SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 18 પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૫-૪૭ અમારી પ્રાર્થના પૂરી થઈ એટલે વાફરે સમુદ્રના પીઠ ઉપર રેલે અમારો રહે અને એના પરની ઝપાટાભેર અદૃશ્ય થતી ભાત તરફ મારું ધ્યાન ગયું. એ ભાતમાં મુક્તવેણીની દરેક ખૂબી પ્રગટ થતી હતી. અમને, દેવગઢ બતાવ્યા વગર રહુંજ નહિં, એ નિશ્ચય કરી, વ્યવસ્થાની બધી વિગતે તરફ ચીવટથી ધ્યાન આપનાર ભાઈ પદ્મનાભ કામતે મને દક્ષિણ તરફના ડુંગરને તળીયે ફેલાય ચંદ્રભાગી કિનારે બતાવ્યું. એક કાળે યુરોપીઅન સ્ત્રીઓ ત્યાં નહાતી હશે. એટલે એનું નામ Ladies beach (યુવતી-તટ) પડયું છે. . ગેવાની સંસ્કૃતિમાં તરબોળ થયેલા કવિ બરકર અમારી સાથે હતા અને ભાઈ કામતે પિતાના તરફથી ઉમેરો કરવા માટે ચિત્રકાર રમાનંદને સાથે લીધું હતું. રમાનંદે પિતાની તેમજ મોટા મહેમાનોની સનિધિમાં છાજે એવી નમ્રતા ધારણ કરી ઠીક ઠીક આમવિલોપન કર્યું હતું. પણ મધદરિયે આવતાંવેંત પહાડ, વાદળાં, સુરજ, પક્ષીઓ, વહાણના સઢે અને સમુદ્રની ઉમિઓ એ બધાની અસર તળે આવતાવેંત એને કલાધર આમાં અમારી હસ્તિનું ભાન ભૂલી ગયે. અને એ અનેક દિવસના ભૂખ્યાં કોઈ ખાઉધરાની પેઠે આસપાસનું કાવ્ય મીટ માંડીને આગવા લાગ્યો. અમે આંગળી ચીંધીને એના તરફ એક બીજાનું ધ્યાન ખેંચ્યું પણ તેથી કાંઈ એનું ધ્યાન તૈયું નહિ. નાની કુંદાની આંખે ચંચળ પણે બધે ફરતી હતી. અમારા કવિ તે અમારી પ્રાર્થના પૂરી થવાની શાસ્ત્રોક્ત ભક્તિથી રાહ જોતા હતા. એમણે તરત જ સાગરની લહરીનું એક - ખલાસીગીત છેડયું. ગીતને ઢાળ ભલે ખલાસી ઢંગને હોય, પણ અંદરના ભાવ કાંઈ ખલાસી હૃદયના ન હતા. એ ગીત દ્વારા ભેળા ખલારસી બેલતા નહીં પણ મસ્તીમાં આવેલા કવિ પિતાની અભિજાત ભાવનાની સેરે એક પછી એક છોડતા હતા. એટલું ખરૂં કે તે દિવસે અમારી ટોળીમાં સ્વસ્થ (sober) એવું કોઈ ન હતું. હિંદૂ સ્કૂલના આચાર્ય શ્રી કુલકર્ણ પણ લહેરમાં આવ્યા હતા. ચિ. સરોજે તે પિતાનું સ્થાન છેડી બેયલરની આગળની બાજુએ ઉભા રહેવાનું પસંદ કર્યું હતું. પિતાને સ્વભાવ વટાવી એણે સ્વીકારેલું એ અગ્રગામિત્વ જોઈને મને મજા પડી. મેં એને મછર સરોવરમાં કાવ્ય પીધેલા નારાયણ મલકાનીનું સ્મરણ કરાવ્યું. એટલાથી જ અમે બન્ને આખી વસ્તુસ્થિતિ મૂલવી શકયા! - સમુદ્રના પાણી વટાવવાના જુદા જુદા પ્રકારમાં જુદા જુદા રસ હોય છે. મજાની થપ્પડે ખાતાખાતા બાહુબળથી તરતા અંદર દૂર દૂર જવામાં એક જાતને આનંદ છે. છાતી તળે મેજુ ઉભરાતું હોય, અને આપણે એના ઉપર સવાર થતા હોઈએ એને રસ જેણે ચાખે છે તે એને કોઈ કાળે ભૂલી ન શકે. નદીના પાણી તમને ડૂબાડવાને જેમ ઇંતેજાર હોય છે તેવું સમુદ્રના પાણીનું નથી. સમુદ્રના પાણું ભોગ લે તે તે ન છૂટકે જ. નહિ તે એની દાનત હંમેશાં તારાઓને તારવાની જ હોય છે. સાંકડી અને લાંબી હોડીમાં બેસી એક જ હલેસાથી દરેક મજા સામે ચઢઉતર ચલાવવી એ વળી બીજો આનંદ. બે મોજાં વચ્ચેની ખીણમાં હોડી આડી થાય તે મુસીબત ખરી. એટલી એક વાત સાચવી હોય તે સમુદ્રના આનંદ સાથે એક રૂપ થવા માટે આના કરતાં વધારે સરસ સાધન મળવું મુશ્કેલ. આના પછી મેટી હેડીમાં જોડી જોડીમાં બેસીને બને બાજૂના હલેસાં તાલમાં ચલાવવાનો સધિક આનંદ તે વળી ત્રીજે. એ પ્રૌઢ આનંદ મૂક પણે સેવાય જ નહિ. તાલને કેફ એટલો તે માદક હોય છે કે એમાંથી ગાયન અચૂક ટી નિકળવાનું. વારમાં બેસવાને આનંદ આ ત્રણે કરતાં કંઈક ઉતરતે ગણાય. તે. એટલા જ માટે, કે એમાં માણસનું બાહુબળ જરાયે વપરાતું નથી. નિયંત્રણચક્ર હાથમાં પકડનાર ને કાંડા ને જે કસરત થાય છે તેટલો જ પુરૂષાર્થ પુરતે અવકાશ વારમાં મળે છે. પણ વાકુરદ્વારા પાણી ચીરતા જવાના અન તા આખા રા વાફર જ્યારે સાસરું દોડતું જાય છે ત્યારે એની ગતિ આપણી રગેરગમાં પહોંચે છે. મોટર ચલાવવાનો આનંદ કરતાં વાફર ચલાવવાનો આનંદ અનેકગણું વધારે હોય છે. એ આનંદ માણતાં માણતાં અને સમુદ્રના પાણી અહિં, કેટલા ઉંડા હશે એને વિચાર કરતાં કરતાં અમે દેવગઢ ભણી ચાલ્યા. મને વિચાર થયો “જે પાણી સૌથી નીચે છે, તે ઉપરના પાણીના ભારથી ચગદાઈ નહિ જતાં હોય ? ઉપરના પાણી કરતાં નીચલા પાણી વધારે ગાઢા અને જાડા હોવા જ જોઈએ. અમુક માછલીઓ તે એ જાડા પાણીને વીંધીને નીચે ન જ ઉતરી શક્તી હોય. પારાના સરોવરમાં જે આપણે પડીએ તે લાકડાના કકડાની પેઠે આપણે એના પર તરતાજ રહીશું, અમુક પ્રકારની માછલીઓનું નીચલા જાડા પાણીમાં એમ જ થતું હશે. જેમ જેમ દેવગઢનું બેટ નજીક આવ્યું, તેમ તેમ આસપાસના નાના નાના બેટો અને ખડકે સ્પષ્ટ દેખાવા લાગ્યા, આકાશ અને સમુદ્ર જયાં મળે છે તે ક્ષિતિજની રેષા આજે ઘણી જ રેખીવ હતી. અહીં પૃથ્વી પૂરી થાય છે અને અહીં સ્વર્ગ શરૂ થાય છે, એમ કઈ સોય વતી બરાબર ચીંધી આપતું હોય એમ લાગતું.” બે ફતમારીઓ પિતાના સઢમાં પવન ભરી લઈને મુસાફરીએ ઉપડી હતી. એ સઢના પેટમાં પવન સાથે ઉગતા સૂર્યના કિરણે પણ ભરાયા હતા ! એ ભારથી સઢ ફાટી જશે કે કેમ એમ લાગતું હતું. સહે એટલા તે ચળકતા હતા કે એ રેશમના છે, કે હાથીદાંતના છે એ નકકી થતું ન હતું. સઢમાં જ્યારે પવન . ભરાય છે. ત્યારે કેળના પાંદડાની ભાત એમાં ઘણી શોભે છે. હવે અમે દેવગઢની સાવ નજીક આવ્યા. ટેકરી આખી નાનાં મેટાં ઝાડાથી ઢંકાયેલી છે. ઉપરની દીવાદાંડી પિતાને મોભો સાચવી આકાશ તરફ આંગળી ચીંધતી હતી, હવે વાર આગળ જાય એમ હતું નહિ. બાકીનું ટુંકું છીછરું અંતર પૂરું કરવા માટે અમારા વાફરે એક નાનકડો ફિકર સાથે બાંધી લીધે હતું. એ નાની હોડીમાં અમે ઉતર્યા અને બેટ ને કિનારે પહોંચ્યા. ઉતરતાવેંત લાલ લાલ પાકા બેરનાં ફળોએ અમારૂ સ્વાગત કર્યું. અમે ઉપર ચઢતા ચઢતા મોટા મોટાં વૃક્ષની ડાળ અને વડની વડવાઈઓ નિહાળતાં નિહાળતાં દીવાદાંડીની તળેટી સુધી પહોંચ્યા. દીવાદાંડીના દીપકાર એક ભલા મુસલમાન હતા. એમણે અમારું સ્વાગત કર્યું. બેટ ઉપર દીવાદાંડીને કારણે થોડાક લોકે રહેતાં હતા. એમને કારણે ડાક બકરા અને મરઘા પણ રહેતા હતાં અને વખતેવખત મરતા હતાં) સમુદ્રકિનારેથી ઉડતા આવીને અહિંના ઝાડ ઉપર આરામ લેનારા અને પ્રાકૃતિક કાવ્યના ફુવારા છોડનારા પક્ષીઓ તે ઋષિમુનીઓ જેટલા જ પવિત્ર ગણવા જોઈએ.' વાફરમાં બેસીને અમે પરેઢિયે આત્માની ઉપાસના કરી હતી. અહિં એક ખડક ઉપર બેસી સૌએ પેટની ઉપાસના કરી, આસપાસની શેભા ધરાઈને જોયા પછી દીવાદાંડીના પેટમાં થઈને અમે ઉપર ગયા. દીવામાંથી “વિશ્વત” નિકળતા કિરણો ખૂબીથી વાળીને એમને પાણીના પૃષ્ટ ભાગને સમાંતર એવો ઘેઘ દેડાવવા માટે અનેક પ્રકારની બિલોરી કાચની બનાવેલી બે ઢાલ અમે સૌથી પ્રથમ જોઈ. પેરાબેલા અને હાયપરબેલાના ગણીતને એમાં પૂર ઉપયોગ કરેલો હોય છે. *શંકુછેદનું ગણીત જે જાણે તે જ આનું રહસ્ય સમજી શકે. ત્યાર પછી એ દીવાને બુરખો એક બાજૂ ખસેડી દૂર સુધી સામુદ્રિય શેભા અમે નિહાળી અને એથી સંતોષ ન થતાં દીવાની આસપાસ ગોઠવેલી ગેલરીમાં જઈને મુક્તપણે દશે દિશા અમે જોવા લાગ્યા. જે દશ્ય જોવાની ઝંખના છપ્પન વરસથી સેવ આવ્યું હતા તે દ્રશ્ય આજે જોયું! આંખોનું પારણું ફીટયું ! આખે બેટ હoio sections.
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy