________________
તા. ૧-૪-૪૭
પ્રબુદ્ધ જૈન
સંયમપ્રધાન જીવન અખત્યાર કરવા સાથે જેટલી શકય હાય તેટલી સમાજની સેવા કરે, પણ આજે જ્યારે વાસ્તવિક જીવનમાંથી આ બાબતના અગ્રડ સાધારણતઃ લુપ્ત થઇ રહ્યો છે ત્યારે જ્યાં ત્યાં આ ભાખતા આગળ ધર્યાં કરવી એ યેગ્ય નથી, તેથી કશા પણ લાભ થવાને નથી, મને ભય છે કે આ નોંધ જન સમાજમાં ભારે ટીકાપાત્ર બનશે એમ છતાં આજે આ બાબતમાં કાઇએ સ્પષ્ટપણે કહેવાની જરૂર છે તેથી જ હું કહું છું કે આાજના પરિવર્તિત ચેાગામાં અને મહત્વના ફેરફારો પામી રહેલી ચાલુ જીવનની રહેણીકરણીમાં રાત્રીભેાજનનિષેધ કે કંદમૂળનિષેધને 'બહુ જ ઓછુ સ્થાન રહ્યું છે. સાથે સાથે એમ પણ કહેવાની જરૂર છે. કે આ બન્ને બાબતે જૈનધર્મીના મૂળમાં રહેલી છે અને તે જયા સાથે જૈન ધમ રસાતાળ જવાનેા છે-આવી માન્યતા અસાધારણ અતિશયતાથી ભરેલી છે અને શ્રેણીક રાજા જેવા મૃગયાવિહારી અને અતઃએવ માંસાહારી રાજાને પણ પાતામાં સમાવનાર જૈન ધર્મના વિશાળ સ્વરૂપના ક્રોડ કરનારી છે. અલબત્ત આજે આપણા ધમ જરૂર રસાતાળ જઇ રહ્યો છે, પણ તે આવી કોઇ શિથિલતાના કારણે નહિ. પણ આપણા ચારિત્ર્યના આરપાર પેાલાપણાને લીધે, ધર્મના આત્માને! ત્યાગ કરીને ધમના ખેખાને વળગી રહેવામાં અનુભવાતા મિથ્યા અભિમાન અને આત્મસ'તેષને લીધે માટે આજે પણ એ બહુ જરૂરી છે કે આપણે ડાળપાંખડાંને થડ માની લેવાની ભૂલમાં ન પડીએ, વાસ્તવિકતા સમજીએ, સ્વીકારીએ અને તપ્રતિકુળ બાબતેને અન્યને ઉપદ્મસનીય બનીએ એ રીતે જ્યાં ત્યાં આગળ ધર્યા ન કરીએ.
ઉપરની નોંધમાં એક એ બાબત જણાવવામાં આવી છે કે આવી સંસ્થામાં જેડાનારને અળગણુ પાણી પીવાની ફરજ પાડવામાં આવે છે. પાણી ગળીને પીવુ' એ કાંઇ જૈન આચારની જ કેઇ વિશેષતા નથી. એ તે। આરેગ્ય અને સ્વચ્છતાને સામાન્ય નિયમ છે. અને પ્રસ્તુત સંધના અધિકારીઓના ધ્યાન ઉપર આ બાબત લાવતાં જરૂર તે સુધારા કરી આપશે એમ આશા રાખી શકાય. પણ ધારે। કે ઉપરી અધિકારીએએ આ બાબતમાં મન્ત્રતા દાખવી તે પણ દરેક સ્વયસેક પેાતાનુ' પાણી પેાતાના પ્યાલામાં ગળીને પી શકે છે. અળગણુ પાણી પીવાનું ફરજિયાત કેમ બની શકે તે જલ્દિ કલ્પનામાં આવતું નથી.
અને ચેથી બાબત પ્રાય નાની. આવી સમુહપ્રાથના વૈદિક હૈા કે અવૈદિક-આખરે તે પરમાત્મતત્વનું ચિન્તન એ જ તેને આશય હેાય છે. એ પ્રાથના-યેાજકા જૈનેતર હાને પ્રાર્થનાનુ સ્વરૂપ વૈદિક ધોરણે યેાજાયુ હશે. જૈના આગ્રહ કરશે તે જેતેનાં પણ પદો કે ભજને તેમાં જરૂર સામેલ કરવામાં આાવશે. પ આવી બાબતમાં પણ હઠ પકડીને ન બેસાય. આ હિંસામે તે પ્રસ્તુત લેખક ગાંધીજીની પ્રા'નાના જૈતાને સર્વથા બહિષ્કાર કરવાનું કહેશે એવા ભય રહે છે.
દુ:ખની વાત તે એ છે કે પ્રસ્તુત નોંધના લેખક જણાવે છે કે આ બધું આજ સુધી તેા ખીચારા ત વાતાએ શિસ્તની ખાતર સહી લીધું, પણ હિંદ હવે જ્યારે સ્વાતંત્ર્યના ઉંબરે આવીને ઉભું* છે ત્યારે તે આ બધી બાબતે અસત્ય લેખાવી જોઇએ. ભલા માણુસ ! જ્યાં સુધી સ્વાતંત્ર્ય સામે નહેતુ દેખતુ ત્યાં સુધી સાંપ્રદાયિક મનસ્વીતાએ 'આપણે નિરૂપાયે નીભાવી લીધી, પણ હવે તે આવી સાંત્રદાયિક મનસ્વીતાને લેશમાત્ર સ્થાન મળવું ન જોઇએ. સ્વાતંત્ર્ય મળ્યું છે તે સપ્રદાયભેદાને પુષ્ટ કરવા માટે નહિ, બાર ભૈયા અને તેર ચેાકા’ કરવા માટે નહિં, પણ સ’પ્રદાયભેદોને ગૌણુ કરવા માટે, પરસ્પર નિકટ આવવા માટે અને એકરૂપ બનવા માટે, એક, અખંડ અને અવિભાજ્ય 'દની સ્થાપના કરવા માટે. આ આપણે ખરેખર સમજીએ અને આવી વિચિત્ર વાતેા કરીને આપણી ઉગતી પ્રજાને વિશાળ સામુદાયિક પ્રવૃત્તિઓથી કે સહકારી સ‘મીલનેથી વિમુખ અનાવે તેવાં સૂચન કે માન આપતાં અટકીએ !
૧૯૩
રાત્રીભોજન અને કંદમૂળ ભક્ષણ
ઉપરની ચર્ચાના અનુસ”ધાનમાં કોઇ ગેરસમજુતીને અવકાશ ન રહે તે માટે આ અન્ને ખાખતા વિષે મારાં મતપે પણ અહિ રજુ કર' એ વધારે ચેાગ્ય લાગે છે. દિવસ અને રાત્રીના ચક્રમાં કાળનુ નિર્માણ ચાલ્યા કરે છે. દિવસ પ્રવૃતિ માટે છે અને રાત્રી નિવૃત્તિ માટે છે એ પણ આ નિર્માણ પાછળનેા હેતુ ઢાય એમ લાગે છે. આ ઉપરથી દિવસે માઝુસ જરૂરી પ્રવ્રુતિઓ કરે, મનગમતાં આહારવિહાર કરે અને રાત્રે કેવળ આરામ લે એ માનવી જીવનના સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય માટે યેાગ્ય તેમજ સ્વભાવિક ક્રમ લાગે છે. આ ધેારણે રાત્રીભેજનના નિયમ માત્ર અહિંસાની દૃષ્ટિએ જ નહિં, પણ જનતાના સ્વાસ્થ્ય અને કલ્યાણની દૃષ્ટિએ આદરયેાગ્ય લાગે છે. પણ આજે આપણી રહેણી કરણી તેમજ વ્યવસાયે અને રાકાણાનું સ્વરૂપ એટલુ' બધુ* પલટાઇ ગયુ* છે કે આજે આ નિયમનુ' અનુપાલન ખાસ કરીને શહેરી જીવનમાં સામાન્ય જનતા માટે વ્યવહારૂ નથી રહ્યું, એટલું જ નહિ પણુ, શુા ખરા લોકો માટે રાત્રોને જન લગભગ અનિવાય` બની ગયુ છે. આ જેટલુ ગૃહસ્થા શ્રમીઓને લાગુ પડે છે તેટલુ જ વિદ્યાર્થીઓને લાગુ પડે છે. સતત પાંચથી છ કલાકના શાળાજીવન પછી શારીરિક વિકાસ અને સ્ક્રુતિ અર્થે કસરત અને રમત ગમત દરેક વિધાર્થી માટે અત્યંત જરૂરી છે અને આ બાબતને અને રાત્રીભેાજન-નિષેધને કાઇ મેળ મળી શકે તેમ છે જ નહિ. શારીરિક આરેગ્ય, કસરત તથા રમતગમતમાં જેને ખીજા વર્ગો કરતાં ા વધારે પાછળ છે તેનું કારણ પણુ દિવાભેજનને લગતે જૈન પરંપરાના આગ્રહુ અને તે કારણે રમત ગમત તેમજ શરીરખીલવણી વિષે જૈન સમાજમાં પ્રવંતી સર્વ સામાન્ય ઉપેક્ષા છે. આ રીતે વિચારતાં જૈન છાત્રા લયેામાં આજે રાત્રીભોજનને જે સખ્ત પ્રતિબધ જોવામાં આવે છે અને અસાધારણ સંયોગામાં પણ કશી છુટછાટ આપી ન શકાય એવા આગ્રડ દાખવવામાં આવે છે તે વળષ્ણુ બદલવાની ખાસ જરૂર છે. આમાં પણ જ્યાં સંસ્થાના સંચાલકે આ નિયમ પાળી શકતા ન હેાય ત્યાં આ નિયમનું કુરજીયાત પાલન એક ભારે કઢંગી પરિસ્થિતિ ઉભી કરે છે. વસ્તુસ્થિતિ એવી છે કે સ’ચાલકા ધણાખરા રાત્રીભજન કરે છે, કાલેજમાં ભણુનાર જૈન વિદ્યાર્થીઓ પણ અગવડે સગવડે રાત્રે જમી લે છે, અને જૈન સમાજને ખાસ કરીને મોટા શહેરમાં વસતા મોટા ભાગ પણ રાત્રે ખાય છે અને એમ છતાં આ વાસ્તવિકતા સ્વીકારવાની અને તદનુસાર આવા નિયમો હળવા કરવાની ક્રાઇ હીંમત ધરતુ નથી. રાત્રીભાજનને લમતા આ દંભ અથવા તે કેવળ ઉપરના દેખન જેટલા વહેશે। દૂર થાય એટલુ સૌ કાછના લાભમાં છે.
કંદમૂળને લગતા ધામિક પ્રતિબંધનુ મહત્વ હું કજુ સુધી સમજી શકયા નથી. તેમાંના અન તકાયિત્વના વિજ્ઞાનદ્વારા કાઈ પણુ ખુલાશા શેધ્યા જાતે નથી. અનંતકાયપણું સ્વીકારીએ તે પણ જે દલીલથી આમિષાહારને બદલે વનસ્પતિના આહાર વધારે સ્વીકારયેાગ્ય ગણાય છે તેજ દલીલના આધારે પ્રત્યેક વનસ્પતિકાયને બદલે અન તકાયના આહાર વધારે સ્વીકાય' કેમ ન લેખાય એ પ્રશ્ન છે. આજે પ્રાણધારણ અને સ્વાસ્થ્ય-સવોને નની દૃષ્ટિએ આપણા ભેજ્ય પદાર્થાનુ ખુબ સંશાધન ચાલી રહ્યું છે. આ સ`શાધન સુકા કરતાં લીલાના ઉપયોગ ઉપર ધણા વધારે ભાર મૂકે છે અને આ ધેારણે કદ મૂળમાં લેખતી કેટલીક ચીજો શરીરને બહુ લાભકારી છે એમ જણાવવામાં આવે છે. જેને આખા સમાજના સ્વાસ્થ્યવર્ધનની ચિંતા છે તે આ પ્રશ્નની ઉપેક્ષા કરી ન શકે. દાખલા તરીકે, ડુંગળી અને લસણુ ગરીબ માણુસેને કસ્તુરીની ગરજ સારે છે એમ કહેવામાં આવે છે. ગાજર પણ એટલી જ ઉપયેગી વસ્તુ લેખાય છે. અલબત્ત જતધા પાયે સયમ છે અને