________________
તા. ૧-૨-૪૭
પ્રબુદ્ધ જન
રાહત આપવી, દવા ત્યા ઈંજેકશને મક્ત આપવા તેમજ ડાકટરી મદદ પણ મત મળે તેવી ગેઠવણ કરવી. આ બાબતની પ્રબુદ્ધ જૈનમાં સારી રીતે જાહેરાત કરવામાં આવી છે. આમ છતાં દિલગીરી સાથે જણાવવુ પડે છે કે આ રાહતયાજના જી બહુ થોડા લાભ લેવાયો છે. આજ સુધીમાં આ ખાતામાં ઉપર જણાવ્યા મુજબ રૂા. ૧૦૦૦ દીવાળી સુધીમાં રૂા. ૪૪૮, અને ત્યારબાદ રૂ।. ૧૫૮, એમ કુલ રૂ।. ૧૬૦૬, ની આવક થઇ છે અને રૂા. ૧૨૬, વૈદ્યકીય મદદ ખાતે અપાયા છે.
પ્રબુદ્ધ જન
પ્રબુધ્ધ જૈન એકસરખું ચાલ્યા કરે છે, અને સાધારણ્ રીતે આઠ અથવા દશ અને કદિ કદિ ખાર પાનાની વાંચનસામગ્રી પુરી પાડવામાં આવે છે. પ્રબુધ્ધ જૈન 'માં લવાજમની આવક રૂા. ૨૧૦પ ની અને મદદની આવક રૂા. ૪૦૨ ની એટલે કુલ રૂા. ૨૫૦૭ ની આવક થઇ છે. અને ખર્ચ રૂા. ૩૦૨૪ ના થયા છે, જેના પરિણામે રૂા. ૫૧૭-૨-૬ ની ખેટ આવી છૅ. સધના આજે ૩૪૪ સભ્યો છે તેમને પ્રભુધ્ધ જૈન સભ્ય તરીકે મળે છે અને તે ઉપરાંત ગ્રાહક સંખ્યા ૬૦૦ આસપાસ રહે છે. અન્ય સામાયિકેના બદલામાં ૨૧ નલે આપવામાં આવે છે અને ૭૪ નકલ પ્રતિષ્ઠિત વ્યકિતઓને અથવા તે સસ્થાઓને વિના મૂલ્યે મેકલવામાં આવે છે. તાજેતરમાં ગ્રાહકસખ્યા થેાડી ઘટવા લાગી છે. આમ હોવાથી સધના સભ્યોએ મહેનત કરીને પ્રબુધ્ધ જૈન’ના ગ્રાહકો વધારવાની ખાસ જરૂર છે. પ્રબુધ્ધ જૈન'નું વાર્ષિક લવાજમ રૂપીઆ ૩ હતુ તે ઉત્તરેત્તર વધતી જતી મોંધવારીને પહોંચી વળવાના હેતુથી વધારીને ગયા વર્ષના એકપ્ટેમ્બર માસથી રૂ।. ૪ કરવામાં આવેલ છે. એમ છતાં પણ ચાલુ વર્ષમાં આશરે રૂ।. ૬૦૦ ની ખેાટ આવશે એવા અંદાજ કાઢવામાં આવ્યા છે. પ્રબુધ્ધ જૈન'ના પ્રશંસા અને સંધના સભ્યો આ ખાટને પડુાંચી વળવામાં જ માત્ર નહિ, પણ પ્રબુદ્ધ જૈનની વાંચનસામગ્રી તેમજ ફેલાવા વધારવામાં છાને તેટલા મદદરૂપ થાય એવી ખાસ વિનંતિ કરવામાં આવે છે. શ્રી. મ. મેડ. શાહ સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલય
સંધ દ્વારા ચાલતું શ્રી. 'મણિલાલ માકમચંદ શાહ સાજનિક વાંચનાલય તથા પુસ્તકાલય પૂર્વવત્ ચાલ્યા કરે છે અને તેને લાભ આસપાસ વસતી જનતા મહેળા પ્રમાણમાં લે છે, ખાસ કરીને વાંચનાલય તે। હરહમેશ વાંચનારાઓની ગીરદીથી ભરચક રહે છે. આ પ્રવૃત્તિને વિકસાવવામાં મોટી આડખીલ સ્થળ સકાચનો છે, વિશાળ સ્થળના અભાવે વાંચકવૃન્દને પુરી સગવડ આપી શકાતી નથી તેમ જ સગવડ તેમજ પુસ્તક સંગ્રહની દૃષ્ટિએ પુસ્તકાલય વિકસાવી શકાતું નથી. આ ઉપરાંત પુસ્તકાલયની વ્યવસ્થામાં કુશળ અને યોગ્ય માણસ નહિં મળવાના કારણે આ પ્રવૃત્તિ જોઇએ તેટલી વ્યવસ્થિત બનાવી શકાતી નથી. આ વર્ષે આ પ્રવૃત્તિ માટે યોગ્ય માણસ મેળવવાની અમે આશા રાખીએ છીએ અને એમ થતાં આ પ્રવૃત્તિ વધારે વ્યવસ્થિત અને સુયૅાજિત પાયા ઉપર મુકી શકાશે એમ અમે ધારીએ છીએ. આ વાંચનાલય પુસ્તકાલને શ્રો મણિલાલ મેાકમચંદ શાહ તરફથી પુસ્તકાલય માટે જરૂરી પુસ્તકા ખરીદવામાં જ વાપરી શકાય એ મર્યાદા સાથે ખીજી રૂ।. ૧૦૦૦] ની રકમ અપણુ કરવામાં આવી છે. આવી ઉદાર મદદ માટે સધ તેમને ધન્યવાદ આપે છે.
ગયા વર્ષોંમાં આમ તા આ પ્રવૃત્તિ ખાતે રૂા. ૭૭૦-૧૪-૯ ની ખેાટ આવી છે. પણ ગયા પર્યુષણ દરમિન આ પ્રવૃત્તિમાં રૂ।. ૩૦૭૧૩ ની મદદ એકઠી કરવામાં આવી છે જે દ્વાલ સ્થાયી ક્રૂડ ખાતે જમે કરવામાં આવી છે. પરસ્પર સદ્દકારથી સધનો સભ્યાએ અને ખાસ કરીને વાંચનાલય-પુસ્તકાલય સમિતના મત્રી શ્રી તારાચંદ લક્ષ્મીચંદ કારીએ પર્યુ ષષ્ણુ દરમિયાન ઉપર જણાવેલ
૧૩
રૂ।. ૩૦૭૧] એકઠા કર્યાં છે. તેમના સર્વે અહિં આભાર માનવામાં આવે છે.
માવજતનાં સાધનેા
માવજતનાં જરૂરી સાધને સધના કાર્યાલયમાં વસાવવામાં આવ્યા છે અને ગયા વર્ષમાં તેના ૮૫ કુટુએએ લાભ લીધા છે. આ સાધનાના લાભ નાતજાતના કયા પણ ભેદભાવ વિના આપવામાં આવે છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા
ગત વર્ષ દરમિયાન યોજવામાં આવેલી પર્યુષણ વ્યાખ્યાનમાળા અત્યન્ત લોકપ્રિય નીવડી હતી. અને તેને લગત તા. ૨૩-૮-૪૬ થી તા. ૩૧-૮-૪૬ સુધીને નવ દિવસને કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડયેા હતેા. આ વ્યાખ્યાનસભાએ વીઠ્ઠલભાઈ પટેલ રેડ ઉપર આવેલ આનંદભુવનમાં અને સંવત્સરની વ્યાખ્યાનસભા ભાંગવાડીના થીએટરમાં ભરવામાં આવી હતી. નવે દિવસ શ્રોતાની એકસરખી ભીડ રહી હતી. ન્યાયમૂર્તિ હરસિધ્ધભાઇ દીવેટીઆ, પંડિત દરબારીલાલજી, શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી, શ્રીમતી સરલાદેવી સારાભાઇ, શ્રી. રામનારાયણ પાઠક, શ્રી કેદારનાથજી, કાકાસાહેબ કાલેલકર, ડે. ખુલજી વગેરે જાણીતી વ્યકિતઓએ આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. શ્રીમતી ઇન્દુમતીહેતે તેમજ શ્રીમતી વેણીઓૢને આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે પહેલી જ વાર ભાગ લીધેા હતેા. જાણીતાં કીર્તનકાર શ્રી કમળાબહુઁન ઠાકરે બુઢ્ઢા જુદા દિવસે ખે કીતૅના સભળાવ્યાં હતાં. સ’વત્સરિના દિવસે શ્રી. રહીનાબહેને ભજન સંભળાવી લેશને ભાવમુગ્ધ કર્યા હતા. આ વ્યાખ્યાનમાળામાં જૈન સમાજે બહુ રસભર્યાં ભાગ લીધે હતેા, અને તેને સફળ બનાવવામાં તેમજ સધને ખર્ચની બાબતમાં ચિન્તઃમુક્ત કરવામાં પૂરેના સાથ અને સહકાર આપ્યો હતા.
કાકાસાહેબ ષષ્ઠિપૂર્તિ સન્માન સમાર’ભ
પર્યુષણ દરમિયાન તા. ૨૮-૮-૪૬ ના રોજ શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી કાકાસાહેબ કાલેલકરને ષષ્ટિપૂર્તિ સન્માન સમારંભ યોજવામાં આવ્યેા હતે. આ સમાર્ંબકા માં મુંબઇની સાદિત્ય વાઙમય, લલિતકળા તેમ જ શિક્ષણની પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવતી બીજી સાળ સંસ્થાઓએ સાથ આપ્યા હતા. પ્રસ્તુત સમાર’ભ મુંબઇ યુનીવર્સીટીના કોન્વોકેશન હાલમાં ગઠવવામાં આવ્યા હતા અને પ્રમુખ સ્થાને દીવાનબહાદુર કૃષ્ણુલાલ મેહનલાલ ઝવેરી બીરાજ્યા હતા. આ સમારંભમાં મુબઇની અનેક જાણીતી વ્યકિતએ ભાગ લીધે હતા અને હિંદુસ્થાનની અનેક નામાંકિત વ્યકિતએ શુભેચ્છા તેમજ કાકાસાહેબની પ્રશસાના સંદેશાઓ મેાકલ્યા હતા. મુબ જૈન યુવક સંધની આજ સુધીની કારકીર્દીમાં આ પ્રસંગ અનેક દૃષ્ટિએ અનુપમ હતેા અને સધના ખીનકામી માનસ અને ઉંચી ગુપૂજકતાને પોતક હતા. કાકાસાહેબ કાલેલકર સધ પ્રત્યે ઉડે સદ્ભાવ દાખવતા આવ્યા છે અને પ્રબુધ્ધ જૈનતે પોતાના લેખો વડે તેમણે અનેકવાર શૅભાવ્યું છે. સધે આ સમારભ યોજીને કાકાસાહેબ પ્રત્યેનું રૂક્ષ્ણ અલ્પાંશે અદા કર્યુ” છે. અને મુબઇની જનતાને સત્ય, શિવ અને સુન્દર–ત્રણે તત્વાના સમન્વયને દાખવતા કાકાસાહેબના વિલક્ષણ વ્યકિતત્વતા પરિચય કરાવ્યા છે, એગસ્ટની સેાળમીના કલકત્તાના હત્યાકાંડથી મુંબનું વાતાવરણ તંગ બનતું ચાલ્યું હતુ. અને કાઇ પણ ઘડીએ મુંબઇમાં કાની કલહની આંધી ચઢી આવે એવે। ભય રહેતા હતા. આવા ક્ષુબ્ધ વાતાવરણમાં પર્યુષણવ્યાખ્યાનમાળા કે કાકાસાહેબને ષષ્ટિપૂતિ સમારંભ પાર પડશે કે નહિ તે વિષે ભારે શંકા સેવાતી હતી. સદ્ભાગ્યે મુંબઈમાં કામમાં સધણુ શરૂ થવાના આગલા દિવસે જ આ બન્ને કાર્યક્રમ સગાપાંગ પાર પડયા હતા. વિધિની આ એક મોટી કૃષા ગણાય !