________________
તા. ૧૬-૧૨-૪૭
ગુલામીની શૃંખલાઓ આજે પણ કપાળ કામને સારા પ્રમાણમાં જકડી રહેલી છે. અને એક કરસનદાસ વિદેહ થયા બાદ આ કામમાં હજુ ખીજો કરસનદાસ પાર્કલ નથી, આવાં દારિદ્ર વિષે પણ કપાળ કામના પ્રગતિશીલ આગેવાનોએ જરા ઉંડા વિચાર કરવાની અને અન્તર્મુખ બનવાની જરૂર છે.
શુદ્ધ જે
આ પ્રમાણે સદ્ગત કરસનદાસ મુળજીના જીવન ની પુણ્યકથા પુરી કરીતે આપણે કપાળ કામના એક ખીન્ન સમાજસેવકની જીવનચર્યાની ઉડતી આલોચના કરીએ. આ છે માન્યવર શ્રી ગોરધનદાસ, સર હરકીસનદાસ હાસ્પીટલના સ ંચાલનની મુખ્ય જવાબદારીને ભાર તે કેટલાંક વર્ષોથી વહન કરી રહ્યા છે. ભાઇ ગોરધનદાસના પિતા સદ્ગત વીઠ્ઠલદાસ એક બહુ જાણીતા અને અત્યંત સેવાપરાયણુ ડોકટર હતા. તેમણે પોતાની ડેકટરી કુશળતાઅને ઉંડી સેવાપરાયણતાના કારણે પોતાની કામ તેમજ મુંબઇના હિંદુ સમાજના ખુબ ચાહુ મેળવ્યા હતા. તે ભાઇ માધવદાસ, ગેરધનદાસ તથા મંગળદાસ એમ ત્રણ પુત્રને નાની ઉમ્મરના મુકીને ગુજરી ગયેલા, આ ત્રણે ભાઇએ પેાતાના મામા શેઠું ભગવાનદાસ નરાતમદાસ જેએ સર હેરીસનદાસના નાના બા થાય તેમને ત્યાં ઉછરીને મોટા થયા, ભાઇ માધવદાસ બી. એ. થયા અને થોડા સમયમાં ગુજરી ગયા. ભાઇ ગોરધનદાસ ડેાકટર થયા. અને ભાઈ મંગળદાસ બેરીસ્ટર થયા. આ ભાષ માંગળદાસ હમણાં જ મુબઇની હાઈકોર્ટના જજ થયા છે. ભાઇ ગારધનદાસ ઉપર હંમના મામા શેઠ ભગવાનદાસની બહુ જ પ્રીતિ હતી. ભાઇ ગેરધનદાસે એક ધ પિતા તરીકે શેઠે ભગવાનાસનું નામ પોતાના નામ સાથે જોડવું એવી સરત ઉપર શેઠ ભગવાનદાસ ગોરધનદાસભાઇને એ લાખ રૂપીઆ પેાતાના વીલમાં આપીને ગુજરી ગયા. શેઠ ભગવાનદાસ જુદી જુદી પરોપકારી સસ્થાએ નિમિત્તે મેટી મેટી રકમ પોતાના વીલનાં જાહેર કરી ગયા હતા. ભાઇ ગોરધનદાસ ડોકટર તેા થયા, પણ તેમણે કદિ ડાકટરી ધંધો તા કર્યાં જ નહિ. પોતાના સભ્યને મ.ટા ભાગ શેઠ ભગવાનદાસે ઉભી કરેલી ચેરીટીઆની વ્યવસ્થા અને પહીવટ સંભાળવા પાછળ જ તેમાં વ્યતીત કરે છે. સર હરકીનદાસ નરાતમદાસ હૈ।સ્પીટલના વહીવટની મુખ્ય જવાબદારી શેઠે તુલસીદાસ ત્રીભોવનદાસ વાધ સ’ભાળતા હતા અને ભાઇ ગોરધનદાસ તેમને અનેક રે.તે આ કાર્યમાં મદદ કરતા હતા. શેઠે તુલસીદાસ ૯. સ. ૧૯૩૨ માં ગુજરી ગયા. ત્યાર બાદ આખી હેસ્પીટલને સંભાળવાની જવાબદારી ભાઇ ગોરધનદાસના માથે આવી. ત્યારથી તે આજ સુધી ભાઈ ગોરધનદાસ જે એકનિષ્ઠાથી સર હરકીસનદાસ હાસ્પીટલના સમગ્ર વહીવટની સંભાળ લઇ રહ્યા છે. તેવી એકનિષ્ઠા આજે બહુ અલ્પ સમાજ સેવકામાં જોવા મળશે.
૧૫૫ ×
એક તે સર હરકીસનદાસના કાર્ય પાછળની તેમની એક નિષ્ઠા અપૂર્વ છે. આજે અનેક સમાજસેવા અનેક સેવાક્ષેત્રમાં કામ કરી રહેલ છે. પશુ એક જ સેવાક્ષેત્રને વર્ષોથી વળગી રહેનાર અને તેને જ પાતાના સર્વે જાગૃત સમય આપનાર લોકસેવકા આજના દેશકાળમાં શાધ્યા જલ્દિ મળે તેમ નથી.
ઇ. સ. ૧૯૩૧ માં ભાઈ ગારધનદાસનાં પત્ની ગુજરી ગયા. તેમની સાથેના તેમના સંસાર "અત્યન્ત સુખમય અને પરસ્પર બહુ ઉંડા પ્રેમથી ભરેલા હતા. પત્નીનુ અવસાન થયુ' ત્યારે તેમની ઉમ્મર ૪૩ વર્ષની હતી, કાઇ સંતાન હતુ. ન િઆર્થિક પરિસ્થિતિ બધી રીતે સતૈષકર હતી. આવા સાગામાં ખીન્ન લગ્નના વિચાર જેટલેા સ્વાભાવિક એટલો જ કે પશુ તેવી વ્યક્તિ માટે સહજ આકર્ષક ગણાય; પણ ભાઇ ગે।રધનદાસે તે એક પત્નીવ્રતની પાતાના પત્નીના અવસાન સાથે પા ગાંઠે બાંધી લીધેલી. એટલે મિત્રા, સ્વજન, સબંધીએ સૌ કોઇએ તેમને ખીજા લગ્ન માટે ખુબ આગ્રહ કર્યો, પણ તે એકના બે ન થયા. આ તેમની ટેક આજના સુખાભિલાષી જમાનામાં જેટલી બેરલ તેટલી જ આદરણીય છે.
આ તે ભાઇ ગોરધનદાસના વર્તમાન જીવનની ટૂંક રૂપરેખા થઇ. તેઓ જે ઉચ્ચ કક્ષાનું જીવન જીવી રહ્યા છે તેની કેટલીક વિશેષતાએ આપણે વિચારીએ.
બીજી તેમની મૂક સેવાવૃત્તિ અને પ્રસિદ્ધિથી દૂર દૂર રહે વાના આગ્રહ કેતુ પણુ સહજ ધ્યાન ખેંચે તેવાં છે. તેમના જેટલે ભોગ આપનાર સમાજસેવકે આપણા વિશાળ દેશમાં છુટાછવાયા જરૂર મળશે, પણ આત્મપ્રસિદ્ધિના પ્રલેાભથી દૂર રહેવાનુ સાધારણ સમાજસેવક માટે શકય નથી બનતું. સાધારણુ રીતે માનવી એક બાજુએ જેને ભેગ આપે છે તેને ખીજી બાજુએ માન, સન્માન, કીર્તિ, કદરદાની, પ્રતિષ્ઠા વગેરે દ્વારા બન્ને લેવાની ઇચ્છાથી મુક્ત નથી રહી શકતાં. માનપત્ર અને થેલીસ્વીકાર આજ વૃત્તિનાં દ્યોતક છે. પોતાના અમુક સેવાકાય સાથે આવા સમાજસેવકનું અનેકદેશીય જાહેર જીવન ચાલુ હાય છે, જે દ્વારા પેતામાં રહેલી આત્મપ્રસિદ્ધિ અને આત્મશ્લાધાની વૃત્તિની તૃપ્તિ તે શોધતે રહે છે. ભાઇ ગારધનદાસને તા ભલુ પેાતાનુ હેપ્પી.લ અને ભલુ પેાતાનુ ધર. તેમને ભાગ્યે જ કાઈ મેળાવડામાં કે જાડુંર સ ંમેલનમાં આપણે જોવા પામીએ છીએ.
ત્રીજી : આટલીજ સેવાથી જ સતેષ ન માનતાં ગારધનદાસ પેાતાની પ્રિય પ્રવૃત્તિને પોતાથી બનતું અસીંચન કરવામાં પણ પાછું વાળીને જોતા નથી. હમણાં જ કશાં પશુ નામ, ઠામ કે સ્મરણુની શરતે સિવાય કે વ્યવસ્થિત જાહેરાત કર્યાં સિવાય તેમણે સર હરકીસનદાસ હાસ્પીટલને એક લાખ રૂપી આપ્યા. આ ઉપરાંત પોતાની ચાલુ આવક સામે પોતાને મર્યાદિત ખર્ચ બાદ કરતાં વધતી સવ રકમ તે ચાલુ સેવા કામાં ખરચતા જ રહે છે. સર હરીસનદાસ હાસ્પીટલના મુખ્ય નિયામક તરીકે દરદીના વ્યાધિની જ સારવાર સભાળવામાં તે ઋતિક બ્યતા નથી સમજતા, તેમની આર્થિક મુંઝવણા અને માસિક ગુંગળા મા દૂર કરવા પાછળ અને તે દિશાએ બને તેટલી રાહત આપવા પાછળ પણ તે એટલી જ ચિન્તાવ્યાકુળતા સેવે છે.
આ બધાં સાથે તેમની ચાલુ દિનચર્યાના વિચાર કરીએ અને તે પાછળ કૈવી સાદાઈ, સાધુતા, સંયમપરાયણતા, પવિત્રતા રહેલી છે તે બધુ' આપણા ધ્યાન ઉપર લઈએ, ત્યારે જ આપણે ગોરધનદાસભાઈને બરાબર ઓળખ્યા છે એમ કહી શકાય. તે બાબુલનાથ પાસે આવેલા એક મકાનમાં રહે છે. સવારે પાંચ વાગ્યા આસપાસ ઉઠે છે. સાધારણ રીતે બે એક કલાક પેાતાને ષ્ટ તેવા સાહિત્યના વાંચન પાછળ તેએ ગાળે છે. વાંચન, પૂજા, કયાન પાદ વગેરેમાંથી સવારે નવ વાગે તે પરવારે અને હાસ્સી ટલમાં જાય. બપોરે દોઢ વાગ્યે લગભગ ઘેર પાછા આવે, એ એક કલાક ભાજન અને આરામ પાછળ ગાળી પાછા હાસ્પીટલમાં જાય તે રાત્રે આઠ વાગ્યે, નવ વાગ્યે જ્યારે બધું કામ પુરૂ થાય ત્યારે ઘેર આવે. પાતાના પત્નીની દર માસિક મૃત્યુતિથિના દિવસે તે ઉપવાસ કરે છે. બીજા પણ એવા કેટલાક દિવસો છે કે જ્યારે તેઓ ઉપવાસ યા તા એકટાણું કરે છે. આ રીતે એક તપસ્વી જેવું તેમનું જીવન છે. આજના મેજશાખાથી તે સામાન્યતઃ પરાહમુખ રહે છે અને એકજ પ્રવૃત્તિ અને એક જ ધ્યેયની પરિપૂતિ પાછળ જ તેમણે પોતાના જીવનને ઐતપ્રેત બનાવી દીધું છે. આ એક તેમને મહાન કમ યાગ છે. - તેમની પ્રસન્ન-ગંભીર મુખમુદ્રા ઉપર આ તેમના કર્મયોગની છાપ સુકિત થયેલી દેખાય છે. તેા જેટલા મિતાહારી છે. તેટલા જ મિતભાષી છે. જ્યારે આપણને રસ્તામાં કે કોઇ થળે તે મળે ત્યારે હસતા મેઢે આપણા ખબર અન્તર પૂછે, ખીજી કોઈ વાતચિત કરી ન કરી અને આગળ ચાલે. લાંબી કાઇ