SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪-૫ પ્રબુદ્ધ જૈન એક વખતની સત્યત ઉજળી અને ભારતવર્ષના ગૌરવમાં વધારા કરનારી જૈન સાધુસસ્થા તેજોહીન, સત્વહીન, પ્રતિષ્ટાહીન. થતી ચાલી છે. સાધુસંસ્થાના અધઃપતનનું ખીળું કારણ જે આ તેને મુડવાની વૃત્તિ અને શાસ્ત્રસ ંમત પર પરા છે. કેટલાક લેાકા કેવળ એદરકારીના માર્યાં દીક્ષા લે છે. કેટલીક વિધવાઓનુ... નિરાધારપશુ તેમને દીક્ષા તરફ હડસેલે છે. આજના દીક્ષઘેલા આચાર્યંતે દીક્ષા માટેની યોગ્યતા કે પૂર્વ તૈયારીની કાઇ કલ્પના જ હુાતી નથી. જેમ જૈન ગૃહસ્થ પેાતાની ધનસ ંપત્તિ વધારવામાં જેમ આકુળવ્યાકુળ હાય છે તેમ જ જૈન ધર્મગુરૂ શિષ્યપરિવાર વધારવા પાછળ ગાંડેાતુર માલુમ પડે છે. નવદીક્ષિતમાં ભાગ્યે જ સાચા દિલના ત્યાગ અને તે પાછળ અન્તરમાંથી ઉભા થયેયેા વૈરાગ્ય હાય છે, અપરિપકવ માનસ અને એટલે જ. અપરિપકવ વૈરાગ્ય એ આજના નવદીક્ષિતેનુ લગભગ સર્વ સામાન્ય લક્ષણ જોવામાં આવે છે. જો સાધુસ'સ્થાને મૂળમાંથી સુધારવી હૈાય અને આજના કાળને અનુરૂપ બનાવવી હાય તે। સાધના કેટલાક ખ્યાલે પણ બદલવાની જરૂર છે. અને સાથે સાથે જૈન સાધુ બનવુ એ કેટલી મેટી જવાબદારી છે એ ધ્યાનમાં લઇને સાધુ બનવાની યાગ્યતાનુ ઉંચુ' ધેારણ નિર્ણીત થવુ' ધટે છે અને તેને લગતી પૂર્વતૈયારી અને જરૂરી તાલીમની પદ્ધતિસરની યેાજના પણ વિચારવાની અત્યન્ત આવશ્યકતા છે. આ ધેારણે બાળદીક્ષાની સખ્તમાં સખ્ત બધી થવી ધર્ટ છે, સાથે સાથે સાધારણ સ્ત્રી પુરૂષો માટે તે ઉંચે ગૃહસ્થાશ્રમ જ સ્વાભાવિક અને પરમ ઉપકારક વસ્તુ છે એ પણુ સમજી લેવાની ખાસ જરૂર છે. ખરેખર ઉંડા દિલના વૈરાગ્ય હાય, ત્યાગની ભાવના પ્રબળપણે જાગી હોય, ગૃહસ્થજીવનમાં પશુ, લગભગ સાધુ જેવું જ જીવન જેણે જીવી ખતાવ્યુ` હાય અને સંયમધમ સ્વીકારવાની જેનામાં કાષ્ટ પણુ રીતે વારી, ટાળી કે ખાળી ન શકાય એવી–ખેચેન ખેચેન બનાવી મૂકે તેવી-તમન્ના જાગી હેાય તે જ પરિપકવ ઉમ્મરની સ્ત્રી કે પુરૂષ દીક્ષા લઇ શકે એવા સમાજમાં સપ્ત પ્રબંધ થવા જોઇએ. આથી જરૂર સાધુસખ્યા ઘટશે, પણ થોડા પણ ઉજળા સાધુઓથી જ સમાજ દીપવાના છે. અને સમાજને ઉધ્ધાર થવાના છે. મેલા-ઉજળા સાધુઓના શંભુમેળા નથી પોતાના ઉધ્ધાર કરી શકવાને કે નથી સમાજતે, ઉલટુ આવે શ ંભુમેળ ઉભયને માટે મોટામાં મોટું ભયસ્થાન છે. અલ્પ મૂલ્યાંકન' માટે હાર્દિક અભિનન્દન ! સદ્ગત ઝવેરચંદ મેધાણીના અવસાન બાદ તા. ૧૦-૩-૪૭ના રાજ શ્રી અમૃતલાલ દલપતભાઇ શેઠે નીચે મુજબની જાહેરાત કરી છે. અમારા સદ્દગત સાથી શ્રી ઝવેરચંદ મેધાણીનું અવસાન થતાં તેમની સેવાના અલ્પ મૂલ્યાંકન તરીકે રૂ. ૨૫૦૦૦ તેમને ચરણે ધારવાને જન્મભૂમિ કાર્યાલયે નિ ય કર્યાં છે, તેમની સ ંતતિ સંપૂર્ણ શિક્ષણ પામે તેની વ્યવસ્થા તેમાંથી પ્રથમ થશે. શેષ રકમ એમને પ્રિય એવી સાહિત્ય પ્રવૃત્તિમાં ખર્ચાશે. અમૃતલાલ દલપતભાઇ શે” આ ‘અલ્પ' છતાં અપૂર્વ મૂલ્યાંકન માટે શ્રી. અમૃતલાલ દલપતભાઈ શેઠને ખુબ ધન્યવાદ ઘટે છે, પેાતાના સાથીની આવી કદરદાની અનેકને દૃષ્ટાન્તરૂપ બનશે એવી આશા રાખવામાં આવે છે. અમૃતલાલભાઈને જે જાણે છે તે જરૂર એમ કહેશે . કે આ કાય' અમ્રુતલાલભાઇની ઉમિલ, સ્નેહવત્સલ પ્રકૃતિને સર્વથા અનુરૂપ છે. અમૃતલાલભાઇમાં ત્રુટિ-વિશેષતાઓ ગમે તે હા, પણ જેના પ્રત્યે તેમનુ દિલ રીઝે તે વ્યક્તિને તેમજ જે પ્રવૃત્તિમાં તેમતે રસ અને વિશ્વાસ પેદા થાય તે પ્રવૃત્તિને પોતાથી બને તેટલી નવાજે એ તેમની વિલક્ષણુતા છે, દિલ તે પહેલાં હતુ એતુ એ જ આજે છે. પણ આજે દિલ અને દ્રવ્યના સુયોગ થયા છે. પ્રસ્તુત મૂલ્યાંકન તે રાજાદિલની જ પ્રસાદી છે. પાનદ, 6 જીવવુ કયમ’ શીખવાડા ! ઉર સૂતા શન ભાવે જાગે, પલક પલકતી પાંપણ માંગે, તા. ૧-૪-૪૭ મુજને ‘જીવવું' કયમ’ શીખવાડે ! પ્રભુજી ! જીવવું યમ શીખવાડા ! પગ માંડું ત્યાં પાળે, નિળતા તમે ટાળેા !–મુજને. છ ભે આ મૃત રેડી ! ચેતન ર સ તેરે ડેા !-મુજને, કેડી એક ચિ"ધા ડે ! કિરણુ એક પુગાડે!-મુજને, વાડીલાલ ડગલી ભ, લાલચ ને શંકા કેરી સાચે સાચુ' નહિ કૅવાની તેણે મસ્તી, ગાલ ગુલાખી, તન-વીણાના તાર પગમાં વન વા —આ દ ાઁ કે રૂ ઝળાં ઝળાં તે ચતુર્દિશ બાળુ, મેત્રાણીહાલ ગુજરાત સાહિત્ય સભા તરફથી સ્મારક ગુજરાતના એક અગ્રગણ્ય સાહિત્યકાર, આધુનિક ગુજરાતના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપનાર, પ્રજાના મોટા વર્ગના હૈયામાં વસનાર, આપણા સ્વસ્થ કવિશ્રી ઝવેરચંદ મેધાણીની સ્મૃતિને મૂર્તરૂપ આપવા ગુજરાત સાહિત્ય સભાએ નિર્ણય કર્યો છે. એને અંગે ગુજરાતના પાટનગરમાં, ગુજરાતી સાહિત્ય અને સરકારની પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન ‘મેઘાણી હાલ—મેધાણી સભાગૃહ'ની સ્થાપના કરવાને સમાના નિરધાર છે. આવા કાયમી સ્મારક દ્વારા જ સ્વસ્થ પ્રત્યેનુ' ઋણ યત્કિંચિત્ પણ અદા કરી શકાય એમ છે. ગુજરાત સાહિત્ય સભા ગુજરાત કાઠીયાવાડ અને મૃદ્ ગુજરાતના સૌ કાઇ મેધાણીપ્રેમીઓને આગ્રહપૂર્ણાંક વિનતિ કરે છે કે, આપ આ મહત્ત્વના કાય માં પોતાને બની શકે તેટલે કાળે આપી છૂટશે, અને એ રીતે ગુજરાતી સાહિત્ય અને એના એક અગ્રણી પ્રત્યે પોતાને પ્રેમ પ્રકટ કરશેા! ફાળાની રકમ મત્રીઓ-ગુજરાત સાહિત્ય સભા, ખેલેન્ટાઇનની હવેલી, ત્રણ દરવાજા પાસે, અમદાવાદ, એ સરનામે મેાકલવા વિનતિ છે, ચૈતન્યપ્રસાદ મેા, દીવાન કેશવરામ કા. શાસ્ત્રી ધીરજલાલ ધ. શાહ મંત્રી ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, આફ્રીકાના ગ્રાહકોને વિજ્ઞપ્તિ આપ સર્વ ગ્રાહકોનું લવાજમ એપ્રીલ માસના બીજા અક સાથે પુરૂ થાય છે. ગયા સપ્ટેંબર માસથી પ્રબુદ્ધ જૈનનુ વાર્ષિક લવાજમ રૂા. ૭ થી વધારીને રૂ।. ૪ કરવામાં આવ્યું છે અને એ ધેારણે . આફ્રીકાના ગ્રાહકનું વાર્ષિ ક લવાજમ રૂ।. ૫ ઠરાવવામાં આવ્યું છે. આ પ્રમાણે આપમાંથી જે ગૃહસ્થા પ્રબુદ્ધ જૈનના ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઇચ્છતા હૈ। તેમને નવા વર્ષોંના લવાજમના ફા. પ મેસર્સ ડી. ડી. મેધાણી (પાસ્ટ એકસ ન. ૧૬૩, માંખાસા) તે ત્યાં એપ્રીલની ૧૫ મી પહેલાં ભરી દેવા વિનતિ કરવામાં આવે છે. અને એ રીતે લવાજમ ભરનાર માટે પ્રબુદ્ધ જૈન ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત આફ્રીકામાં વસતા જે કાઇ બંધુને જ્યારે પશુ પ્રબુદ્ધ જૈનના ગ્રાહક થવા ઇચ્છા હોય ત્યારે ઉપર જણાવેલ ઠેકાણે વાર્ષિક લવાજમના રૂ. ૫ ભરીને અમને લખી જશુાવવું અને તે મુજબ પ્રમુદ્ધ જૈન મેકલવામાં આવશે. તત્રી, પ્રબુદ્ધ જૈન
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy