________________
(
8
-
પ્રબુદ્ધ જૈન
- તા. ૧-૪-૪૭
સંયમને માટે આધાર સ્વાદ જય ઉપર છે અને સ્વાદજયને સાધક સંયમ કેળવવા માટે પોતાના ખાનપાન ઉપર જેટલાં નિયંત્રણ મૂકે એટલાં ઓછાં છે અને એ રીતે રાત્રી ભોજનપરિત્યાગ કે કંદમૂળત્યાગ જરૂર આવકારદાયક છે અને એ રીતે બે વખતને બદલે માણસ એક વાર ખાય અને ખાવાની ચીજો ઓછી કરતે ચાલે તે સર્વનું પણ સંયમલક્ષી મૂલ્ય જેટલું આંકવામાં આવે તેટલું ઓછું છે. પણ સામાન્ય જનસમાજનું જીવન કેવળ આજ ધરણે નકકી કરી શકાતું નથી. સામાજિક દૃષ્ટિએ વિચાર કરતાં સંયમ અને સ્વાદકરતાં વધારે અગત્યના નહિ તે તેના જેટલી જ અગત્યના-આરોગ્યસંવર્ધન અને શારીરિક * તાકાતની વૃદ્ધિના-પ્રશ્નો ધ્યાનમાં લેવાના રહે છે. અને આ રીતે વિચારતાં કંદમૂળ વિષેનું સખ્ત વિરોધી વળશુ પણ આપણે આજના સગે અને ખાનપાનને લગતી લેકેની અભિરૂચિ ધ્યાનમાં લઈને હળવું કર્યા સિવાય ચાલે તેમ નથી. અનેક પત્ની પ્રતિબંધક કાયદો
એક આધેડ ઉમરના જૈન ડોકટર એક પત્નીની હયાતીમાં બીજી ( પત્ની કરવાનો વિચાર કરી રહ્યા છે એવી ખબર મળતાં એ સંબંધી
તપાસ કરવા માંડી અને આ બાબતમાં તાજેતરમાં જ મુંબઈની સરકારે સખ્ત કાયદે કર્યો છે એમ છતાં આ ભાઈ આ વિચાર કેમ કરતા હશે એવો પ્રશ્ન મનમાં ઉભા થતાં અને ધારે કે પહેલાંની પત્નીની આ બાબતમાં સંમતિ હોય તે આવું લગ્ન ગુહાદિત | ગણાય કે નહિ અથવા તે અહિં રહેતા માણસ મુંબઈ સરકારની હકુમત ન હોય એવા કેઈ સ્થળે જઇને લગ્ન કરી આવે તે લગ્ન કરનાર કશા ગુન્હામાં આવે કે નહિ એવા પ્રશ્નો ઉપસ્થિત થતાં આવાં લગ્નની અટકાયત કરતા કાયદાની - વિગતો જાણવાનું મન થયું અને આને લગતી પુછપરછ કરતાં
આ સંબંધમાં પુરી માહિતી ધરાવતા હોવા જોઈએ એવા મિત્રે પણ આ કાયદા સંબધે પુરા વાકેફગાર નથી એમ્ માલુમ પડ્યું. આખરે બેબે ગવર્મેન્ટ ગેઝેટની ફાઇલમાંથી આ ધારે શેધી કાઢો. આવા અગત્યના કાયદાની જાહેર જનતાને પુરેપુરી જાણ હેવી જોઈએ કે જેથી જ્યારે કોઇ પણ ઠેકાણે કાયદાના અજ્ઞાનને વશ થઇને આવો અનર્થ કરવા કોઈ પણ વ્યક્તિ તૈયારી કરી રહી
હોય ત્યારે તેને પિતાનાં કાર્યના પરિણામને પુરો ખ્યાલ રહે અને " આસપાસના લોકો પણ આ અનર્થ ઉપજતે અટકાવી શકે અને
આ અનર્થ કરનારને પુરી નસિયત પહોંચાડીને એવા અન્ય અનર્થે નિપજતાં અટકાવી શકે–આ હેતુથી એ કાયદાને ઉપયોગી ભાગ અહિં આપ ઉચિત ધાર્યો છે. તાજેતરમાં મુંબઈ સરકારે લગ્નવિચ્છેદને લગતું બીલ મુંબઈની ધારાસભામાં રજુ કર્યું છે. તેના અનુસંધાનમાં પણ આ કાયદાની માહીતી જરૂરી છે.
પ્રસ્તુત ધારાને અમલ ૧૯૪૬ના નવેંબરની છઠ્ઠી તારીખથી શરૂ થયું છે અને ત્યાર પછી થયેલાં આવા લગ્નને આ કાયદે લાગુ પડે છે. મુંબઈ ઇલાકાની સરકારી સરહદમાં વસતા હિંદુઓ માટે આ કાયદે કરવામાં આવ્યું છે અને હિંદુ શબ્દમાં હિંદુ ઉપરાંત શીખ, જૈન, બૌદ્ધધર્મ, આર્યસમાજી બ્રહ્મોસમાજ અને પિતાને મૂળ ધર્મ છોડીને જેણે હિંદુ ધર્મ અંગીકાર કર્યો હોય તે સર્વને સમાવેશ થાય છે, અને આ કાયદા મુજબ ૧૬ વર્ષની નીચે હોય એ સગીર (Minor) ગણાય છે. રીતસર લગ્ન સંબંધથી જોડાયેલી એક પત્નીની હયાતી દરમિઆન અન્ય કોઈ સ્ત્રી સાથેના લગ્ન અટકાવવાના હેતુથી આ કાયદે કરવામાં આવ્યું છે. આ સંબંધમાં કોઈ પણ કેમ કે જાતિને ગમે તે રીત રીવાજ, રસમ કે કાયદે હોય એમ છતાં પણ (૧) આ કાયદો અમલમાં - આવ્યા પછી એકની હયાતીમાં બીજી સ્ત્રી સાથે મુંબઈ ઇલાકાની
સરહદમાં લગ્ન કરવામાં આવ્યું હોય અથવા તે (૨) આ કાયદે, - લાગુ પડયા પછી મુંબઇ પ્રાન્તની બહાર કોઈ પણ સ્થળે આવું
લગ્ન કરવામાં આવ્યું હોય અને આવું લગ્ન કરનાર સ્ત્રી કે પુરૂષ કે બન્ને મુંબઈ પ્રાન્તના રહેવાસી (Domiciled) હેય તે ' આવું લગ્ન રદ ગણવામાં આવશે અને એવા લગ્ન કરનાર સગીર ન હોય તે સ્ત્રી તેમજ પુરૂષ વધારેમાં વધારે સાત વર્ષની સખ્ત મજુરીને પાત્ર ગણાશે. જે કઈ જાણપૂર્વક આવા લગ્નની વિધિ કરશે અથવા તે આવા લગ્નમાં અગત્યને ભાગ લેશે અથવા તે આવા લગ્નને ઉત્તેજન આપશે તે છ માસની શિક્ષા તેમજ દંડને પાત્ર થશે. સગીર-ઉમ્મરમાં આવી રીતે પરણનાર વ્યક્તિના માબાપ કે રખેવાળ જે કોઈ આવા લગ્ન થવા દે અથવા તે તેમાં સાથ આપે, અથવા તે આવું લગ્ન થતું અટકાવવા માટે જરૂરી પગલા ન ભરે તે તે પણ છ મહીનાની કેદ અને દંડને પાત્ર થશે.
આ ઉપરથી માલુમ પડશે કે આગળની પત્નીની સંમતિ કે બીજું લગ્ન કરવા માટે લેવામાં આવને મુંબઈ પ્રાંતની બહારના કોઈ પણ સ્થળને આશ્રય એકની હયાતીમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરનારને કશી રાહત આપી શકતા નથી. આ નોંધના પ્રારંભમાં જે ડોકટરને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેમણે હાલતુરત તે એક યા બીજા કારણને લીધે નવું ક્ષેત્ર ખેડવાનો વિચાર માંડી વાળે છે એમ વિશ્વાસપાત્ર સ્થળેથી જાણવા મળ્યું છે. આપણે ઇચ્છીએ કે આ તેમને નિર્ણય કાયમ રહે અને જેની સાથે વર્ષોથી પિતે જોડાયેલા છે તેમની પ્રત્યે જીવનભર વફાદાર રહે. દર લાખની સભાનયેલી!
- વચનેષુ કિં દરિદ્રતા ? “શ્રી વિદ્યાવિજયજી-હીરક-મહેસ’ એ મથાળનું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. અને તેની એક નકલ મારી ઉપર મોકલવામાં આવી છે. આ નિવેદનમાં શ્રી વિધાવિજયજી મહારાજ ૬૦ વર્ષની ભવ્ય ઉમ્મરે પહોંચ્યા છે અને આજ સુધીમાં તેમણે અનેક સેવા કરી છે તેની કદર રૂપે તેમને ગાલિયર રાજ્યમાં આવેલા શિવપુરી ખાતે આ વર્ષ દરમિયાન સન્માન સમારંભ ઉજવવાની ઈચ્છા જાહેર કરવામાં આવી છે તેમજ આ પ્રસંગે દશ લાખ રૂપી આની થેલી એકઠી કરીને તેમના ચરણમાં અર્પણ કરવાની ભાવના રજુ કરવામાં આવી છે અને આ થેલીમાં યથાશક્તિ ફળે
તરફથી એકઠા કરીને મેકલી આપવા વિનંતિ કરવામાં આવી છે. આ યોજના ઉપર જાણીતી તેમજ અજાણી એવી ૧૦૪ વ્યક્તિઓની સહી છે, જેમાં આપણી બાજુની કેટલીક વ્યકિતઓના નામ નીચે મુજબ છે. શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, કરાંચીવાળા જમશેદજી નસરવાનજી મહેતા, ડો. સી. કોઝે (સુભદ્રા દેવી), ડુંગરશી ધરમસી સંપટ, ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ચંદુલાલ બેચરદાસ પટેલ, ગેકુળદાસ દ્વારકાદાસ રાયચુરા, શકરાભાઈ લલ્લુભાઈ મનોરદાસ, ટી. જી. શાહ, રતિલાલ ફુલચંદ મહેતા, ખીમચંદ મગનલાલ વોરા, ભગવાનદાસ જેઠાભાઈ, પંડિત માવજી દામજી. આ હીરકમહત્સવ સમિતિ . નીચેના ગૃહની બનેલી છે: અધ્યક્ષ શ્રી વામનરાવ સૂર્યવંશી, ઉપાધ્યક્ષઃ કર્નલ એમ. પી. દુબેસાહેબ તથા શેઠ ટોડરમલજી સા. માંડીત, કેષાધ્યક્ષ શેડ કાનમલજી સા. સાંકળા, મંત્રી શ્રી. સત્યનારાયણ પંડયા, સભ્ય : શ્રી. સ્વરૂપસિંહજી સાહેબ, રામચંદ્રજી શેઠી સાહેબ, ૫, રામગોપાલાચાર્યજી, પં. શ્રીરામજી ગૌડ સાહેબ, શેઠ કાલુરામજી રાહેબ, શેઠ વિજયચંદજી સાહેબ.
આજે કેટલાય સમયથી મુનિશ્રી વિદ્યાવિજયજી શિવપુરી ખાતે બીરાજે છે અને સંવાસી શ્રી વિજયધર્મસૂરિ મહારાજના સ્મરશુમાં ઉભી કરવામાં આવેલી શિક્ષણ સંસ્થાને વહીવટ હાલ તેમની દેખરેખ નીચે ચાલે છે. પ્રસ્તુત હરકમહત્ય સમિતિના સભ્યથી આ બાજુના લેક લગભગ અજાણ છે અને તેમાંના ઘણાખરા. શિવપુરી બાજુના જ હોય એમ લાગે છે. આ ઉપરથી એમ માનવાને કારણ રહે છે કે આ આખી સન્માનજના મુનિ વિધાવિજયજીની
(
શારે ૧૧