________________
તા. ૧-૩-૪૭
શીર્ણ વિશીર્ણ અને કોઈ પણ દિશાએથી આવતા આક્રમણને સામનો કરવા અસમર્થ બને એવી કોઈ તરકીબની આ ઐતિહાસિક જાહેરાતમાં પુરી ગંધ આવે છે. દેશી રાજ્ય વિષેને ઉલેખ પણ આ તરકીબનું જ સમર્થન કરે છે.
અલબત્ત આજને દિવસે અને આજની ક્ષણે પણ જો માસ્લેમ લીગ બંધારણ સભામાં જોડાઈ જાય અને બંધારણ સભા- એક સર્વસંમત બંધારણ ઘડી કાઢી શકે તે આપણે ત્યાં માત્ર આઝાદી જ નહિ પણ આબાદી અને સુખ શાન્તિને. સુર્ય ૧૯૪૮ના જુન માસ પહેલાં પણ ઉગે. પણ “એ દિન કહાં કે મીયાં કે પાઉમે જુતીયા -એમ એ દિવસ કયાંથી મેસ્લેમ લીગ અને તેના સરનશીન મહમદઅલી ઝીણાતા દિલમાં આ સત્તિને ઉદય થાય ? આજે મેસ્લેમ-લીગને ભેદભાવ ભુલી કોંગ્રેસ સાથે એકત્ર થવા દેશના આગેવાને ફરી ફરીને અપીલ કરી રહ્યા છે, પણ એ બધું જાણે કે પથ્થર ઉપર પાણી હોય એમ લાગે છે. મેસ્લેમ લીગ પાસે આખા રાષ્ટ્રની આઝાદીની કોઈ કીંમત જ નથી. કાં તે અંગ્રેજો ચિરકાળ રાજ્ય કરે અથવા તે તેનું સ્થાન અમે પચાવી પાડીએ એ જ માત્ર તેમની મનોદશા દેખાય છે. આઝાદી આપણે આંગણે આવેલી તેની હઠ અને દેશદોડી દોરવણીના કારણે આજ સુધીમાં અનેકવાર ઠેલાતી આવી છે. આજે આઝાદી આપણી સામે ફરીથી નકકર સ્વરૂપમાં આવીને ઉભી છે. એ આઝાદી પાછી આબાદી અને સુખશાંતિ આવે તે જ લોકોને મત એ આઝાદીને કાંઈ અર્થ છે પણ આઝાદી એટલે હિંદુસ્થાનના ટુકડા, આન્તરવિગ્રહ અને અનવસ્થા હોય તે એ આઝદીની તાત્વિક દષ્ટિએ ગમે એટલી મટી કીંમત હોય તે પણ લોકોને મન તે એલમાંથી ચૂલમાં પડવા જેવું જ લાગવાનું છે. મેસ્લમ લીગની આજ સુધી મને દશા અને અંગ્રેજ સરકારના હાથે તેને મળતો એક યા બીજા પ્રકારની સતત ઉત્તેજના જોતાં - અંગ્રેજ સરકાર આજે જે રીતે જાહેર કરે છે તે રીતે ૧૮૪૮ ના જુન માસમાં હિંદને રાજ્યકારભાર હિંદીઓને એક યા બીજી રીતે સાંપવામાં આવે તે પણ આપણે ત્યાં સુલેહશાન્તિભરી રાષ્ટ્રીય સરકારને અમલ સ્થપાય તે પહેલાં હજુ અનેક આફતને અને રાષ્ટ્રવિરોધી તને આપણે સામને કરવાના છે અને આપણે ભાગ પાર વિનાની યાતનાઓથી ભરેલો છે એમ ભય રહે છે. આપણું ભાવી હજુ ધુંધળું છે. આમ છતાં પણ અંગ્રેજ સરકાર
જ્યારે જાતે ઉઠીને કહે છે કે ૧૮૪૮ જુન માસથી અમારે અહિથી વિદાય થવું છે ત્યારે આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું જ રહ્યું કે, આપણે આઝાદીના માર્ગે હવે જોસભેર ગતિ કરી રહ્યા છીએ અને એ આઝાદી હાંસલ કવામાં હવે કોઇ પણ રૂકાવટ કરી શકે તેમ છે જ નહિ. આ વાસ્તવિકતા જેટલી આપણી સામે આવીને ઉભી છે તેટલી જ મોસ્લેમ લીગની સામે ઉભી છે. અંગ્રેજી સતાના બળે તેણે ગમે તેવા મનોરથ સેવા હેય. પણ તે જઇ રહી છે ત્યારે તે તેણે હવે પિતાના પગ ઉપર જ ઉભા રહેવાનું રહ્યું. કાં તે આપણી સાથે તે મળી જાય અને આપણે સૌ સાથે મળીને આપણા સ્વરાજયનું નિર્માણ કરીએ. નહિં તે મેગ્નેમ લીગ આપણી સાથે અથ ડાય અને બળાબળની તુલના કરી છે, અને પિતાના વિનાશને તરે. અખંડ આઝાદ હિંદુસ્થાન આપણે કોઈ પણ હિસાબે સિદ્ધ કરવું જ રહ્યું. એમાં જ આપણે મેક્ષ છે અને એમાં જ આપ સર્વેની સહીસલામતી છે. અનેક નિરાશાઓને અવગણીને પણ આપણે આશા રાખીએ અને શ્રદ્ધા સેવીએ કે દેશના આ કટોકટીના વખતે મહેમ લીગના દિલમાં પ્રભુ વસે અને સ્વપરના કલ્યાણ માગ સ્વીકારવાની તેને ભગવાન સન્મતિ આપે અને આવતી આઝાદીને સભાવ અને શ્રદ્ધાપૂર્વક ઝીલવામાં પિતાને હાથ અને પુરે સાથ આપે ! લગ્નવિરછેદને ધારે
એક વખત એ હતું કે વિધt:વિવાહના પ્રશ્ન ઉપર લે છે
ઉછળ પડતા અને સભાઓમાં મારામારી થતી. આજે સુપ્રતિષ્ઠિત લગ્નને અમુક સગોમાં વિસજિત કરી શકાય એ ધારો મુંબઈની , ધારાસભા સમક્ષ આવ્યા છે. આ સંબંધે જાહેર જનતામાં નથી કશો મહત્વને ઉહાપોહ કે ખળભળાટ અને પ્રતિક ધારાસભા પણ આ ધારે શાતિપૂર્વક બહુ મોટી બહુમતીથી મંજુર કરશે એવી ચક્કસ આશા રાખવામાં આવે છે. કાળાન્તરે લોકમતમાં કેટલું ગંભીર પરિવર્તન થયું છે તેનું આ બાબત ઉપરથી બહુ પ્રેત્સાહક : માપ નીકળી શકે તેમ છે.
આ બીલની ભૂમિકા રૂપે જણાવવામાં આવ્યું છે કે “હિંદુ ધર્મ મુજબ લગ્ન એ કોઈ એક પ્રકારને કરાર નથી, પશુ ધાર્મિક સંસ્કાર છે અને તેથી હિંદુ કાયદામાં છુટા છેડા માટે કશે અવકાશ રાખવામાં આવ્યું નથી. નીચલા વર્ગના હિંદુઓમાં અને ખાસ કરીને શુદ્રોમાં છુટા છેડાને સરકારી અદાલતોએ મંજુર કરેલ છે, પણ તે તે કાયદા જેટલું જ તે તે કામમાં પ્રચલિત રૂઢિનું મહત્ત્વ અને પ્રભુત્વ સ્વીકારીને કરવામાં આવ્યું છે. બીજી બાજુએ હિંદુ કાયદો અને પત્નીને મંજુર રાખે છે અને ૧૯૪૬ માં હિંદુસમાજ પુરતે અનેક પત્ની કરવાને પ્રતિબંધ કરતે કાયદો પસાર કરવામાં આવ્યું ત્યાર પહેલાં કોઇ પણ હિંદુ પુણ્યને ગમે તેટલી સ્ત્રીઓ પરણવાની છુટ રહી છે.
“કાળના વહેવા સાથે સામાજિક બંધારણ પલટાતું આવ્યું છે, અને ભિન્ન ભિન્ન દેશો અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના સંપર્કે લોકોની રહેણીકરણી અને જીવનપદ્ધતિમાં કેટલાયે ફેરફારે કરી નાંખ્યા છે. આ ફેરફાર મુજબ કાયદામાં પણ ફેરફાર કરવાની જરૂર ઉભી થાય છે. આમ હોવાથી જ્યારે એમ સ્પષ્ટપણે માલુમ પડે કે લગ્નથી જોડાયેલી કેઈ પણ સ્ત્રી અને પુરૂષ વચ્ચે સંબંધ કેવળ દુઃખપૂર્ણ બની ગયું છે ત્યારે છુટાછેડાની અનુકુળતા કરી આપે તેવા કોઈ કાયદાની તેમને સગવડ આપવાની જરૂરિયાત ઉભી થાય છે અને આવા લગ્નજીવનને સદાને માટે વિસજિત કરવું એજ એ બંને વ્યક્તિઓના તેમજ બહુ જનસમાજના હિતને એક માત્ર અસરકારક ઉપાય રહે છે.” આ ભૂમિકા ઉપર રચાયેલ પ્રસ્તુત બીલ નીચેનાં સંગોમાં છુટાછેડાની રજા આપે છે. . (૧) પતિ અથવા પત્ની નીચેના કોઈ પણ કારણુસર છુટીછેડા માટે દાવે માંડી શકે છે :
(ક) લગ્ન કરવામાં આવ્યું હોય ત્યારે પ્રતિવાદી નપુંસક હોય અને દાદ દાખલ કરવામાં આવે ત્યારે પણ પ્રતિવાદીનું નપુસકતવ ચાલુ હોય.
(ખ) દા માંડવા પહેલા સાત વર્ષથી વધારે મુદત સુધી પ્રતિવાદી ગાંડે અથવા તે કેવળ જડ (Idiot) હોય.
(ગ) દા દાખલ કર્યા પહેલાં સાત વર્ષથી વધારે મુદત સુધી પ્રતિવાદી રક્તપિત્તના રોગથી પીડાતા હોય અને એ રોમ વાદી સાથેના સંસર્ગનું પરિણામ ન હોય.
(ધ) પ્રતિવાદીએ વાદીને સતત સાત વર્ષ સુધી ત્યાગ કર્યો હોય.
() જે સગાંવહાલાને જે પ્રતિવાદી જીવતો હોય તે તેને લગતી સ્વાભાવિક રીતે ખબર હોવી જોઈએ તેવાં સગાંવહાલાં કે નજીકનાં માણસને સાત વર્ષ સુધી પ્રતિવાદી જીવતે હોવાની કશી પણ ખબર અન્તર ન હોય.
. (૨) ૧૯૪૬ ના અનેક પની પ્રતિબંધક કાયદાને અમલ શરૂ થયા પહેલાં કોઈ પણ પુરૂષે એક સ્ત્રીની હયાતીમાં કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કયુ” હોય અને દાવો દાખલ કરતી વખતે તે બીજી સ્ત્રી વતી હોય તે પહેલી વારની સ્ત્રી પિતાના ધણીથી છુટા છેડા મેળવવા માટે દાવ માડી શકશે. (અહિં એ જણાવવાની જરૂર કે ૧૯૪૬ ના ઉપર જણાવેલ નવા કાયદા અનુસાર કોઈ પણ એક સ્ત્રીની હયાતીમાં અન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પુરૂષ સાત વર્ષ સુધીની કેદની શિક્ષા થાય એ જદારી ગુનો કરે છે અને એ નવું લગ્ન બીનકાયદેસર એટલે રદ ગણાય છે.)
ઉપર રચાયેલ
,
(૧) પતિ ગામાં છૂટાછેડાની