________________
૧૬૪
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૨-૪૭
અન્ય સન્માન સમારંભ. ગત વર્ષ દરમિયાન પ્રાન્તિક ધારાસભાની ચુંટણીઓ થઈ ગઈ અને જુદી જુદી ધારાસભામાં ચુંટાયેલા સભ્યોની નામાવલી બહાર પડી. મુંબઈની બંને ધારાસભામાં ચુંટાયેલા જૈન સભ્યનું સન્માન કરવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં સંધ તરફથી એક ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુંબઈમાં વસતા જૈન સમાજના અનેક આગેવાને હાજર રહ્યા હતા અને નિયંત્રિત મહેમાનોને આવકાર આપતાં ભાષણ કર્યા હતાં અને મહેમાનોએ પણ ઉચિત શબ્દોમાં આભાર માન્યો હતો. મુંબઈની ધારાસભાના જૈન સભ્ય અને જેન સમા જના આગેવાનો વચ્ચે સંપર્ક સ્થાપવાને સુયોગ આ સન્માનસમારંભે ઉભે કર્યો હતો અને જૈન સમાજના તેમ જ રાષ્ટ્રને લગતા અનેક પ્રશ્નો સંબંધમાં વિચારોની પરસ્પર બહુ સારી આપલે થઈ હતો. '
તા. ૧૭-૭-૪૬ ના રોજ દરબાર ગોપાળદાસ અને શ્રી. ઢેબરભાઈનું સંધના કાર્યાલયમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરબાર સાહેબે તેમ જ ઢેબરભાઈએ પ્રેરક પ્રવચન કર્યા હતાં અને તેમની સાથે વિચારવિનિમય સાધવાની સંધના સભ્યને એક સારી તક સાંપડી હતી. કાઠિયાવાડ અને દેશી રાજ્યના પ્રશ્નોની આ સભામાં સારી ચર્ચા થઈ હતી. - તા. ૨૦-૭-૪૬ ના રોજ ડે. ભૂલચંદજી જેઓ હિંદુ યુનીવર્સીટીના કેટલાક સમયથી અધ્યાપક હના અને અંધેરી ખાતે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી મેઘજી મથુરાદાસ કેલેજમાં જેમની પ્રીન્સીપાલ તરીકે નિમણુંક કરવામાં આવી હતી તેમની સન્માનસભા જૈન છે. મૂ. કોન્ફરન્સના કાર્યાલયમાં ગોઠવવામાં આવી હતી. આ પ્રસંગે ડે. બુલચંદજીએ શ્રી. મુંબઈ જૈન યુવક સંધને આભાર માનતાં ભારતીય સંસ્કૃત્તિમાં જન સંસ્કૃત્તિનું સ્થાન અને રાષ્ટ્ર અને ધર્મને પરસ્પર વિરોધી સંબંધ એ મુદ્દાઓ ઉપર ઉદ્દબેધક વિવેચન કર્યું હતું.
સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મુંબઈની કોર્પોરેશનમાં કોંગ્રેસની ભલામણ ઉપર એક સભ્ય તરીકે ચુંટાયા અને શ્રી શાન્તિલાલ હરજીવન શાહ બંધારણ વિધાયક સભામાં નીમાયા-તે ઉભય બંધુઓનું સન્માન કરવાના હેતુથી તા. ૩-૮-૪૬ ના રોજ સભા બોલાવવામાં આવી હતી, જે વખતે સંધના. નિમંત્રણને માન આપીને જૈન સમાજના આગેવાનો કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે ઉપરોક્ત બને બંધુઓની આજ સુધીની જૈન સમાજની અને વિશાળ રાષ્ટ્રની વિવિધ સેવાઓની કદર કરવામાં આવી હતી. સન્માનિત બંધુઓએ જવાબ આપતાં કોંગ્રેસ સરકારને વહીવટ, બંધારણ વિધાયક સભા, વર્તમાન રાજકીય પરિસ્થિતિ, મ્યુનીસીપલ કેરપરેશનમાં જનસેવાને અવકાશ વિગેરે બાબતો ઉપર પ્રસંગોચિત વિવેચન કર્યા હતાં.
અન્ય સંમેલને તા. ૨૮-૩-૪૬ ના રોજ શ્રી. ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના આચાર્ય શ્રી. ઝીણાભાઈ રતનજી દેસાઈ જેઓ સાહિત્ય ક્ષેત્રમાં “સ્નેહરશ્મિ'ના નામથી ઓળખાય છે તેઓ સંઘના નિમંત્રણને માન આપીને સંધના કાર્યાલયમાં આવ્યા હતા અને સંધના સ સાથે તેમણે કેટલે કે વાર્તાલાપ કર્યો હતો અને પિતાનાં કેટલાંક કાવ્ય સંભળાવીને સમાજનેના મન રંજિત કર્યા હતા.
તા. ૫-૪-૪૬ ના રોજ શ્રી. મુંબઈ જન યુવક સંઘના આશ્રય નીચે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાન શાળામાં એક જાહેર સંમેલન યેજવામાં આવ્યું હતું, જે પ્રસંગે શ્રી ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય ઉપર સુંદર અને વિચારપ્રેરક વિવેચન કર્યું હતું અને એ વિવેચનના અનુસંધાનમાં લગભગ અઢી કલાક સુધી લોકગીત
તેમજ પિતાનાં રચેલાં કાવ્યોનો સ્ત્રોત વહાવ્યું હતું અને હાજર રહેલ મટી શ્રોતામંડળીને આનંદ તેમજ વિસ્મયથી મુગ્ધ કર્યા હતા.
તા. ૨૫-૪-૪૬ ના રોજ સુરત બાજુએ આવેલા કરાડીમાં કાર્યકરતા જાણીતા ખાદી સેવક અને ગ્રામોધોગ પ્રચારક શ્રી દિલખુશ દીવાનજીએ સંધના સભ્યો સમક્ષ ખાદીની નવી નીતિ–પહેરે તે કાંતે અને તે તે પહેરે’–ઉપર વિચારપૂર્ણ તેમજ અનુભવગંભીર વિવેચન કર્યું હતું અને આ નવી નીતિને મર્મ સમજાવ્યો હતો. આ તેમની રજુઆત બાદ સભ્ય તેમજ દિલખુશભાઈ વચ્ચે રસભરી ચર્ચા થઈ હતી.
સંધની આર્થિક પરિસ્થિતિ શ્રી. મુંબઈ જૈન યુવક સંધ પિતાની સર્વ પ્રવૃત્તિઓ વર્ષદ્વારા મળતી મદદ અને સભ્યનાં લવાજમો ઉપર ચલાવે છે. તેની પાસે કઈ મેટું ફંડ નથી કે તેને નાનાં મોટાં રોકાણના વ્યાજની કઈ મોટી આવક નથી. શ્રી. મુંબઈ જૈન યુવક સંઘની સૌથી મટી આર્થિક જવાબદારી શ્રી. મ. મ. શાહ સાર્વજનિક વાંચનાલય-પુસ્તકાલયની છે. સદ્દભાગ્યે ગત વર્ષ દરમિઆન પયુંષણની વ્યાખ્યાનસભામાં હાજર રહેલા ભાઈ બહેનો તરફથી આ ખાતામાં સારી મદદ મળી ગઈ એટલે ગત વર્ષમાં સંધની આવક જાવકનાં પાસા સરખા થઈ શક્યા છે. નવા વર્ષ માટે રજુ કરવામાં આવનાર અંદાજપત્ર મુજબ સંધની વિવિધ પ્રવૃત્તિઓને પહોંચી વળવા માટે આપણે ચાલુ વર્ષમાં રૂા. ૧૯૨૫, મેળવાના રહે છે. આ જવાબદારીને સૌ સભ્યના સહકારથી પહોંચી વળવામાં અગવડ નહિ આવે એવી આશા રાખવામાં આવે છે. ગત વર્ષ દરમિયાન સંધની એક અસાધારણ સામાન્ય સભા બેલાવવામાં આવી હતી અને સંધના સભ્યનું વાર્ષિક લવાજમ ભાઈઓ માટે રૂપીઆ જ અને હેને માટે રૂ. ૩ હતું તે વધારીને આજની વધતી જતી મેઘવારીને પહોંચી વળવાના હેતુથી સૌ કોઈ સભ્યો માટે એકસરખું રૂા. ૫ ઠરાવવામાં આવ્યું હતું. ગયા વર્ષે ચુંટાયેલી કાર્યવાહક સમિતિની કુલ ૧૦ સભાઓ બેલાવવામાં આવી હતી. સંઘના સભ્યની આજે કુલ સંખ્યા ૩૪૪ ની છે, જેમાં ૨૯૪ ભાઇઓ છે અને ૫૦ બહેને છે. ,
ઉપસંહાર સંધના ગત વર્ષના વૃતાનની આ મુખ્ય મુખ્ય વિગતો છે. સંભવ છે કે આગળનાં વર્ષોની સરખામણીએ આ વર્ષની સંધની ગતિ કાંઈક મંદ બની છે એમ કોઈને લાગે. છેલ્લા પાંચ માસથી ચાલતી મુંબઈની તંગ કેમી પરિસ્થિતિએ જેમ આપણું ચાલુ જીવનને સ્થિગિત કરી નાખ્યું છે તેમ આપણી સર્વ જાહેર પ્રવૃત્તિઓ ઉપર પણ તેની બહુ ગંભીર અસર નિપજી છે. કમી કલહના શરૂઆતના મહીનાઓમાં સંઘની કાર્યવાહક સમિતિની સભા બોલાવવાનું જ શકય નહોતું અને અસાધારણ કારણે સભા બોલાવવામાં આવતી તે કાર્યસાધક હાજરી મેળવવામાં બહુ જ મુશ્કેલી પડતી. આ કારણે સંધની પ્રવૃત્તિઓમાં આગળના છ માસને વેગ પાછળના મહિનાઓ દરમિઆન દૃષ્ટિગોચર થતું નથી. આપણી મર્યાદિત કાર્યશક્તિ અને નવા કાર્યકર્તાઓની દુર્લભતા-આ બે કારણો પણ આપણા સંધની પ્રવૃત્તિઓને આગળને આગળ વધારવામાં મોટા અન્તરાય રૂ૫ બને છે. મુંબઈ શહેરની આજની પરિસ્થિતિમાં હજુ સુરતમાં કોઈ મોટે સુધારે થાય એમ દેખાતું નથી. આમ હોવાથી આપણે આપણી સંધશક્તિને વધારે ઉંડી નિષ્ઠાથી ચાલુ પ્રવૃત્તિઓ ઉપર કેન્દ્રિત કરીએ અને નવી પ્રવૃત્તિઓ પણ તે દ્વારા શરૂ કરવાને આપણે દઢ નિશ્ચય કરીએ તો જ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વધારે શક્તિશાળી બની શકે અને જૈન સમાજને તેમજ સમસ્ત રાષ્ટ્રને વધારે પ્રાણવાન ક્રાન્તિલક્ષી સેવાઓ આપી શકે. આ માટે આપણા સવમાં પ્રેરણા પ્રગટે, જરૂરી બળ પેદા થાય અને સહકારવૃત્તિ સુદઢ થાય એ જ યાચના અને એ જ પ્રાથના !!!
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ,