SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૪૭ પ્રબુક જેન - ૧૭૯ એ થાકતામાં સંસ્થા પશ્ચિમમાં દિવ જેવા અને ર કરવી. ત્યાં એક તો લગભગ વિથ બનાવી ધ્રુવકુમાર ઉપર ફેલાયા એના કરતાં દક્ષિઉત્તર તરફ વધારે ફેલાયા. બાકોરાં ઘણું ન હતાં પણ જે હતાં તે મેટાં હતાં. તેથી કિરણને મયૂખ લાલ રંગના પટા ખેંચ્યા હોય એવા થયા હતા. અને આકાશ પિતાના વૈભવમાં ભારેખમ દેખાતું હતું. આ શોભા ધાર્યા કરતાં સહેજ વધારે ટકી તેથી એને જ જોયા કરવાનું મન કંઈક તૃપ્ત થયું. જ્યાં કુમારીના ન-થયેલા-લગ્ન-ના અક્ષત વેરાયા છે, એ બાજુના ખડક ઉપર મેજાંઓનું તાંડવ જોવા અમે જઈ બેઠા. જોતજોતામાં સંધ્યા પશ્ચિમમાં વિલીન થઈ અને ચંદ્રનું રાજ્ય શરૂ થયું. વાદળાંઓએ આકાશને ઘેરી લેવાને મનસૂબે પૂરે કર્યો ન હતા, એટલામાં દક્ષિણના વાદળામાંથી એક મોટો તારે ચળકવા લાગ્યું. એ બીજો કોણ હોઈ શકે ? એ તે અગતિ મહારાજ પિતે દક્ષિણપૂર્વ દિશા પર આરૂઢ થતા હતા. સભાગ્યે યમુના અને યામભસ્ય પણ ત્રાંસી લીટીમાં આકાશમાં દેખાયા. દક્ષિણ દિશાનું ધ્યાન કર્યાનું ફળ મળ્યું. સંતુષ્ટ થયેલી આંખે અમે ઉત્તર તરફ નજર ફેરવી. ત્યાં આકાશમાં દેવયાની (કેસીઓપિયા)ને 4 ઉપર સુધી ચઢયે હતે. એના તળે લગભગ ક્ષિતિજ પાસે એક તાડ જેટલી ઊંચાઈએ એ તાડના પાંદડાનું જ આસન બનાવી ધ્રુવકુમારે અમને પોતાનાં સુભગ દર્શન દીધાં. દેવયાનીને અને ધ્રુવને જોતાં જોતાં નજર પશ્ચિમ તરફ વળી, ત્યાં કંસે કહ્યું કે શ્રવણ તે કયારના આથમી ગયા છે. એટલે પૂર્વ તરફ નજર ફેરવી, ત્યાં બ્રહ્મહૃદયે કહ્યું કે બ્રહ્મમંડળને વિસ્તાર આટલામાં જ કયાંક હે જોઈએ. અમે ફરી દક્ષિણ તરફ મોઢું ફેરવ્યું. અગસ્તિ એટલે બધે ઊંચે આવ્યું ન હતું કે ' એની ઝૂંપડી ની કલપના કરી શકાય. પણ વાધ તે દેખાવું જ જોઈએ. પણ વ્યાધ ગમે તેટલે તેજસ્વી હોય તે ય વાદળાંના જાડા પડેને એ શી રીતે વીધી શકે ? અમે અમારી નજરે વાદળાંઓનું પડ વીંધવાનો પ્રયત્ન કર્યો, એટલે શંકા ગઈ કે વાદળાંમાં અમુક ભાગ ઊજળું દેખાય છે એની પાછળ જ વ્યાધ હોવો જોઈએ. વાદળાંની પેલી પાર વ્યાધ અને આ પાર અમારી નજર --બંનેના હુમલાથી વાદળાં પાતળાં પડયાં અને પડદા પાછળ નાટકનાં પાત્ર: દેખાય તેવી રીતે વ્યાધ દેખાવા લાગ્યા. જોતજોતામાં વ્યાધ પૂર્ણ રીતે છતે થયો અને પછી વ્યાધિ, અગસ્તિ, યમુના અને યામમસ્થની શોભા તેલગુ અક્ષરની શિરોરેખા જેવી દેખાવા લાગી. હમણાં મૃગ દેખાશે, રોહિણી ચળકશે, પ્રશ્વન ડેકિયું કરશે, એમ આશાએ આકાશ તરફ અમે તાકતાં હતાં એટલામાં રજનીનાથે પિતાની આસપાસ કુંડાળું ફેલાવ્યું અને એ સુવર્ણવય સાથે આકાશમાં વાદળાંઓ પણ વધ્યાં. આકાશમાં ચંદ્રિકા ફેલાઈ હેય તેય શું? રાતના વાદળાં બહુ ધ્યાન આકર્ષી શકતાં નથી. એટલે અમે કાળોમેશ સમુદ્રના ગંભીર જળ ઉપર નાચતી ધૂળા ફી-ગુની ચળકતી લીટીઓની હાર જોઇને જ આંખને ઉજાણી આપી. વિધવિધ રંગના નાચ સમુદ્રનાં જળ ઉપર અને આકાશનાં વાદળાં પર ધરાઇને જોયા પછી આ ગંભીરતા એટલી તે તૃપ્તિદાયક લાગતી હતી કે એ પ્તિ સાથે સ્થિતપ્રજ્ઞને આદર્શ ગાવામાં અને સ દયાની ઉપાસના સાધવામાં અનેરો આનંદ ઉદ્દભંબે. આ સાગર પૂર્ણ છે. એના પર ફેલાયેલું આ આકાશ પૂર્ણ છે. એ બેના. દશનથી જીવનની સથાસમયે હદયમાં ઉદભવે ઉપશમપ્રધાન આનંદ પણ પૂર્યું છે. હવે એ ત્રિવિધ પૂણુતામાંથી ગમે તે કાઢી લઈએ કે ઉમેરી દઈએ. પૂર્વમાં કશી, ઉપર આવવાની નથી. મેળવેલી પૂર્ણતા ખૂટી શકે છે, કેમકે એ ખરી પૂર્ણતા જ નથી. કેળવેલી પૂર્ણતા સ્થાયી છે, કેમકે એ વારસા સાથે જ આપણે જન્મ્યા હતા. ત્યાંસુધી પહોંચતાં વાર લાગી એ જ ઊણપ. જે કેળવી તે આત્મસાત્ થઈ. હવે ત્યાંથી ચઢવા-ઉતરવાપણું છે જ નહિ.. જે વિરાટ છે, ભૂમા છે, બૃહત્તમ છે, તેની સાથે એકરૂપ થયા પછી જે જીવન જિવાય છે તે જ ખરૂં બ્રહ્મચર્ય છે. વાસના દબાવી દીધી તે તે કેક વખતે ફરી ઉછળવાની. વાસના મારી નાખી તે તે ભૂતની પેઠે પજવતી રહેવાની. વાસનાને તૃપ્ત કરવાના ઘાટ ઘડવા તે તે વ્યસનની પેઠે અખંડ વળગવાની. વાસનાઓને વધારી દીધી તે માથે એનું ચક્કર ભમ્યાં જ કરવાનું. વાસનાને તે સામે થઈને પૂછવું જોઈએ કે તું કોણ છે? મિત્રના રૂપમાં શત્રુતા કરવા આવી છે કે જીવનને સમૃદ્ધ કરવાની સાધના તરીકે આવી છે ? વાસના જ્યાં સુધી સ્પષ્ટ અને ઉધાડી થઈ નથી ત્યાં સુધી જ મેહક હોય છે. મેહ અસ્પષ્ટતાને હોય છે, એકાંગી દર્શનને હોય છે. વાસનાને વશ થવામાં મુખ્ય મદદ આંધળાપણાની જ હોય છે. વાસનાને આંધળે વિરોધ પણ એને મજબુત જ બનાવે છે. બે આંખે જોવાથી વાસનાને ઓળખી ન શકીએ. એને, મહાદેવની ' ' પડે, ત્રણ આંખે જોવી જોઈએ. પછી એની શત્રુતા એની મેળે ઓગળી જાય છે. વાસનાને સામને કેવળ તપસ્યાથી નથી થઈ શકતા અને પ્રજ્ઞા સ્થિર થયા પછી વાસનાને વિધ જ નથી કરવો પડે. જીવનમાં જ્યાં સુધી અપૂર્ણતાનું ભાન છે, ત્યાં સુધી બ્રહ્મ ચર્ય સિદ્ધ થયું ન ગણાય. અપૂર્ણતા પતે બાધક નથી. બાળકમાં અપૂર્ણતા ક્યાં ઓછી છે? એ નિર્મળ ભાવે જીવતું જાય છે અને એની અપૂર્ણતા સ્વાભાવિક ક્રમે મટતી જાય છે. અપૂર્ણતાનું ભાન આવ્યું કે તરત માસ પામર થાય છે. સાગરની પેઠે પૂર્ણ થયા પછી મોજાં ગમે તેટલાં ઉછળે, પાણીને જે ગમે ત્યાં દેડે પણ સાગરને વહેવાપણું નથી. એ કારરિ તૂaઃ છે. તેથી જ એને પિતાની માઝા મૂકવાનું હોતું નથી. એને મર્યાદાનું ભાન જ નથી. અને તેથી જ એ અનાયાસે અભાવિતપણે પળાય છે. એ જ ખરૂં બ્રહ્મચર્ય'. પ્રાર્થના પૂરી કરી અને છેલ્લા ચાર દિવસનાં સંસ્મરણો નોંધી રાખવાની ઉર્મિ જાગી. થોડીક સેંધ કર્યા પછી જ ઉંઘ આવી શકી. બીજે દિવસે સવારે ભૂતની પેઠે સમુદ્રકિનારે જઈ બેસત, પણ વરસાદે જરાક રેયા. પ્રાર્થનાસમયે સમુદ્રકિનારે જતાં જતાં ફરી આકાશ તરફ જોયું. દક્ષિણ દિશા એટલી બધી સાફ, સુંદર અને પારદર્શક હતી કે પૂર્વ તરફ ભેગાં થયેલાં વાદળાંઓની મનમાં ચીઢ જ ચઢી. એ જે દક્ષિણનું અનુકરણ કરતા તે એમનું શું બગડત? દક્ષિણે ત્રિશંકુ બરાબર ઉભે હતે. જયવિજય એના દ્વારપાળનું કામ કરતા હતા. કેરીના અથવા ખેટ ક્રમ એક બાજુ પર જઈને પડયે હતે. એ બે વચ્ચે કેટલાક એવા તે સુંદર તારા ચળતા હતા કે જે વર્ષ મુંબઈ તરફના લોકોને આખા જન્મારામાં જેવાને નહિ મળે. ઉત્તર તરફ સપ્તર્ષિ સાવ નમ્રપણે ફેલાયા હતા. ધ્રુવ રાતની પેઠે લગભગ જમીનને અડવા આવ્યા હતા. સ્વાતિ અને ચિત્રા માથે ચળકતાં હતાં. હસ્ત સહેજસાજ વાંકે થયું હતું. પશ્ચિમે ચંદ્ર આથમે તે પણ ચંદ્રિકા હજી પિતાની હસ્તી જણાવતી હતી. પુનર્વસના હેડકામાંથી ફકત પ્રશ્વન જ વાદળું વીંધીને ડોકિયું કરતા હતા. અટ્ર એકાકી પોતાના સ્વભાવ પ્રમાણે પ્રશ્વન મધા સાથે કદી કરીને દૂર જઈ ઉભે હતો ! મધાનું દાતરડું ફાલ્ગનીના ચેરસને સાચવતું હતું. પૂર્વ તરફ વિશાખા તળે ગુરૂ, શુક્ર શેભતા હતા અને એ બંને ઠીક ઠીક ઉંચા આવેલા હોવાથી પાતળી અનુરાધા, વાંકી પેસ્ટ અને અણિયાળું મૂળ એમને આધાર આપતા હતા. ગુરૂ, શુક્ર જ્યારે પારિત પાસે આવે છે ત્યારે એ ત્રણેની સરખામણી સરસ થાય છે. અને મંગળ પાસે ન હોવાનું દુ:ખ નથી રહેતું. (અનુસંધાન પૃટ ૧૮૬ જુ માં )
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy