________________
૧૯૦
તા. ૧૫-૩-૪૭
વગેરે અનેક વિષયનું કરાયેલ આકળ કળામય રીતે પૂર્વભૂમિકારૂપે ચિત્રિત કર્યું છે. એમાં અત્યુકિત જેવું કશું છે જ નહિ. બહુ ઉઠાવદાર અને લયસાધક જેમ એમના આ લખાણમાં દિસે છે. કેઈ અત્યારને ઐતિહાસિક ઇચ્છે તો એમના બધાં વિધાને અને વાક્યને અવતરણે શેધી શોધીને ટેકવી શકે. આવું બહુવ્યાપી લખાણ લાંબા કાળના વિસ્તૃત વાંચન અને સુદ્ધમ મનનનું જ પરિ ણામ છે.
પ્રસ્તુત લેખમાં માનવજીવનમત સરળતા, જટિલતા અને તેમાંથી ઉદ્ભવતી સમસ્યાઓના ઉકેલ તરફ તેમણે કળામય રીતે આંગળી ચીંધી છે. એટલું ખરું કે પુણ્ય, પાપ અને ધર્મની વ્યાખ્યાઓ રશૂળ ભૂમિકામાં અમુક હોય છે, જ્યારે સૂક્ષમ ભૂમિકામાં તાવિક વ્યાખ્યાઓ બીજી જ હોય છે. એટલે હંમેશા સ્થળ ભૂમિકા ઉપર ઉભા રહેલાઓ તાત્વિકદર્શી લેખકની સામે પડવાના જ.
પુણ્ય પાપ વિષે બદલાતી ધારણાઓને એક રમુજી દાખલો ટાંકવાને લોભ થઈ આવે છે. પિસે અને સ્ત્રી પુણ્યના ફળ લેખાય છે. વધારે પૈસે હોય તે વધારે પુણ્યવાન-એ માન્યતા આજે પણ છે જ. એ પણ મનાતું કે વધારે સ્ત્રીવાળ મટો ભાગ્યશાળી. આ માન્યતા માત્ર કથાઓમાં જ નહતી, જીવનમાં પણ કામ કરતી. ચક્રવર્તી અને વાસુદેવની શહેર વસાવાય એટલી મોટી પત્ની સંખ્યા પુર્ણની લીલના આધારે જ સમર્થન પામી છે, અને બીજી રીતે આજ લગી પોષાતી પણ આવી છે. પુણ્યના ફળ તરીકે નારીપરિવાર પુરૂષને લાધે, તો એ જ દલીલથી એમ પણ કેમ ન કલ્પવું જોઈએ કે વધારે પુણ્યશાળી નારી તે જ હોઈ શકે કે જેણે ઇચ્છાથી વધારે પતિઓ ક્રમે કે એક સાથે ધરાવ્યા હોય? સામાન્ય નારી કરતાં પાંચ પતિવાળી દ્રૌપદી ઉપરની દલીલ પ્રમાણે વધારે પુણ્યશાળી ગણાવી જોઈએ. પણ અહિં જ પુણ્યની વ્યાખ્યા લોકો જુદી કરે છે. એ એ વાતનું સૂચન છે કે જે કાળે જે સમાજમાં જે વસ્તુ પ્રતિષ્ઠા પામતી હોય તે કાળે તે સમાજમાં તે જ વસ્તુને સાધારણ લક પુણ્યનું ફળ માની લે છે. વ્યાવહારિક અને તાત્વિક ધર્મ–અધર્મને ભેદ જેટલા અંશે વધારે સ્પષ્ટ સમ- જાય તેટલા અંશે લોકમાનસને વિકાસ છે એમ સમજવું જોઈએ. ભાઈ મેઘાણીનું લખાણ આ વિકાસ સાધવાની દૃષ્ટિએ લખાયું છે.”
પરમાનંદ, જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ. કાશીમાં કેટલાક સમયથી સ્થાપવામાં આવેલ જૈન સંસ્કૃતિ સંશોધન મંડળની મુંબઈમાં શાખા ખોલવા સંબંધે વિચાર કરવા માટે તા. ૮-૩-૪૬ ના રોજ જૈન એજ્યુકેશન સોસાયટીની વ્યાખ્યાનશાળામાં શ્રી મુંબઈ જૈન યુવક સંધના આશ્રય નાચે જેનેની એક જાહેર સભા બોલાવવામાં આવી હતી. સભાના પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સભા બેલાવવાને હેતુ સમજાવ્યું હતો અને કાશીની ઉપર જણાવેલી સંસ્થાના મુખ્ય સંચાલક ડે. ભૂલચંદજીને પરિચય આપ્યો હતો. ત્યારબાદ ડે. ભૂલચંદજીએ જૈન સંસ્કૃતિ સંશાધન મંડળના હેતુઓ તેમજ પ્રવૃત્તિઓ સંબધે વિગતવાર વિવેચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજ કાલ જૈન સાહિત્યને અભ્યાસ કરનાર વિદ્યાથીએ બહુ વિરલ માલુમ પડે છે. આ વિદ્યાથીઓ પિતાને કોલેજને કે એમ. એ. અથવા પી. એચ. ડી. ને અભ્યાસ પુરો કર્યા બાદ શું કરવું તેની ભારે મુંઝવણ અનુભવે છે. તેમને રોકી લેનારી કે પિતાને અભ્યાસ આગળ ને આગળ વધારવાની સગવડ આપનારી કઈ સંસ્થા આપણે ત્યાં અસ્તિત્વ ધરાવતી નથી. પરિણામે આવા વિદ્યાર્થીને બીજા ક્ષેત્રમાં જ આખરે નોકરી કે વ્યવસાય શોધવાની ફરજ પડે છે. આવા વિધાર્થીઓને આગળ વધારવાની અને સંશોધન કાર્યમાં લગાડી દેવાની ખાસ જરૂર છે. આ માટે સાધનસંપન્ન સંસ્કૃતિ સંશાધન મંડળની ખાસ જરૂર છે. આવા મંડળમાં જન સાહિત્યનું
એક સંપૂર્ણ પુસ્તકાલય જોઈએ, જેથી સંશોધન કાર્ય સારી રીતે થઈ શકે. તદુપરાન્ત આજે આપણા મૂળ આગમની કઈ પ્રમાણભૂત અને જોઈતી વિષયસૂચિ ધરાવતી આવૃત્તિ ઉપલબ્ધ નથી. વળી જૈનધર્મને આજ સુધી સળંગ ઈતિહાસ પણ હજુ સુધી તૈયાર કરી શકાયું નથી, જુદા જુદા સમયની હફતે હફને કેટલીક વિગતો આજે ઉપલબ્ધ છે, પણ સંકલનબદ્ધ ઇતિહાસ તૈયાર કરવાની ખાસ આવશ્યકતા છે. વળી આપણો ધર્મ તે પ્રાચીન છે. એમ છતાં પણ તેના મૂળ સિધ્ધાન્તો આજે પણ એટલા જ ઉપયોગી અને મહત્વના છે એમ આપણે માનીએ છીએ, તે પણ આજની પરિસ્થિતિ ઉપર એ સિધ્ધાનો કેવી રીતે લાગુ પડી શકે તેમ છે અને આજના પ્રશ્નોને ઉકેલ લાવવામાં તે કેટલે સુધી કામ લાગે તે તેને વર્તમાનને અનુલક્ષીને તાત્વિક દ્રષ્ટિએ વિચાર કરવામાં ન આવે ત્યાં સુધી આ માન્યતાને કાંઈ અર્થ નથી. આ જૂનન નિરૂપણને પ્રશ્ન છે. જો જનધર્મ અને સંસ્કૃનિએ આજના સમયમાં ટકી રહેવું હોય તે આ નૂતનનિરૂપણને માર્ગ સ્વીકાર્યા સિવાય બીજે કંઇ ઉપાય નથી. આજ રણે નાના મોટાં નિબ છે, તેમજ સંશોધન ગ્રંથો પ્રગટ કરવા માટે એક સુવ્યવસ્થિત પ્રકાશન ખાતું ખેલવાનું આવશ્યક બને છે. આ બધી બાબતે જૈન સંસ્કૃતિ સંશોધન મંડળના પ્રદેશમાં આવી જાય છે.
આવા મંડળ માટે જેમ કાશી તેમજ મુંબઈ બહુ અગત્યનું સ્થાન છે. કાશીમાં આગેવાન ગણાતા જૈની વસ્તી બહુ કમ છે પણ હિંદુ યુનિવસ ની હુંફમાં એ પ્રવૃત્તિ ચાલતી હોવાથી સંશોધન કાર્ય માટે ઉત્તમ પ્રકારની સગવડ તેમજ વાતા રણ ત્યાં મળી શકે છે. મુંબઈ શહેર જૈન સમાજનું એક બહુ મોટું કેન્દ્રસ્થાન છે. અહિં વિદ્વાને તેમજ ધાર્મિક લાગણી ધરાવતા અનેક શ્રીમાનેને સહગ સુલભ છે. મુંબઇમાં સંસ્કૃતિ મંડળ ખેલવામાં આવે તે અનેક દિશાએ બહુ ઉપયોગી કાર્ય કરી શકે. વળી કાશીની પ્રવૃત્તિના અનુસંધાનમાં અહિંની પ્રવૃત્તિ ચાલતી હોય તો એકમેકના કાર્યમાં સંગીન પુરવણી થઈ શકે. આ કારણે જૈન સંસ્કૃતિ સંશાધન મંડળની મુંબઈમાં શાખા ખેલવાની બહુ જ જરૂર છે એમ તેમણે ભાર મૂકીને જણાવ્યું. ત્યાર બાદ શ્રી. મેતીચંદ ગિરધરલાલ કાપડીઆએ તેમજ અન્ય ગૃહસ્થાએ ડે. બૂલચંદજીના વિચારોનું સમર્થન કર્યું અને આવું મ ડળ અહિં ઉભું કરવાની આવશ્યકતા સ્વીકારી. છેવટે આ સભા આવા સંસ્કૃતિ સંશોધન મંડળ ની મુંબઈમાં શરૂઆત કરવાના વિચારને આવકારે છે અને તેની રૂપરેખા નકકી કરીને જન સમાજ સમક્ષ રજુ કરવા માટે છે. ભૂલચંદજી, શ્રી મતીય ગીરધરલાલ કાપડીઆ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆની સમિતિ નીમવામાં આવે છે. એ શ્રી પરમાનંદકુવરજી કાપડીઆએ મૂકેલે પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો અને ડે. મુલચંદજીને આ બાબતની અગત્ય તરફ જૈન સમાજનું ધ્યાન ખેંચવા માટે ઉપકાર મા સભા વિસર્જન કરવામાં આવી.
સ્વ. ડે, વ્રજલાલ ધરમચંદ મેઘાણું સ્મારક ફંડ ૧૪૭૭ તા. ૧૫-૨-૪૭ ના અંકમાં સ્વીકારેલા
૧૦૧ શ્રી. નરોત્તમદાસ અમરચંદ ૧૦૫ , તારાબહેન માણેકલાલ પ્રેમચંદ પt] , જગજીવનદાસ સુખલાલ અજમેર ૫] , લખમશી ઘેલાભાઈ
, ચીમનલાલ પી. શાહ , સ યુકત જૈન વિદ્યાર્થીગ્રહના વિદ્યાર્થી એ રફll.
, પ્રતાપભાઈ હરિદાસની કુ. ૨૫) , નંદલાલ શાહ
, નથુભાઈ નમીદાસ પારેખ ૧૧ , ધીરજલાલ ધનજીભાઈ શાહ છે , રતનજી પ્રેમચંદ (વેરાવળ)
بات
2
)
જ
|
૧૮૫૫