SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૨-૪૭ સ્વ. ડેા, મેઘાણીનાં સંસ્મરણે વીશેક વર્ષ પહેલાંની વાત છે. ન્યાતના નવા કાનુને ઘડવા, સમગ્ર જ્ઞાતિનું બંધારણ નક્કી કરવા, દશાશ્રીમાળી જ્ઞાતિના અગ્રેસોનુ એક સમેલન રાજકોટની જૈન મેડિ ંગમાં મળ્યું હતું. સ્વ. રેવાશંકર જગજીવન ઝવેરીના પ્રમુખપદ નીચે કાઠિયાવાડના દરેક શહેરના જ્ઞાતિ-આગેવાને ત્યાં એકત્ર થયા હતા. આંટીવાળી કાયિાવાડી પાઘડી, મારખીશાહી પૈડાં જેવી ગે.ળ પાઘડી અને જામનગરી વાંકડી પાઘડી પહેરેલા પીઢ અગ્રેસરા હરાવે ઘડતા હતા કે સગપણ અને લગ્ન પ્રસંગે કેટલું'' ધરેણુ અને કપડાં કરવાં, અને ખારેક-સેપારીની કેટલી લેવડદેવડ કરવી. આ સંમેલનમાં એક સ્વયંસેવક તરીકે હું હાજર હતે. આ નિરસ ચર્ચામાં મને રસ પડતે નહેાતે. આવા ઠરવાની એક ક આવશ્યકતા પણ મને લાગતી નહેતી. મને થયું કે જ્ઞાતિતા જીવાનેની એકારી દૂર કરવાની કાઇ યોજના કેમ વિચારતી નથી ? ગરીબ વિધાર્થીઓના અભ્યાસ માટે કઇ આર્થિક વ્યવસ્થાની વાત • કેમ થતી નથી? લગ્ન પછી તરત જ પતિવહેણી બનેલી વિધવાને પુનઃલગ્નની છૂટ આપવાની કેમ કંઇ વિચારણા થી થતી? પણ્ હું કંઇ પ્રતિનિધિ નહેાતે કે આવી વાન આ સંમેલનમાં રજી કરી શકુ, અને પ્રતિનિધિ હાત. તે મેં આ મેાટી પાઘડીવાળા પીઢ પુછ્યો મારા જેવા નાની ઉમરના છેકરાની વાત સાંભળત કે કેમ તે પ્રશ્ન હતો. હું તે કેવળ સ્વયંસેવક હતા. એટલે પ્રેક્ષક તરીકેના માત્ર હક મને મળ્યો હતે. છતાં હું વિમાસતે। હતા. મારા કુમળા મગજમાં વિચારો આવતા હતા અને કેળાતા હતા. એને વ્યક્ત કરી શકાય એવી કાઇ તક નહોતી. પરંતુ મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે મારાથી થોડાં વર્ષે મેટા એક યુવકને ઉભા થતા મે જોયા. અનેક પાઘડીવાળા વચ્ચે કદાચ એ એક જ ટેપીયાળા હતા. એણે ઉભા થઇને, સ’પૂર્ણ વિવેકપૂર્વક, વિનમ્ર અને મંદ સ્વરે પ્રશ્ન કર્યો : “ આ લેવડદેવડના હીક કાયદાઓ આપણે ઘડી કાઢયા છે; પરંતુ આપણા સમાજની નિર્દોષ વિધવાનાં આંસુ લૂછવા આપણે કંઇ વિચાર ન કરી શકીએ ?” મને બહુ આન ંદ થયે-જાણે હું જ આ સભામાં એલી રહ્યો હતા. આભેખ જાણે મારા જ અંતરના પડઘે પડતા હતા. “ અનેકવાર વરઘેડે ચડવાના હકક ધરાવતા આપણે પુરૂષો એમને જીવનભર વૈધવ્ય ટકાવી રાખવાની કુરજ કેમ પાડી શકીએ ?” આ પ્રશ્ન મૂકનાર યુવક તે સ્વ. ડૉ. વ્રજલાલ મેધાણી. એમને પ્રશ્ન ગેરબંધારણીય ઠરાવવામાં આવ્યા. સમેલનના કાર્યક્રમમાં એ વિષયની ચર્ચાને સ્થાન નહેતુ, એટલે એમને પ્રશ્ન નિરૂત્તર જ રહ્યો. સભા પૂરી થતાં હું એમને મળ્યું. આ સંબંધમાં એક યુવક સમેલન ભરવાની મે એમને વિનીત કરી. એમણે કહ્યું “આ તા કેવળ વિચારને ચમકારે છે. આ વિચાર–પુનલ ગ્નની છૂટ-માટે જુ તે આપણા જુવાને પણ સ ંમત નહિ થાય. એ માટે તે ખૂબ જ પ્રચારની જરૂર છે, વિધવા પુનઃલગ્નની છૂટ આજે મૂકવામાં આવે તે પણ હિંમતપૂર્વક વધવાના દ્વાય ઝલે એવા યુવાને પણ આપણે ત્યાં કયાં છે ?” પ્રશ્ન મને મુંઝવનારા લાગ્યો. પરંતુ ભવિષ્યના અનુભવે મે જાણ્યું કે એમની વાત ખરેખર સાચી હતી. મતે યાદ છે કે રાજકોટના જૈન યુવક સંઘે વિધવા પુનર્લંગની ખુલ્લી હિમાયત કર્યા પછી, અને પુનČગ્ન ઇચ્છતી વિધવાને સહાય આપવાની ખુલ્લી જાહેરાત કર્યા પછી, એ એક શંકામાં રાજકોટની વિષ્ણુક જ્ઞાતિમાં પાંચથી વધુ પુન થયાં નથી. આ પ્રસંગથી કહેવાનું તાત્પ એ છે કે પહેલા દરજ્જાના વિચારક હતા. કોઇ પણ સૂત્ર પ્રવાહમાં ઉતાવળે ખેંચાઇ જાય એવા એ નહેતા. વિચારો પાછળ ખૂબ ઉડી સમજ હતી. પ્રબુદ્ધ જૈન ડા. મેલાણી એક ( Slogan )ના એમના સુધારક ૧૭૩ શ્રી. મેધાણીમાં એક ખાસ ગુણ હતા. તેમના વિચાર। બહુ સ્થિર થયેલા અનેક અંશે કડક પણ હતા; પરંતુ એ રo કરવાની એમની રીત બહુ વિવેકભરી અને નમ્ર હતી. જૂના વિચારના માણસે પાસે નવા વિચારા રજુ કરવાની એમની લાક્ષણિક શૈલી હતી. એમની રીતથી જૂના વિચારવાળા ભડકી જવાને બદલે ઉંડા વિચારમાં પડી જતા, અનેાખી કાર્ય શૈલી એવેા જ સુ'દર એક બીજો પ્રસ`ગ મને યાદ આવે છે. થોડાં વર્ષ પહેલાં ઘાટ કાપરમાં સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મળેલા અધિવેશન સાથે યુવક સંમેલન ભરવાની પણ ગેરણ થઈ હતી. એમાં હાજરી આપવા હુ. ઘાટકોપર આવ્યા, ત્યારે જે રીતે બધારણીય પ્રવૃત્તિ સંમેલન અ'ગે થવી જોતી હતી તે થયેલી નહિ. એટલે મે” તે સમેલનની પહેલી જ એકમાં આ ઉતાવળી અને અવ્યવસ્થિત રચના સામે ઉગ્ર ભાષામાં ભારે રાષ ઠાલવ્યો, સમેલનના સયેાજકાને આ ન ગમ્યું, અને મારી અને એમની વચ્ચે થોડી ગરમ ચર્ચા પણ થઇ ગઇ. શ્રી. મેઘાણી એ સ ંમેલનના સ્વાગત પ્રમુખ હતા. એમણે પ્રથમ પદે જ સમેલનના ચેાજકાની એ ભૂલને સ્વીકારી લીધી. એટલે મારે રેષ કંઇક અંશે એઠ્ઠા થયે. પછી એમણે કહ્યું કે “તમે બધું ધારણસર થવુ જોઇએ. એમ માને છે ને? ચાલો આપણે મળીએ, અને બધુ' ધેારણસર કરી નાખીએ.' મને સ ંતોષ થયો. તરત જ બધા મળ્યા, બેઢા, અને શાન્ત ચિત્તે વાત કરી. પરિણામ એ આવ્યું કે મારા અને સમેલનના યેજ વચ્ચે સમજણુ થઇ ગઇ, અંતર દૂર થયું, અને અન્યથા અમે પરસ્પર વિરોધીએ થઇ ગયા હાંત, તે સ ંમેલનના સયેજા અને મારી વચ્ચે મૈત્રીની એક ઘાડી ગાંઠું બંધાઇ ગઈ. ખરેખર, અમારા વિચારેામાં તાત્ત્વિક મતભેદ નહેાતે. કાય'શૈલી વિષે મતભેદ ઉભા થયેલા. તે નિર્મૂળ થઈ ગયે. આજે સમેલનના એ યેાજકા–શ્રી. ખીમચંદભાઇ વારા, સુનીલ:લ કામદાર, જગજીવનદાસ અજમેરા અને શ્રી. દુર્લભજીભાઈ ખેતાણી વિગેરે સાથે મારી મૈત્રી સ્નેહપૂર્વક ટકી રહી છે, જે મારે કહેવુ. જોઇએ કે ડે. મેઘાણીની ધીરજપૂર્વકની સમજાવટ અને કાર્ય શૈલીને આભારી છે. મૂક કાર્ય કર હજુ ગયે વર્ષે જ ડા. મેધાણી એક લગ્ન પ્રસંગે રાજકોટ આવ્યા હતા. મેં તેમને અમારા સંસ્કારમ’ડળના આશ્રયે એક સભામાં પ્રવચન કરવા નિયંત્રણ આપ્યું; પણ એમણે ધસીને ના પાડી. એમણે કહ્યું. “હું” કઈ સારા વકતા નથી અને ભાષઊાની બહુ અસર થતી હોય એમ માનતા પણ નથી. એ કરતાં તે આપણે પાંચ-દસ મિત્રા જ એક સ્થળે મળીએ અને સમાનભાવે શાન્તિથી ચર્ચા કરીએ.’ અતિ આગ્ર、 છતાં એમણે સભા ભરવાની મારી માગણીને અસ્વીકાર જ કર્યો; અને અમે હેવટે મિત્રભાવે જ મળ્યા, અને વાત કરી. ખરેખર, મને લાગ્યું કે આ વાતેથી જે આનંદ પડયો હતેા, જે જાણવા મળ્યુ હતુ, અને જે નિકટતા અમે અનુભવી હતી, તે જાહેર સભાના ભાષણુથી ન જ થયું. હેત. મેટાઇ અને પ્રસિ હિંથી તે એ દૂર જ ભાગનારા હતા. ધાંધલ અને ધમાલ એમને લેશ પણ પ્રિય નહાતાં. એ તે સાચું નકકર કાર્યાં ગુપચુપ કરી છુટવામાં માનનારા હતા. નિખાલસતા અને મમતા હું જ્યારે જ્યારે મુંબઈ આવતા, ત્યારે ત્યારે તે એકાદ સાંજ એમને ત્યાં ગાળવા મને નિમંત્રણ આપતા. મેાડી રાત સુધી રાજકીય, સામાજીક અને ધાર્મિક વિષયો પર તેમને ખેલતા સાંભળવાનુ મતે ખૂબ જ ગમતું. દર વખતે લાંબી ચર્ચાને અન્તે તે એ બાબત અચૂક કહેતા. એક તો એ કે “તમે જરુર પ્રવૃત્તિએમાં જે સમય આપે! છે, તેમાં તમારા કુટુંબ પ્રત્યેની તમારી ફરજની તે અવગણના નથી કરતા ને? ' એ કહેતા કે
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy