SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જેન એશીયાનું મંગળ પ્રભાત. (જીટ્રાર રતાનાં વસુધૈવ કુટુંમ્ એ સૂત્રને મૂર્તિ'મન્ત કરતા પંડીત જવાહરલાલ નહેરૂએ તા. ૨૩-૩-૪૭ના રાજ શરૂ થયેલ એશીયાવાસીઓની પરિષદનુ’ઉદ્ઘાટન કરતાં કરેલુ મગળ પ્રવચન) મિત્રા અને સાથી એશિયાવાસીએ! તા. ૧-૪-૪૭ દિલ્હીના પુરાતન શહેરમાં આજે આપણે એશિયાવાસીએ દૂર દૂર દેશામાંથી ભેગા થયા છીએ. અમારામાંના કેટલાકે આપને નિમ'ત્રણ આપવાનુ' ખીડુ' ઝડપ્યુ' અને આપે તેના સહૃદય સ્વીકાર કર્યાં છે. આ સ્વીકાર પાછળનું પ્રેરક કારણ ફકત અમારૂ નિમ ત્રણ જ નથી, પણું કાંઇક વધારે ઉઠે વસેલી ભાવના છે. તિહ્રાસમાં નવા યુગને 'બરે આજે આપણે સ ઉભા છીએ, એ યુગના ઇતિકાસને જુદો કરતાં પાણીના પટ પર આપણે ઉભા છીએ. આપણાં ચક્ષુ ભૂ'સાઇ ગયેલા ભૂતકાળ પર ફરી વળી નવા ધડાતા ભવિષ્ય પર ઠરતાં જાય છે, એશીયા આજે ધણા વર્ષે ફરી દુનિયાની નજરમાં નવી અગત્ય ધારણ કરી રહ્યું છે. : આજ પ્રતિદ્વંસનાં પૂ પ્રકરણા તપાસતાં એશીયાએ અને તેની સાથે સસ્કૃતિમાં સર્વ રીતે સામ્ય ધરાવતાં મીસર દેશે માનવવિકાસમાં અદ્ભુત ભાગ ભજવેલા જણાશે. સંસ્કૃતિ અહિં જન્મ પામી, માનવજીવનનું અનંત સાહસ અહીં જ પ્રથમ ખેડાયુ, અહીંઆ જ સત્ય શેાધતે માનવી પ્રથમ જન્મ્યા અને જગતને ઉજાળતાં આકાશપ્રદીપના તેજ માફક માનવીને આત્મા પહેલીવાર ઝળકી ઉઠશે. . આ જ્વલંત ખંડ, જેની જ્યોતિ ચારે દિશામાં ફેલાઈ હતી તે જ ખંડ આજે સ્થિર-પ્રગતિશૂન્ય-થઇ બેઠા છે. યાંત્રિક દિશામાં પ્રગતિ કરતી બીજી સંસ્કૃતિએ આ ખંડને એકાએક ઢાંકી દીધે. તે પછી ખીજા ખંડના શાહીવાદ નીચે આ ખંડ કચડાઇ ગયા અને યુરોપખંડ સંસ્કૃતિ તથા પ્રગતિનું કેન્દ્ર બની રહ્યો. પણ ફરી પાછું કાળચક્ર બદલાઇ રહ્યું છે. ત્વરાથી બદલાતાં સમયના વહેણમાં ફરી પાછે આપણા ખડ ઉપર આવી ઉભે છે. આપણે અજબ ક્રાન્તિકાળમાં જીવી રહ્યા છીએ અને જ્યારે એશીયા અન્ય દેશની વચ્ચે પેાતાનું યાગ્ય સ્થાન પ્રાપ્ત કરશે ત્યારે નવી કક્ષાને ઘાટ નિર્માણ થવા માંડશે. આવે વખતે દેશ પરદેશથી આવેલા આ ખંડના વતનીઓનુ સ્વાગત કરતાં અમને ગર્વ અને આનંદ થાય છે. આપણા દેશની પ્રગતિ, કલ્યાણુ અને મિત્રતાના પાયા ચણવા આપણે ભેગા થયાં છીએ. એશીયાના બધાં જ દેશના પ્રતિનિધિમ્મેતે ભેગાં કરવાને આ વિચાર તદ્દન નવે નથી. આપણે આજ કરતાં વધારે વહેલાં કેમ ન મળ્યાં એ બહુ આશ્ચર્યજનક છે. સૌ સાથે મળી સૉંગઠ્ઠન કરી સાથે સાથે પ્રગતિ કરવાનેા ઘણા દેશને વિચાર આવેલા, પશુ સમયના અને સ ંજોગાના બળાનાં દબાણથી આ ઘડીએ આ સભા ભરાઈ શકી છે. અને તે બળેા જ આ દિશામાં કામ કરવાની અને આગળ ચાલવાની આપણને પ્રેરણા આપી રહેલ છે. એ જ પ્રેરણાને અંગે અમારી હાકલ સૌએ સાંભળી છે. અમારા નિમંત્રણના પડઘા સના હૃદયમાં પડયા છે અને સૌએ ઉત્સાહભયે સાથ આપ્યો છે. સર્વ દેશદેશાવરનાં પ્રતિનિધિને, હું આવકાર આપું છું. ચીનના પ્રતિનિધિઓને અમારા અન્તરના આવકાર છે. એશીયાની · સંસ્કૃતિ ધડનાર આ મહાદેશ પાસેથી ભવિષ્યમાં ઘણી ઘણી આશા રખાઇ રહી છે. મીસર દેશ અને આરબ લેકને અમે સત્કારીએ છીએ. ગૌરવપૂરૢ મહાન સ ંસ્કૃતિનાં વારસદાર એ દેશએ હિન્દને પણ સંસ્કાર આપ્યા છે. ઇતિાસના પ્રભાતીયાં ગવાયાં ત્યારથી ઇરાન અને હિન્દે મિત્રતા અનુભવી છે. કં'ડાનેશીયા ૧૮૯ અને ડાચાઇના હિન્દની સ'સ્કૃતિના પારણે જ પોષાયા છે અને ઉછર્યાં છે. હિન્દની માફક જ તે દેશા સ્વતંત્રા માટે લડી, ઝઝુમી રહ્યા છે. લડત વગર સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી એ પાઠે હિન્દને આ ઘડીએ પણ તે શીખવી રહ્યાં છે. મહાન નેતાની પ્રેરણાથી નવયૌવન પામેલાં ટર્કીતે, કેરીયા, મંગાલીયા, સિયામ, ફીલીપા– ઇનને, સેવીયેટ રશીયાના એશીયાઇ પ્રજામત્તાકાને-જેમણે આપણી નજર નીચે જોતજોતાંમાં આશ્ચય જનક પ્રગતિ સાધી છે— અમારા નજીકના પડૅશી અધાતીસ્થાન, ટીબેટ, નેપાલ, ભૂતાન, ખાં અને સીલૈાનને-જેમની સાથે ગાઢ સહકારની અમે અપેક્ષા રાખીએ છીએ-આ સર્વને અમારાં આવકાર અને અભિનન્દન છે. એશીયાના દરેક દેશ અહી હાજર છે. કાઇ એકાદ બે દેશ ન આવી શકયા હોય તે તે દુષ્કર સંજોગોને અગે. ન્યુઝીલેન્ડ અને સ્ટ્રેલીયાથી અવલે!કન કરનાર પ્રતિનિધિઓને પણુ અમારા સ્વાગત છે. અમારી અને તેની વચ્ચે પેસીફીક તથા અગ્નિકાણના પ્રદેશના ધણા પ્રશ્નો સમાન છે. અને એમની મિત્રતાથી જ આપણે એ પ્રશ્નોને ઉકેલ લાવવાની આશા રાખીએ છીએ, આપ સર્વને દેખીને એશીયાને ભૂતકાળ ચક્ષુ સામે ખડે થાય છે. હાલના વિકટ સંજોગા 'ધડીમર વિસારે પડે છે. પણ હું ભૂતકાળની ગવ ગાથાએ કે ચેડા વખત પહેલાની ભૂતકાળની વિતકકથાઓ કે જેના પડછાયે હજુ પણ આપણને ઘેરી રહ્યો છે તેની વાત નહિ કરૂ. છેલ્લાં એ સકાએ પશ્રિમના શાહીવાદની થયેલી ઉત્ક્રાંતિ થયેલી અને એશિયાના ઘણા મોટા ભાગ સંસ્થાનીક અને અર્ધ સ ંસ્થાનિક બનેલા જોયાં છે. એશીયા પરના પશ્ચિમના વર્ચસ્વનું એક મહત્વનું પરિણામ એ આવ્યું છે કે આપણે સર્વ દેશે। એક બીજાથી વિખુટા પડયા છીએ. હિંદુસ્થાનને સર્વ દેશો સાથે સૈકાઓથી આંતરિક સંબંધ હતા, પણુ આ પરદેશી રાજ્યસત્તાના દબાણ નીચે હિંદુસ્થાનના એશીયાઇ દેશો સાથેના જૂના અનુસંધાને તૂટી પડયાં. જુના રાજમાર્ગો બંધ થઇ ગયા, અતે ફક્ત વિલાયતને જળમાગ જ તેને માટે ખુલ્લા રહ્યો. એશીયાના બીજા દેશનુ પશુ આવું જ થયું. આયિ સંબધો પાશ્ચાય દેશ સાથે બધાયા, એટલું જ નહી પણ એમના આદર્શો પણ પશ્ચિમમાંથી જ ઘડાવા માંડયાં અને આ નિકટવાસીઓ સર્વ વિસરાઈ ગયા. આજે આપણી વચ્ચે ચણાયલી આ કૃત્રિમ દિવાલ તૂટતી જાય છે, ગાઝારા શાહીવાદ અસ્ત પામતા જાય છે, જમીન માર્ગો ફરી ખુલતાં જાય છે અને હવાઇ વિમાનાએ આપણી વચ્ચેનુ 'તર દૂર કયુ" છે. પશ્ચિમના વસ્વ છતાં આપણા મન અને આત્માની બેંકતા અભિન્ન રહી છે. આ પરિષદ જ એની સાક્ષી પૂરી રહી છે. આ પરિષદમાં કાઇ કાઇને નેતા નથી. કોઇ કાછના અનુયાયી નથી. સવ સમાન છે અને એમનુ ધ્યેય એક જ છે. હિંદુસ્થાન પણ સ્વતંત્રતાના પ્રકાશ દેખી રહ્યુ' છે. હિંદ એશીયાનુ ભૌગાલિક મધ્યબિન્દુ છે; અને તેથી જ એશીયાની સવ' ચળવળનું મધ્યબિન્દુ પણ હિંદ જ બની રહેશે. પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને અગ્નિ એશીયાનુ મિલન સ્થાન પણ એ જ બતી રહેશે. આજ કારણસર હિંદના એશીયાના બીજા રાષ્ટ્રો સાથેના સબંધને લાંખે। ઇતિહાસ છે. ધણાં દેશની સંસ્કૃતિના પ્રવાહે હિન્દુ ઝીલ્યા છે. માટે જ હિંદની સંસ્કૃતિમાં અપાર વૈવિધ્ય અને
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy