________________
વ : e અકઃ૨
mile #
શ્રી મુંબઈ જૈન ચુવકસ ધનુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જેન
તંત્રી: મણિલાલ માકમચંદ શાહ,
મુંબઈ : ૧૫ મે ૧૯૪૭ ગુરૂવાર
ગાંધીજી અને જવાહરલાલ : વ્યક્તિત્વ અને નેતૃત્વની એક તુલના મૂળ અંગ્રેજી લેખક અત્યારે જેએ વમાન હિંદના ઇતિહાસ સરળ રહ્યા છે તેમાં પંડિત જવાહરલાલ નહેરૂનુ સ્થાન વિશિષ્ટ કેતુ છે. એક ગણનાપાત્ર રાજકીય પરિબળ લેખે તેમજ એક આદરપાત્ર વ્યકિતત્વ લેખે હિંદી પરિસ્થિતિ પરતું તેમનું પ્રભુત્વ માત્ર ગાંધીજીથી જ ઉતરતું છે. રાજકીય પરિબળ તરીકે એમના તાલ બાંધવા ફાવે તેમ નથી; અને વ્યક્તિત્વનું પૃથક્કરણ કરવું એથી પણુ મુશ્કેલ છે. એક માત્ર ગાંધીજીને અપવાદરૂપ ગણીએ તે ખીજા કાઇ પણ તૈતા કરતાં હિંદમાં એ વિશેષ પ્રીતિપાત્ર છે, અને હિંદ બહાર એમની પ્રતિષ્ઠા ગાંધીજીથી પશુ ચડિયાતી છે એમ કહેવાય છે. ખીજા ઘણા કોંગ્રેસ-નેતાઓની બાબતમાં બન્યું છે તેમ એમની લોકપ્રિયતા માત્ર એમના પોતાના પ્રાન્તપૂરતી મર્યાદિત નથી. એ સૌના લાડીલા છે અને જ્યાં જાય છે ત્યાં પ્રશંસાભરપૂર હૈયે લેાકાના થે થાક એમને જોવા સાંભળવા ઉલટે છે. જનતાના સધળા વર્ગ એમના પર વારી જાય છે ગરીમા એમના પર વારી જાય છે કેમકે તેમને એ પેાતાના ઉદ્ધારક ગણે છે; ધનવાને વારી જાય છે કેમકે એ ગભ શ્રીમંત છે; વિદ્વાનેા પર એ પેાતાનાં લખાણેથી છાપ પાડે છે. અને ટેળાંને એ વાવૈભવથી મેહમૂ૰ પમાડે છે. ક્રાન્તિવાદીએ એમની આગઝરતી વાણીના પ્રશંસા છે; અને ફેશનેબલ સન્નારીએ એમની મેહક મુખાકૃતિ અને સંસ્કારી વાર્તાલાપનાં વખાણ કરતાં ધરાતી નથી. રાજ્કીય દૃષ્ટિએ યુરોપને ભારતનું જે આહ્વાન છે તેના એ પ્રતીકરૂપ છે; બૌદ્ધિક દૃષ્ટિએ હિંદુ પર પશ્ચિમનું જે ઋણુ છે તેના એ સંકેતરૂપ છે; આધ્યાત્મિક દૃષ્ટિએ પૂર્વ અને પશ્ચિમ અને વચ્ચે એ કાં ખાય છે, 'િદની જનતા એમને ભક્તિભાવે નમે છે; યુરેપના બુદ્ધિવાદીએ એમને પ્રશસે છે.
યુરાપવાસીઓને ગાંધીજી જેટલા અગમ્ય છે તેટલા પુ'ડિતજી અગમ્ય નથી. પશ્ચિમને સદાય અકળ ગૂઢ એવા પૂર્વી એ પર્યાય નથી. ગાંધીજીના સમાગમમાં આવીને યુરોપવાસી મુઝાય છે. ગાંધીજીના વ્યકિતત્વના પ્રતાપ એને સ્પર્શે છે, એને જાદુ પણ એ અનુભવે છે, ક્રાઇસ્ટની પ્રતિમાની જેમ એને એ અંતરથી સન્માને પશુ છે, અને છતાં ગાંધીજી અને ગહન, અકળ લાગે છે. કયે વખતે એ શું કરશે એ સાવ અકલ્પ્ય હાય છે, એ એક એવી પ્રતિભા છે જેની ઘટના પાર એ પામી શકતા નથી.
પરંતુ જવાહરલાલના સ ંસગ માં આવ્યાથી યુરોપવાસીને આવી મુંઝવણુ થતી નથી. એને એ ઘરના માણુસ જેવા લાગે છે, અને લાગે છે કે આ કાક એવું માણુસ છે જે પેાતાની માફક વાત કરે છે અને પોતાના સમાજની શ્રેષ્ટ વ્યક્તિની જેમ વિચારે છે. વીરા જે માટીમાંથી ધડાય છે તે માટીના નેહરૂ ઘડાયા છે. એમને ભાવનાવાદ યુરોપવાસીને સુપરિચિત છે; એમની જીવનશ્રદ્ધા લેાક સાથે જડાયેલી છે; એમનાં મૂલ્યા નૈતિક છે; એમની વિચારણાં બુદ્ધિ
4
Regd. No. B, 4266.
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
શ્રી કૃષ્ણ કૃપાલાની
ગમ્ય છે; એમના માનસિક પ્રત્યાધાતાની પૂર્વ કલ્પના કરી શકાય તેમ છે. ટુકમાં વીસમી સદીના સસ્કારી મનુષ્ય પાસેથી જે વર્તાવની આશા રાખીએ તે રીતે એ વર્તે છે.
નેહરૂ પ્રકૃતિએ કરીને ભારતીય નથી એમ કહેવુ‘એ તે વર્તમાન ભારતને ધડી રહેલાં પરિબળાના ઊંધા અર્થ એસાડવા જેવુ થશે, હજારો વર્ષોના જીવનમાં જે સ્વરૂપ ભારતે પ્રત્યક્ષ કર્યુ” છે તેટલું જ તે નથી; એનાં ગામડાંમાં વસતા લાખ્ખા ને કરડા મનુષ્યને જોઇને પણ એના રૂપનુ સપૂર્ણ આકલન થઇ શકે તેમ નથી; ભારત છે તે જ નથી, પણ જે થવા માગે છે તે પણ છે. એના જાગૃત બુદ્ધિશાળી જતે એને જે ધાટ આપવાની આકાંક્ષા સેવે છે તે પણ એ છે. વિદેશી સંસ્કૃતિએ આધાત આપી આપીને એને એના કૅચલામાંથી બહાર આવવાની, જૂનાં મૂલ્યાને નવી પલટાતી દુનિયાના પ્રકાશમાં નવા તેલ બાંધવાની એને જ પાડી હોય એવું કઈં ભારતના ઇતિહાસમાં પહેલી જ વાર નથી બન્યું. નવા સવાદ ઉપજાવવાને હજી આજે પણ મથી રહેલા, નવા તે જૂના વચ્ચેની હજી પણ અસિદ્ધ એવી સમસ્થિતિના નિર્માણનુ પ્રસવકષ્ટ વેઠી રહેલા, જે તાત્ત્વિક ને વાસ્તવિક છે તેના મિથ્યા તે અવાસ્તવિકથી ભેદ કરવાને હજી પણ અસમર્થ એવા હિંદના જવાહરલાલ પ્રતિનિધિ છે. આજ સુધી હતું તે હિંદ સાથે એમના તાલ મળતે ન દેખાતા હોય તે તેનું કારણ એ છે કે હવે પછી હિંદુ જેવુ થવુ જોઇએ એમ એ ઇચ્છે છે તેની સાથે એમના તાલ મળી ચૂકયા છે. આ પ્રકારના અનુભવ કરનાર આ દેશમાં એ કઇ એકલા નથી. હિંદના સમસ્ત બુદ્ધિજીવી વર્ગ તા એમાં એમને સાથ છે. ફેર માત્ર એટલે છે કે નૈહુના સારા ય ઉછેરને લીધે અને નાનપણમાં ઇંગ્લંડમાં રહીને લીધેલી કેળવણીને લીધે એમની બાબતમાં આ મનેાભાવ વિશેષ સ્વાભાવિક બની રહ્યો છે. ભારતના આત્માની ખેાજ કરતાં એ શીખ્યા તે પહેલાં કયારનાય પશ્ચિમનું હાર્દ એ પામી ચૂકયા હતા. એ અભિજ્ઞાનની પ્રક્રિયાલાંબી, દુષ્કર, વેદનાભરી હતી, છતાં એને અંતે જે હરખચમકા એમને અનુભવ થયા તે તા ચેપમેનને હેમર વાંચીને કીટ્સે જે આનંદ એના સેનેટમાં ઠાલવ્યે છે તેની યાદ આપે છે. અજાણીને ધાવીને ઉછરેલા બાળકના જેવી એમની દશા છે. પેાતાની સાચી માતાને આળખતાં એમને ધણા વખત લાગ્યા અને હવે જ્યારે એળખી છે ત્યારે પણ એના ખેાળામાં માથું મૂકીને ભવને ભાર ભૂલી જવાને હજી એમને સભાન પ્રયાસ કરવો પડે છે.
આ સંક્રાન્તિસમયના ભારતના ગાંધીજી પણ એક પ્રતિનિધિ છે, પશ્ચિમથી એ પણ પ્રભાવિત થયા છે, પણ સાવ જુદી રીતે. તેહરૂ પશ્ચિમવાટે હિંદમાં આવ્યા; ગાંધીજી હિંદમાં રહીને પશ્ચિમને નિહાળે છે. એક બહાર રહીને હિંદને પ્રભાવિત કરે છે; ખીજો અંદરથી એની સુરત પલટી રહ્યો છે, જ્યાં સુધી આ બંને પ્રક્રિયાએ તે તેમનાં