________________
૧૬૨
પ્રબુદ્ધ જૈન
આ
પણ માનસિક અધઃપતન નિર્માણુ કરવામાં સફળ થયા છે. વર્ગો પશુ મુસ્લીમ કામીવાદની નકલ કરવાને અને તેથી પશુ આગળ જવાના પ્રયત્ન સેવી રહ્યા છે. હિ‘દમાં પણ જો કે જુદા શબ્દમાં પણ એવા જ પ્રકારનુ કામી રાજ્ય ઉભું કરવાના પોકાર સભળાઈ રહ્યો છે અને માત્ર કામી રાજ્યની જ માંગણી કરવામાં આવે છે એમ નથી, પશુ રાજકારણી તેમ જ સામાજિક તથા સસ્કૃતિવિષયક સ ક્ષેત્રમાં એ જ પ્રકારની સાંકડી અને પ્રજા સમસ્તના પ્રાણનું ર્ધન કરતી માંગણી આગળ ધરવામાં આવે છે.
હિંદના ઇતિહાસ શું શિખવે છે.?
આપણે જ્યારે હિંદના લાંબા ઇતિહાસ ઉપર નજર નાંખીએ છીએ ત્યારે આપણને માલુમ પડે છે કે જ્યારે જ્યારે આપણા પૂર્વજોએ વિશાળ દુનિયાને ખુલ્લી આંખો વડે અને નિ યતાપૂર્વક નિહાળવાના પ્રયત્ન કર્યો છે અને અન્ય દેશેાની વિરોષતાએ ઝીલવા માટે તે આપણી વિશેષતાઓ અન્ય દેશમાં વહેતી કરવા માટે પેાતાનાં મનનાં દ્વાર ખુલ્લા રાખ્યા છે ત્યારે ત્યારે આપણે અદ્ભુત પ્રગતિ સાધી શકયા છીએ અને પાછળના કાળમાં જ્યારે આપણા પુ'જોનું દૃષ્ટિકોણ સાકડું' થવા લાગ્યું અને બહારની સરેથી પેાતાની જાતને બચાવી લેવાના પ્રયત્ન તેએ સેવવા લાગ્યા ત્યારે હિંદું રાજકારણી તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ પાક્કુ પડવા માંડયું હતું. જો કે આપણુને મળેલા વારસાને ઘણી વાર આપણે દુરૂપયોગ કર્યો છે એમ છતાં પણ આપણને મળે આ સાંસ્કૃતિક વારસ કેટલા ભવ્ય, કેટલો અદ્ભુત છે? હિંદૂ અનેક યાતના, આફતા અને સ'કટામાંથી પસાર થયું છે એમ છતાં પણ હિંદુ એક પ્રાણવાન પ્રજા હતી અને આજે પણ એક પ્રાણવાન પ્રજા છે. રચનાત્મક અને સર્જનાત્મક પ્રયત્નાના પ્રદેશમાં તેણે દાખવેલી ચેતનાનું પ્રભુત્વ એશીના ખીજા વિભાગેા ઉપર પણ વિસ્તયુ છે અને તે તે દેશા ઉપર તેણે અદ્ભુત વિજય' સાધ્યા છે. આ વિજય તરવારના જોરે સધાયલા અન્ય પ્રજાના શરીર ઉપરના વિજય નહેાતા, પણ જે વિજય છતાયલા દેશાને પશુ નવી તાજગી અને તાકાત બક્ષે છે અને જ્યારે તરવાર ધારણ કરતા સરદારો અને તેમનાં પરાક્રમા વિસરાઇ ગયા હોય છે ત્યારે પશુ જે વિજય ટકી રહે છે એવે લેાકેાનાં મન અને હૃદયને જીતી લેતા હિંદી સંસ્કૃતિના આ વિજય હતા. પણ એ જ ચેતના-પ્રાણમયતા—સાચે રસ્તે, અને સર્જનાત્મક રીતે વાપરવામાં ન આવે । તેનુ' વિપરીત પરિણામ પણ આવે છે. અને તેમાંથી પ્રજાતા નાશ અને અધ:પતન સર્જાય છે.
આપણી આ ટુંકી જીંદગી દરમિયાન પણુ, રચનાત્મક તથા સર્જનાત્મક પ્રયત્નની શકિત અને વિનાશના માર્ગે લઇ જતા પ્રય ત્નાની શકિત-આ બન્ને આપણે હિંદમાં ક્રિયમાણુ સ્વરૂપે નિહાળી રહ્યા છીએ. છેવટે કાના જય થશે ? અને આપણે કઇ બાજુએ છીએ ? આપણું સ` માટે અને ખાસ કરીને જેમનામાંથી દેશનેતા નિર્માણ થવાના છે અને જેમના ઉપર આવતી કાલની જવાબદારીઓને ખેાજે આવી પડત્રાને છે તેમના માટે આ એક અતિ અગત્યને પ્રશ્ન છે. આપણાથી આજે કારે ઉભા રહેવાતુ અને આ પ્રશ્નને લગતી પરિસ્થિતિના સામનાને ઇનકાર કરવાનું બની શકે જ નહિ. જ્યારે વિશદ વિચારણા અને સંગીન કા'ની તત્કાલ આવશ્યકતા છે ત્યારે ક્રોધ અને ધિકકારને આપણા ચિત્તમાં સંધર્ષા કરવાનું પણ આપણુને પરવડે નહિ.
*
ચુનીવસીટીનુ′ ધ્યેય
માનવતા, સહિષ્ણુતા, શુદ્ધિપૂર્વકની વિચારણા, પ્રગતિશીલતા, વિચારસાહસિકતા અને સત્યનું સ’શાધન-આવાં તા સિદ્ધ કરવા, ઉત્તેજવા, લેાકજીવનમાં ઉતારવા એ જ કાંઈપણ યુનીવર્સીટીના હેતુ હાઇ શકે. વધારે ને વધારે ઉદાત્ત આદર્શોની સિદ્ધિ તરફ્ માનવજાતને લઇ જવી એજ યુનીસીટીનુ ધ્યેય હોવુ' જોઇએ. જો
તા ૧૫-૧૨-૪૭
બજાવે તે પ્રજાનુ' અને સરસ્વતીનું મદિર જે
યુનીવર્સીટીએ પેાતાનુ` કા` યોગ્ય રીતે લોકેાનું જરૂર કલ્યાણ જ થાય. પણ આ સકી ધર્માંધતાનું અને સાંકડા હેતુ સાધવનું કેન્દ્ર બની જાય તે પ્રજાને કદિ ઉ કષ નહિ થાય અને ખાદ્ય તેમ જ અત્યન્તર કાઇ પણ પ્રકારને વિકાસ સિદ્ધ થઈ ન શકે. ચુનીવસીટીની જવામઢારી
આમ હાવાથી યુનીવસીટી અને દેશની અન્ય શિક્ષણુસંસ્થાઓના માથે એક બહુ મેટી જવાબદારી રહે છે. તે સદા જાગ્રત રહેવુ, અંદરની ન્યાતને સદા પ્રજ્વલિત રાખવી, અને જ્યારે રાગ જ, ક્રોધ, અને વૈરનાં વાવઝેડાં વાવા માંડે અને લોકોને મુંઝવવા લાગે અને ખાની સામે સાચે દાખલા રજુ કરવા એવી જેની ફરજ ગણાય એવામાંથી પણ કેટલાકની આંખે અંધારાં આવે ત્યારે પણ સત્ય માર્ગેથી લેશ માત્ર વિચલિ ન થવું—એ આ યુનીવર્સીટી અને અન્ય શિક્ષણસંસ્થાઓના સ’ચાલકાના અનિવાય ધર્મ અને છે. કુટિલતાથી અથવા તે ખાટા કાર્યાંથી સારૂ પરિણામ નિપજશે એવી આશાએ ખેાટા માર્ગે ચાલવાથી અને અસત્ય સાથે મહાબત કરવાથી આપણે આપણા ધ્યેયને કિંદ પહેાંચી શકીશું નહિ. સાચુ ધ્યેય ખે'ટા સાધને વડૅ ક પણ પૂ પણે સધાવું શકય નથી. ભાવી હી કેવુ હશે ?
આપણા
રાષ્ટ્રીય હેતુએ વિષે આપણા મનમાં પુરી સ્પષ્ટતા હાવી જોઈએ. આપણે એક એવા બળવાન, સ્વતંત્ર અને લોકશાસિત હિંદને ઉભું કરવા માંગીએ છીએ કે જે હિંદમાં દરેક નાગરિકને સામાન દરજ્જો અને આત્માવિકાસ અને સેવા કરવાની સમાન તક હતી જોઇએ, જે હિં'માં આજની આર્થિક તેમ જ સામાજિક અસમાનતા નાબુદ થવી જોઇએ, જે હિંદમાં આપણી સર્વ મૌલિક શકિત સ ક અને સહકારી પ્રયત્ને પાછળ ક્રિયમાણ થવી જોઇએ. આવા હિંદમાં કામીવાદ, અલગવાદ, ચેકાવાદ, અસ્પૃ· - સયવાદ, ધર્માંધતા, અને માણસનું માણસના હાથે થતુ... શાષણ-આ સને લેશમાત્ર સ્થાન ડેવુ ન જોઇએ; અને જો કે ધામિક વાત ત્ર્ય જરૂર હાવુ જોઇએ એમ છતાં પણ એ ધર્યું અને સ’પ્રદાયાને પ્રજાજીવનની રાજકારણી અને આર્થિક બાબતે માં દખલગીરી કરવાના ખીલકુલ હકક હાવા ન જોઈએ. જો આમ છે તે હિંદુ અને મુસલમાન અને ખ્રીસ્તી અને શીખની ક્રાંમી પ્રવૃત્તિએ રાજકીય જીવન પુરતી એકદમ બંધ થવી જોઇએ અને આપણે સયુક્ત અને એમ છતાં સુગ્રથિત એવુ એક રાષ્ટ્ર ઉભુ કરવુ જોઇએ કે જેમાં વ્યકિતનો તેમજ આખી પ્રજાની સ્વત ંત્રતા સત્ર પ્રકારે સુરક્ષિત હોય. આપણે અત્યન્ત કષ્ટદાયી યાતનાઓ અને કસટીમાંથી પસાર થયા છીએ. આપણે એકસેટીમાંથી પાર ઉતર્યાં છીએ પણું તેને દંડ બહુ ભારે આપવા પડયો છે. વળી ભયંત્રસ્ત માનસવાળા અને કુતિ’ આત્મા ધરાવતા સંખ્યાબંધ પ્રજાજનને જે આપણને વારસા મળ્યા છે તે વારસા પણ કંઇ કાળ સુધી આપણી પ્રગતિ અને વિકાસને જ્યાં ત્યાં રૂંધ્યા કરવાને છે. આપણા કસેટીકાળ હજી ખતમ થયા નથી. આપણે સામે આવતા સંકટાને અને આને બહાદુરીપૂર્ણાંક સામને કરીએ અને તે માટે આપણે આપણી જાતને એવી બળવાન અને ધૈયવાન અને શિસ્તબધ્ધ બનાવીએ કે જેથી આપણે સત્ય માથી કાઇ કાળે ચળાયમાન ન થએ અને આપણા આદર્શ અને ધ્યેયને ક્ષણુભર પણ ભુલવા ન પામીએ. પડેલાં જખમે રૂઝવવાનું કામ આપણે શરૂ કરવાનું છે અને આપણે નવુ ઘડતર. અને નનિર્માણ પણુ આર’ભવાનુ છે. હિંદના આજને ત્રણવિધ્ધ દેહ અને શાકકલાન્ત આત્મા આ મહાન કાર્ય પાછળ આપણી પેાતાની જાતનુ આપણુ કરવાનું આપણું સને આહ્વાહન કરી રહેલ છે. આ ભગીરથ કાર્યને પહોંચી વળવાની અને હિંદના ગૌરવને વધારવાની આપણામાં તાકાત અને યેગ્યતા પ્રગટ થા ।
મૂળ અંગ્રેજી: પંડિત જવાહરલાલ નેહરૂ અનુવાદક : પાનદ