SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ & તા. ૧-૫-૪૭ I ( દેવદ્રવ્ય આ પ્રજાજાગૃતિના યુગમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક બધી રીતે જીવનના જે અનેક પ્રશ્નો નવી વિચારણા માગી લે છે તેમાં દેવદ્રવ્ય” એ આપણા સમાજને એક વિકટ પ્રશ્ન બની શકે તેમ છે. દેવદ્રવ્યને પ્રશ્ન ઉકેલવા તરફ હજુ આપણું ધ્યાન દોરાયું નથી, પણ જે પરિસ્થિતિ આપણી સમક્ષ આજે આવી રહી છે તે તરફ દુર્લક્ષ રાખવું આપણને પાલવે નહિ. પ્રથમ દેવદ્રવ્ય એટલે શું અને તેને અંગેની રૂઢ માન્યતાઓ આજે જે રૂપમાં પ્રવર્તે છે તે પર વિચારણા કરી તેની છે. ગતા તપાસીએ. અથ–દેવદ્રવ્ય એટલે દેવનું દ્રવ્ય, દેવને નામે ચડેલું દ્રશ્ય દેવને સમર્પિત કરેલું દ્રવ્ય કે દેવને નામે વાપરવા સંક૯પ કરેલું દ્રશ્ય. માન્યતાઓ ૧ દેવદ્રય મંદિર, મૂર્તિ, પ્રતિષ્ઠા, પૂજા, પૂજાનાં સાધનો, આંગી, મુગુટાદિ અલંકાર વિ. માટે જ ખર્ચ થઈ શકે. ૨ બીજા ક્ષેત્રે અવરાતા હોય છતાં તેમાંથી એક પાઈ પણ ન વાપરી શકાય. ૩ દેવદ્રવ્ય અત્યંત વધી જાય તે તેના સાચા મેતી ખરીદી તેને ભરડાવી, સમુદ્રમાં નખાવી દેવા પણ તેને બીજા કોઈ પણ શુભ માર્ગે ઉપયોગ ન થઈ શકે. ૪ દેવદ્રવ્યને જાણે અજાણે પણ ઉપયોગ થઈ જાય તે અનંત કર્મ બંધન થાય માણસ જ ત્યાગવૃત્તિથી લડી શકે છે. અને માણસે પણ જ્યારે યુધ્ધમાં ભય કે ક્રોધથી લડે છે ત્યારે પશુતર થઈ લડે છે. બધા ત્યાગને, બધાં દાનેને મૃત્યુના અવધિ સાથેનું એ જ અનુસંધાન છે. એક પ્રશ્ન થશે કે જે મૃત્યુની અવધિને લીધે જ બહાદુરી વગેરેને અર્થ રહેતા હોય તે દુનિયામાં પુરાણોમાં જ દેહવાળા અમર લડવૈયાઓ આવે છે તેનું શું ? હું માનું છું કે આ કલ્પનામાં રહસ્ય છે તે એ કે એક તે એમાં માણસ પોતાની અજર અમર થવાની વાસનાની તપ્તિ જુએ છે. પણ વિશેષ એ છે કે ઈશ્વરનું અપરિમિત બળ એ પક્ષે રહેલું છે એવી શ્રધ્ધા એમાં મૂત થાય છે. અને વિજય ચિરંતન છે, એ એને વ્યંગ્યાથે છે. રાક્ષસે બળ માંગીને પણ પિતાનું મોત માગે છે, એમાં પણ સતતુ પિતાના સ્વરૂપે જ નાશવન્ત છે એ રહસ્ય છે. અને મેં કહ્યું તે મૃત્યુનું રહસ્ય એમાં છે કે, ઇશ્વર પણુ અવતાર લે છે ત્યારે મત્ય મનુષ્ય બને છે. માટે જ આપણામાં પશુ અને દેવ બને માત્ર ભેગનિ કહી છે, માત્ર મન્યુષ્પાવતાર એને જ પુરૂષાઈંવાળે માન્ય છે. અને મને જીવનની સૌથી મોટી ખૂબી એ લાગે છે કે જીવન ઇષ્ટતમ હોવા છતાં, તેની અંદર જ કોઈ એ અંશ છે, જેને સિદ્ધ કરવા માણસ આ આખા જીવનને ત્યાગ કરે છે. મારે મન આ ચૈતન્યને અદભુત કેયડે છે. આગળ જઈને હું એમ પણ કહી શકું કે જીવસૃષ્ટિના આદિથી જે અંધ જિજીવિષાબળ અનિરૂદ્ધ ઉતરતું આવ્યું છે તેનું રહસ્ય, તેમાં રહેલું આ છાનામ્ રુદ ઈષ્ટાનું ઇષ્ટ, પરમ ઇષ્ટ છે. જિજીવિષા આપી અહી સાથે, ચરિતાર્થ થાય છે. અને આપણે એક અદ્ભુત વિરોધાભાસમાં ઊતરી પડીએ છીએ કે જીવનનું સાર્થકય જીવનના ત્યાગમાં રહેલું છે. તેન થન મુનીયા: ‘તેનો ત્યાગ કરીને ભગવ,' અથવા કહે કે તેને ત્યાગ એ જ ભેગ છે! ત્યાગ અને ભાગ એ એક બની રહે એ ઈષ્ટતમ ઉતમ જીવન ! - રામનારાયણ વિ. પાઠક, ન ૫ શ્રાવકથી પગારદાર પૂજારી કે મંદિરના નેકર ન બની શકાય. ૬ સ્વાદિની બેલી વિ. ની ઉપજ પણ દેવદ્રવ્યખાતે જ જમા થઈ શકે. ૭ ધમપ્રચાર, પરોપકાર કે અહિંસકદિ ધર્મના પાલન માટે પણ દેવદ્રવ્યને ઉપયોગ ન થાય. આવી તેમજ આના જેવી બીજી નાની મોટી માન્યતાઓ દેવદ્રવ્ય અંગે લેવાય છે. પ્રથમ આપણે ‘દેવદ્રવ્યનો અર્થ તપાસીએ તે મુળે દેવદ્રવ્ય ની કલ્પના જ નિમ્ળ છે, જે દેવ વીતરાગ હતા, જે નિરંજન નિરાકાર છે, જેને એક પરમાણું માત્રની પણ સ્પૃહા કે સ્પર્શના નથી તેને વળી દ્રવ્ય કેવું? તેના નામે ચાલતી પેઢી કેવી ? - એટલે દેવદ્રવ્યને અર્થે દેવનું દ્રશ્ય નહિ. એ મુજબ દેવના અધિકાર પશુ નહી. અધિકાર ગણાય તે સમાજના સંકલ્પના જ. કારણ કે સમાજે ઘણીવાર દેવના નિમિત્તે વાપરવાના સંક૯પથી એવું દ્રવ્ય ઉભું કર્યું હોય છે. એવા દેવદ્રવ્યને ઉપયોગ મંદિર, મૂતિ, પ્રતિષ્ઠા, પૂજા, પૂજાનાં સાધનો તથા મંદિર અંગેની નાની મોટી ચીજો માટે થતું હોઈ એ બધા સાધનોનો ભક્તા કે માલિક દેવ નથી બનતે પણું ખુદ આપણે પોતેજ બનીએ છીએ. એ બધા સાધને સમાજની ધાર્મિકતા અને ભક્તિને પિષવા માટે જયાં હાઈ દેવદ્રવ્યને હેતુ સમાજસેવા બની જાય છે. આમ દે ને નામે ચડેલું કે દેવને સમર્પિત કરેલું દ્રવ્ય એવો શબ્દપ્રયોગ આપણે કરીએ છીએ ત્યારે તેને અર્થ સમાજના ઉપભોગને અર્થે સમાજને સમર્પિત કરેલું દ્રવ્ય એવું બની જાય છે. આ રીતે જોઈએ તે સમાજે સમર્પિત કરેલા દ્રવ્ય પર કેવળ સમાજના જ સંકલ્પને અધિકાર રહે છે. અને તેથી એને પોતાને ઠીક લાગે; તે શુભ માગે ઉપયોગ કરવા સમાજ સ્વતંત્ર રહી શકે છે. ભૂતકાળમાં જે રીતે એની આવકના સાધનો અને બદ્ધ મર્યાદામાં એને ઉપગ તે રહ્યો હશે તે તે યુગને માટે અનુરૂપ અને જરૂરી વસ્તુ હશે. તે કાળના ડાહ્યા પુરૂએ જે કાર્યપ્રદેશ આંકી આપ્યા હશે તે તે કાળને માટે બહુ ડહાપણુરૂપ હશે. પણ તેથી આપણે આ યુગમાં છતી આંખે આંખ બંધ કરીને ચાલવાની કશી જ જરૂર નથી. આથી દેવદ્રવ્યને અંગે સેવાની માન્યતાઓ પર જે આપણે જરા દયાનપૂર્વક નિરીક્ષણ કરશું તે એ બધી માન્યતાઓ કેવા પિલા પાયા પર ઉભી છે તે જણાયા વિના , રહેશે નહિ. (૧) મંદિર, મૂર્તિ જેવી વસ્તુ માની શકાય છે, પણ કિમતી મુગટ, રાજશાહી વૈભવ અને દબદબાભર્યો વરઘેડા વીતરાગતાની સાથે કશે જ મેળ મળે તેમ નથી. એ દેવને રા ભેગી અને માયાવી મનાવે છે. એમાં વીતરાગતાની ઠેકડી છે. વૈષ્ણ હાની હરિફાઈમાં વીતરાગની મહત્તા ઝાંખી થાય છે. મહત્તા વૈભ નહિ પણ ત્યાગમાં, સાદાઈમાં હતી, પણ રાગમાં ખુચેલા આ વીતરાગને આપણા ઉંધા ગજે આપ્યા. દેવદ્રવ્ય જે રીતે વાપરવ. શાસ્ત્રજ્ઞા હશે તે આજ્ઞા પણ સચવાતી નથી. આપણે સંક૯૫ અવળે માર્ગે વન્ય હાઈ એ સંક૯પને ફેરવવામાં કશે જ નથી, બટુકે આપણો ધર્મ થઈ પડે છે. (૨) જનમાર્ગનું હાર્દ સમજાયું હોત તો આ કદાગ્રહ બંધાત જ નહિ, પણ (૧) મુજબ આપણે ભીંત જ ભૂલ્યા છીએ એટલે આપણને ધમનું ‘હાદ' ક્યાંથી સમજાય? (૩) જો આવી માન્યતા સાચે જ સાચી હોય તે એ બેવકુફ મગજને જ પરિપાક ગણાય. (૪) આને કાઈ શારાધાર હશે કે કેમ તે શંકા છે. હશે તે પણ તે કેવળ વહેમ જ છે. , 13
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy