________________
તા. ૧૫-૧૨-૪૭
પ્રબુણ જેન
૩
શાંત શબ્દનો સાદો ઉપયોગ
કેટલાક પ્રાચીન શબ્દો એવા છે કે જ્યારે તે શબ્દ નવા જ પેિદા થયા ત્યારે તેમને ઉપયોગ ઘણે સાદે અને સરળ હતા તથા તેમને અર્થ પણ એ જ સાદે અને સરળ હતું, પણ પાછળથી એ સાદા અને સરળ શબ્દ વધારે પડતા અટપટા થઈ ગયા અને તેમને અર્થ પણ વિશેષ આંટીઘૂંટીવાળે અને અતિશય અલંકારમય બની ગયે. ઘરિહંત, તીર્થદર વગેરે શબ્દ એ પ્રકારના છે. પ્રાચીન સમયમાં આ શબ્દ સર્વ સાધારની વપરાશમાં હતા, ત્યારે પાછળથી આ શબ્દોને ઉપયોગ અમુક સંપ્રદાયમાં જ રૂઢ થઈ ગયે અને તે એટલે સુધી કે એ સંપ્રદાય સિવાય બીજો કંઈ એ શબ્દને ને વાપરી શકે અને કદાચ વાપરે તે સામેને સંપ્રદાય જરૂર રોષે ભરાય, કેમ જાણે એણે અમુક શબ્દો વાપરવાને ઈજારો ન રાખે છે. '
હમણાં કોઈ એમ કહે કે ગાંધીજી એક તીર્થકર છે તે આ વાકય સાંભળતાં જ જેને ક્ષણ પણ વિચાર કર્યા વિના જ રેશે ભરાવાના અને યÁાતા બેલવા કે લખા માંડવાના. આમ થવાનું કારણ એ છે કે જેને આ શબ્દને મૌલિક અર્થ સમજતા નથી અને પોતે જે અર્થમાં એ શબ્દ વાપરે તે જ તેને ખરો અર્થ છે એવી તેમની સમજ હેય છે જે સર્વથા પ્રમાણિક નથી હોતી. | તીર્થકરને મૌલિક અર્થ તીર્થને કરનાર. તીર્થ એટલે તરવાને ઘાટ વા તરીને જ્યાં પહોંચી શકાય તે સ્થાન અથવા તરવામાં સાધનભૂત સામગ્રી. સંસારને પ્રાચીન લોકેએ સાગરની સાથે સરખાવેલ છે. આ સંસારસાગરને તરીને જયાં કાંઠે પહોંચી શકાય વા જે વડે કાઠે પહોંચી શકાય તેનું નામ તીર્થ અને તે જેણે કર્યું હોય તે તીર્થંકર અથવા તીર્થકર.
આત્મવાદને માનનારા તમામ પ્રાચીન લોકોએ નિર્વાને પરમ લય માનેલ છે અને એ નિર્વાને પહોંચવાના જુદા જુદા અનેક માર્ગો પિતા પોતાના અનુભવ પ્રમાણે બતાવેલા છે. જ્યારે જુના લોકોએ બતાવેલ એક ભાગ રૂઢ થઈ ગયા જે થઈ જાય, લોકોની શકિતને વિકસાવી ન શકે અને એક ટેવ જે એ બની જાય ત્યારે લોકોને આગળ લઈ જવો એ પ્રાચીનલે કે પૂર્વના ભાગને દૂર કરીને તેને સ્થાને નવો માર્ગ બતાવે છે અને એ માર્ગે જવા આમ જનતાને દોરે છે-જેઓ આ નવે માર્ગ બતાવનારા અને એ ભાગે દેરનારા છે તેઓ માટે તીર્થંકર શબ્દ બરાબર બંધ બેસે છે. “બુદ્ધ ભગવાનને તીર્થકર કેટલી છે ?? એ પ્રશ્ન પૂછતાં તેને જે જવાબ પાલિત્રિપિટકમાં સેંધાયેલું છે તે જોતાં તીર્થંકરને જે અર્થ આગળ બતાવેલ છે તે બરાબર સમુચિત છે એમ કહ્યા સિવાય ચાલતું નથી, ત્રિવિટકમાં એવા છ તીર્થકરી હોવા વિશે ઉલ્લેખ છે. ૧ બુધ પિતે. ૨ જ્ઞાતપુત્ર નિગૂઠ મહાવીર સ્વામી કે ભકખલિપુત્ર ગોશાલક ૪ અજિતકેશક અલી. ૫ સંજય લક્ષ પુત્ર અને ૬ પૂરણકાશ્યપ, બુધ્ધના સમયમાં આ છ તીર્થકર હતા એમ સ્પષ્ટ શબ્દોનાં ત્રિવિટમાં વારંવાર, ઉલ્લેખ મળે છે. આ છએ જણ પિતાપિતાની દૃષ્ટિએ જનતાને દેરતા હતા અને ચાલુ ચીલામાંથી ખસેડી નવે માર્ગે જવાનું કહેતા હતા. માટેજ એ છએને ‘ તીર્થંકર' શબ્દથી સંબંધેલા છે. આ જોતાં ધર્મના ચીલામાંથી ચુત થયેલી જનતાને નવે ચીલે લઈ જવા ભગીરથ પ્રયત્ન કરતા ગાંધીજી પણ ‘તી કર’ કેમ ન કહેવાય ? જે અર્થમાં અને જે અલંકારમય પરિભાષામાં જ તીર્થંકર શબ્દને વાપરે છે તે અર્થને જવા દઈએ તે “તીર્થંકર’ શબ્દ તેના મૌલિક અર્થમાં ગાંધીજીને બરાબર બંધ બેસે છે એમ કહેવામાં કશી ભૂલ કે શંકાને સ્થાન છે ખરૂં? અસ્તુ ! પ્રસ્તુતમાં તીર્થંકરની પિઠે જ અરિહંત શબ્દને વિચાર કરવાને છે : “અરિહ' ધાતુ દ્વારા અરિહંત’ શબ્દ બનેલું છે. સંસ્કૃતને પ્રાકૃત ‘અ ધાતુ એ “અરિહ’ ધાતુ સાથે સરખાવી શકાય અને “અહંતુ’ શબ્દને “અરિહંત”
શબ્દ સાથે સરખાવી શકાય. * અરિહ” કે “ અહં ૐ ધાતુને મૂળ
અર્થ પૂજા છે એટલે જે પૂજા કરે-આદર કરે વા સેવા કરે તે * અરિહંત” ના “ અતુ.” આ અર્થ “ અરિહંત' શબ્દને મૌલિક કહેવાય અને ધાર્થ પ્રમાણે વ્યુત્પત્તિની દૃષ્ટિએ પણ ઉચિત ગણાય. જેમને માટે અતુ કે અરિહંત શબ્દ વપરાયેલ તેઓ બુધ્ધ કે મહાવીર વગેરે મહાપુરૂષે પિતાના ' અભાના પૂજક જ હતા અથવા સમગ્ર જનતાના સેવકે જ હતા.
અને એ દૃષ્ટિએ જ તેઓ અહંતુ વા અરિહંત કહેવાયા હતા, જે સર્વ રીતે બરાબર સમુચિત હતું. પણ પાછળથી પાણીનિ વગેરે વૈયાકરણએ એ “અહંતુ વા “અરિહંત’ શબ્દને વ્યુત્પત્તિની અપેક્ષાએ થતે મૌલિક અર્થ જતો કરેલ છે અને કેવળ એક સ્તુત્ય
એટલે “સ્તુતિને યોગ્ય વા ‘વખાણુને યોગ્ય એવા અર્થમાં એ શબ્દને રૂઢ કરેલ છે.
પ્રાકૃત “ઘર' અને પ્રાકૃત “અરિહ’ બને ધાતુ સમાન અર્થમાં છે, સંસ્કૃત ઘર્ષ અને જીરું પણ એક સરખા જ અર્થને સુચવે છે. વેદના દસમા મંડળના ૭૭ માં સૂકતમાં “” ધાતુ પૂજા અર્થમાં વપરાયેલ છે. આ જોતાં “છા ' ધાતુને એ અર્થ ઘણો જ પ્રાચીન ગણાય. એટલે મારી દષ્ટિએ તે “ અહંતુ” શબ્દને મૌલિક વ્યુત્પયર્થ જ વિશેષ પ્રામાણિક કહેવાય. બૌદ્ધ ગ્રંથોમાં બુધ્ધ માટે “અરહ’ શબ્દ વપરાયેલ. જૈન ગ્રંથોમાં અરહંત વૃદંત, કે અરિહંત એવા ત્રણ શબ્દ મળે છે છતાં તેમના મૂળમાં પૂજાઅર્થને સુચક ઉક્ત “અરિહ' ધાતુ જ છે. આપસ્તબ ગૃહ્યસૂત્રમાં ઉપાધ્યાય વા અધ્યાપક માટે “અહંત' શબ્દ વપરાયેલ છે. આ રીતે ધણું પ્રાચીન સમયથી વપરાતા આવતા આ શબ્દનો અર્થ સરળ સાદે ચાલતો આવેલ છે અને તેને ‘સ્તુત્ય’ અર્થ પણ જે રૂઢ છે-સાદો અને સરળ છે. જૈન પરિભાષામાં પણ ઘણા જુના સમયમાં એ શબ્દ તદ્દન સાદો અને સરળ અર્થ પ્રચલિત હતા. બષિભાષિત : નામના જૈન પરંપરા પ્રસિદ્ધ અતિ પ્રાચીન ગ્રંથમાં પણ એ શબ્દ એવા જ સાદા સરળ અર્થમાં વારંવાર વપરાયેલ છે. ઋષિભાષિત નામના ગ્રંથો ઉલ્લેખ સ્થાનાંગ જેવા પ્રાચીન અંગ ગ્રંથમાં અને નંદી સૂત્રમાં પણ મળે છે. એ જોતાં એ પુસ્તક ઓછા માં ઓછું વિકમના છઠ્ઠા સૈકાનું તે હોવું જોઈએ. એ જોતાં અહંત’ ને સરળ અને સાદો અર્થ તે એથી યે વિશેષ પ્રાચીન હોય એમાં શી નવાઇ? પછીના જૈન સાહિત્યમાં જેમને મિથ્યાત્વી અને ગુરૂદ્રોહી તરિકે ગણવેલા છે એવા લોકો માટે પણ એ ઋષિભાવિત થથમાં 'અરિહંત' શબ્દનો ઉપયાગ આ પ્રમાણે સ્પષ્ટ રીતે થયેલ છે. “ખલિપુત્ર માટે પાછલા જન ગ્રંથમાં અતિશય નિંદનીય ઉલ્લેખ આવેલા છે તેના સારૂ વિશેષણ તરીકે ઋષિભાષિતમાં ‘ઘાત' શબ્દને ઉપયોગ થયેલ છે. એ જ રીતે શાકયપુત્ર બુધ્ધ માટે. દૈપાયન ઋષિ માટે, યાજ્ઞવલયને માટે, દેવનારદ માટે, વરિજપુત્ર સારું અને માતંગ ઋષિને માટે પણ “અરહત’ શબ્દને ઉપગ એ ગ્રંથમાં વિના સંકોચે કરાયેલ છે. જે રીતે એ ગંથમાં એ ઉલ્લેખ થયેલા છે તે આ પ્રમાણે છે.
मूळ
देवनारदेण अरहता इसिणा बुइयं । मंखलिपुत्रेण अरहता इसिणा बुइये । जन्नवक्कैण अरहता . इसिणा बुइयं । वज्जिपुत्तेण अरहता इसिणा वुइयं । मातंगेण श्ररहता इसिणा बुइयं । सातिपुत्तेण वुद्धण अरहता इसिणा बुइयं । दीवायणेण अरहता इसिणा बुइयं । पासेण घरहता इसिणा बुइयं । "वद्धमाणेण अरहता इसिणा इयं ।
..