ્યા હશે તેટલા નિબંધ જ હરીફાઈમાં સામેલ કરવામાં આવશે. પરીક્ષક સમિતિ: આ નિબંધ તપાસવા તેમ જ પહેલા તથા બીજા ઈનામની યોગ્યતા નકકી કરવા માટે નીચે મુજબ પરીક્ષક સમિતિ નીમવામાં આવે છે. પંડિત સુખલાલજી, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆ, શ્રી. શાન્તિલાલ હરજીવન શાહ શ્રી. છોટાલાલ બાલાભાઈ કોરા. નિબંધોની માલકી : આ હરીફાઈ માટે મોકલવામાં આવેલા સર્વ નિબંધે ઉપર પ્રકાશન વગેરેની સર્વ માલકીના હક્કો શ્રી મુંબઈ જૈન યુવક સંઘને રહેશે. તેમજ જે નિબંધને ઈનામ મળ્યા હશે તે નિબધે પ્રગટ કરવાને શ્રી છોટાલાલ બાલાભાઈ કિરાને પણ હકક રહેશે. આ સરતે ધ્યાનમાં રાખીને ઉપર જણાવેલ વિષય ઉપર વિચ પૂર્ણ લેખ લખી મોકલવા જે સમાજના વિદ્વાન તેમ જ અનભવી ભાઈ બહેને અમારી સવિનય પ્રાર્થના છે. મણિલાલ મોકમચંદ શાહ ૪૫/ ૪૭, ધનજી સ્ટ્રીટ, રે દીપચંદ ત્રીભવનદાસ શાહ • - મુંબઈ ૩, વેણુબહેન વિનયચંદ કાપડીઆ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ, અમે નીચે ઉતર્યા. જેમ ગયા તેમ વાફરમાં બેસીને પાછા આવ્યા. પાછા આવતા આસપાસનું દૃશ્ય બધુ જોતા હતાં, ભાણુતા હતાં, કવિના કાવ્યને સ્વાદ ફરી આનંદથી ચાખતા હતા. પણ એ બધું પંચ પકવાનનું આકંઠ સેવન કર્યા પછીના મુખવાસ જેવું જ હતું, એ કહેવાની જરૂર છે? અમારા શરમાળ ચિત્રકારે એટલે વખત એક ખૂણામાં બેસી પાસેના ખડકનું અને આસપાસના સમુદ્રનું ચિત્ર દેવું. ઘેર આવતાં એણે એ મને આપ્યું! એ સુંદર ભાવપૂર્ણ ચિત્ર છપન્ન વરસની ભૂખ ભાંગ્યાના શુભ પ્રસંગનું સ્મારક તરીકે દીવાદાંડીનું કાવ્ય આખરે પૂર્ણતાએ પહેપ્યું મેં પ્રસન્નતાથી સ્વીકાર્યું". કાકા કાલેલકર,
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy