________________
१७४
પ્રબુદ્ધ જૈન
તા.
પ ર-૪૭
કવિઓ, લેખક અને જાહેર કાર્યકરો તેમની પ્રવૃત્તિની ધૂનમાં કુટુંબને ભૂલી જાય એ મને નથી ગમતું. ”
બીજી વાત તેઓ એ કહેતા કે “ હવે આપણે સૂઈ જઈશું. પણ તમે ઉઠશે એ પહેલાં તે હું ઘણું કરીને મારી ફરજ ઉપર ચાલી ગયો હોઈશ. એટલે તમે તમારા કુટુંબ વચ્ચે જ છે, એમ માનીને તમારે રહા પી લેવાની અને જમી લેવાનું. હું તે છ વાગ્યે ચાલ્યા જઈશ અને બાર વાગ્યા સુધી પાછો નહિ કરું.”
સરળતાથી એ પિતાની સ્થિતિ રજુ કરતા. એમની આ નિખાલસતા બહુ ગમી જાય એવી હતી.
લાગણી પૂર્ણ કાળજી ચારેક માસ પહેલાં રાજકોટમાં મળનાર સાહિત્ય પરિષદ અંગે ઘાટકોપરમાં એક પ્રચારસભા ગોઠવવાની હતી. હું અને મારા . મિત્ર શ્રી બાલકૃષ્ણ શુક્લ એની વ્યવસ્થા માટે સવારના ઘાટ પર
ગયા હતા. છેલ્લી વ્યવસ્થા બાકી હતી, તે અંગે બપોરના એકાદ વાગ્યે અમે ડોકટરને મળવા ગયા. એમણે અમારી વાત સાંતળી પહેલો જ પ્રશ્ન એ પૂછ્યું કે “તમે સવારના અહીં આ છે, તે ક્યાંય જમ્યા કે નહિ ?” અમે કહ્યું, “એની કંઈ ઉતાવળ નથી. અમારું કાર્ય અમારે પૂરું કરવું જોઈએ.” એમણે કહ્યું: “ના. પ્રથમ જમી લે. ત્યાર પહેલાં હું તમારી સાથે બીજી કંઈ વાત નહિ કરું." એ વખતે અમે તેમના એક પડેશી મિત્રને ત્યાં હતા, અને ત્યાં જ અમારા જમવાની વ્યવસ્થા તાબડતોબ કરવામાં આવી. શ્રી. મેધાણી હંમેશાં દરેક કાર્યકર વિષે ઝીણામાં ઝીણી વિગતમાં ઉતરતા, એમને કેઈપણ રીતે ઉપયોગી થવા પ્રયત્ન કરતા, અને એમની નાનામાં નાની મુશ્કેલી પણ દૂર થાય એમ હૃદયપૂર્વક ઈચ્છતા. એમનું હૃદય કેટલું કુમળું હતું, એને ખ્યાલ આવા નાના પ્રસંગેથી આવી શકે છે.
માનવતાના શોધક એમના પર હલે થયે એની આગલી સાંજે તેઓ મને ઝવેરી બજારમાં મળી ગયા. મને કહ્યું : “ રવિવારે ઘાટકોપર આવે. આપણે વાત કરીએ. આ કોમી રમખાણ વચ્ચે પણ કેટલાક માનવતાના બનાવો બનેલા મેં જોયા ને અનુભવ્યા છે એની તમને વાત કહીશ.” માનવતાને કોઈ પણ પ્રસંગ એમને બહુ જ ગમેતે, અને એની વાત કરવાનું પણ એમને એટલું જ ગમતું. પણ વિધિને કરવું છે, એટલે એ રવિવાર આવે ત્યાં સુધી એ જીવ્યા નહિ! વિધિએ નિમ્યું હતું તે થઈ ચૂક્યું. મનવતાના પ્રશંસકનું કોઈ અમાનુષી હાથએ જ અવસાન નીપજાવ્યું, એ દુઃખની વાત છે! “મેં કેઈનું બુરું કર્યું નથી, એટલે મારું કોઈ બુરું કરશે નહિ” એવી અડગ શ્રદ્ધા રાખનાર માનવરત્નનું આ નિર્ણય ખૂન એવી જ શ્રદ્ધાપૂર્વક નિર્ભય રીતે સેવાકાર્ય કરતા બીજા સેવકોની શ્રદ્ધાને ડગાવી મૂકશે તો શું થશે એ જ એક વિચાર આજે તે મને મુંઝવી રહ્યો છે.
જટુભાઈ મહેતા દયાળુ. ડાકટર “આવતી કાલનું જગત કેવું હશે તે તે નિત્ય પલગતા સંજોગોમાં કોણ કહે? છતાંય જે સમાજ, ધર્મ અને રાષ્ટ્રના ધુરિણા તેને માનવતાની નજદિક રાખ્યા કરશે તે તે વિકત તે . નહિ હોય, પણ સુરૂપ હશે એટલી તો ખાત્રી છે.”
સ્વ. ડે. મેધાણીની “સમાજમાં મારા પાંત્રીસ વર્ષની લેખમાળાના આ છેલ્લા વાળે છે. સમાજના આગેવાને, જ્ઞાતિ પટેલ, અને ધર્મના ઠેકેદારોને એમણે હંમેશા જ્યારે જ્યારે કહ્યું છે ત્યારે કડક રીતે કહ્યું છે, અને ઘણી વાર તે આખાબેલનું બિરૂદ મેળવીને, મુડીદારો તથા સત્તાધીશને રોષ હેરી લઈને કહ્યું છે, ભાષા અને કલમ દ્વારા હકીકત રજુ કરવામાં તેઓએ સ્વ. વાડીલાલ મે. શાહનું કંઈક અંશે અનુકરણ કર્યું છે એમ કહીએ તે ખોટું નથી.
સ્વ. વાડીલાલનું નામ રજુ કરતાં મને યાદ આવે છે કે અમે મિડલસ્કુલમાં ભણુતા ત્યારે સ્વ. વાડીલાલના જૈ જૈન હિતેચ્છુ'નું
વાર્ષિક લવાજમ ભરાવી ભાઈ મેઘાણીએ અમને ગ્રાહક બનાવ્યા હતા. એ સમયમાં એટલે તા. ૧૦-૧૧ ના અરસામાં મિડલકુલમાં ‘ડીબેટીંગ એસયટી' જેવી સંસ્થા અસ્તિત્વમાં આવી ત્યાર પછી તે બગસરામાં બાળમિત્રમંડળ' શરૂ થયેલું અને તેણે આમ પ્રજા તેમજ દરબારને સહકાર સાધી, કેટલાક લોકહિતના કામ કર્યા. એ અરસામાં અમે પ્રતિ વર્ષે વેકેશનમાં “સોશીયલ ગેધરીંગ” ભજવી બનાવતા. અને એ રીતે શિક્ષક અને વિદ્યાર્થીએ સમાજમાં ભળી શકતા. ગેધરીંગમાં અંગ્રેજી અને ગુજરાતી સંવાદ અને નાટક ભજવાતા, બહારથી કોઈ મહેમાનેને તુરતા અને અમે સૌ પાવે થતા, જેમાં ડે. મેઘાણીને મેટો હિસ્સો રહે તે અને રીહિયરસલ માટે એક એક માસના ઉજાગરા થતા. ડે. મેઘાણી અને તેમનું મંડળ જેમાં શ્રી ઝવેરચંદ મેઘાણી, ગિરધરલાલ દેસાઈ, નરભેરામ બજરીઆ, ગુલાબચંદ વખરી વગેરે હતા, એ સૌ અમરેલી કલબમાં સાથે રહેતા. દરેક ગેવરીંગના દિવસે માં ઘણા રીસામણાં-મનામણાં થતાં, પણ બધાને નિવેડે લાલમાં ડોકટરને હિસ્સો મુખ્ય હાય જ.
૧૮૧૬ માં તે તેઓ અમદાવાદ અને મુંબઈ વચ્ચે હા, અહીં ઇન્ફલુઅંઝા યાને કડકડીયું આવ્યું અને તુરત તેમણે બગસરા પહેચી કામચલાઉ દવાખાનું શરૂ કર્યું, અને ઘેર ઘેર ઉકાળા વગેરે પહોંચાડી બગસરાની સેવા સુશ્રુષા કરી. છે તેમના પિતાશ્રીએ અનેક ધંધા કર્યા, પણ તેમને મુળ વધે પારેખને. અનેક પ્રકારના સીકકાઓ, કેરી, કડા, પૈસા ભેળા કરી શહેરમાં વટાવતા અને ધૂળમાંથી ધાન કરવાને ધધ કરતા. ડે. મેઘાણીની પ્રવૃતિના ટીકાકાર તેમના પિતા જ હતા તે ડોકટર તેમના પિતાશ્રીના તપ, જપ અને ઉપાશ્રય ઉપર આક્ષેપ કટાક્ષ કરતા, છતાં એ બધુ વિનોદમાં લેખાતુ. એમની વિદ્યાર્થી અવસ્થામાં પણ એ સારા ગાયક, લેખક અને કવિ હતા. એમના એ દિવસેના અક્ષરો મેતીના દાણા જેવા હતા એ આજે નજર સામે છે.
- ત્યાર બાદ “જાગૃતિ' માસિકને અંગે અમે દૂર હોવા છતાં વધુ નિકટમાં આવેલ. દર મહિને લેખેની આપલે થાય. ઉપરાંત અંગત પત્રમાં સમાજના રૂઢીચુસ્ત આગેવાને સામે પ્રકારો પડયા જ હોય. મોટા મુનિવરની ટીકા કરવામાં તે કદિ પાછા પડયા હોય એવું યાદ નથી. “જાગૃતિ' માસિક દશાશ્રીમાળી વણિકનું માત્ર રહે તે તેમને અણગમતું લાગ્યું એટલે મને સહતંત્રી થવા કહ્યું. પિતાને બધું જ સંભાળવું પડતું, લેખો સુધારી મઠારી ઠીક કરવા પડતા અને છતાં પોતાના નામનો મેહ તેમણે કદિ રાખે નહે. આ સમયમાં ઘણા લેખે તેઓએ “ વિવેકબુદ્ધિ ના તખલુસથી લખ્યા હતા.
હું મારા કલકત્તાના ધંધાથી નિવૃત થયે, સંગ્રામમાં પડ અને બગસરામાં જ બાળકનું કામ લઈ બેઠે, એ દરેક વેળા એમનું પ્રેત્સાહન અને કિંમતી થઈ પડતા, હરિજન પ્રશ્નોના ઉકેલમાં એમણે અમને વારંવાર સહાય કીધી છે. અમને કેટલીક અડચણુ ઉભી થવા લાગી ત્યારે પિતાનું મકાન આપવાની ઇચ્છા દર્શાવીને અમને આભારવશ કીધા હતા. તેઓ જ્યારે બગસરા આવે ત્યારે કલાકે સુધી બાળમંદિરમાં બેસે અને નવનવા વિચારો લવે, અમારે સતત સાંભળ્યા જ કરવું પડે હું મુંબઈ જાઉં, ત્યારે મને ઘાટકોપર ઉપ ડી જ જાય. મોડી રાત્રી સુધી, બલકે હું ઘસધસાટ ઊંધી ત્યાં સુધી પિતાની વાતે તેઓ ચાલુ જ રાખે. - અમારી સંસ્થાના તેઓ થોડા સમય માટે ટ્રસ્ટી તરીકે પણ રહ્યા હતા અને અમને ઠીક ઠીક દોરવણી આપી હતી. તેઓ છેલ્લે છેવટ સુધી અમારા નિકટના સાથી રહ્યા હતા. તેમનું આપણે
સ્મરણ કરીએ અને તે દ્વારા તેમના સૌજન્ય, સલતા અને સગુણાનું પિટ ભરીને પાન કરીએ અને કૃતાર્થ થઈએ. બગસરા, સ્વાતંત્ર્યદિન, ૧૮૪૭. લાલચંદ જયચંદ્ર વેરા,