________________
તા. ૧૫-૧૨-૪૭
પ્રબુદ્ધ જૈન
કે આડકતરી છાપ પડી નહિ હોય. ગાંધીજીને સંપર્ક માત્ર હિંદ સાથે જ છે. એમ નથી પણ આખી દુનિયા સાથે તેઓ સંકળાયેલા છે. તેમનાં લખાણે દુનિયાભરમાં ફેલાયેલાં છે. તેમનું કાર્ય માનવજીવનના અનેક પ્રદેશોને સ્પર્શી રહેલું છે. તેમનું જીવન પાર વિનાની રોમાંચક ઘટનાઓથી ભરેલું છે. લાખો માણસના જીવનમાં તેમણે મૌલિક ક્રાન્તિ નિપજા છે. તેમની દૃષ્ટિ અત્યન્ત વ્યાપક છે અને માનવી જીવનના મૂળ તને સ્પર્શે છે. આટલું બધું વ્યાપક અને વિસ્તીર્ણ પ્રફુલ દુનિયાની મહાન ગણાતી આજ સુધીમાં અસ્તિત્વમાં આવેલી કોઈ પણ પ્રમુખ વ્યક્તિએ દાખવ્યું નથી. સત્ય અને અહિંસાનાં સાધનો વડે દુનિયાના ઇતિહાસમાં આવડી મોટી ક્રાન્તિ અન્ય કોઈના હાથે નીપજી હેય એમ જાણવામાં કે સાંભળવામાં આવ્યું નથી. તેમના ચરિત્રની ભિન્ન ભિન્ન ભાષામાં અનુવાદિત થયેલી લાખો નકલોએ ગાંધીજીની ખ્યાતિ દુનિયામાં સર્વત્ર ફેલાવી દીધી છે. તેમની જન્મજયન્તી દેશના ખુણે ખુણે ઉજવાય છે. તેમની વ્યાખ્યાનસભાઓ ભરાય છે ત્યારે હજારો-લાખ માણસે એકત્ર થાય છે અને જાણે કે કોઈ અવતારી પુરૂષ આ દુનિયા ઉપર ઉતરી આવેલ હોય તેમ તેમના ઉપદેશને અપૂર્વ શ્રધ્ધા અને ભકિતથી ઝીલે છે. આજની માનવજાતિ ઉપર આવું જેમનું અપૂર્વ વર્ચસ્વ સ્થપાયું છે તેવા ગાંધીજીની તેલે આવે એ આજ સુધી કોઈ માનવી દુનિયાના ઇતિહાસમાં પાક નથી. આવા ગાંધીજી સાથે ભાગવાન મહાવીરની સરખામણી કરવાના પ્રયત્નને કોઈ પણ ગાંધીભકત હાસ્યાસ્પદ લેખે તે તેમાં જરા પણ આશ્ચર્ય પામવા જેવું ન ગણાય.
બાહ્ય વિભૂતિઓ વિરૂદ્ધ ગુણવિશેષ : આમ દિવ્ય ચમકારોની દ્રષ્ટિએ વિચારતાં ભગવાન મહાવીર અતુલનીય લાગે છે. અહિક પ્રભુવની દૃષ્ટિએ ગાંધીજી એટલા જ અતુલનીય લાગે છે. પણ દુનિયાના મહાપુરૂષોના જીવનની સમીક્ષા કરવા માટે આ બને દષ્ટિ મેગ્ય નથી. મહાવીરચરિત્રમાં ગુંથવામાં આવેલી આધિદૈવિક ઘટનાઓ વસ્તુતઃ સાચી છે કે ખેતી એ બાબતમાં આપણે એકાન્ત નિર્ણય ન આપીએ તે પણ મહાવીરની એક શકવર્તી પુરૂષ તરીકેની સાચી મહત્તા સમજવા માટે આપણે તેમના ચરિત્રમાંથી આ સર્વ અતિશયતાઓનો છેદ ઉડાડો જ રહ્યો. દરેક ધર્મપ્રવતંકના જીવનમાં આવાં દિવ્ય વર્ણને ભરેલાં જ હોય છે; દરેક સંપ્ર- દાય પિતાના મૂળ પુરૂષને સર્વજ્ઞ સર્વશકિતમાન માને છે, અને તેના જીવન સાથે અનેક દેવતાઈ ધટનાઓ જોડે છે. પણ આપણને ઉડે વિચાર કરતાં માલુમ પડે છે કે ઈશ્વરના અવતારસમા લેખાતા આવા પુરૂષોની મહત્તા આવી કોઈ દિવ્ય વિભૂતિઓમાં રહેલી નથી, પણ તે દરેકમાં રહેલા ગુરુવિશેષ અને તત્કાલીન અને તદ્દેશીય સમાજના ઉધ્ધ કાર્યમાં તે તે મહાપુરૂએ આપેલા મહત્વના ફાળા ઉપર જ રહેલી છે. પૂર્વકાળમાં થઇ ગયેલા જેન આચાર્યોની પણ આ જ દષ્ટિ છે. સુપ્રસિદ્ધ દિગંબર આચાર્ય સમતભદ્ર જેઓ લગભગ વિક્રમના. સાતમાં સૈકામાં થઈ ગયા હતા તેમની એક કૃતિ “આપ મીમાંસા” માં આપ્ત કોને કહેવાય તેની ચર્ચા છે. જૈન પરંપરામાં આપણે ઉપર જોયું તેમ આપ્ત પુરૂષના લક્ષણ રૂપે કેટલીક બાહ્ય વિભૂતિઓને જ હંમેશાં આગળ ધરવામાં આવે છે. લોકે ધારે છે કે જેની પાસે દેવો આવે, દેનાં ધિમાન આવે, દેવે ચામર વી તે મહાન એટલે કે આપ્ત કે સર્વા ગણાય. આવા લેકેની આગમક શ્રધ્ધાને ઇનકાર કરતાં આચાર્ય સમતભદ્ર “આત મીમાંસા'માં એક સ્થળે જણાવે છે કે -
देवागम नभोयान चामहादि विभूतयः । - - मायाविष्वपि दृश्यन्ते, नातस्त्य मसिनो महान् ॥ અર્થ: દેવોનું આગમન, આકાશ ઉડ્યન, ચામર વગેરે
વિભૂતિઓ તે માયાવી પુરૂષોમાં પણ નજરે પડે છે. આ કારણે, હે ભગવાન તમને અમે મહાન લેખતા નથી.
अध्यात्म बहिरप्येष, विग्रहादिमहोदयः । दिव्यः सत्यः दिवौकस्वप्यस्ति रागादिमत्सु सः ।।
અથ: આધ્યાત્મિક તેમજ બાહ્ય-શરીર, વચન આદિનેજે અતિશય છે તે સાચે અને અલૌકિક હોવા છતાં પણ દેવતાઓમાં . પણ એ પ્રકારને અતિશય-વિશેષતા-માલુમ પડે છે અને તેથી
આવી કેઈ વિભૂતિ આપ્તપુરૂષનું કોઈ વિશિષ્ટ લક્ષણ બની શકતી નથી. આ રીતે વિચારતાં ભગવાન મહાવીરની મહાનુભાવતા યથાવરૂપે ગ્રહણ કરવા માટે એક માનવી તરીકે તેમનામાં કેવી કેવી ગુણવિભૂતિઓ હતી, તત્કાલીન અધર્મને સામને કરવામાં તેમણે કે પ્રબળ પુરૂષાર્થ દાખવ્યો હતો, તરફ વ્યાપેલા અંધકારમાં તેમણે કે જ્ઞાન પ્રદીપ પ્રગટાવ્યો હતો–આ બધી બાબતેને જ આપણે વિચાર કરવો જોઈએ. તેઓ સર્વજ્ઞ હતા કે નહિ તે પ્રશ્નને આપણે બાજુએ રાખીએ, અને તેમની સત્યનિષ્ઠા કેવી પ્રચંડ હતી અને તેમની જ્ઞાનદષ્ટિ કેવી નિર્મળ અને દૂરદર્શી હતી તેને જ આપણે વિચાર કરીએ. આ ધરણે આપણે વિચારતા થઈએ તે જ કાળે કાળે આ વિશાળ ધરતી ઉપર પ્રગટેલા મહાન
તિધર વિશે આપણે પ્રમાણબદ્ધ અને તુલનાત્મક ખ્યાલ પ્રાપ્ત કરી શકીએ. આવી જ રીતે ગાંધીજીનું અનન્ય લાગતું ઐહિક પ્રભુત્વ આજ કાલની તાર, ટપાલ, મુદ્રણકળા, રેવે, આકાશવાણી વગેરે અને વૈજ્ઞાનિક સગવડને જ મોટા ભાગે આભારી છે. આ સાધને દારા પ્રાપ્ત થયેલ પ્રભુત્વ એ ગાંધીજીની કોઈ ખાસ વિશેષતા નથી. આ રીતે ગાંધીજીની મહત્તાને યથાસ્વરૂપે ગ્રહણ કરવા માટે આજના વૈજ્ઞાનિક સાધનેએ ગાંધીજીના પ્રભુત્વને વિસ્તારવામાં જે ફાળે આ છે તે પણ આપણે બાદ કર જ જોઈએ.
આમ એક બાજુએ દિવ્ય વિભૂતિઓ અને બીજી બાજુ એ અદ્યતન વૈજ્ઞાનિક સાધનને જ આભારી હોય એવું ગાંધીજીનું પ્રભુત્વ વર્ચસ્વ-એ ઉભયને બાદ કરીને જ ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધીના ચરિત્રને અનુક્રમે આપણે વિચાર કરવો જોઈએ અને એમ કરીએ તે જ આપણને પ્રત્યેકની મહત્તાનો સાચે ખ્યાલ આવી શકે, એટલું જ નહિ પણ ઉભયને એક સાથે વિચાર કરવા માટે તેમજ દુનિયાના ઇતિહાસમાં થઈ ગયેલા અનેક સન્ત, મહન્ત સાધુપુરુષમાં તથા ઇશ્વરના અવતાર રૂપ લેખાતા તેમજ પેગંબર તરીકે પુજાતા મહાપુરૂષોમાં તેમનું સ્થાન નકિક કરવા માટે આપને એક ચેકસ ભૂમિકા પ્રાપ્ત થાય.
લકત્તર પુરૂષોનાં મુખ્ય લક્ષણે દુનિયાના ઇતિહાસની જનસમાજમાં સેવા તેમજ ઉધ્ધાર કાર્યમાં જેમણે પોતાની સમગ્ર જીવનશકિત ખરચી નાંખી છે, અને દુનિયાને સુખ, અને કલ્યાણુને જેમણે સાચો માર્ગ બતાવ્યું છે એવી અનેક નાની મોટી વ્યકિતઓ થઈ ગઈ છે. આ વ્યક્તિઓ સાધુ, સન્ત, સમાજસેવક, દેશનેતા, લેગી, સન્યાસી સ્વામી, એવા અનેક નામે ઓળખાય છે. તેમની સેવાઓ દ્વારા દુનિયાની સંસ્કૃતિ અને સભ્યતાએનું નિર્માણ થયું છે અને તે તે સંસ્કૃતિ તથા સભ્યતાને ટકી રહેવાનું બળ પણ તે તે મહાપુરૂષેની તપશ્ચર્યા દ્વારા મળતું રહ્યું છે. આ સર્વ માનવવિભૂતિઓમાં કાળે કાળે અને દેશ દેશે એવી કોઈ કોઈ મહાન વિભૂતિઓ પાકતી આવી છે કે જે પોતાની ચોકકસ વિશેષતાઓના કારણે ઉપર જણાવેલ લેકકલ્યાણકારિણી સામાન્ય માનવવિભૂતિએથી એકદમ નદી તરી આવે છે અને એ જ કારણે તેમની ગણુના અવતારી પુરૂષોમાં કરવામાં આવે છે. પેગંબર, તીર્થંકર, બુદ્ધ-આવા વિશેષ નામે પણ આ કાટિમાં આવતા શકવર્તી મહાપુરની વિશેષતાઓને અનુલક્ષીને વાપરવામાં આવે છે. આ વિશેષતાઓ અથવા તે જૈન પરિભાષામાં જેને “અતિશય