________________
પ્રબુદ્ધ
ઉપર જણાવેલ છુટાછેડાને લગતાં કારણા ઉપરાંત એકને અન્યથી છુટા રહેવા વસવાને એધિકાર નીચેના સગામાં મળી શકશે. (Judicial Separation)
૧૮૨
(૧) જો સ્ત્રી કે પુરૂષમાંથી કાઇ પણ રક્તપિત્તના રોગથી પીડાતા હેય અને એ રાગ અન્ય સાથેના સંસગ નું પરિણામ ન હાય તેા અન્યને તે પુરૂષ કે સ્ત્રીથી છુટા રહેવાના અધિકાર છે.
(ર) જેને કાયદાની દૃષ્ટિએ ધાતકીપણું કહેવામાં આવે છે તેવુ ધાતકીપણુ કાઇ પણ પુરૂષ પેાતાની સ્ત્રી ઉપર દાખવતા હાય તે તે સ્ત્રી પોતાના ધણીથી અલગ રહેવાના હક્ક પ્રાપ્ત કરે છે.
પ્રસ્તુત ખીલના આ મુખ્ય મુદ્દાઓ છે. આ ખીલ હાલ તુરંત સીલેકટ કમીટીને સોંપવામાં આવ્યુ' છે, જેમાં લેાક અભિપ્રાય ધ્યાનમાં લઈને ધટતા સુધારા વધારા કરવામાં આવશે. અને એ રીતે સુધરેલું ખીલ મુંબઇની ધારાસભા સમક્ષ મન્તુરી માટે રજુ કરવામાં આવશે.
લગ્ન એ એક પ્રકારના પવિત્ર અને પરણેલાં સ્ત્રી અને પુરૂષને અત્યંત ગાઢપણે સ્પર્શતા સબંધ છે. આ કારણે એક વખત લગ્નજીવનથી ગ્રથિત થયા બાદ એ સંબધને કેવળ મનસ્વીપણે તેડી નાંખવાને કાઇ પણ સ્ત્રી કે પુરૂષને અધિકાર હાવે ન જોઇએ. આમાં પણ સંતતી થવા બાદ લગ્નસંબંધ અંગે ઉભી થયેલી પરસ્પરની જવાબદારી વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને સંતતીના હિત ખાતર લગ્નથી જોડાયલાં સ્ત્રી પુરૂષ એકમેક સાથે કોઇ પણ ભાગે જોડાયલી રહે એ અત્યંત આવશ્યક તેમજ ઇષ્ટ બને છે. આવી જ રીતે એકપત્નીવ્રત તેમજ એકતિત્રત કુટુંબ તેમજ સમાજના સ્વાસ્થ્ય અને કલ્યાણુ ખાતર અત્યંત આવશ્યક છે. આપણા હિંંદુસમાજમાં લગ્નના આમરણાન્ત સ્થાયીપણા ઉપર આ કારણે જ આટલો બધે ભાર મૂકવામાં આવ્યેા છે, પશુ એટલે ભાર એકપત્નીવ્રત ઉપર મૂકવામાં આવ્યા નથી, જેના પરિણામે કાઇ પણ પુરૂષ મરજી પડે ત્યારે એકની હયાતીમાં અન્ય સ્ત્રી સાથે લગ્ન કરીને વર્તમાન લગ્નના વાસ્તવિક વિચ્છેદ સાધી શકે છે. લગ્ન સંસ્થાની આવી વિવાદી પરિસ્થિતિ છે બાજુએથી સુધારણાની અપેક્ષા ધરાવતી હતી. એક તે! એકની હયાતીમાં અન્ય સ્ત્રી કરવાની પ્રથાની કાયદાથી અટકાયત કરવાની. અને બીજી બાજુએ લગ્નસંબધ ગમે તેટલા પવિત્ર લેખવામાં આવે અને તેના ટકાઉપણા ઉપર ગમે તેટલા ભાર મૂકવામાં આવે તે પણ એવા અસાધારણ સંયોગા કલ્પી શકાય છે કે જ્યાં લગ્નજીવનને ચાલુ રાખવું એ માનવતાની દૃષ્ટિએ કેવળ અન્યાયભયુ" લેખાય. મુંબની સરકારે ગયા વર્ષ દરમિયાન એકથી વધારે સ્ત્રો કરવા સામે કાયદેસર અટકાયત મૂકવાને ધારા કરીને હિંદુ સમાજની ઉપયોગી સેવા બજાવી છે. પણ એ ધારાની પરિપૂર્તિ રૂપ ચોકકસ અસાધારણ સ’યોગામાં લગ્નવિચ્છદને કાયદાની અનુમતિ આપવાની પણ એટલી જ આવશ્યકતા અને અપેક્ષા હતી. આ અપેક્ષા આ નવું ખીલપુરી પાડે છે અને એ માટે મુંબઇ સરકારને ધન્યવાદ ઘટે છે.
આમ છતાં પણ પ્રસ્તુત ખીલ બહુ ખચકાતુ છે અને લગ્નવિચ્છેદના પ્રશ્નને પુરો ન્યાય આ આપતું નથી એમ કહ્યા વિના નહિ ચાલે. લગ્નવિચ્છેદને સમત કરનારાં ખીલમાં રજુ કરવામાં આવેલા સયેગે પુરતાં નથી. ગાંડપણ, રક્તપિત્ત તેમ જ પરિત્યાગ માટે સાત સાત વર્ષોની જે મુદ્દત બાંધી છે તે ઘણી જ લાંબી અને તત્પરિણામી લગ્નવિચ્છેદને ઘણા અંશે અ શૂન્ય બનાવવા બરાબર છે. લગ્નવિચ્છેદ મ'ન્નુર કરવાના હેતુ તે। અન્ય'ત દુઃખપૂર્ણ અને માનવતાની દૃષ્ટિએ અન્યાયપૂર્ણ લગ્ન સંબંધમાંથી કાઇ પણ સ્ત્રી કે પુરૂષને મુકત કરીને તે સ્ત્રી કે પુરૂષને ઇચ્છા હૈાય તે અન્ય કોઇની સાથે ના લગ્નસંબંધ શરૂ કરવાની તક આપવાના છે. આ કારણે પ્રસ્તુત મુદ્દત કાઇ પણ સયેાગમાં ત્રણ વર્ષથી વધારે ન જ જોઇએ. આ દૃષ્ટિએ કશા પણ સમાચાર ન હેાય એને લગતી મુદ્દત પશુ જે સાત વર્ષીની બાંધવામાં આવી છે તે પણ ધણી લાંખી છે. તે પણ આજના તારટપાલના જમાનામાં ત્રણ વર્ષથી વધારે હાવી ન જોઇએ.
જેન
તા. ૧-૩-૪૭
તદુપરાન્ત આ ખીલ કૅમ પણ પરિણીત પુરૂષનું પેાતાની સ્ત્રી પ્રત્યેનું ધાતકીપણું' તે સ્ત્રીને પોતાના ધણીથી છુટા રહેવાની સગવડ આપે છે, પણ કોઇ પણ સંયેાગમાં તેને લગ્નવિચ્છેદના હક્ક આપતું નથી. આની પાછળ કલ્પના એ રહેલી છે કે બ્રાતકીપણુ એ કાઇ સ્થાયી રાગ નથી અને આજે ધાતકીપણું દાખવતા ધણી આવતી કાલે મૃદુ પણ બને અને પોતાથી જુદી થઇને રહેનાર સ્ત્રીના સહવાસની અપેક્ષા કરતે થાય. પણ આ કલ્પના વધારે પડતી છે. ધાતકીણું માણુસના સ્વભાવના રહેલુ એક પ્રકારનુ દર્દ છે અને તે પોતાની સ્ત્રી પ્રત્યેની કાઇ પણ કારણે ઉભા થયેન્ના અસાધારણુ અણુગમામાંથી ઉભુ' થાય છે. તેથી જ્યારે પુરૂષના ચાલુ ઘાતકીપણાની એવી વિગતે કાર્ટોના ધ્યાન ઉપર લાવવામાં આવે કે જેથી આ બન્નેને લગ્ન સબધથી જોડાયલા રાખવા એ તે સ્ત્રીને જીવતા મૃત્યુને અનુભવ કરાવવા જેવું છે એમ કૈટને લાગે ત્યારે તે • સ્ત્રીને માત્ર સહવાસના બંધનથી જ નહિ પણુ લગ્નબંધનથી મુકત થવાની અને એ રીતે પેાતાના જીવનને પોતાને યોગ્ય લાગે તે રીતે સુધારી લેવાની તક આપવી જોઇએ. અલબત્ત આ બાબતમાં સ્ત્રી સામે બે વિકલ્પો અદાલત મુકી શકે છે. સહવાસ-બંધનથી મુકિત અને ભરણપોષણુની ધણીના માથે જવાબદારી અથવા તે લગ્નધનથી મુક્તિ અને ભરપેાષ્ણની જવાબદારીથી ધણીની મુકિત.
આજ ધેારણે કાઇ પણ સ્ત્રી કે પુરૂષને ચાલુ વ્યભિચાર પણ લગ્નવિચ્છેદતે મંજુર કરવા માટે ઉચિત સંચાગ લેખાવા જોગે અને આમાં પણ જ્યારે પુરૂષ ગુનેહગાર હાય ત્યારે ઉપર જણુાવ્યા મુજબ અન્ને વિકલ્પાનેા લાભ સ્ત્રીને મળવા જોઇએ.
સ્વભાવના વૈષમ્યના કારણે છુટાછેડાના હક્ક મળવા જોઇએ એવે પણ એક વિચારપક્ષ છે. પરસ્પરના મનમેળ અને સહુકાર દ્વારા જીવનસુખની સાધના કરવી એ જ પુરૂષના લગ્નને હેતુ છે પણ જ્યાં મનમેળ જ સબવતે નથી અને જે તે બાબતમાં સ્ત્રી અને પુરૂષ પરસ્પર અથડાતાં જ ચાલે છે ત્યાં તેમને ફરજિયાત જોડાયલા રહેવાની ફરજ પાડવી ન જોઇએ. અને તેમને લગ્ન સંબંધથી છુટા થવાની તક આપવી જોઇએ-ખાવી આ વિચારપક્ષની વિચારસરણી છે અને કેવળ કાલ્પનિક દૃષ્ટિએ આ વિચારસરણી નિવદ્ય અને વ્યાજખ્ખી લાગે છે. આમ છતાં પણ આ મુદ્દે ના વ્યવહારગત અમલમાં અનેક ભયસ્થાને રહેલાં છે. આજના કાયદાને હેતુ લગ્નવિચ્છેદને બને તેટલા સરળ બનાવવાના નથી પણ અસાધારણ અને અનિવાય સંગામાં લગ્નવિચ્છેદ માટે કાયદાને લગતી છુટ આપવાનો છે. દરેક વ્યકિતની પ્રકૃતિમાં અત્યથી એછું વધતુ અસામ્ય હાય જ છે. આમ છતાં પણ બાંધછેાડ કરતા રહી એકમેકને અનુકુળ થવા પ્રયત્ન કરવા અને એ રીતે પતીજીવનને બને તેટલું અપૂણૅ –સુખપૂર્ગુ -બનાવવુ એ લગ્નસ બ્ ધને હેતુ છે. કઈ હદ સુધીના પ્રકૃત્તિવૈષમ્યને લગ્નવિચ્છેદ માટે યેાગ્ય ગણવું એને લગતી મર્યાદા બાંધવી અત્યન્ત મુશ્કેલ છે. વળી આ છુટતા સદુપયોગ થવાને બદલે દુરૂપયોગ થવાને વધારે સભવ છે. લગ્ન કરવા અને ભાંગવા એ જાણે કે બચ્ચાંના ખેલ હાય–આવી જે સમાજની પરિસ્થિતિ થાય એ સમાજ ટકી શક નહિં અને કૌટુંબિક જીવનમાં ગાંભીય અને નિષ્ઠા અને પરસ્પર વાદારી પ્રગટે નહિ. આવુ જોખમ ધ્યાનમાં લઇને આજની કક્ષાએ અત્યન્ત અનિવાર્ય સંયોગે પુરતા જ લગ્નવિચ્છંદ મર્યાદિત રાખવા યોગ્ય છે. વળી કયા કયા સંયોગાના કારણે લગ્નવિચ્છેદને સ’મત કરવામાં આવે છે એ આજે ખાસ મહત્વના મુદ્દો નથી, પણ સ્થિતિચુસ્ત હિંદુસમાજ જેમ આજે અસ્પૃશ્યતાને તિલાંજલિ આપવા કટિબદ્ધ થયે છે તેવી જ રીતે લગ્નવિચ્છેદના સિદ્ધાન્તને સ્વીકારી લે એ જ આજે ખરા મહવની વસ્તુ છે. કાયદો તે સમયાનુસાર કર્યા કરે છે અને ફર્યા કરવાના છે. કોઇ પણ અસાધ રણ સયેાગમાં પણ લગ્નવિચ્છેદની સ્વીકૃતિ એ જ આજના હિં સમાજ માટે એક મહાન ક્રાન્તિકારી પગલુ’ છે. અને આવુ મહત્વનું પગલું ભરવા માટે હિંદુ સમાજ કૉંગ્રેસી કારભારતના અનેક રીતે રૂણી બને છે. ધર્માન દ