________________
તા. ૧-૪-૪૭
પ્રબુદ્ધ જૈન
કેટલાક સમાચાર અને નેાંધ ભગવાન મહાવીરને આપણાં અનેક વન્દન હા!
આ ચૈત્ર શુદ ૧૩ ના રોજ ભગવાન મહાવીરને જન્મ દિવસ છે. આ દિવસે ભગવાન મહાવીરના ગુરુવિશેષનુ આપણે સ્મરણ કરીએ, અને ભગવાન મહાવીર આપણી જ જેવા એક માનવી હતા અને તેમની સર્વ સિદ્ધિએ કાછ આકાશમાંથી ઉતરી આવી નહાતી કે કઇ જગન્નિયન્તા ઇશ્વરની આપેલી અણુમેલી બક્ષીસ નહેાતી. પણ પોતાના પ્રબળ પુરૂષાય અને સતત અપ્રમાદનુ પરિણામ હતુ. એમ સમજીને તેમના પગલે ચાલવાને વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરીએ. ભગવાન મહાવીરે તત્કાલીન સમાજની પરિસ્થિતિ નિહાળી અને તે વખતની વ્યાપક આચાર પરંપરા અને ધના નામે ચાલતા કમ`કાંડા અને યજ્ઞયાગા પશુ નીન્દ્વાવ્યા, તેમને ચેતરફ્ અજ્ઞાન, વહેમ અને અધર્મ દેખાય. તેએ ચાલતા પુરની સામે થયા. સત્ય તે જ ધર્મ, શાસ્ત્ર તે ધનદ્ધિ-આ તેમના જીવનના મુદ્રાલેખ હતા. તેમણે ચાલુ પરિસ્થિતિનાં અનિષ્ટ તવે સામે જેહાદ શરૂ કરી, રાજ્યમાન્ય તેમજ પ્રજાંમાન્ય બ્રહ્મગુવગ સાથે સીધેસીધા અથાયા, યજ્ઞયાગ અને ક્રિયાકાંડના સ્થાને અહિંસા, તપ અને સયમની પ્રતિષ્ઠા કરી, સ્ત્રી અને પુરૂષને સમાનતા અર્પી, વર્ણ ભેને સામના કરીને માનવી માત્રને ઐહિક તેમ જ પારમાર્થિ ક સમાનતા આપી, ભગવૈભવને અપ્રતિષ્ટિત બનાવી પરિગ્રહવિરમણુ અને ત્યાગનમ તે પ્રાધાન્ય આપ્યું', મહાવ્રતામાં બ્રહ્મચર્ય ને દાખલ કરીને આધ્યાત્મિક જીવનની સાધનામાં બ્રહ્મચર્ય કેટલુ અગત્યનું સ્થાન ધરાવે છે તે તરફ પ્રયાધારી શ્રાવાતું અને નિ ́ય સાધુએનું ખાસ ધ્યાન ખેચ્યું, લેાકાતીત તપ કરીને સ્વાદજ્ય વિના સયમ શકય નથી એવે તેમણે જગતને સંદેશ આપ્યા. આવા પરમ પુરષ ભગવાન મહાવીરનું તેમના જન્મ દિવસે ગુઝુગાન કરીએ, તેમની જન્મતી ઉજવીએ અને તેમના સતત સ્મરણુ વડે આપણી દિનચર્યાને, જીવનવ્યવહારને, આચારવિચારને ઉજાળીએ, ઉત્તરેત્તર વિશદ બનાવીએ અને તેમણે જે પદ પ્રાપ્ત ક" છે તે પદના અભિલાષી અને કાળક્રમે અધિકારી બનીએ ! કવિ લલિતના સ્વ વાસ
તા. ૨૫-૩-૪૭ ના રાજ નિપજેલ કવિ લલિતજીના સ્વવાસથી સાહિત્યપ્રેમી સૌ કાષ્ઠ ગુજરાતીએ ઉંડા ખેદની લાગણી અનુભવી રહ્યા છે. એક વખત લલિનજીના મશ્કરાને રણકાર ઘેર ઘેર સંભળાતા હતે. અને સભાએ સભાએ શ્રવણુગાચર થતા હતા. તેઓ પણ કવિ તેમજ ગાયક હતા અને પેાતાનાં રચેલાં પદા ભક્તિપ્રત કંઠે ગાઈને સભળાવતા. તેઓ પેતે જેવા સૌમ્ય, સરળ અને સા હતા તે મુજબ જ તેમનાં કાવ્યેા નિળ, સહજ સમજાય તેવાં અને ઉન્નત ભાવનાનુ' સુન્દર શબ્દેમાં નિરૂપણ કરે તેવાં હતાં. આપણે ત્યાં કવિ અને સાક્ષરાની આથમતી પેઢીમાંથી એક પછી એક વિશિષ્ટ વ્યક્તિ વિદાય લઇ રહી છે. સાક્ષર આનંદશંકર બાપુભાઇ ધ્રુવ થાડાંક વર્ષો પહેલાં પરક્ષાકવાસી થયાં. કવિસમ્રાટ નાનાલાલ હજુ ગયા વર્ષે જ સ્વર્ગસ્થ થયા. તેમની હરોળના લલિત∞ ૭૧ વર્ષની વયે વિદાય થતાં હવે કોણ રહ્યા? શ્રી બ. ક. ઠાકાર અને શ્રી અરદેશર ફ્ ખબરદાર. આમ એક બાજુએ આપણે દરિદ્ર બની રહ્યા છીએ. બીજી બાજુએ તેમનું સ્થાન પુરે એવી બહુ વિરલ વ્યક્તિએ ક્ષિતિજ ઉપર આરૂઢ થતી નજરે પડે છે!
લલિતછ કેટલાંક વર્ષોથી મુંબઇ છેડીને લાઠી જઇને વસ્યા હતા. ત્યાંના- ઠાકરસાહેબ તેમને બહુ સન્માન અને આદરપૂર્વક રાખતા તા. તેમણે સપૂછ્યું અંશમાં જીવનનિવૃત્તિ સ્વીકારી હતી. હજુ થોડા સમય પહેલાં તેએ રાજકાટતી સાહિત્ય પરિષદના સમેલનમાં મળ્યા હતા. તેમનામાં ખેતી એ જ નમ્રતા અને સાધુતા નજરે
20\
૧૯૧
પડતી હતી. કવી તરીકેની પ્રતિભા નાનાલાલ કે ખરદાર જેટલી - ઉંચી નહિ. પણ સૌજન્ય, સરળતા અને નમ્રતામાં તે સૌથી ચઢી જાય. ભક્તિભાવ અને દેશદાઝ એ તેમની કવિતાના પ્રધાન સુર હતા, તે આખા જીવનમાં ભાગ્યે જ કાષ્ઠ માણસ સાથે અથડાયા હશે...એવી તેમના જીવનની રૂવ્રુતા હતી. તેમનુ આખું' જીવન નિર્દોષના અને પાપભીરતાની પુણ્યકથા જેવુ હતુ . તેઓ પોતાની પાછળ ખે સતાના મુકી ગયા છે. પુરાતન અને સનાતન. તેને પિતાની સાક્ષરતાને વારસે મળ્યે છે. ભાઇ પુરાતનના ચિન્તનપ્રધાન લેખે અનેક સામયિકામાં જોવામાં આવે છે. લલિતજીના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ મળેા એવી આપણુસની ખરા દિલની પ્રાના હા!
આમરણાન્ત અનશન!
કચ્છમાં આવેલ પત્રી નામના ગામના નિવાસી શ્રી લખમંશી કેશવજીએ એક લાંખી, ઉજ્જવળ તથા સેવાપરાયણુ કારકીર્દીથી ભરેલી ૭૧ વર્ષની જીવનલીલા સ્વેચ્છાએ આમરણાન્ત અનશન સ્વીકારીને સમેટી લીધી અને ૨૯ મા ઉપવાસના દિવસે તા. ૧૭-૨-૪૭ ના રોજ તેમણે સમાધિમરણ પ્રાપ્ત કર્યું.
તેમનું જીવન પ્રારંભથી જ ધર્મપરાયણ હતું.. પરિણીત વનના પરિણામે પ્રપ્ત થયેલ એક પુત્રથી સ’તેષ માનીને ૩૦ વર્ષની ઉમરે તેમણે બ્રહ્મયયવ્રત સ્વીકારેલું. ૩૫ વર્ષની ઉમ્મર
સુધીમાં જે કાંઇ દ્રવ્યાપાર્જન થયું તેથી સંતુષ્ટ બનીને તેમણે વ્યાપાનિવૃત્તિ અ’ગી- . કાર કરેલી. પછી તે પરદેશનાં પરિભ્રમણમાં સમેટી લને પત્રી ગામમાં જ તેઓ સ્થિર થયા અને ત્યાંની અનેક સામાજિક તેમ જ રાજકીય પ્રવૃત્તિઓનુ તેમણે વર્ષો સુધી સંચાલાન કર્યું”. કન્યાશાળા, જ્ઞાનરવિભ’ડાર, શ્રાવિકાશાળા, પાંગળાપાળ, જૈન ઉપાશ્રય, દેરાસર તેમજ ધમ શાળા-આવી અનેક પ્રવૃત્તિઓનું તેમણે અનેક રીતે સીંચન કર્યુ અને એક સરખુ સેવાપરાયણ જીવન ગાળ્યુ. છેલ્લાં પાંચેક વર્ષથી આ સેવાના મેહથી પણ તેઓ મુકત થયા હતા અને કેવળ આત્મપરાયણું જીવન ગાળી રહ્યા હતા. ધ્યાન, તપ, સાધનામાં જ તેમના સર્વ સમય પસાર થતે. કેટલીકવાર રાત્રીના કાર્યોંત્સગ માં કલાકના કલાક તેઓ વ્યતીત કરતા. આમ કરતે કરતે તેમનામાંથી જીવવાના માઢુ પણ એસરી ગયે અને જેમ કાષ્ઠ માણસ ગામતર્ કરે તેમ તેમણે આ દુનિયાને સ્વેચ્છાએ ત્યાગ કરીને અન્ય દુનિયા તરફ પ્રયાણ કર્યું. આમરણાન્ત અનશન વિષે આપણા અંગત ખ્યાલેા ગમે તે પ્રકારના હાય એમ છતાં પણ આવી ઉચ્ચકેટની વ્યક્તિ વિષે આપણા દિલમાં આદર અને ભક્તિભાવ ઉપજ્યા વિના રહેતા નથી. યેાગ્ય ઉમ્મરે, જાણે કે, પેાતાનુ' જીવનકાર્ય પુરૂ” થયુ હાય એવી પ્રતીતિના પરિણામે, પુરી પ્રસન્નતાપૂર્વક આમરણાન્ત અનશન સ્વીકારીને યમરાજને આમત્રણ માકલવુ* અને તેના ખેલાવ્યા નહિ પણ સામેથી કહેણુ મોકલીને યમસદન તરફ સીધાવવું—આ પણ એક અસાધારણુ કાટિની વીરતાના પ્રકાર છે. આવા પવિત્ર આભાને આપણુા અનેક વન્દન હા!
- ધન જનની તે