SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ મ : - : ૧૫ શ્રી સુખઈ જૈન યુવક સધનુ` પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી: મણિલાલ મેકમંદ શાહ, મુંબઈ : ૧ ડીસેમ્બર, ૧૯૪૭, સેામવાર. આત્મદૃષ્ટિનુ આન્તર નિરીક્ષણ (ગતાંકથી ચાલુ) પ હું સ્વરૂપ નિજ છેડી, રમ્યા પર પુદ્ગલે, ઝીલ્યા ઉલ. આણી, વિષમ તૃષ્ણા જળે, ” કવિતું આ કથન મેથ્યુ આર્નેલ્સના સુવિખ્યાત કાવ્ય “Lend kindly light, amid the encircling gloom! Lead thou me on !”-પ્રેમળ જ્યંતિ તારા દાખવી, મુજ જીવનપંથ, • ઉજાળ” (અનુવાદક. સ્વ. કવિ નરસિંહરાવ) માં આ વતી “Tue night is dark and I am far from home''-દૂર પડયે નિજ ધામથી હું તે ધેરે ધન ધાર” એ પંક્તિની યાદ આપે છે. એ પ્રકારનાં કથને જરા ઉડાણથી સમજવા જોએ, કવિ જ્યારે એમ કહે છે કે મેં મારૂ સ્વરૂપ છેડયું' છે અને પર રૂપમાં રત થયે। છું, ત્યારે શુ' એમ સમજવું કે કોઇ કાળે આત્મા સાવ શુદ્ધ હતા અને પછી તે જડ પાશમાં બંધાયો ? જો આામ માનીએ તે મેક્ષ પુરૂષાર્થ ની માન્યતા જ નકામી ઠરે; કમ પ્રયત્નદ્વારા કયારેક મેક્ષ સિધ્ધ થાય અને શુધ્ધસ્વરૂપ આવિર્ભાવ પામે તે પણ ત્યાર બાદ કઇ વખતે ફરી કમ પાશ કેમ ન વળગે? જે ન્યાયથી ભૂતકાળમાં શુધ્ધ સ્વરૂપ વિકૃત થયું તે જ ન્યાયથી મેક્ષપ્રાપ્તિ પછીના ભવિત કાળમાં પણ વિકૃત થવાનું જ. અને જો એમ બને તે મેક્ષ પ્રાપ્ત કર્યાં તૈય શુ અને ન કર્યું તેય શું ? ખીજી રીતે એમ કહી શકાય કે માક્ષ પ્રાપ્તિ એટલે દેવપદની પ્રાપ્તિ. ધ્રુવ ગમે તેટલે વખત સુખ સમૃદ્ધિ ભગવે છતાં તે તેથી શ્રુત થવાના. એ જ રીતે મેક્ષસ્થિતિ પણ ગમે તેટલે લાખે ગાળે પણ છેવટે શ્રુત થવાની. ત્યારે હું સ્વરૂપ નિજ છેાડી રમ્યા પર પુદ્ગલે' એને શેષ અર્થ એ સમજવું રહ્યું. એ માટે નિશ્ચય અને વ્યવહારદષ્ટિ તેના ઉપયોગ છે. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં મેક્ષ નામના પુરૂષાયને જે સ્થાન મળ્યું છે તે વિચાર-વિકાસના ઇતિહાસમાં અમુક કાળે જ મળ્યું છે, નહીં .કે પહેલેથી તે સનાતન જ રહ્યું હોય, જ્યારે મેક્ષની કલ્પના આવી અગર એવા કાઇને અનુભવ થયા ત્યારે મુકત ભાતું અમુક સ્વરૂપ પાયું અગર અનુભવાયુ' અને એ જ સ્વરૂપ એનુ અસલી છે અને એ સિવાયનું જે કાંઇ તેમાં ભાસે તે બધું જ આગન્તુક અને પર છે એમ મનાયું. કોઇ પણ અનુભવીએ આત્માના કલ્પાયેલ શુધ્ધ સ્વરૂપમાં વિજાતીય તત્વ કારે ઉમેરાયુ અંતે શા માટે ઉમેરાયું એ જાણ્યુ નથા, જાવું શકય પણ નથી. છતાં મેક્ષ પુછ્યાની ૪૯ ૬ના ઉપરથી કલ્પાયેલ આત્માના શુધ્ધ સ્વરૂપને દરેક અનુભવીએ મૌ.લક, વાસ્તવિક અને સ્વાભાવિક નાનીને જપેતાનું આધ્યાત્મિક પ્રસ્થાન શરૂ કર્યુ અને જીવનમાં અનુભવાતા વિકારવાસનાના તત્ત્વને વિજાતીય કે વૈભાવિક માની તેને ફેંકી દેવા પુરૂષાથૅ સેવ્યા છે. મેક્ષ એ જીવનનુ સાધ્ય લેખાયું અને તે સ્થિતિ આદર્શ લેખાઈ. એ જ આદર્શ સ્થિતિનું સ્વરૂપ નિહાળતી દૃષ્ટિ તે નિશ્ચય. અને સાધક દશામાં પર ભાવ કે વિજાતીય સ્વરૂપથી Regd No. B. 4266 વાર્ષિક લવાજમ પિયા ૪ મિશ્રિત એવી ચેતન સ્થિતિને નિરૂપતી દૃષ્ટિ તે વ્યવહાર. દેવચંદ્રજી આ બન્ને દૃષ્ટિશ્માને આશ્રય લઇને કહે છે કે “ હુ” સ્વરૂપ નિજ છોડી રમ્યા પર પુદ્ગલે, '' ખરી રીતે પહેલાં કયારે પણ આત્મા સંપૂર્ણ પણે શુદ્ધસ્વરૂપની વ્યકત દશામાં હતા જ નહીં. એમાંથી વ્યુત થવાપણું પણ હતું જ નહીં. ખરી રીતે તે તે અનાદિ કાળથી અશ્રુ રૂપમાં જ રમી રહ્યો હતા. પણ એ અશુદ્ધ રૂપમાંથી જે શુદ્ધ રૂપ કયારેક નિખરવાનું છે તેને જ નિશ્ચયદૃષ્ટિએ ભૂતકાળમાં પણ તેવુ જ હતું. એમ માની કવિ લૌકિક ભાષામાં વ્યવહાર દૃષ્ટિના આશ્રય લઇ “ હું સ્વરૂપ નિજ છેડી રમ્યું: પર પુદ્દગલે ” એમ કહે છે. સાંખ્ય અને વેદાંત આદિ દર્શીતામાં પણ ચેતન-અચેતનના સબંધને અનાદિ જ માન્યા છે અને છતાં નિશ્ચયદૃષ્ટિએ ચેતન બ્રહ્મનુ સ્વરૂપ અનાદિ કાળ થયાં એવુ જ મનાયું છે જેવુ' કે ભવિષ્યતુમાં મેક્ષપ્રાપ્તિ પછી આવિભૂત થવાનું હાય. ખરી રીતે એક કાયડે અત્યારલગી અણુઉકેલાયેલે જ રહ્યો છે. કે જો બન્ને તત્ત્વો મૂળે એકબીજાથી સાવ વિરૂધ્ધ સ્વભાવના હોય અને બન્નેને એકબીજા ઉપર પ્રભાવ પડયા હોય તે તે શા કારણે અને કયારે ? વળી જો ભવિષ્યમાં કદી પશુ એકના પ્રભાવ બીજા ઉપરથી નાબુદ થવાના હૈયા કરી એવા પ્રભાવ એના ઉપર નહી પડે એની શી ખત્રી? તેમ છતાં એ અણુઉકેલાયેલ કાપડ ઉપર જ આધ્યાત્મિક મા’તુ મડાખ્યુ છે અને તે દ્વારા જ અનેક ચારિત્રમાર્ગના ગુણો મનુષ્યજાતિમાં વિકાસ પામ્યા છે. જૈનપરંપરાની નિશ્ચયદૃષ્ટિ તે બૌદ્દો અને વેદાંતીઓની પરમાથ દષ્ટિ અને જેતપર પરાની વ્યવહારફતે બૌદ્ધોની સંસ્કૃત્તિ અને વેદાન્તીની માયા અગર અવિધા. દેવચદ્રએ જે તત્ત્વ આ બીજી કડીમાં અનગાર પર પરાની લૂખી વાણીમાં ગાયું છે તે જ તત્ત્વ સાંખ્ય અને વેદાન્ત પર‘પરાના ગૃહસ્થાશ્રમાનુભવી ઋષિએ સ્નિગ્ધ કે રસિક વાણીમાં ગાયું છે. કપિલ એ વસ્તુને એક રીતે વર્ણવે છે તે ઉપનિષદના ઋષિએ એ જ વસ્તુને જરાક ખીજી રીતે વર્ણવે છે. દામ્પત્યજીવનની પેઠે સંસારજીવન એક નાટક છે. ગૃહસ્થાશ્રમના બે જ પાત્રે સ્ત્રી અને પુરૂષ બ્રહ્માંડના તખ્તા ઉપર ખેલાતા સાંસારિક જીવનનાં પણ એ જ પ.ત્રે કપિલે કમ્પ્યાં છે, એ બન્નેને સ્ત્રી-પુરૂષના અગર પત્નીપતિના રૂપકને આશ્રય લઇ કપિલે અનુક્રમે પ્રકૃતિ અને પુરૂષ નામે ઓળખાવ્યાં છે. કપિલના રૂપક પ્રમાણે પ્રકૃતિ કુળવધૂ જેવી ને તે પુરૂષ સમક્ષ આપમેળે જ બધું નાટક ભજવે છે. તેને ખાત્રી થાય છે કે પુરૂષે મારૂં રૂપ જોઇ લીધું ત્યારે ધૃતાતાની સાથે શરમાઈ પેાતાને ખેલ સમેટે છે. પ્રકૃતિની લીલાની શરૂઆતથી એની સમર્પિત સુધીમાં પુરૂષ કશુ પણૢ નથી કરતો કે કરાવતા. એ તે લીલાના પ્રેક્ષક તરીકે તદ્દન તટસ્થ રહે છે. પ્રકૃતિ પોતે જ લીલાડી કાઁધર્યાં છે અને પોતે જ એ લીલાને સમેટનાર છે. તેમ છતાં પુરૂષ બુધ્ધ કે મુકત મનાય
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy