________________
પ્રભુ જેત
૧૯૦
અપૂર્વ ભવ્યતા નજરે પડે છે. અને હિંદુસ્થાનની સંસ્કૃતિનાં ઝરણાં પણ તેવી જ રીતે આખા એશીયામાં ફેલાઇ ગયાં છે. હિન્દુની સંસ્કૃતિના પ્રભુત્વને બરાબર જાણતુ હાય તે। અધાનીસ્થાન જાએ, પશ્ચિમ કે મધ્યએશીયામાં જાએ, ચીન કે જાપાનમાં જા, અગ્નિ એશીયામાં જાઓ. ત્યારે જ હિન્દની પ્રાણવાન સૉંસ્કૃતિની પ્રભુતા અને વ્યાપકતા આપ યથાસ્વરૂપે જાણી શકશે.
પ્રાચીન કાળમાં ઇરાન તરફથી એક મહાન સંસ્કૃતિનુ' પૂર હિન્દ પર ધસી આવ્યું'. પછી હિન્દુ અને ચીનની સંસ્કૃતિનું મિલન થયુ’. અને વર્ષો પછી અગ્નિએશીયામાં હિન્દની સંસ્કૃતિની અને કલાની એકાએક છેાળ આવી. અરબસ્તાનમાંથી શરૂ થયેલુ એક સંસ્કૃતિનુ મેાજું ઇરાનમાં રૂપાન્તર પામી હિન્દુસ્થાનમાં લવાયુ'. આ સર્વાંની હિન્દ પર ભારે અસર થઇ, છતાં હિંદુસ્થાન પેાતાનુ સ્વત્વ જાળવી રહ્યું. સર્વ સંસ્કૃતિ સ્વીકારતાં છતાં હિન્દની પોતાની સંસ્કૃતિ એટલી પ્રબળ હતી કે પોતે પેાતાની વિશિષ્ટતા ગુમાવી ન એન્ડ્રુ. છતાંય . આપણે આજે એકમેકના રંગે રંગાયા છીએ અને તેથી જ એશીયામાં હિન્દી ગમે ત્યાં જાય ત્યાં સામ્ય અને બંધુત્વ અનુભવે છે.
આજ આપણે નવાં ધનેથી એકમેક સાથે બધા'શુ', પણ સાથે સાથે હુ' અહિંથી જાહેર કરવા માગુ છું કે આ પરિષદ ભેગી કરવા પાછળ આપણે કાઇ પણ આક્રમક હેતુ ધરાવતા નથી. આપણે કોઇ પણ ખંડ કે રાષ્ટ્ર સામે મેચા માંડવા માટે એકઠા થયા નથી. જ્યારથી આ પરિષદના સમાચાર પરદેશ પહોંચ્યા ત્યારથી યુરેપ અને અમેરીકાનાં કેટલાંક લોકો એવા ડર સેવી રહ્યા છે કે આ તે યુરોપ તથા અમેરીકા સામે માંડાંયલી એશીયન મહાન ઝુંબેશ છે, ક્રેઇની પણ વિરૂદ્ધમાં અમારી કાઈ ઝુંબેશ નથી. નિયાભરમાં, જગતમાં શાંતિ અને પ્રગતિ સ્થાપવા માટેને! જ અમારા આ મહા પ્રયાસ છે.
અત્યાર સુધી આપણે પશ્ચિમની દરબારામાં ભિક્ષુક જેમ ઉભા રહેતાં હતાં. એ વાત હવે ભૂતકાળની બની જવી જોઈએ. ખીજા દેશના હાથમાં રમતનું રમકડુ મટી આપણે પગભર થવુ જોઇએ, યુરાપ અને અમેરીકાએ માનવ પ્રગતિમાં ઘણા ફાળો આપ્યા છે એને સહુ આપણે ઋણુસ્વીકાર કરીએ છીએ, એમની પાસેથી આપણે હજી ઘણુ શીખવાનુ` બાકી રહ્યું છે. પણ એજ પશ્ચિમે આપણને વારંવાર સંગ્રામમાં ધસડયાં છે. એક ભયંકર યુદ્ધ જી સમાપ્ત થયુ' દેખાતું નથી, ત્યાં તે ફરી પાછા ખીજા યુદ્ધનાં રણુશીંગા ઝુકાતાં સભળાય છે. આ અણુમેબના યુગમાં આપણે શાંતિને પયગામ ફેલાવવાના છે. એશીયા જયાં સુધી આ શાંતિના પયગામ ન ફેલાવે ત્યાંસુધી જગતમાં વિશ્વશાંતિ સ્થાપાવાની નથી. એશીયાને આત્મા વિશ્વશાંતિ સ્થાપવા માટે જ કકળી રહ્યો છે.
પણ વિશ્વશાંતિ કયારે સ્થપાય ? તે ા ત્યારે સ્થપાય કે જ્યારે દરેક દેશ સ્વતંત્ર હાય, દરેક માનવી અનિશ્ચિતતામાંથી મુકત હાય, અને સ‘પૂર્ણ તક હોય. સ્વાતંત્ર્ય અને શાન્તિને રાજકારણી તેમજ આર્થિક—ઉભય દૃષ્ટિકૈાથી આપણે વિચાર કરવાતે રહે છે.
એશીયાના સર્વ રાષ્ટ્રો પછાત છે. એનું જીવનધેારણુ ખૂબજ નીચુ' છે. આ આર્થિક ક’ગાળીયતમાંથી આપણે વખતસર મુક્તિ નહી પામીએ તે! આપણી પર ભયંકર આફત ઉતરશે.
સામાન્ય માણુસના દૃષ્ટિબિન્દુથી એશીયાને મુક્ત કરવા અને વિકાસની તક આપવાની દૃષ્ટિથી જ આપણાં બધારણા ઘડાવાં
જોઈશે.
આપણી સામે ઘણી મુશ્કેલી પડી છે. છતાંય “ એક દુનિયા ' સર્જવાના, દુનિયાના સમવાય-ત ંત્રને ૫ યે નાંખવતા સમય આવી પહોંચ્યા છે. એ આદશ પામવા માટે આપણે ભગીરથ પ્રયાસા કરવાં જોઇએ. એ આદત અંતરાય રૂપ થાય એવું રાષ્ટ્રનું” કાઇ પણ રસંગઠ્ઠન આપણે નથી કરવુ. તેથી જ આપણે
તા. ૧-૪-૪૭
નવી જન્મ પામેલી સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થાને આવકારીએ છીએ. પણ જગતના સર્વ દેશેા એકત્ર થાય તે પહેલાં એશિયાના સ દેશો વચ્ચે પુરેપુરા સહકાર સ્થપાવે જોઇએ.
આ આજ એક અદભુત પ્રસંગ છે. આજે આપણે ભેમાં મળ્યાં છીએ અને આજ તે આજ કઇક પણ સક્રિય ન કરી શકીએ તે પણ આ એક મહાન આરંભ છે. એશીયાના ઇતિહાસ લખ શે ત્યારેજ એનુ ખરૂ' મૂલ્યાંકન થશે. આ પરિષદ એક યુગ પર પડદો પાડી ખીજા યુગનાં પ્રવેશર ખાલી રહી છે. ઈતિહાસના ઘડતર ઘડી રહેલા આપણને પણ આ મહત્તાના કષ્ટક દર્શન થાય છે.
આ પરિષદમાંથી નાની નાની સમિતિએ નિમાશે. અને તે સ સામન્ય પ્રશ્નો ચર્ચા શે. દરેક દેશને પેાતાના આંતરિક પ્રશ્નો તે ઉભા જ છે. પણ એ પ્રશ્નોની ચર્ચાને અહીં'આ સ્થાન આપવામાં નહિ આવે. એની ચર્ચામાં ઉતરીએ તે આપણુ મુખ્ય ધ્યેય ભૂલાઇ જાય અને આપણે વાદવિવાદમાં પડીએ એવા ભય રહે છે. હું આશા રાખું છું કે આ પરિષદમાંથી આપણે એક સ્થાયી સસ્થા ઉભી કરીશુ કે જે આપણી મિત્રના વધારે અને આપણા સામાન્ય પ્રશ્નો ઉકેલવાન કાય'માં આપણને મદદ કરે. આપણે શિક્ષા અને વિધર્થીગ્માને અરસપરસ વિનિમય સાધીશું તેમ જ બીજું પણું ઘણું' કરી શકીશું પણ શું કરવું કે શું નહી તે આખરે તે આપને નકકી કરવાનુ' છે.
રાષ્ટ્રીયતાને આપણે સાંકડા માનસ વડે નથી તેળવી. રાષ્ટ્રીયતાને આપણે જરૂર પ્રથમ સ્થાન અ પીએ, પશુ આંતરરાષ્ટ્રિય વિકાસને થાજી નાંખે એવી સ’કુચિત રાષ્ટ્રિયતા આપણે કેળવવાની નથી. આપણે અમેરીકા તથા યુરેપની મિત્રતા માંગી રહ્યા છીએ અને આફ્રીકાની પણ મિત્રતા જરૂર ચાહીએ છીએ. આફ્રીકા તરફ તે આપણી ખાસ ફરજ છે. ત્યાં પદદલિત માનવી આપણા 'ત્વની ખાસ અપેક્ષા ધરાવે છે. વિશ્વકુટુબમાં એમને આપણે યોગ્ય સ્થાન અપાવવાનુ` છે. આપણી સ્વતંત્રતા આપણા એકલાની, એક દેશ કે એક પ્રજાની નથી. જયાં સુધી એ સ્વત ંત્રતામાંથી કાઇ પણ દેશ કે માનવી વિચત રહે ત્યાં સુધી આપણી સ્વતંત્રતા અધુરી રહેશે.
આજે આપણે એશિયાના મહાન સ્વાત ઋશિલ્પીએને યાદ કરીએ. સુન-યાત–સેન, ઝગલુલ પારા, કમાલ પાશા વગેરે એમના રોપેલાં ખીજનાં ફળ આપણે લણી રહ્યા છીએ, અને સાથે સાથે જેમની પ્રેરણા અને પ્રયાસે હિન્દુસ્થાન સ્વાત ંત્ર્યના આંગણે આવી ઉભું છે તે વિશ્વની મહાન વિભૂતિ માત્મા ગાંધીજીને પણ આપણે યાદ કરીએ. એમની ઉણપ આપણતે અહીં સાલે છે. પણ એ તે આ ડીએ પણ સામાન્ય માણસની સેવા કરી રહ્યા છે અને આ પરિષદ પણ એમને આકર્ષી શકી નથી.
આખુ' એશીયા, વટાળ અને ઝંઝાવાતમાંથી શાંતિ શૈધી રહ્યું છે. હિંદુસ્થાન પણ એવા જ ઝંઝાવાતમાંથી પસાર થઇ રહ્યું છે અને જ્યાં ત્યાં આ ઝંઝાવાતે માનવીને ગુગળલી મૂકયા છે, પણ આથી હતાશ થવાય નહિ. નવી પ્રજાનું ઘડતર હજુ તે માટીપચુ થયુ છે. હજી તે। કુંભારને ચાકડે ધડાઈ તપશે ત્યારે સચે। અને સુરૂપ આકાર ધારણ કરશે. આપણામાં નવી સર્જનશક્તિ જન્મી છે. આજે માનવજાત એક મહાન તંદ્રામાંથી જાગી ઉઠી છે અને માનવી પોતાના વારસે માંગી રહ્યો છે. પ્રજા પુનઃ વમાં સરી રહી છે. સંક્રાતિના કાચા ઘડતરમાંથી પાકા ઘડતરમાં આવતાં કંઇક મુશ્કેલીએ વટાવવી પડશે. 'તે આપણા સ્વપ્ન મુજ એશીયા ધડશે. નવા મહાન બળે માં અને નવ સજાતા દશનમાં આપણે શ્રદ્ધા રાખીએ અને સૌથી વધારે તે। જે માનવતાને એશીખા અનૈક સૈકાઓથી મૂતિ મત કરી રહેલ છે તે માનવતાના આત્મામાં આપણે શ્રદ્ધા ધરાવીએ અને આગળ ને આગળ વધીએ. મૂળ અંગ્રેજી: પંડિત જવાહરલાલ નહેરૂ અનુવાદક : શ્રી કપિલાબહેન ઠાકોર,