SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫ ૪-૪૭ પ્રયુદ્ધ છે, તેને હાથે ઘણું ખરૂ′ બીજા સ’પ્રદાયવાળાઓએ અત્યાચાર સહન કર્યાં છે. અને જો પાત:ના હાથમાં સત્તા આવી છે તે વળતા એવા જ અત્યાચારા બીજા ઉપર ગુજાર્યાં છે. આ રીતે આપણા દેશમાં વૈદિકા, બૌધ્ધો, જેને લિંગાયતે, શૈવ, વૈષ્ણુવા, શિખે અને તેમના ઉપપ્થાએ પોતપોતાની કારકીર્દીમાં એક કાળે જુલમ સહન કર્યાંના, તે ખીજે કાળે (કદી તેમને રાજસત્તા મળી હોય તે) જુલમ ગુજાર્યાં! બનાવેા બન્યા છે.” તા. ૬-૩ ૪૭ ના મારા કાગળમાં આપને મે' જણાવ્યું હતું તે મુજબ મેં એક મિત્ર માક્ત તપાસ કરી છે. એ જાણીતા વિધાન જૈન સ’શૈધકાની સાથે ચર્ચા કરીને તેમણે પેાતાને અભિપ્રાય મને જણાવ્યા છે જેને સક્ષેપમાં સાર નીચે મુજબ છેઃ– “સૌથી પ્રથમ તે। બહુ વિશાળ પ્રદેશ ઉપર અને તે પણ લાંબા સમય સુધી જૈન રાજાઓની અથવા તેા સત્તાધીશની પરપરા ચાલી નથી અથવા તે જતાએ રાજસત્તા ભોગવી નથી. પણ જે કાંઇ રાજસત્તા તેમણે ભોગવી છે તેને લગતી તારીખેામાંથી એવી કુશી માહીતી મળતી નથી કે જેના આધારે એમ કહી શકાય કે જેવી રીતે અન્ય સપ્રદાયાના રાજાઓએ કે સત્તાધીશાએ પેાતાથી ભિન્ન સપ્રદાયના અનુયાયીઓ ઉપર અમાનુષી અત્યાચાર અને ખુનરેજી ચલાવી હતી, તેવા અમાનુષી અત્યાચારે તેમ જ ખુનરેજી જૈન સત્તાધીશે એ પણ ચલાવી હતી. ખરી રીતે જેને સામાન્ય રીતે જુલમગાર બનવાને બદલે જુલમના ભેગ જ બન્યા છે. આના અર્થ એ નથી કે પેાતાની કામને આગળ વધા૨ા માટે રાજસત્તા મેળવવાના હેતુથી જૈનાએ રાજકીય ખટપટ અને કાવાદાવામાં કદિ કશા ભાગ જ લીધે નથી અથવા તે પેાતાના ધર્માંના અનુયાયીઓતે ઠીક પ્રમાણમાં લાભ પહેાંચાડવાના હેતુથી પેાતાને મળેલી રાજ્યસત્તાના જતાએ ઉપયોગ કર્યાં નથી. વળી રાજકીય ક્ષેત્રની બહાર જૈન સમાજના પેટા સપ્રદાયે એ અંદર અંદરના ય મસરને લીધે એકમેકનાં કદિ પણ લોહી રેડયાં નથી એમ પણ માની લેવાને કશું કારણ નથી, તદુપરાંત જૈન રાજાએએ પોતાના બચાવમાં હિં’સા1 ઉપગ કર્યાંના પણ અનેક દાખલા બનેલા છે અને એમ કરવા જતાં યુધ્ધ સાથે જોડાયલા સર્વ પ્રકારના અત્યાચારે તેમના હાથે પણ નીપજ્યા ઢુવા જ જોઇએ. આમ છતાં પણ આજે લભ્ય એવી સર્વ માહીતી ઉપરથી એમ કહી શકાય કે સાધારણ રીતે જૈનોએ આક્રમક યુધ્ધ કર્યા. નહાતાં અને તેમને જે કાં યુધ્ધા.કરવા પડયા હાય તે આત્મ ક્ષ અથવા તે। બચાવના હેતુથી કરવા પડયા હતા. જૈન શાસન સાધારણ રીતે માનવતાથી ભરેલું અને કેટલીક વખત તે ચેગ્ય મર્યાદાને પણ વટાવી જતી માનવતાથી ભરેલુ હતુ. આ સ્વીકારતાં મને આનંદ થાય છે. પણ આપને ખ્યાલ હરો કે કોઇ પણ ધર્મ કે ધમિČક સ ંપ્રદાય ઉપર અત્યાચારનુ` આળ મૂકવુ એ મારા લેખને મૂળ મુદ્દો નથી પણ “માત્ર જ્યારે કાઈ રાજ્યે સર્વો ધાર્મિ ક મતપથેથી પર રહી પોતાની પ્રજા કયા મતપથવાળી છે તેની રાજકારભારમાં ઉપેક્ષા કરી છે અને સર્વે રાજસેવાને ધાર્મિક બાબતમાં બિલકુલ નિષ્પક્ષ રહેવા ફરમાવ્યું છે. ત્યારે પ્રજાને પોતાના અંતઃકરણને રૂચત ધર્મ માનવાની સ્વત ંત્રતા સાંપડી છે અને પ્રશ્ન પણ વિવિધ પંથે પ્રત્યે સહિષ્ણુતા જાળવતાં શિખી છે.’–આ મારા લેખને મૂળ મુદ્દો છે અને આ મૂળ મુદ્દો ઉપર જણાવેલી બાબતે કબુલ રાખવા છતાં કાયમ રહે છે. તેથી પ્રસ્તુત લેખના કોઈ વિભાગને સુધારવાની કોઇ ખાસ જરૂરિયાત ઉભી થતી નથી. આમ છતાં પણ આ પત્રને આપતે યાગ્ય લાગે તે રીતે ઉપયેગ કરી શકે છે.” જૈન 227 ૨૦૧ કાળચાવડીયાં વાગી રહ્યાં છે ( પૃષ્ટ ૧૯૮ થી ચાલુ ) ઘણા રાજાએ જામસાઙેખના નેજા નીચે જઈ ઊભા છે. તેનાં ખે કારણો ગણાવી શકાય : એક તે એકલા-ટકવાની આંતરિક તાકાતને અભાવ અને ખીજું પ્રજાના કુદરતી અધિકારે પાછા સે ંપવાની અનિચ્છા. આજે તે ઉદ્યડુ દેખાય છે કે રાષ્ટ્ર-દિવરાધી બળે વધુ જોર કરતાં જાય છે. કાણુ કહી શકે કે આ રાજ્યો '૪૮ના. જૂન પછીની પરિસ્થિતિને પહાંચી વળવાને પેાતાની મેલી મુરાદે બંર લાવવા તૈયારી નહિ કરી રહ્યાં હોય ? એ તૈયારીમાં ગુલાબછાંટણાં તે નહિં જ હાય. રાજકેટમાં છેલ્લી ખેલાવેલી રાજવી સભામાં રાજવીઓની આપખુદીતે રાજ પંપાળતા રેસિડેન્ટે જ્યારે આ રાજાઓને સલાહ આપી કે હવે અમે તે જએ છીએ, પણ તમે સયુકત કાર્ડિયાવાડની રીતે કઇક વિચારો અને તમારા રાજ્યમાં થે ુ ઝાઝુ' લોકશાસન દાખલ કરા, નહિ તે વાકર સેટલમેન્ટ જેવા દિવસે આવશે. એના જવબમાં જામસાહેબ જેવા ખેલી ઉડેલા કે આપની સલાહ યેગ્ય છે, પણ આ સલાહ બહાર પાડશે તે અમને નુકશાન થશે. અમે વેકર સેટલમેન્ટના દિવસે નહિ આવવા દઇએ-વગેરે. આવી જામ-ખાતરી ઉપર કાણે વિશ્વાસ રાખવાને ? બિનસલામી રાજ્યે એ, તાલુકદારોએ કે પ્રજાએ? એવા વિશ્વાસ રાખવા કરતાં અવિશ્વાસ રાખવાનાં કારણે દિનપ્રતિદિન એ વધુ આપતા જાય છે. એજંસી કાઠી તે! ઉચાળા ભરે છે પણ બાકીનાએ 'ધવા જેવુ નથી. અધધુ ધીના દિવસે આવી પડે તે આ રાજવી। કેવું સ્વરૂપ ધારણ કરે એ કાણું કહી શકે ? યાદ રાખે, કાઠીયાવાડના કલેવર ઉપર અનેક રાજ્યો ખૂંટા નાખીને પડયાં છે. સલામી, બિનસલામી, તે નાના મેટા તાલુકદારા પણ તે દિવસે હૈદ્રાબાદના નિઝામ જેવા સાર્વભૌમ બનવાના કોડ સેવતા હશે. પ્રજાએ તે ભ્રમણામાં રહેવા જેવું નથીજ, પણ આ નાનાં મોટાં રાજ્યએ ને તાલુકદારાએ તે ખાસ કરીને નહિ. કારણ ૬ તાળાઇ રહેલા ચેડા દિવસે શાણપણના નહિં પણું ગાંડપણના આવી રહ્યા છે. યાદ રાખજો, પ્રજાને ભૂલશે તે તમે ભુલાઈ જશે, પ્રજાને તરછેડશે તે તમે ફેંકાઇ જશે, સાગરના તાકાનમાં તરણાંનુ શરણુ શોધશે માં. એ એળાથી અસાવધ ન રહેતા ! ભયને ખ્યાલ કરતાં આપણી દૃષ્ટિ સેરઠના સાગરકિનારે 'ડાય છે. એ પુનિતપાવન કિનારા ઉપર આજે આભડછેટના ઓળા ઉતરી રહ્યા હોય એવા ચમકાવનારા સમાચારો આવી રહ્યા છે. જૂનાગઢની નવાબી સ્વતંત્ર સિધ સાથે ભળવાની વેતરણમાં છે એ જો સાચું પડે તેા કૃષ્ણની આ લીલાભૂમિ ઉપર પાકીસ્તાનતાં કામી દળા ખડકાય, કાફિયાવાડને જીવનવહેવાર જોખમાઈ જાય. કાઠિયાવાડ સામે એ લીગી ધાબાંના સ’રક્ષક દળે ખડકાય તે એની સામે બાકીની પ્રજાનું શું? જૂનાગઢની પદર ટકાની એક લઘુમતી આ ભૂમિ ઉપર પાકીસ્તાન ઉનારે એની કલ્પના થીજાવી ઘે તેવી છે. પણ સાવધાન! તરગે આજે વસ્તવિકતાનું ઝડપી સ્વરૂપ * પામે છે તે નજરે દેખાતી વાસ્તવિકતા અવાસ્તવિક બની જાય છે. અંધાધુધી આવી જ પડે તે કામ, ધર્મ અને કાલ્પનિક ભયે ઉપરાંત પ્રાંત માંડે આળસુ પડેલાં ગુડા તત્વાને ન વિસરતા. અરાજકતાને લ ભ લેવા આવાં તા વિદ્યુત્ઝડપે ઊછળી આવે છે. તમારી મામિલકત જ નહિ પણ કુટુ‘પરિવાર પણ તે દિવસે કાળને ત્રાજવે તેળાશે. આજની તમારી આ ઘેરી નીંદ નહિ ઊડે, આજની તમારી આ દુરાવસ્થામાં કેઈ ‰વસ્થા નહિ ઊભી થાય, આજની તમારી એક્ામીને લીધે ગાજતા ભૂકંપના પાવા નહિ સભળાય તે નાશ અનિવાય છે. ઊઠે, જાગ્રત થાઓ, યુગદેવના વરદ હસ્તે તમને આશીર્વાદ આપી રહ્યા છે. એ ઝીલવા તત્પર તા. કાળનાં પ્રહરીએ તમારાં બારણાં ઠેકી રહ્યા છે. તમને સભળાય છે ? ****PLE, WHWA ADARSH
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy