________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૪ ૪૭
"
સ્વતંત્ર રૂપી ૧૯૨૭ની સાલમાં પિન્ડ અને રૂપીયાને હિંદુ વિધિ અનુસાર લગ્ન ગ્રંથીથી જોડવામાં આવ્યા હતા. ૧૮૯૧ માં ઈગ્લેંડે સોનાનું ચલણ છોડયું, તે પાછળ બીજા લગભગ બધા દેશોએ પણ સેનાનું ચલણ છોડયું, અને બીજા વિશ્વયુદ્ધના અસાધારણ સંજોગે આવ્યા છતાં આ લગ્નને વિચ્છેદ થઈ શક્યા નહોતા.
હિંદુ શાસ્ત્રની સ્ત્રીત્વની ભાવના અનુસાર જગતના અર્થસાગરમાં માતા હિંદના નાણાનું ડુબવું કે તરવું તે જોહન ખુલના
સાગરમાં મા,
તું
મિત અઢાર
ગમે તે દેશના ચલણી નાણમાં રૂપીયાને વટાવી આપવાની રીઝ બેન્કને સત્તા આપવામાં આવી છે. જો કે હાલ તુરત હિંદના ખાતે ઈશ્વમાં એકઠા થયેલા અલગ બ્લેકનો ફેંસલે થાય અને પર દેશમાંની હિંદની નાણાશક્તિને સરકારને ખરે ખ્યાલ આવે ત્યાં સુધી રૂપી અઢડર પેસના બાંધેલા ભાવે માત્ર પાઉન્ડમાં જ વટાવવાની અગાઉની રીત ટુંક સમય માટે ચાલુ રહેશે.
૨. અઢાર પેન્સના હેડીના ભાવ રીઝર્વ બેન્કને ખાસ ધારા અનુસાર બાંધવામાં આવ્યા હતા. હવેથી જગતના જુદા જુદા દેશો સાથેના હુડીના ભાવેનું નિયંત્રણ હિંદી સરકારે પિતાના હાથમાં રાખ્યું છે અને તેના કારણુમાં એમ જણાવવામાં આવ્યું છે કે (ક) હુડી ભાવના ફેરફાર વધુમાં વધુ ઝડપથી અને ખાનગી રીતે કરવી પડે (ખ) આવા હુંડીના ફેરફાર કરનાર પાસે અમર્યાદીત સત્તા જરૂર પડે (ગ) દુનિયાના અનેક દેશે સચેના હુંડીના ભાવો નકકી કરવા પડશે, જે કામ રહેલું નથી.
ગ્રેટબ્રિટનની રાજકિય ગુલામીમાંથી હિંદુરથાન ૧૯૪૮ ના જુનમાં સ્વતંત્ર થાય ત્યારે ખરૂં'. પણ પાઉન્ડની ગુલામીમાંથી રૂપિયે અત્યારથી જ સ્વતંત્ર થઇ ચુક્યું છે. રાજકારણની સરખામણીમાં અર્થકારણું ઓછું મહત્વનું નથી, તેટલે અંશે આ બનાવ ઐતિહાસિક અને મહત્વનો છે.
બાપાલાલ દેશી.
બદલીને ગમે
લગ્નવિચ્છેદનો કાયદો
આિમણ અને અ રાજાએ એ **
૧૯૨૭ માં એક રૂપીયાની કિંમત અઢાર પેન્સ નકકી કરવામાં આવી. તે વખતે ઈગ્લેંડની પાઉન્ડની ચલણી નોટ બદલીને ગમે ત્યારે પાઉન્ડની સેનાની મહેર મળી શકતી હતી. ૧૯૩૧ માં ઇંગ્લડે સેનાનું ચલણ છોડ્યું છતાં રૂપિયા અને પાઉન્ડ વચ્ચેનું અઢાર પેન્સનું બાંધેલું, હુંડીઓમણ જરાયે ફરી શક્યું નહિ. પરિણામે ૧૮૩૧ પછીના વર્ષોમાં હિંદમાંથી ત્રણ અબજ રૂપિયાની કિમતનું મેનુ પરદેશ ગયું. આજની કિંમતે તે પરદેશ ગયેલું સેનું એછામાં ઓછી દશ અબજની કિમતનું થાય.
હવે હિંદુસ્થાનમાં હિંદુ વિધિથી થયેલા લગ્નને વિચ્છેદ થઈ શકશે તેવા કાયદા થઈ રહ્યા છે ત્યારે રૂપીયા અને પાઉન્ડ વચ્ચેના લગ્નને વિચ્છેદ જાહેર કરવામાં આવ્યું છે. દીલ્હીની ધારાસભાએ તે માટે ગયા અઠવાડીયે ખાસ ધારે પસાર કર્યો છે.
દેશના આંતરીક તેમજ આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક વ્યવહારમાં હુંડીઓમણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. હુંડીઓમણ કોઈ પણ દેશના અર્થતંત્રના પાયા સમાન છે. - વીશ વર્ષથી પાઉન્ડ પાછળ પરવશ થઈ પડેલું હિંદનું હુંડિઆમણ અને તેવું જ હિંદનું અર્થશાસ્ત્ર આજે સ્વતંત્ર થયું છે–તેનું આર્થિક અને રાજકિય મહત્વ અતિશય છે. છતાં કોમ વાદના કલહમાં ગરક બનેલી હિંદી પ્રજાએ આ ફેરફારને બહુ જ ઠંડે આવકાર આપે છે.'
અત્યાર સુધી કોઈ પણ દેશ સાથે આપણે વેપાર કરીને પણ તે દેશને આપણે સીધું નાણું નહતા મેકલી શકતા. દાખલા તરીકે અમેરિકામાંથી વસ્તુ ખરીદીને આપણે ડેલર ત્યાં મોકલવા હોય તે પહેલા રૂપીયાને અઢાર પેન્સના ભાવે પાઉન્ડમાં વટાવવો પડતે હતે. પછી પાઉન્ડ અને ડેલર વચ્ચે જે કાંઈ હુડીના ભાવ હોય તે ભાવે પાઉન્ડને ડોલરમાં વટાવાતા હતા.
પિઉન્ડ અને ડેકલરના ડીઆમણના ભાવ હિંદ અને અમેરિકા વચ્ચેના વ્યાપારી અને આર્થિક સંજોગે ઉપરથી નહોતે નકકી થતો અને ન જ થઈ શકે. પાઉન્ડ અને ડોલર વચ્ચેના હુંડીના ભાવ ઈંગ્લેંડ અને અમેરિકા વચ્ચેના આર્થિક, વ્યાપારી, અને રાજકિય સંગે ઉપરથી નકકી થતા હતા અને હિંદુસ્થાનને તેની પાછળ ઘસડાવું પડતું હતું. જેથી અમેરિકા સાથેના આર્થિક સબંધમાં હિંદની સ્થીતિ હતી તેવી દુનિયાના બધા દેશો સાથે હતી. હવે હિંદુસ્થાન આંતરરાષ્ટ્રીય આર્થિક પરિષદનું સીધું સભ્ય બન્યું છે. તે પરિષદના દરેક સભ્યના હુંડીના ભાવ આખા જગતના સર્વ દેશો સાથે સીધા નકકી કરવાના હોય છે અને તે અત્યારથી નિયત કરવા પડે છે. તે રીતે હિંદુસ્થાનને રૂપીયે હવેથી દુનિયાના કોઈ પણ દેશના નાણમાં સીધે વટાવી શકાય તે ધારો થયે છે.
પણ રૂપિયાની કિંમત અત્યારે જગતમાં છે તે કિંમત ચાલુ રાખવાનું હિંદી સરકારે આંતરરાષ્ટ્રીય આર્થિક પરિષદને જણાવી દીધું છે. છતાં જયારથી જગત સાથે રૂપીયાની હુંડીના છુટથી કામકાજ શરૂ થશે ત્યારે આર્થિક અને વ્યાપારીક સંજોગ અનુસાર કયા દેશ સાથેના હુંડીઓમણુના ભાવમાં કે ફેરફાર થાય તે કહેવું અત્યારે મુશ્કેલ છે.
હાલ તુરત હિંદી સરકારે આટલું જ કર્યું છે –
(૧) રૂપી અઢાર પેન્સના બાધેલા ભાવે માત્ર પાઉન્ડમાં જ - વટાવવાની ' રીઝ બેંકને સત્તા હતી તેના બદલે દુનિયાના
મુંબઇ સરકાર તરફથી મુંબઈની ધાર, સભામાં રજુ કરવા માં આવેલ લગ્નવિચ્છેદના ખરડાની તા. ૧-૩-૪૭ના “પ્રબુદ્ધ જૈન'માં વિસ્તારથી સમાલોચના કરવામાં આવી હતી. ત્યારબાદ તે ખરડે સીલેકટ કમીટીને સંપાયા હતા અને તે કમીટીએ સૂચવેલા સુધારા વધારા સાથે એ ખરડો મુંબઈની ધારાસભાએ મંજુર કર્યો છે અને આ રીતે લગ્નવિચ્છેદના કાયદાનો મુંબઈ પ્રાન્તમાં અમલ શરૂ થયે છે. આ પ્રમાણે સુધારેલા ખરડા મુજબ લગ્નવિચ્છેદની શ્રેષતા માટે નીચે જણાવેલાં કારણો મંજુર રાખવામાં આવ્યા છે.
(૧) લગ્ન કરવામાં આવ્યું હોય ત્યારે તેમજ દા દાખલ કરવામાં આવે ત્યાં સુધી પ્રતિવાદી નપુંસક હોય,
(૨) દા માંડવા પહેલાં સાત વર્ષથી વધારે મુદત સુધી પ્રતિવાદી ગાંડે અથવા તો કેવળ જડ (idiot) હોય. '
(૩) દા દાખલ કર્યા પહેલાં સાત વર્ષથી વધારે મુદત સુધી પ્રતિવાદી રક્તપિત્તના રોગથી પીડાતા હોય અને એ રોગ વાદી સાથેના સંસર્ગનું પરિણામ ન હોય. . (૪) મૂળ ખરડામાં સાત વર્ષ હતા તેના બદલે સુધારેલા ખરડા મુજબ સતત ચાર વર્ષ સુધી પ્રતિવાદીએ વાદીને ત્યાગ કર્યો હોય.
(૫) જે સગા વહાલાંને પ્રતિવાદી જીવતા હોય તો તેને લગતી સ્વભાવિક રીતે ખબર હોવી જોઈએ તે સગાવહાલાને કે નજીકના ભાણુને પ્રતિવાદી જીવતા હોવાની કશી ખબર અન્તર ન હોય.
૬) ૧૯૪૬ના અનેક પત્નીત્વ પ્રતિબંધક કાયદો પસાર થયે તે પૂર્વે જે કોઈ પુરૂષને એકથી વધારે પરિણીતા સ્ત્રીઓ હેય તે તેમાંની દરેક સ્ત્રીને છુટા છેડા મેળવવાને અધિકાર મળશે (મૂળ ખરડામાં આ પ્રથમ પરિણીતાને જ આ અધિકાર મળતો હતો)
(૭) જે કાઈ પુરૂષને રખાત હોય અથવા કઈ પુરૂષની પત્ની બીજાની રખાત તરીકે રહેતી હોય અથવા તે નાયકાનું જીવન ગાળતી હોય તે સંગમાં પ્રસ્તુત સ્ત્રી અથવા તે પુરૂષને અનુક્રમે છુટા છેડા મેળવવાનો અધિકાર મળશે.
અપવાદ: આ બધું હોવા છતાં ઉપર જણાવેલ સાતમા તેમજ ચેથા કારણુ સિવાય વીશ વર્ષના સતત પરણેતરવાળા આ યા પુરૂષને અન્ય કોઈ પણ સંગમાં લગ્નવિચ્છેદને હઠક મળી શકશે નહિ,
આ ઉપરાંત મૂળ ખરડામાં તેમજ સીલેકટ કમીટીમાં જણાવવા મુજબ આ કાયદાને અમલ ચાલુ થાય ત્યાર બાદ પણ જે જે જ્ઞાતિઓના રીવાજ પ્રમાણે છુટા છેડા મળી શકતા હતા એ પ્રથા ચાલુ રહેશે.
પરમાનંદ,