________________
તા. ૧૫-૩-૪૭
પ્રશુદ્ધ જૈન
વેદનામૂર્તિનું વિસર્જન
દન્તુ ડા. વ્રજલાલ મેધાણીની અવસાનને ધની શાહી સુકાઈ નથી એવામાં શ્રી. ઝવેરચંદ મેઘાણીના અવસાન સમાચાર સાંભળતાં હૃદય એહેશ બની જાય છે અને લેખિની સ્તબ્ધતા અનુભવે છે. હાથ ઉપરની હીરાની વીંટી કેઇ ઝુંટવી ગયું એની હાય પેકાર હજુ શમેલ નથી, એટલામાં તે નિષ્ઠુર વિધાતાએ માથાના મુગુટમણિ ઝડપી લીધા અને આપણુ સતે શુન્યતેજ બનાવી દીધા. આ ઘટનાએ ઉપજાવેલી મમારક વેદના કયા શબ્દોમાં વ્યકત કરવી તેની કાષ્ઠ રીતે સુઝ પડતી નથી.
૧૯૧
હજી થોડા સમય પહેલાં જાન્યુઆરી માસની ૧૯ મી તારીખે સવારમાં મળેલી ડા. મેઘાણી વિષેની શૅકસભામાં મિત્રેએ પ્રસ’ગાનુરૂપ કાંઇક ગીત સંભળાવવા ભાઇ મેધાણીને વિનતિ કરી અને એ વિનંતિને સદ્ગજ ભાવે માન્ય કરીને સંહારના સ્વામીને સ ંબોધીને રચેલુ* ભવ્ય પ્રાર્થનાગીત તેમણે સંભળાવેલુ. તેમના એ બુલંદ અવાજના ભણુંકારા હજુ કાનમાં શમ્યા નથી, એટલામાં તે તેમણે પણ પેાતાનાં બધાં ખાતાં ખતવીતે જીવનભરનું સરવૈયુ સહારના સ્વામીના ચરણમાં ધરી દીધું ! એ ગીત આપણે તેમની પાસેથી છેલ્લું છૅલ્લું જ સાંભળી રહ્યા છીએ એવી સ્વપ્ને પણ કોઇને કલ્પના સભવતી હતી ખરી? કાળના કુડારપ્રહાર. આવા જ હોય છે! કાળની નિષ્ઠુરતા આપણને અવાક્ બનાવી દે છે.
અલબત્ત ઇંલ્લાં હેલ્લાં બે વર્ષ દરમિયાન તેમનુ શરીર ભાંગતુ' જતું હતું. હરસ, સૉંધિવા આદિ ઉપાધિએ તેમના શરીરને ક્ષીણ બનાવી રહેલ હતી. આમ છતાં પણ ફુલછાબના અતિવ્યવસાયી તંત્રીપણાથી તેઓ કેટલાક સમયથી નિવૃત્ત થયા હતા અને ભેદમાં ઠરીઠામ થઇને બેઠા હતા. પેાતાની તબિયતની અનુકુળતા મુજબ તેએ પાતાની સાહિત્યપ્રવૃત્તિ ચલાવતા હતા. મોટા દીકરે ચિ. મહેન્દ્ર પત્રકારત્વના પ્રદેશમાં ઠીક ઠીક ગેઠવાઇ ગયા હતા. મેટી દીકરી ચિ. ઇન્દુને પણ વિવાદ્ગસબંધ નક્કી કરી લીધે હતેા અને થેડા સમયમાં લગ્ન કરવાની વિચારા ચાલતી હતી. એટલે એ બાજુની ચિન્તા પણ હળવી બની હતી. શ્રી. સ્વ. ઝવેરચ’દ ચિત્રાદેવી ભરતગુ‘થણુને સ્વતંત્ર વ્યવસાય ચલાવી રહ્યાં હતાં અને મેઘાણીભાઇની કમાણીમાં ઠીક ઠીક પુરવણી કરી રહ્યાં હતાં. એ ઘરનાં ઘર બનાવ્યાં હતાં. ઘેર દુધાળાં ઢોર બાંધ્યાં હતાં. અનેક કારણેાએ અવારનવાર અસ્વસ્થ બનતું રહેતુ. ગૃજીવન સરળ સપ:ટી ઉપર વહેવા લાગ્યુ હતું. આવી ઉત્તરાત્તર અનુકુળ બનતી જતી પરિસ્થિતિને અંગે મેઘાણી ખુબ પ્રસન્ન અને સંતુષ્ટ દેખાતા હતા. આજ સુધી તેમણે ઘણું કર્યું હતું, પણ વે પછીનેા કાલ તે કાઇ જુદા જ પ્રકારના ઉતરશે એમ તેમના નિકટત્રી મિત્ર અને શુભેચ્છકા આશા સેવી રહ્યા હતા. એવામાં કાળની કરડી નજર હજુ ક્રુમણાં જ નિરાંત વાળીને સુતેલા અને સુખભર્યાં ભાવી જીવનનાં સ્વપ્નાં ચિન્તવતા ભાઈ મેઘાણી ઉપર પડી અને આંખના પલકારામાં તે પરફેકવાસી બની બેઠા ! આ તે આપણુ કેવુ. હીનભાગ્ય ?
મેઘાણી કોલેજમાં ભણતા હતા ત્યારના મતે તેમની સાથે સબંધ દુતે. અમે લગભગ સમવયસ્ક હતા. તેમની સાથે મને ગાઢ મૈત્રી હતી એમ હું કહી ન શકું, પણ તેમને મને સારે એવે પરિચય હતા. તેમના લેોકસાહિત્યમાં તે મને રસ હતેા જ. પણું એ ઉપરાન્ત જ્યારે પણ પ્રસંગ મળે, ત્યારે દેશ અને સમાજમાં
“
બનતી નાની મોટી ઘટનાએ પરત્વે તેમની સાથે વિચાર વિનિયમ કરવાને મને હુ'મેશા ખૂબ લેબ રહેતા. ભાવનગર ગયા હૈ। તા અવકાશ મળ્યે એક આંટા હુ' મેટાં ગય! વિના ન રહેતા. તેએ મુંબઇ આવે ત્યારે પણ તેમને સમાગમ હું હુંમેશાં શેાધ્યા કરતા. એક તે તેમની નિખાલસતા, ખીજું ચેતરફ્ બનતા બનાવા વિષે તેમના ચિત્તની જાગૃતિ, ત્રીજુ અનન્ય સવેદનશીલતા. આ કારણોને લીધે તેમને મળવું અને તેમની સાથે કલાકના કલાક સુધી વાતે કરવી એ વહેતી જ્ઞાનગંગામાં સ્નાન કરવા બરેાબર હતું. તેમનું લખેલુ સવ સાહિત્ય મારા વાંચવામાં આવ્યુ છે એમ હુ” કહી ન શકું, પણ જ્યારે જ્યારે કાઇ પણ તેમનુ લખાણ મારૂ' ધ્યાન ખેંચતું ત્યારે તે વિષે મારા મન ઉપરના પ્રત્યાધાત હું તેમને જણાવ્યા વિના ન રહેતા. આમાં તેમની કૃતિની પ્રશંસાએ હાય, અને સખ્ત ટીકા પણ હાય. આ રીતે તેમની સાથે અવારનવાર પત્રવ્યવહાર પણ ચાલ્યા કરતા. તેમની પ્રશંસાથી તે ચરિતાર્થતા અનુભવતા. તેમની ટીકા તે હંમેશા તેતરતા, આવકારતા. “મેધાણીભાઇ 1 તમારૂ આ મને ન ગમ્યું. આવું તમે શું લખ્યું ?” એમ જ્યારે કહીએ ત્યારે હુંમેશા તેઓ પુરી શાન્તિ અને પ્રસન્નતાથી સાંભળતા, પોતાનું દૃષ્ટિબિન્દુ સમજાવવા પ્રયત્ન કરતા; વિશેષ ચર્ચાના પરિણામે પોતાની ભૂલ લાગે તે ત્યાં ને ત્યાં જ તે કબુલ કરતા અને
(2)
નહિ તે પણ “ભાઇ, તમે કહેા છે એ હું જરૂર વિચારી જઇશ '' એવાં તે ઉત્તર વાળતા. આ બાબતમાં તમે ન સમજો' એવા ઉત્તર મેઘાણીના મઢે કદિ ન સંભવે. આવે તેમની સાથેને મારે સુદી પરિચય હતા. આજે તેમની સાથે કરેલી કલાકના કલાકા સુધીની ચર્ચાઓનાં સ્મરણેા ચિત્તમાં જાગૃત થાય છે. તેમને લખેલા પત્રા અને તેમના આવેલા પ્રત્યુત્તર યાદ આવે છે. સાહિત્ય, સામાજિક પ્રશ્નો, રાજકારણ, ગાંધીજી,-આ અમારી ચર્ચાના ચાલુ વિષયે હતા. આવું નિરાંતે મળવાનુ અને વિચારાની ફ્રુટથી આપલે કરવાનુ મારી જેવા અનેકને માટે તે એક મેટુ. અવલબમેધાણી નસ્થાન હતા. તેમની પ્રજ્ઞા સર્વદેશીય હતા. દેશભરમાં ચેતરફ બનતી ઘટનાએના તે એક સતત જાગૃત ચોકીદાર હતા. આવા એક સાથી, સમાનધર્મી સહૃદય સન્મિત્ર ગુમાવતાં મારી જેવા તેમના અનેક મિત્રને પડેલી ખેાટ માપી મપાય તેમ નથી, પુરી કદિ પુરાય તેમ નથી.
આજના સાહિત્યકારેમાં તેમનુ સ્થાન મેલવવાના મારા કાઇ અધિકાર નથી. એવી કઇ જરૂર પણ નથી. તેમનું વ્યક્તિત્વ સમગ્ર સાહિત્યકારોથી એટલું બધું નિરાળું હતું કે તેમને કાષ્ઠની ઉપર કે નીચે મૂકવાને કોઇ અર્થ પણ નથી. એમ છતાં પ માણસનું મન એવું છે કે તેને સરખામણી કર્યા સિવાય ચેન પડતું નથી. આ રીતે વિચારતાં તેઓ આખા સાહિત્યક વર્ગથી એ બાબતમાં એકદમ જુદા તરી આવતા હતા. મારા સદ્ભાગ્યે અનેક કવિ, લેખકા તેમજ સાહિત્યકારાના ઠીક ઠીક પરિચયમાં આવવાનું બન્યું છે. પોતપોતાના વિષયમાં તેમનથી ચડી જાય એવી અનેક વ્યકિતએ આજે સમા જમાં અસ્તિત્વ ધરાવે છે. કત્રિતા માત્રનું છેલ્લું સીમાચિહ્ન મેધાણી હતા એમ પણ આપણે કહી ન શકીએ. પણ આવી અસાધારણ સાહિત્યપ્રતિભા ધરાવતાં છતાં નમ્રતાની-નિરભિમાનપણાની જે પરા કિટ ભાઇ મેઘાણીમાં અનુભાગે ચર થતી હતી તેવી . .