________________
૧૯૪
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૨ ૪૭
વધારે આવક, હાલનાં કરવેરાના દર અનુસાર, પુવ્યવસ્થિત તંત્રની મદદથી પ્રાપ્ત થઈ શકે તેમ હતું.
આમ કરવાને બદલે, નાણામંત્રીએ કુલ આવકની ઇચ્છાપૂવૅક ઓછી આંકણી કરી છે. આ આંકણી સામે દેશભરમાં શંકા સેવાઈ રહી છે. આ આંકણી તેમણે સામાજિક ન્યાય માટે સૂચવેલા અવિચારી પગલાંની ન્યાયયુકતતા સિદ્ધ કરવા કરી છે. તેમણે સૂચવેલા પગલાંમાંથી નીચેનાં મુખ્ય છે.
(૧) એક લાખ રૂપિયા ઉપરની કોઈ પણ કર લઈ શકાય તેવી આવક ઉપર ૨૫% ને નફા-વેરે નાખે.
(૨) મુળ મુડીની કીંમતમાં રૂ. ૫૦૦૦ ઉપર વધારે થયે હોય તે વધારા ઉપર કર નાંખવે.
(૩) કેરપરેશન ટેકસ ના એક આનાના બે આના કરવા.
(૪) “સુપર-ટેકસ’ વધારેમાં વધારે લઈ શકાય એવી આવકને આંક ના કર્યો. પરિશ્રમ કર્યા સિવાય થયેલી આવક (unearned income) ઉપરને સુપર-ટેકસ ૩૫ લાખ રૂપિયાને બદલે હવે ૧-૨ લાખની આવકથી ઉપર લેવાશે; જ્યારે પરિશ્રમથી પેદા કરેલી આવક ઉપરને સુપર-ટેકસ ૫ લાખ રૂપિયાને બદલે ૧-૫ લાખની આવક ઉપર લેવાશે. '
આ બધા પગલાં વ્યાપારી વર્ગ સામે લેવામાં આવ્યા છે એ સાબિત કરવા કોઈ દલીલની જરૂર નથી. મીઠાવેરે નાબુદ કરવામાં આવ્યું છે જે માટે ખરી રીતે નાણામંત્રી જવાબદાર નથી અને આવક–વેરામાંથી મુકિત મેળવવા માટેની. વધુમાં વધુ આવક રૂા. ૨૦૦૦ ને બદલે રૂા. ૨૫૦૦ સૂચવવામાં આવી છે. નાણામંત્રીના અંદાજ-પત્રમાં આ બે નોંધપાત્ર હકીકતો છે.
એમ જણાવવામાં આવ્યું છે કે સામાજિક ન્યાય ઉપરાંત નાણાના ફુગાવાને અટકાવવાને પણ અંદાજ-પત્રને હેતુ છે. હમણાં થોડા દિવસ પહેલા જ શ્રી સી. એન. વકીલે “ કામ”માં એક ટુંકે લેખ લખેલે. શ્રી વકીલે તે લેખમાં જણાવેલું કે તેઓ મકકમતાથી માને છે કે યુદ્ધોનર મંદી તકાળ ભય નથી, પરંતુ આપણા દેશની આર્થિક પરિસ્થિતિમાં એવા કેટલાંક ગૂઢ બળે છે કે જેને લીધે યુદ્ધોતર ફુગાવાને વિશેષ ઉત્તેજન મળે અને આ જુગાવા પછી મંદી આવે. આથી જ્યારે પુગા પુરબહારમાં તે અને હિંદી સરકારે મંદી-વિરોધી પગલાં લીધા હતા જયારે તેમને ઘણી જ નવાઈ ઉપજી હતી. વ્યાપારી કોમે સ્વપ્નામાં પણ નહિ ધાયુ“ હેય તેવા પગલાં સર અચીંબા રેલેન્ડ્ઝમાં ગયા વર્ષના અંદાજ–પત્રમાં સુચવેલાં. તેમણે ‘એકસેસ ફીટ ટેકસ નાબુદ કર્યો અને કેરપરેશન ટેકસ યુદ્ધ પહેલા તે તેટલો નીચે કરી નાખે. આ પગલું ઔદ્યોગિક એજના દ્વારા, ખાનગી ઉદ્યોગના વિકાસને વેગ આપવા ભરવામાં આવ્યું હતું. અને ઉધોગના વિકાસથી યુદ્ધ પુરૂ થતાં જે અનેક લોકો બેકાર બનશે તેમને કામ મળશે એવી પણ ધારણા હતી. પરંતુ ધાર્યો કરતાં અસર ઊંધી થઈ. ઉપરના પગલાંથી ઔદ્યોગિક સલામતીઓના બજારૂ–ભાવ વધ્યા અને વ્યાપારી કોમને પરિશ્રમ વગરની આવક થઈ, જ્યારે બીજી બાજુ આ પગલાંને પરિણામે દેશના ઉત્પાદનમાં કાંઈ પણ ખાસ વધારે કર્યા સિવાય, બિલાડીના ટોપની જેમ અનેક કંપનીઓ ફાટી નીકળી.
નાણામંત્રી શ્રીમંતો પાસેથી કર ઉઘરાવે છે તેના સમર્થનમાં ઘણું કહેવાનું છે; પરંતુ જે રીતે તેઓ ઉધરાવે છે તેની સામે ટીકા સિવાય બીજું કાંઈ હોઈ શકે જ નહિ. મીઠાવેરે નાબુદ કરવા, રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવા, સટ્ટા બજારનું નિયમન કરવા તથા ઈકોનોમી કમિટી સ્થાપવા વડી ધારાસભાએ સર્વાનુમતે સંમત • આપી છે. પરંતુ બે સૂચનાઓને સખત વિરોધ થયે છે–એક
વ્યાપારી-નફા ઉપરના આવકવેરાની સૂચના અને બીજી રોકાણની વધેલી કીંમત ઉપરના મેટા કરની સુચના. ઇન્કમ-ટેકસ નવેસ્ટીગેશન
કમિશન'ની સ્થાપના સામે પણ મેટો ઉદ્માહ થયા છે. આ કમિશનને સામાન્ય રીતે જનસમુદ્રમાં સીધા કરવેરાના પ્રત્યાઘાત અહેવાલ રજુ કરવાનું કાર્ય સંપાયું છે. આ ઉપરાંત વ્યક્તિગત કિસ્સાની અંદર પણ તપાસ કરવાની આ કમિશનને સત્તા આપવામાં
આવી છે. આ તપાસ સામે કોઈ સિધ્ધાંતિક વિરોધ કરવાને કારણ નથી, પરંતુ તેની અણુધડ અને આપખુદ પદ્ધતિ બહુ જ વાંધા પડતી છે. કારણ કે આ તપાસને ખરે હેતુ કરવેરામાંથી છટકી જનાર લે કોને અટકાવવાને હેય તેમ લાગતું નથી, પરંતુ સૌ કોઈની કે પછી સરકાર અને કમિશનની આંખે ચડેલ વ્યક્તિઓની ધનદોલતની પુરતી તપાસ કરવાનો સરકારને આશય હોય એમ લાગે છે.
કરવેરાની મુખ્ય દરખાસ્તા સામે મૂળથી જ વધે છે. બધી દરખાસ્તો તદ્દન ગેરવ્યાજબી છે. બીજા આગેવાન દેશમાં, યુદ્ધ પહેલાની સરખામણીમાં, કર-વેરાનો દર ૬૦% થી વધે નથી, જ્યારે આપણા નાણામંત્રીની દરખાસ્ત અનુસાર કરને દર ૭૦% થી એ વધુ ઉંચે જાય છે. આથી રાષ્ટ્રના અર્થકારણના મૂળ સુકાતાં જવાને પુરા ભય રહે છે. કાં તે આપણે ખાનગી મિલકતની સંસ્થાને દોષકારક સાબિત કરી નાબુદ કરવી જોઈએ અને અર્થકારણને પાયે બદલ જોઇએ. નહીં તે પછી, એ સંસ્થાને, કઠોર આઘાત આપ્યા સિવાય, સમતલપણે કાર્ય કરવા દેવી જોઈએ. નાણામંત્રોની દરખાસ્ત પાંગળી છે, કેમકે ઉપરના બેમાંથી એકે કાર્ય તે સુચવતી નથી. શ્રી. લીઆકતઅલીખાનની દરખાસ્ત જો અમલમાં આવશે તે રાષ્ટ્રની આર્થિક સમતે.લતા જોખમાશે અને સરવાળે, આમજનતાને સઘન કરવું પડશે. જે માણસો સહન કરી શકે તેમના ઉપર કરને બે લાદવે જોઈએ એ કર-વેરાને સુંદર સિદ્ધાંત છે. પણ એ માણસેના બરડા એ ભાર ક્યાં સુધી ઉપાડી શકશે એ વિશે પણ્ કેel નાણામંત્રી બેદરકાર રહી શકે નહિ.
કરવેરાની આવક એ સમગ્ર સામાજિક સમર્થકારણને એક મહવને ભાગ છે. આ હકીક્ત હિંદી નાણામંત્રી વિસરી ગયા છે. કઈ યેગ્ય સપાટી ઉપર ભાવેને સ્થિર કરવાની ચેજના ઘડવાનું તેમણે મુનાસિબ માન્યું નથી. જીવનની જરૂરિયાત માટેની સાધનસામગ્રીનું વધુ ઉત્પાદન થાય તેવી યેજના ઘડવાનું તેમણે ગ્ય ધાયું નથી. અને એ રીતે રાષ્ટ્રીય આયેાજન, જે સામગ્રીના ઉત્પાદનનું મૂળ છે, તે પણ નાણામંત્રી વિસરી ગયા છે. ઉપદક છે અનુત્પાદક રીતે, કોઈ વધારે ખર્ચ કરવાની દરખાસ્ત કર્યા સિવાય, નાણામંત્રી વ્યાપારી કેમ પાસેથી ગંજાવર રકમ મેળવવા ઈચ્છે છે. વળી મેળવવાની પદ્ધતિ એવી છે કે જેથી કોઈ પણ વેપારી મુડી રોકી વેપાર કરતાં અચકાશે. આ રીતે નાણામંત્રીએ કૃમાવાવિરોધી જે પગલાં સુચવ્યા છે તે તકલાદી છે અને તેથી સમય અર્થકારણ માટે નુકસાનકારક છે.
મૂળ અંગ્રેજી લેખક :-ડો. મુલચંદજી
અનુવાદક :-વાડીલાલ ડગલી, - જન વિદ્યાથીઓને શુભાવસર શ્રી પાર્શ્વનાથ વિધાશ્રમનું નવું સત્ર આવતા જુલાઈ માસથી શરૂ થનાર છે. સંપૂર્ણ મધ્યમાં તથા જૈન દર્શન શાસ્ત્રનાં અભ્યાસ કરનાર છાત્રને પ્રથમ સ્થાન આપવામાં આવશે. જેના દર્શન શાસ્ત્રો અભ્યાસ કરવા માટે સંપૂર્ણ મધ્યમાં અથવા તીય-પરીક્ષામાંથી ઉત્તી થવું અવશ્ય છે પ્રવિષ્ટ છાત્રને વિધાશ્રમ તરફથી નિવાસ-ભેજદિની દરેક સગવડ આપવામાં આવશે. M. A. માં જન વિષય લેનાર છાત્રોને પણ ઉપરની સગવડ આપવામાં આવશે. પ્રવેશાર્થી છાત્રોએ આવેદન–પત્ર-નિયમાવલી મંગાવી જલ્દી ભરી તા. ૨૫ એકીલ '૪૭ સુધીમાં નીચેના સરનામે મોકલી આપવું જોઇએ
' અધિષ્ઠાતા
પાશ્વનાથ વિદ્યાશ્રમ બનારસ હિન્દુ યુનિવર્સિટી