SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : - : ૧૮ શ્રી મુખઈ જૈન ચુવકસ ધનું પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી: મણિલાલ મેાકમચંદ શાહ, મુંબઈ : ૧૫ જાન્યુઆરી ૧૯૪૭ બુધવાર, શ્રી મહાવીર જૈન વિદ્યાલય અમદાવાદ શાખાના ઉદ્ઘાટન પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રવચન ધણા વખતથી શ્રી મેાતીચંદ કાપીને આગ્રહ હતા કે કાઈ પ્રસ ંગે જ્યારે અમદાવાદ આવવાનુ મારે થાય ત્યારે આ શાખા મારા હાથે ખુલ્લી મુકવાને તેમના સ'કલ્પ પુરા કરવેા, તેમના કાગળો ઉપરાઉપરી આવતા હતા, પણ મે' તેમને લખ્યું હતું કે હવે હું અનેક વ્યવસાયેામાં પડેલા હોવાથી ઝટ આવી શકતે નથી. અમદાવાદમાં આવવાની ઈચ્છા તે ધણી થાય છે. અહિં અનેક સ્નેહીઓને મળવાનું આકશુ પણ છે. અમદાવાદમાંથી મેં જાહેર જીવનનું ભાથું બાંધ્યું છે. મને અહી ઘણા જુના સ્મરણેા તાજા થાય ' છે. અમદાવાદમાં એવા કાઇ નાનક મેાટા નંદુ' હશે કે જેની સાથે સીધી કે આડકતરી રીતે મારા સબંધ નિહું હાય. અમદાવાદની ગલીએ ગલીએ હુ' કરેલો છું. મ્યુનીસીપાલીટીમાં ઘણા વર્ષો સુધી મેં સમય ગાળ્યો છે. જ્યારે હું અહીં આવું છું ત્યારે ભવિષ્યને માગ ખુલ્લા કરવામાં મને મદદ મળે છે. હવે જલ્દીથી કામમાંથી છુટીને અવાતુ નથી. કામ પણ ખુબ રહે છે અને તબીયત પણ હવે પહેલાં જેવી ચાલતી નથી. Regd. N。. B, 4266. શેઠ ભેાળાભાઈ જેસ ગલાલે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને એક લાખની રકમ અણુ કરી તેના પરિણામે અમદાવાદ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની એક શાખા ગયા વર્ષના જુન માસથી શરૂ કરવામાં આવી હતી. આ શાખાને ‘ભાળાભાઇ જેસ’ગલાલ વિદ્યાર્થીગૃહ, નામ આપવામાં આવ્યું” હતું. આ શાખાની ઔપચારિક ઉદ્ધાટનવિધિ સરદાર વલ્લભભાઈ પટેલના હાથે અમદાવાદ ખાતે તા. ૨૯--૧૨-૪૬ ના રાજ કરવામાં આવી હતી અને સાથે સાથે શેઠ ભેાળાભાઇ જેસ'ગલાલની પ્રતિમાનું પણ સરદારશ્રીના હાથે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસ ંગે અમદાવાદના કેંગ્રેસી કાČકર્તાઓ, સંભાવિત ગૃહસ્થા તેમજ સખ્યાબંધ ભાઇબહેને હાજર રહ્યા હતા અને અનેક શુભેચ્છાએના સદેશાઓ સંભળાવવામાં આવ્યા હતા. સંસ્થાના ભડાળમાં પ્રસ્તુત પ્રસંગને અનુલક્ષીને રૂા. ૧૦૦૦૦ લગભગની આવક થજી હતી. પ્રસ્તુત શાખાને ઉદ્ઘાટિત જાહેર કરતાં સરદાર વલ્લમભાઇ પટેલે નીચે મુજબ વ્યાખ્યાન આપ્યું હતું :— આવી સંસ્થાને સાથ આપવાની તે મારી ફરજ હાય. જે શુભેચ્છાઓના સદેશાએ વાંચ્યા છે તેમાં મારે શું ઉમેરે કરવાના હોય ? હું પણ તેમાં મારી શુભેચ્છા ઉમેરૂ છું. ભાળાબાઇ સાથે ઘણા વખતને મારે સબધ છે, મહોબ્બત છે. તેઓ મને જ્યાં હુ હા ત્યાં ઘણીવાર મળવા પણ આવે છે. એમની જીવતી જાગતી મૂર્તિનુ બસ્ટ ઉધાડામાં મારી શી જરૂર હતી ? એમનુ કામ એ જ એમનું સાચુ સ્મારક ગણુાય. જૈન વિદ્યાલયે ઠીક કામ કર્યું છે. કેળવણીની કાંઇ મર્યાદા નથી. અસલમાં તે આ સંસાર, આ જગત એ મહાવિદ્યાલય છે. દરેકને જન્મથીં માંડીને મરણ સુધી કાઇ ને કાંઇ શીખવાનું મળે છે. સમયને અનુકુળ જ્ઞાન મેળવવું એ ધન છે. આ સંસ્થામાં જૈન ધર્મના શિક્ષણની વ્યવસ્થા છે એ સારી વાત છે. આજની કેળવણીમાં ધર્માંતે સ્થાન નથી એમ કહીએ તે ચાલે. માત્ર ભરણપાષણને ખાતર જ કેળવણી લેવી એ સામાન્ય વસ્તુ છે. અસલમાં તે મનુષ્યદેહની કીંમત શું, તેને ઉપયેગ શી રીતે થશે, દેહ પડયા પછી શું થશે, દેહ અને આત્માને સબધ શ છે એનું જ્ઞાન જો ન હાય તા ગ્રેજ્યુએટ થવાથી આપણને લાભ છે એમ માનશે નહીં, એમ તે ઠેક ઠેકાણે અને ગલીએ ગલીએ ગ્રેજ્યુએટા લવાજમ રૂપિયા ૪ અથડાય છે. એથી હિંદને લાભ નથી. અજ્ઞાનની ખડકીને દરવાજો જડતા નથી. જ્ઞાન તે દીપક છે જે અંધારામાં અજવાળુ' કરે છે. પણ જો તમે સાચુ' જ્ઞાન ન મેળવ્યુ હેાય તે પેટ તે જાનવર પણ ભરે છે, એટલે મનુષ્યમાં જે વિશેષતા છે તેને જો મનુષ્ય ન ઓળખે તે તેને મળેલુ જ્ઞાન નકામુ છે. આ વિદ્યાલયમાં જૈન ધર્મના મૂળ તવા જાણવાંની વ્યવસ્થા છે એ વિશેષ અગત્યની વસ્તુ છે. એવી સાચી વિધા મળે, જૈન ધમના સિધ્ધાંતેનું જો તે પાલન કરતાં શીખે તે સખાવત કરનારાને પણ સતેષ, થાય. સાધુઓની માફક ગૃહસ્થાશ્રમીઓને પણ ધર્મ છે. બધા સાધુ થાય તે જગત કેમ્ ચાલે ? જો સાધુના ધર્માં કાણુ છે તેા ગ્રહસ્થીના ધર્મ પણ સહેલા નથી. જેના ઠીક ઠીક પૈસા કમાયા છે., એ વિદ્યા તા એમની પાસે છે જ, એ માટે એમને કાઇ વિદ્યાલયમાં જવું પડતું નથી, પણ જન સિદ્ધાંતાના તેણે કેટલેા અમલ કર્યો છે. તેના પર તેને જૈન કહેવા કે નહિ તેના આધાર રહે છે. જિતેન્દ્રિયને જૈન કહેવામાં આવે છે. એટલે તેણે કેટલા સયમ કેળ~ા એ માટે અંતરના ઉંડાણમાં ઉતરીને તેણે જોવાનું છે. બાહ્ય તે ધણું થાય છે. ટીલાંટપકાં કરવા, જાત્રાએ જવું, મદિરેમાં જવુ, એ તેા ધર્મની મર્યાદા છે, ધર્મને સમજવા માટે છે. પણ તેને ધમ માનીને અસલ સિદ્ધાંતને ભુલી જાય તે એ નામન જન કહેવાય. ‘ અહિં’સા પરમો ધમ' એ તે જંતાના મેટામાં મેાટા સિદ્ધાંત છે. એને જો બરાબર સમજ્યા હેાએ તે દુકાને બેઠા હાઇએ, તે ધંધે પણ ઠીક ચાલતા હેાય અને ન પડે. કે હુલ્લડ થયું, ગુંડા આવે છે, એટલે દુકાનમાં જે હાય તે સ ંકેલી લઈને ભાગવા માંડવું એ જૈન ન કહેવાય. એણે તે જે પાસે હતુ તેને સાચી વસ્તુ માની, અને ભયથી ભાગ્યા. એનું નામ તે। ભીતા. કાયરતાને કાઇ ધમ'માં સ્થાન ન હે.ઇ શકે. જૈન ધર્મ'માં તે હરગીઝ નહિ. કોઈની 'સા ન કરવી એ ખરેખર છે, પણ ખરા જનમાં. મરણપથારી કરવાની શકિત હેવી જોઇએ. એનામાં એવી તપશ્ચર્યાં અને આત્મશુધ્ધિની શકિત હાવી જોઇએ કે તેને જોખને ગુંડાના હાથમાંથી હથીઆર હેઠા પડી જાય. આજે તે મહાત્માજી -એ ધર્મનું સેવન કરી રહ્યા છે, હિંદ પાસે તે પદાર્થપાઠ મુકી રહ્યા છે, ધાર તપશ્ચર્યાં કરે છે, અને અનેક વિટંબણાઓ વચ્ચે એ સિદ્ધાંતને મુકી રહ્યા છે.
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy