________________
૧૮૩
:
• તા. ૧-૩-૬૭
પ્રબુદ્ધ જૈન
આજની વિસ્થાપી વિષમતા કેમ ટળે?
(પ્રસિદ્ધ અમેરિકન પત્રકાર શ્રી. લુઈ ફિશરના નામથી અંગ્રેજી વર્તમાનપત્રના વાંચનાર ભાગ્યે જ અપરિચિત હશે. અત્યંત ગરીબ ઘરમાં જન્મ પામી, જીવનની શરૂઆત તેમણે શિક્ષકના ધંધાથી કરી, પછી પત્રકારિત્વમાં ઝંપલાવ્યું અને આજે તેઓ એક નિડર, સ્વતંત્ર અને સમર્થ પત્રકાર તરીકે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે. પોતાના વિચારનું સ્વાતંત્ર્ય જાળવવા તેઓ એક નિરંકુશ પત્રછે. પિતાના વિચારને અસર કાર-Free-lance, Journalist-તરીકે કાર્ય કરે છે.
કરે છે." પત્રકારિત્વની કારકિર્દીની શરૂઆતમાં તેઓ રશિયા ગયા. ત્યાં રશિયન યુવતી સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ત્યાં બાર વર્ષ રહી ત્યાંની વિશિષ્ટ પરિસ્થિતિ તથા યુરોપના રાજકારણને તેમણે સુકુમ અભ્યાસ કર્યો. આ અભ્યાસ તેમની જગવિખ્યાત આત્મકથા “મેન એન્ડ પેલીટીકસ’માં દૃષ્ટિગોચર થાય છે. ‘ક્રિપ્સ મિશન’ હિંદુસ્થાનમાં આવ્યું ત્યારે તેઓ પણ હિંદમાં આવ્યા હતા. પિતાના અંગત મિત્ર જવાહરલાલજીથી માંડી, વાઈસરોય, ક્રિપ્સ, કોંગ્રેસ તથા લીગના આગેવાન વગેરેને મળીને પિરિયાલિઝમ અનભાસ્કડ' નામના પુસ્તક દ્વારા ક્રિપ્સની યેજનાનું પોકળપણું તેમણે ઉઘાડું પાડયું હતું. ક્રિપ્સ અમેરિકામાં હિંદ વિષે ખેટો પ્રચાર કરાવ્યું તેને પણું આ હિંદી આઝાદીના દેતે સંખ્યાબંધ રેડિયે બે ડકાસ્ટ, વ્યાખ્યાને, તથા લેખો દ્વારા રદિયો આપ્યો હતે.
- ૧૯૪૨ ની લડત પહેલાં તેઓ ગાંધીજી સાથે સેવ ગ્રામમાં અઠવાડિયું રહ્યા હતા. ગાંધીજીની માનવતા તથા વતી અહિં સામે આ પત્રકાર પર એટલી બધી અસર કરી હતી કે તેણે અમેરિકા જઇ “એ વીક વીથ ગાંધી' નામનું સુંદર પુસ્તક લખી નાખ્યું, હતું, જેમાં '૪૨ ની લેકક્રાંતિ અનિવાર્ય હતી અને ગાંધીજી ઘરી રાજ્યના મિત્ર નથી એ બે વાત પશ્ચિમની પ્રજાને અસરકારક રીતે સમજાવવામાં આવી હતી. બીજી બાજુ ગાંધીજીના મન ઉપર શ્રી. ફિશરની સચ્ચાઈએ એટલીબધી અસર કરી હતી કે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ પર ગાંધીજીએ લખેલા એક અગત્યના રાજ દ્વારા પત્રના સંદેશવાહક તરીકે તેમણે શ્રી. ફિશરની પસંદગી કરી હતી. હમણાંજ પ્રસિદ્ધ થયેલા તેમનાં છેલ્લાં પુસ્તક “ધી ગ્રેઈટ ચેલેન્જ' માં તે પત્ર પ્રથમવાર પ્રગટ થયું છે, - શ્રી. ફિશર ઉદાર સમાજવાદી છે. લોકશાહી અને સમાજવાદના સુમેળ સિવાય દુનિયાને આરે નથી એમ તેમનું માનવું છે. સરમુખત્યારશાહી અને સામ્રાજ્યવાદના તેઓ કટ્ટર શત્રુ છે. મહારા
ની વધતી જતી સુ મ્રાજ્યલાલસા સામે તેમણે ઉગ્ર પ્રહાર કર્યા છે. ધીમે ધીમે ‘વિશ્વરાજય’-World State-સ્થાપ્યા વિના વિશ્વયુદ્ધો અટકાવવા આકાશકુસુમતું છે એમ તેમનું મંતવ્ય છે. હમણાં કેબીનેટ મિશન યોજનાની વાટાઘાટ વખતે તેઓ હિંદની ઉડતી મુલાકાત લઈ ગયા. ત્યાંથી મધ્યપૂર્વ અને દૂર પૂર્વના પ્રશ્નો નજરે નિહાળીને તેમજ યુરોપમાં પણ બહેળે પ્રવાસ કરીને તેઓ વતન પાછા ફર્યા. ત્યાર બાદ વિશ્વને ભરખી જતા ભુખમરા સામે તેમણે કલમ ઉઠાવી છે. જગતની આમપ્રજા માટે તેમનું હૈયું દ્રવે છે. મહાત્મા ગાંધીના “ હદયના રાજકારણે વિશ્વના રાજકારણમાં મહતવને ફાળે આપે છે અને આપણે એવી તેમની ખાત્રો છે.
તેમની શૈલી સ્પષ્ટ અને વેધક છે. શેષણ અને નાગરિક સ્વતંત્રતા માટે તેમણે પિતાની સમર્થ કલમને ઉપયોગ કર્યો છે. તેમનાં લખાણ તથા પુસ્તકે સામે હિંદી સરકારે યુદ્ધ દરમિયાન પ્રતિબંધ ફરમાવી તેમનું બહુમાન કર્યું હતું. તેમનાં પ્રકાશમાં નીચેના પુસ્તકે મુખ્ય છે –
૧. એરલ, ૨. મેન એન્ડ પિલીટીકસ, ૩, એમ્પાયર સ, એલીન અને હીટલર, ૫. ઈમ્પીરીયાલીઝમ અમારકડ, ૬. એ વીક વીથ ગાંધી, ૭, ધી ગ્રેટ ચેલેજ. આ લેખકને તા. ૧૬-૨-૪૭ ના ભારત :તિમાં પ્રગટ થયેલ લેખને નીચે અનુવાદ આપવામાં આવે છે.
અનુવાદક)
- ઈ. સ. ૧૯૪૬ ને ૧૯૪૫ વચ્ચે ઘણું જ સામ્ય છે. અને ૧૯૪૬ ને ૧૯૩૬, ૧૯૨૮ અને ૧૮૧૮ વચ્ચે એટલું જ સામ્ય છે. ખરી રીતે, ૧૯૪૬ ની સાલ ૧૯૧૪ પછીની બધી જ સાલનું સ્મરણ કરાવે છે. છેલ્લાં બત્રોસ વર્ષથી માનવજાતિ કઈ માર્ગ કાઢવા મથી રહી છે. કોઈ અનંત ઝંઝાવાતની વચ્ચે વિશ્વ ઉભું છે. ઝંઝાવાત અવિરત છે અને આપણી આંખ સામે જ છે. આથી જ આપણે એને બરાબર જોઈ શકતા નથી. - જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું કે તરત જ લેકેએ બીજા વિશ્વયુદ્ધની વાત શરૂ કરી. કંઈ અભ્યાસી વિદ્યાર્થી ૧૮૧૯ અને ૧૯૨૦ ના વર્તમાનપત્રની ફાઈલે ઉથલાવે, તે તેને આંતરરાષ્ટ્રિય અથડામણ વિષે તે સમયે થયેલી ભવિષ્યવાણી સાચી પડી છે તેમ દેખાશે અને એવી જ રીતે હવે જ્યારે બીજુ વિશ્વયુદ્ધ પુરૂં થયું છે ત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા વિષે પશુ વાતો વહેતી થઈ છે.
“ધી જનરલ મેટસ કારપેરેશન’ના સંશોધન વિભાગના ઉપપ્રમુખ તથા “અમેરિકન વિજ્ઞાન-વિકાસક સંઘના પ્રમુખ છે. ચાર્લ્સ. કેટરિંગે હજુ હમણાં જ જણાવ્યું છે કે “પૃથ્વીના બે અબજ નિવાસીઓને પૂરતે ખેરાક પૂરે પાડી શકીએ તેટલું આપણી પાસે વૈજ્ઞાનિક જ્ઞાન છે. આમ છતાં વિશ્વની પણ ભાગની વસ્તીને પેટપૂરતું ભેજન મળતું નથી. મનુષ્ય પોતે જ સજેલી અધટિત દીવાલે આને માટે જવાબદાર છે” ડો. કેટરિંગે આગળ વધતાં સ્પષ્ટ કર્યું છે કે “જુનવાણી સામાજિક રૂઢિ, અજ્ઞાન, મુર્યતા અને ભય દુનિયાના મેટા ભાગના મનુષ્યને વિજ્ઞાનના તદન પ્રાથમિક ફાયદાથી વંચિત રાખે છે.” હજુ સુધી કોઈ સામાજિક જીવનપદ્ધતિ-મુડી માદ, નાઝીવાદ કે સામ્યવાદ–માણસની બધી પ્રાથમિક દુન્યવી જરૂરિયાત પૂરી પાડી શકી નથી.
આપણાં આધુનિક જીવનનાં બે મુખ્ય સત્ય છે : ડામાડેળ વિશ્વશાંતિ તથા મનુષ્યસર્જિત બીનજરૂરી દરિદ્રતા. મનુષ્ય ગઈ પેઢી દરમિયાન વિરાટ પ્રગતિ કરી છે. પણ આ પ્રગતિમાં ચેકકસ શાંતિ અને ચેકસ સાધનસામગ્રી ભુલાઈ ગયાં છે. બિનસલામતિને આમાંથી ઉદભવ થયેલ છે. પૂની અને તેનાં પર વસતાં સ્ત્રી અને પુરૂ કેઇ સર્વતમુખી બિનસલામતિમાં સપડાઈ ગયા હોય તેમ દેખાય છે.
સંગક્િત થયેલાં મુસદીઓનાં તરકટોમાં જ ઉપરની હકીકતનાં દર્શન થાય છે એમ નથી, પશુ પ્રત્યેક વ્યકિત જ્યારે વાસ્તવિકતામાંથી છટકી જવા પ્રયત્ન કરે છે અને સલામતી માટે ઝંખે છે ત્યારે પણ ઉપરની હકીકત સ્પષ્ટ દેખાય છે. જે લોકો આર્થિક દૃષ્ટિએ સલામત છે તેમને પણ વિશ્વશાંતિની આજની ડામાડોળ સ્થિતિ ચિન્તાવ્યાકુળ બનાવી રહી છે. જ્યારે આપણી પાસે બધાને સલામત બનાવી શકીએ તેટલાં પૂરતાં વૈજ્ઞાનિક સાધને છે ત્યારે પણ અસંખ્ય લોકે બિનસલામત જીવન જીવી રહ્યાં છે.
આર્થિક દૃષ્ટિએ સલામત જીવન જીવતા મનુષ્યને જ્યારે ઉપરની હકીકત ધ્યાનમાં આવે છે ત્યારે કંઈ વાર અર્ધ-જાગૃત અવસ્થામાં તે કઈ વાર જાગૃત અવસ્થામાં, પિતાની માની લીધેલી સલામતિ પૂરી જોખમમાં લાગે છે. ઉપર ઉપરથી જોતાં, મેટા કેયડાઓને ઉકેલ અશકય દેખાતાં, અને મહાન સવાલના અંતિમ ઉત્તર નહિ મળતાં બિનસલામત મનુષ્ય મુંઝાઈ જાય છે. અને આ મુંઝાયેલો માણસ કઈ અડગ, સ્થાયી, વિશ્વસનીય, ક્રિયાશીલ અને આશાસ્પદ તને આશરે શોધે છે. બિનસલામત મનુષ્ય જ પિતાના શરીર અને મનને ગુલામ બનાવી સરમુખત્યારશાહી સ્વીકારે છે. બિનસલામતિ એ આપખુદી અને સરમુખત્યારશાહીની જનની છે.
નિરાશાજનક સંધિપત્ર, આર્થિક દુર્દશા તથા અવિરત દમન-આ સર્વેએ મળીને ઈ. સ. ૧૯૨૨ પછી એક પછી એક રાષ્ટ્રના લાખે નાગરિકોને સરમુખત્યારશાહી તથા એક-પક્ષી-રાજ્યપધ્ધતિનાં મેળામાં ધકેલ્યાં છે અને હજુ આ પ્રક્રિયા અવિરત ચાલુ જ છે.